________________
આરાધના – ઉપાસના થાય છે. એ જ પ્રમાણે એક આચાર્યની આશાતના કરવાથી ચતુર્વિધ સંઘની આશાતના થાય છે.
માટે આચાર્ય ભગવંતોની ઉપાસના આરાધન કરવા દ્વારા આત્માને પાંચ આચારમય બનાવી આત્મશ્રેય સાધવા ઉજમાળ બનવું જોઈએ એ જ...
૪. ઉપાધ્યાય પદ શ્રી જૈન શાસનમાં જ્ઞાન અને ક્યિા મુખ્ય છે. તેમાં જ્ઞાન પ્રથમ છે. તે જ્ઞાન જે પ્રાપ્ત કરવું હોય તો ઉપાધ્યાય પદની આરાધના કરવાથી જ પ્રાપ્ત થાય છે. તે ઉપાધ્યાયજી એટલે જ્ઞાનની ગંગા... તે જ્ઞાનગંગામાં જે કોઈ ડુબકી લગાવે તે પોતાના કર્મમળને દૂર કરી શકે. કષાયના તાપને શાંત કરી શકે, અનાદિકાળની વાસનાની અતૃમિને મીટાવે શકે છે.
ઉપાધ્યાયજી એટલે સંસાર દાવાનલથી બળેલા-ઝળેલા પ્રાણીઓ માટે સદાય પુષ્પરાવર્તના મેઘ સમાન જ્ઞાનની વૃષ્ટિ કરતા રહેનાર મેઘ જેવા છે. સંસાર રુપ વનની અંદર રખડી-રખડીને શ્રમીત થએલા જીવોને માટે શીતલ છાયા અર્પનાર વૃક્ષ સમાન ઉપાધ્યાય ભગતો છે. કે જેમની નિશ્રામાં આવી રહી પોતાના સંસારનાં શ્રમોને દૂર કરે છે. ઉપાધ્યાયજી ભગવતો પઠન-પાઠન દ્વારા પત્થર જેવા શિષ્યોને જગતની અંદર વંદનીય - પૂજનીય બને છે. જેમ શિલ્પી પત્થરમાંથી સુંદર પ્રતિમા બનાવે છે. અને તે પ્રતિમા જગતમાં દર્શનીયવંદનીય થાય છે. જેમ ઝવેરી ખાણમાંથી નીકળેલ રત્નને વાઢકાપ વિગેરે કરવા. દ્વારા અનેક પહેલ પાડે છે. અને તે રત્ન રાજા મહારાજા વગેરેનાં મુગટ વગેરે આભુષણોમાં અલંકૃત થઈ ઉચ્ચ સ્થાનને પામે છે. તેમ ઉપાધ્યાયજી મ. પણ કાચાર– જેવા શિષ્યને જ્ઞાનપ્રદાન, સારણા-વારણા વગેરે કરવા દ્વારા તેના આત્માને ઉચ્ચકોટીના ગુણો પ્રાપ્ત કરાવી તે આત્માને આચાર્ય ઉપાધ્યાય જેવા
સ્થાને અલંકૃત થવામાં જે કોઈ નિમિત્ત હોય તો તે ઉપાધ્યાયજી ભગવંતો જ હોય છે. તે ઉપાધ્યાયજી મહારાજ એટલે સાધુ-સાધ્વીજી રુપ ગચ્છની હંમેશા આત્મિક ઉપકરણ વગેરેની ભૌતિક ચિંતા કરનારાં છે. તેમના હૃદય ની અંદર હમેશા દરેક આત્માના કલ્યાણની ભાવના હોય છે જેથી તે આત્માનું કલ્યાણ