________________
જ આરાધી શકે, મૈથુનભાવથી ત્યારે જ વિરત થઈ શકે, અને નિષ્પરિગ્રહ ભાવ ત્યારે જ ધારણ કરી શકે કે જ્યારે તે જ્ઞાની હોય.
ભક્ષ્યાભસ્ય, પેયાપેય, હેય, ય, ઉપાદેય, કૃત્ય, અકૃત્ય આ સર્વ વસ્તુની જાણકારી જો આત્માને પ્રાપ્ત થતી હોય તો જ્ઞાનથી જ થાય છે. જડ અને જીવ બન્નેનો ભેદ થવામાં કોઈ કારણ હોય તો જ્ઞાન છે. સંસ્કારી અને જંગલીપણાનો, પશુ અને મનુષ્યપણાનો, આર્ય અને અનાર્યપણાનો, જૈન અને જૈનેતર પણાનો, ભેદ જો કોઈ બતાવનાર હોય તો તે જ્ઞાન છે.
આત્મામાં જેમ જેમ જ્ઞાન ગુણ વિકસતો જાય તેમ તેમ તેની અંદર અપૂર્વ કોટિનાં ગુણો વિકાસ પામે છે, દોષોનો હ્રાસ થાય છે. આત્મા જે કિયા કરે છે તેનું ફળ ત્યારે જ મળે છે કે જ્યારે તેનામાં શ્રધ્ધા પ્રગટ થઈ હોય. તે શ્રધ્ધા પણ ત્યારે જ ટકે છે કે જ્યારે આત્મા જ્ઞાની હોય. આત્મામાં જ્ઞાનનું પ્રગટીકરણ પાંચ પ્રકારે થાય છે. ૧. મતિજ્ઞાનનાં રુપે
૨. શ્રુતજ્ઞાનનાં રુપે ૩. અવધિજ્ઞાનનાં રુપે
૪. મન:પર્યવજ્ઞાનનાં રૂપે ૫. કેવળજ્ઞાનનાં રુપે
મતિજ્ઞાન આત્માને પાંચ ઈન્દ્રિય અને મનનાં આલંબને થાય છે. તેનાં શાસ્ત્રમાં ૨૮ અને ૩૪૦ ભેદો બતાવ્યા છે. મતિજ્ઞાન દ્વારા આત્મા પોતાનાં અનેક કાર્યો સહજ રીતે પૂર્ણ કરી શકે છે. આત્માને શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાન પૂર્વક જ મલી શકે છે. સંસારના દરેક આત્મા જે જ્ઞાની કહેવાય છે તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનાં આધારે કહેવાય છે. જગતની અંદર પોતાનાં અને બીજાનાં આત્માનાં ઉપકારનાં કારણ રુપે થઈ શકે એવું કોઈ જ્ઞાન હોય તો તે શ્રુતજ્ઞાન છે. કારણ કે મતિ, અવધિ, મન:પર્યવ, અને કેવલજ્ઞાન એ મુંગા છે. શ્રુતજ્ઞાન બોલતું છે. પરમાત્માનું શાસન જો ચાલતું હોય તો શ્રુતજ્ઞાનનાં આધારે જ ચાલે છે. જ્યારે શ્રુતજ્ઞાનનો વિનાશ થાય ત્યારે શાસનનો પણ અંત કહેવાય છે. જ્ઞાનની આરાધના કે વિરાધના જો આત્મા કરતો હોય તો તે મુખ્યતયા શ્રુતજ્ઞાનના આધારે જ કરે છે.
જે કોઈ આત્મા તોતડા, બોબડા, લંગડા, મુંગા, બહેરા વગેરે થાય
(12)