________________
આચારશાસ્ત્ર : સમવાયાંગ સૂત્ર સારાંશ
સમવાયર
(૧) બેની સંખ્યાથી સંબંધિત દંડ, રાશિ, બંધન, નક્ષત્ર, તારા અને સ્થિતિઓ આદિનું વર્ણન છે. (૨) શુભ, શુભકંત સૌધર્માવતંસક આદિ વિશિષ્ટ વિમાનોના દેવોની બે સાગરોપમની સ્થિતિ હોય છે. (૩) કેટલાક ભવસિદ્ધિક બે ભવ કરીને મોક્ષ જશે.
સમવાય:૩
૧ર૯
(૧) દંડ, ગર્વ, શલ્ય, ગુપ્તિ, વિરાધનાના ત્રણ-ત્રણ પ્રકાર છે.
(૨) નક્ષત્રોના ત્રણ-ત્રણ તારા, ત્રણ પલ્યોપમ અને ત્રણ સાગરોપમની નારકી દેવતાની સ્થિતિ કહેતાં ત્રીજા-ચોથા દેવલોકના વિશિષ્ટ વિમાન– આશંકર, ૫ભંકર, ચંદ્ર, ચંદ્રાવર્ત આદિમાં દેવોની ત્રણ સાગરોપમની સ્થિતિ કહી છે. (૩) કેટલાક ભવસિદ્ધિક જીવ ત્રણ ભવ કરીને સિદ્ધ થશે.
સમવાય: ૪ થી ૧૦
(૧) એક યોજનમાં ચાર ગાઉ હોય છે.
(૨) કષાય, ધ્યાન, વિકથા આદિ ચાર-ચાર બોલ છે.
(૩) નક્ષત્રોના તારા, નારકી દેવતાની પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિઓ, તેટલા જ પખવાડિયે દેવોનો શ્વાસોશ્વાસ, વિશિષ્ટ વિમાનોની સ્થિતિ અને ભવસિદ્ધિકના ભવ વગેરેની ચારથી લઈને દસ સુધીની સંખ્યા કહી છે
(૪) મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ છે, સમ્યક્ત્વાદિ પાંચ સંવર છે, પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ નિર્જરા સ્થાન છે, પાંચ અસ્તિકાય છે.
(૫) ક્રિયા, મહાવ્રત, સમિતિ અને કામગુણ પાંચ-પાંચ છે. (૬) લેશ્યા, કાયા, આપ્યંતર-બાહ્ય તપ, છદ્મસ્થિક સમુદ્દાત અને અર્થાવગ્રહ છ-છ છે.
(૭) ભય, સમુદ્દાત, જંબુદ્રીપમાં વર્ષધર પર્વત અને ક્ષેત્ર સાત-સાત છે. (૮) મદ, અષ્ટ પ્રવચનમાતા(સમિતિ-ગુપ્તિ), વ્યંતર દેવોના ચૈત્ય વૃક્ષની અને જંઠ્ઠીપની જગતીની ઊંચાઈના યોજન, કેવલી સમુદ્દાતના સમય આદિ આઠ-આઠ છે.
Jain Education International
(૯) બ્રહ્મચર્યની વાડ, આચારાંગ સૂત્રના અધ્યયન, નક્ષત્ર-યોગ આદિ નવ-નવના કથન છે, જ્યોતિષી તારા વિમાન ઉત્કૃષ્ટ ૯૦૦ યોજન સુધી સમભૂમિથીઊંચા છે. વ્યંતર દેવોની સુધર્માસભા નવ યોજનની ઊંચી છે.
(૧૦) શ્રમણધર્મ ક્ષમા આદિ, ચિત્ત સમાધિ સ્થાન, જ્ઞાનની વૃદ્ધિ કરનારા નક્ષત્ર,
For Private & Personal Use Only
www.jainelibrary.org