________________
જે રીતે થઈ શકતું હોય તે રીતે કરવા માટે તેને દરેક પ્રકારે પ્રેરણા કરે છે. અને પ્રેરણા કરવા દ્વારા તે આત્માનો આધ્યાત્મિક વિકાસ કરાવે છે. આચાર્ય ભગવંતો હંમેશા અર્થની વાંચના આપે છે. જ્યારે ઉપાધ્યાયજી સૂત્રની વાંચના આવે છે. માટે તેઓ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ વગેરે જે ૪૫ આગમો છે તેના સ્વાધ્યાયમાં હંમેશા ઉજમાળ રહે છે.
ઉપાધ્યાયજી મહારાજા ત્રણ ભુવનમાં એક અજોડ દાતા છે. કારણ કે બીજા દાતાઓ દ્વારા અપાયેલા દાન થોડા દિવસ, થોડા માસ, વધુ પહોંચે તો જંદગી પર્યંતનુ હોય છે. જ્યારે ઉપાધ્યાયજી મહારાજા દ્વારા અપાયેલું જે જ્ઞાનદાન છે તે આત્માને ભવોભવ ઉપકાર કરનારુ અને સંસારના સમસ્ત દુઃખોનો નાશ કરનારું છે. એ ઉપાધ્યાયજી જૈન શાસનની અંદર યુવરાજ સમાન છે. ભવિષ્યકાળમાં આચાર્યપદને યોગ્ય હોય છે. તો ઉપાધ્યાયજી ભગવંતો જૈન શાસનમાં મંત્રીપદને અલંકૃત કરનારા હોય છે. તે ઉપાધ્યાયજી ભગવંતોનું જે આત્મા હંમેશા નીલવર્ણથી યુક્ત સિધ્ધચક્રજીમાં તેનું ધ્યાન ધરે છે. જાપ કરે છે પૂજન, અર્ચન વગેરે કરે છે. તે આત્મા પોતે અનુપમ કોટિના જ્ઞાનદિપકને પ્રાપ્ત કરી સંસાર રૂપ જંગલને ઓળંગી જાય છે. અને શાશ્વત સુખનો ભાગી જબને છે. તે ઉપાધ્યાયજી ભગવંતોનું જે આત્મા હંમેશા નીલવર્ણથી યુક્ત સિધ્ધચક્રજીમાં તેનું ધ્યાન ધરે છે. સ્મરણ કરે છે જાપ કરે છે. પૂજન, અર્ચન, વગેરે કરે છે. તે આત્મા પોતે અનુપમ કોટિના જ્ઞાનદિપકને પ્રાપ્ત કરી સંસાર રૂપ જંગલને ઓળંગી જાય છે. અને શાશ્વત સુખનો ભાગી બને છે. એ રીતે આપણે પણ એનું ધ્યાન ધરી જાપ, પૂજન, સ્મરણ, અર્ચન વગેરે કરી શાશ્વત સુખના ભાગી બનીયે એ જ અભિલાષા....
૫. સાધુ પદ અરિહંત, સિધ્ધ, આચાર્ય, અને ઉપાધ્યાય રૂપી રત્નોની કોઈ ખાણ હોય તો તે સાધુપદ છે. એ આત્માનાં કટ્ટર શત્રુ રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન વગેરે છે. તેની સામે મોરચો માંડનાર છે. સાધુ એ જીવતા જાગતા ધર્મ સ્વરુપ છે. સાધુને જોયા એટલે ધર્મ જોયો કહેવાય સાધુથી ધર્મ જુદો નહીં અને ધર્મથી સાધુ જુદા નહીં. સાધુ સ્વયં સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરવા. દ્વારા