________________
૧. સમુદાયમાં રહી આરાધના કરનારાં તે સ્થીર કલ્પી. ૨. વિશિષ્ટ કોટિનાં જ્ઞાન, તપ, બળ, નિર્ભયતા, પ્રાપ્ત કરી એકાકીપણે રહી
પોતાની સાધના કરનારાં તે જનકલ્પી કહેવાય છે. સાધુઓની દરેક પ્રવૃત્તિ આત્મલક્ષી હોય છે. સાધુ પોતાની સાધના દ્વારા પોતાનો સંસાર એકદમ મર્યાદિત કરી નાખી ધૂન્યથી તે જ ભવમાં અને વધુમાં વધુ ૭-૮ ભવમાં પોતાનું કાર્ય સાધી જાય છે. એ સાધુપદની ઉપાસના કરવા માટે દરરોજ પોતાનાં હૃદય કમળમાં સાધુપદનું ધ્યાન ધરવાથી આપણાં આત્માની અંદર પણ સુંદર સાધુતા વિકસે છે. એના દ્વારા આત્મા પોતાનો સંસાર લઘુ કરી મોક્ષલક્ષ્મીને વરે છે. એ પ્રમાણે આપણે પણ સાધુપદની સેવા ભક્તિ આરાધના ઉપાસના કરવા દ્વારા પરમાત્માના માર્ગમાં સાચા સાધુ બનીએ એ જ અભિલાષા....
૬. દર્શન પદ આત્માના આધ્યાત્મિક વિકાસ કમનું પ્રથમ પગથીયું કોઈપણ હોય તો સમ્યગદર્શન છે.
સમ્યગદર્શન એ ધર્મરૂપી મહેલનો પાયો છે. એ પાયા ઉપર જ સર્વવિરતિ અને દેશવિરતિ રુપ ઈમારત રહી શકે. સમ્યગદર્શન ધર્મનગરમાં પ્રવેશવાનું દ્વાર છે. ગુણોરૂપી રત્નોનું એ ભાજન છે, પૃથ્વી જેમ જગતની સમસ્ત વસ્તુ માટે આધાર રુપ છે તેવી રીતે સમ્યત્વ પણ સમસ્ત ધર્મ માટે આધારભૂત છે.
સંખ્યા વિનાના ગમે એટલા મીંડા હોય તેની કોઈ કિંમત હોતી નથી તેવી રીતે સમ્યત્વ વિના ગમે એટલું જ્ઞાન, દીર્ધ ચારિત્ર પર્યાય, મહાન તપ, ઉત્કૃષ્ટ ક્રિયા, ભીષ્મ ત્યાગ, જવલંત વૈરાગ્ય આ બધાં જ ગુણો નકામા થાય છે. એ સમ્યગદર્શને જીવ પોતાનાં આયુષ્ય સિવાય ૭ કર્મોની સ્થિતિ ૧ કોડાકોડી સાગરોપમ જેટલી રાખી બીજ કર્મસ્થિતિનો નાશ કરે છે. અને એ નાશ કર્યા પછી રાગ-દ્વેષની તીવ્ર ગ્રંથિ નો છેદ કર્યા પછી જીવનો સંસાર પરિમિત થાય છે. વધુમાં. વધુ રહે તો પણ અર્ધપુદગલપરાવર્તકાળથી વધુ રહી શકતો નથી. સમ્યગદર્શન પામ્યા પછી સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યેની અવિહડ શ્રધ્ધા