________________
4
વધારે સમયસુધી વિરહકાળ રહે જ નહીં ૬ મહિનામાં અઢી દ્વિપ અને બે સમુદ્રમાંથી કોઇને કોઈ જીવ મોક્ષમાં અવશ્ય જાય જ. ૧ સમયની અંદર જઘન્યથી ૧ આત્મા સિધ્ધ થાય અને ઉત્કૃષ્ટપણે ૧૦૮ આત્મા સિધ્ધ થઇ શકે. એક આત્મા સિધ્ધ થાય એટલે એક જીવ અવ્યવહાર રાશિમાંથી નિકલી વ્યવહાર રાશિમાં આવે છે. સિધ્ધપણું મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ભવ્યત્વ, પંચેન્દ્રિય જાતિ) સંજ્ઞી યથાખ્યાત ચારિત્રી, ક્ષાયિક સમકિતી, કેવલજ્ઞાની, કેવલદર્શની, ૧૫ કર્મભૂમિમાં ઉત્પન્ન થએલાં અને અવસર્પિણીનાં તેમાં પણ ત્રીજા-ચોથા આરામાં જન્મેલા અને ઉત્સર્પિણીનાં ૩-૪ આરામાં જન્મેલા આત્માઓ જ સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના દ્વારા પ્રાપ્ત કરી શકે. સિધ્ધપણું આરાધના દ્વારા પુરુષ-સ્ત્રી કે નપુંસક દરેક આત્મા પ્રાપ્ત કરી શકે છે. એમાં કોઈ બાધ નથી. સિધ્ધનાં પંદર ભેદો છે :
જીનસિઘ્ધ, અજિનસિધ્ધ, તીર્થસિધ્ધ, અતીર્થસિધ્ધ, ગૃહસ્થલિંગ, સ્વલીંગ, અન્યલીંગ, પુરુષસિધ્ધ, સ્ત્રીસિધ્ધ, નપુંસકસિધ્ધ, એકસિધ્ધ, અનેકસિધ્ધ, પ્રત્યેક બુધ્ધ, સ્વયંબુધ્ધ, બુધ્ધબોધિત આ પંદર સિધ્ધાવસ્થા પહેલાં જીવ જે અવસ્થામાં વર્તતા હોય છે તેની અપેક્ષાએ ભેદો છે. બાકી ત્યાં આગળ તીર્થંકર ભગવંતના આત્મા અને ગણધર ભગવંતના આત્મા, ગુરુનાં કે શિષ્યનાં, આત્મા, પુરુષનાં કે સ્ત્રીનાં આત્માઓ વચ્ચે કોઈ ભેદ નથી. એ સિધ્ધાત્માઓના સંક્ષેપથી જ્ઞાની ભગવંતોએ ૮ અથવા ૩૧ ગુણો બતાવ્યા છે. બાકી એ સિધ્ધાત્માઓ તો અનંતાનંત ગુણનાં માલિક છે. એ ગુણો આપણા આત્માની અંદર પ્રગટાવવા માટે દરરોજ એ સિધ્ધ ભગવંતોનું પૂજન અર્ચન-સ્મરણ-જાપ-નિદિધ્યાસન-ધ્યાન કરતાં રહેવું જોઈએ કે જેથી આપણો આત્મા પણ સિધ્ધસ્વરુપી થઈ શકે. એ જ અભિલાષા......
આચાર્ય પદ
3.
સિધ્ધચક્રજી એ એક એવું યંત્ર છે કે જેની આરાધનાથી સાધ્ય-સાધક
સાધન ત્રણેની આરાધના થાય છે.
તેમાં સાધ્ય છે :
સાધક છે :
અરિહંત અને સિધ્ધ....
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ....
4