________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
વિજ્ઞાયતે ના હિ !' અહો ! ખેદની વાત છે, તત્ત્વને જાણવામાં આવી રહ્યું નથી. બસ ! શય્યભવને આ વાક્યે બદલી નાંખ્યા. તેમણે વિચાર્યું કે, જે હું જાણી રહ્યો છું કે માની રહ્યો છું તે અલગ છે અને સત્ય કંઈક અલગ છે, તે જ સમયે તેઓ તલવાર લઈને ગુરુજી પાસે પહોંચ્યા અને ખુલ્લી તલવારનો ઇશારો કરી ગુરુજીને સત્ય અને તથ્યનો મર્મ પૂછ્યો, તલવારનો ઇશારો સમજી ચૂકેલા ગુરુજીએ સત્ય વાત જણાવી દીધી અને કહ્યું કે ‘અર્હત ધર્મ જ યથાર્થ ધર્મ છે, યથાર્થ તત્ત્વ છે', શય્યભવ અભિમાની હતા પરંતુ સાચા જિજ્ઞાસુ હતા. તેઓ તે જ ક્ષણે પોતાના ગુરુ પાસેથી રવાના થઈ આચાર્ય પ્રભૃવ પાસે પહોંચ્યા અને આત્મબોધ પામી દીક્ષિત થયા. નામકરણ :- દશવૈકાલિકનો શાબ્દિક અર્થ દસ + વૈકાલિક અથવા ઉત્કાલિક છે. તેમાં ઉત્કાલમાં પણ વાંચી શકાય તેવા દશ અધ્યયન છે. તેથી દશવૈકાલિક નામકરણ કરવામાં આવેલ છે. આ આગમ ૧૦ અધ્યયન અને ર ચૂલિકાઓમાં વિભક્ત છે, તેમાંથી પાંચમા અધ્યયનમાં બે અને નવમામાં ચાર ઉદ્દેશક છે, બાકીમાં ઉદ્દેશક નથી. અધ્યયન ૪ તથા ૯ ગદ્ય-પદ્યાત્મક છે, બાકી પદ્યાત્મક રચના છે. આ સૂત્ર ૭૦૦ શ્લોક પરિમાણ માનવામાં આવેલ છે.
38
વિષય :- આ સૂત્રમાં સાધ્વાચારનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેના દશ અધ્યયન અને બે ચૂલિકાઓ છે. પ્રત્યેકના વર્ણ વિષય ક્રમશઃ આ પ્રકારે છે-(૧) ભિક્ષા ભ્રમર વૃત્તિ (ર) સ્ત્રી પરીષહ (૩) અનાચાર (૪) છ કાયા, પાંચ મહાવ્રત (૫) પિંડૈષણા (૬) અઢાર આચારસ્થાન (૭) ભાષા-વિવેક (૮) આચાર-પ્રણિધિ (૯) વિનય-સમાધિ (૧૦) ભિક્ષુ-સ્વરૂપ (૧૧) પ્રથમ ચૂલિકા-સંયમ રુચિ-વૃદ્ધિ (૧૨) દ્વિતીય ચૂલિકા-એકલ વિહારની પ્રેરણા અને
તેના સાવધાન સ્થાન.
સાહિત્ય સંસ્કરણ ઃ– આ સૂત્ર ઉપર બે ચૂર્ણિઓ પ્રકાશિત છે. અગસ્ત્યસિંહસૂરિ કૃત અને જિનદાસગણિ કૃત. હરિભદ્રીય ટીકા પણ મુદ્રિત છે. ત્યારપછી પણ અનેક આચાર્યોએ આ સૂત્ર પર ટીકાઓ લખી છે, જેમાંથી ઘ ણી પ્રકાશિત છે. આ સૂત્ર બહુ પ્રચલિત સૂત્ર છે. તેનાં સેંકડો સંસ્કરણ પ્રસારિત થયેલ છે, અનેક ભાષાઓમાં અનુવાદ થયેલ છે.
સારાંશ પ્રાવધાનમાં આ સૂત્રનો સંક્ષેપમાં સારાંશ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાથે જ અનેક ઉપયોગી પરિશિષ્ટ પણ આપવામાં આવ્યા છે. જે કારણે આ સંક્ષિપ્ત સારાંશ પણ સાધુ-સાધ્વી માટે અતિ ઉપયોગી થશે.
આગમ મનીષી ત્રિલોકમુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org