________________
પોતે સાધના કરતા હોવાના કારણે પોતે સાધુ કહેવાય છે. સાધુની સાધના દ્વારા ઈચ્છે કે ન ઈચ્છે તો પણ જગતના જીવોનું કલ્યાણ અવશ્યમેવ થતું જ રહે છે. સાધુ જગતના જીવમાત્રને પોતાના જીવ સમાન માની. ષટ્નવિનકાયની રક્ષા કરે છે. મુનિનું વચન ભાષાસમિતિ અને વચનગુપ્તિ પૂર્વકનું હોય છે. તેમનો જીવન નિર્વાહ ભ્રમરના રસ ચુસવાના સમાન હોવાથી સમાજને બીલકુલ બોજા રુપ હોતા નથી. જેમ ભ્રમર ફુલોનો રસ ચૂસે છે. પણ હાનિ પહોંયાડતો નથી તેવી રીતે સાધુ પણ પોતાનો જીવનનિર્વાહ સમાજ પાસેથી એષણા સમિતિનાં પાલનપૂર્વક કરતાં હોય છે. સાધુ પાંચે ઈન્દ્રિયોના વિષયોનો મન, વચન, કાયાનાં, કરવા, કરાવવા, અનુમોદવા રુપ ત્રિવિધે ત્રિવિધે ત્યાગ કરે છે. સાધુઓએ જગતનાં દરેક પદાર્થો પ્રત્યેથી પોતાની માયા મમતા બીલકુલ હટાવી લીધી હોય છે. જે કારણથી દુનિયાનાં કોઈપણ પદાર્થ એ મહાત્માઓનાં મનમાં રાગ-દ્વેષની પરિણતી ઉભી કરી શકતા નથી. સાધુઓ જ્યારથી વ્રત અંગીકાર કરે ત્યારથી લઈ તે તપસ્વી કહેવાય છે. મોટે ભાગે તેઓ એક જ ટાઈમ આહાર કરનારાં હોય છે. સાધુઓ પોતે દિવસ દરમ્યાન ૫ પ્રહર સ્વાધ્યાય, ૨ પ્રહર નિંદ્રા અને ૧ પ્રહરમાં પોતાના આહાર, વિહાર અને નિહાર કરે છે. પોતે હંમેશા પોતાના ૧૦ પ્રકારના યતિધર્મનાં પાલનમાં ઉજમાળ રહે છે. અનિત્યાદી ૧૨ ભાવના મૈત્રી વગેરે ૪ ભાવના અને પાંચ મહાવ્રતની ૨૫ ભાવના વડે આત્માને હંમેસા ભાવિત રાખે છે. જેથી પોતાનાં આત્મ સ્વભાવમાંથી વિભાવદશામાં આત્મા જઈ ન શકે. પોતાનાં મનમાં આર્દ્રધ્યાન, રૌદ્રધ્યાન ન પ્રવેશ ન કરે માટે તે હંમેશા ધર્મધ્યાન અને શુક્લધ્યાનની ધૂણી ધખાવી રાખે છે કે જેથી ગમે તેવા પરિહો અને ઉપસર્ગોમાં પણ પોતાનો આત્મા અસ્થિરતાને પામતો નથી. અને સ્વનું કાર્ય સાધી જાય છે. સાધુ પોતાના મન-વયન-કાયાના યોગોના રક્ષણ માટે હંમેશા ૩ ગુપ્તિનાં પાલનમાં સાવધાન રહે છે. ૩ યોગોની કોઈપણ પ્રવૃત્તિ કરવાની હોય તો તેમાં એ યોગો આત્માનાં દંડ રુપે ન થાય માટે પાંચ સમિતિની ઉપાસનામાં ઉજમાળ રહે છે. જેથી. પ્રવૃત્તિ કરતાં કરતાં નિવૃતિ રુપ ધર્મની સાધના થઈ જાય છે. માટે જ કહેવાય છે કે સાધુની દરેક પ્રવૃત્તિ કર્મ નિર્જરાનું કારણ બને છે. તે વાત આ રીતે બંધ બેસતી આવી શકે છે.
સાધુઓ બે પ્રકારનાં હોય છે :
8