Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 246
________________ ૨૪૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત થોડું અપમાન અથવા અપયશમાં પણ ગ્લાનિ અથવા અશાંતિ સ્કુરિત થાય છે. ક્રોધના મૂળમાં “માન' છુપાયેલું રહે છે, તેથી માનની જડને પુષ્ટ ન કરતાં કમજોર કરતા રહેવું જોઈએ. અનેક ગુણિયલોનું ચિંતન કરીને અંતરમનમાં પોતાના અનેક નાના-મોટા અવગુણોનું સ્મરણ કરતા રહેવું જોઈએ. સાથે-સાથે પોતાને ઘણા પાછળ તેમજ તુચ્છ સમજતા રહેવું જોઈએ. આવા સંસ્કારોને હંમેશાં જાગૃત રાખતા રહેવું જોઈએ. આમ કરવાથી અપમાનને સહન કરવાની ક્ષમતા વૃદ્ધિ પામતી જશે. કોઈના દ્વારા આક્ષેપ થવા પર અથવા ભૂલ કહેવા પર અંતઃકરણથી તેને મહાન ઉપકારી સમજવા જોઈએ. તેઓના વચનોને યોગ્ય રીતે તેમજ શુદ્ધ ભાવોથી ગ્રહણ કરવા જોઈએ. તેમાં પોતાની જ ભૂલ વિચારવી અને કંઈપણ અંશમાં ભૂલ ધ્યાનમાં આવી જવી જોઈએ, કારણ કે કહેનારા પ્રાયઃ પોતાના સમય શક્તિને નિરર્થક વ્યય કરવારૂપ પાગલ દિમાગવાળા તો હોતા નથી. માટે પોતાના માનસંસ્કારને અલગ રાખીને વિચારવું જોઈએ. જો કોઈ ભૂલ ધ્યાનમાં ન આવે તો પણ પોતાના ઉપરથી ભાર હટાવી દઉં” આવું વિચારીને કોઈને જવાબ ન દેવો, બચાવ ન કરવો, પરંતુ ભાવ અથવા વચનથી આદર સહિત તેના વચનને સાંભળીને રહી જાવું, જેમ કે– હા ભગવાન હા જી, ઠીક, સારું, ધ્યાનમાં રાખવાનો ભાવ, “આવું કરવું, “સારું ધ્યાન રાખ્યું આપે,” આગળ આવું ધ્યાન રાખવાની કોશિશ કરીશ, ઈત્યાદિ અથવા સ્મિત માત્રથી સાંભળીને સામેવાળી વ્યક્તિને કોઈપણ પ્રકારથી અપમાનિત ન કરવું. જો કહેનાર પુરુષ કંઈ જવાબની આશાથી કહેતો હોય, કોઈ જાણકારી (સ્પષ્ટીકરણ) સાંભળવા ઇચ્છતો હોય તો તેને ઉપકારી, હિતેચ્છુ સમજીને, તેના પર નારાજ ન થતાં, તેના પ્રત્યે પ્રસન્નતાનો ભાવ રાખતાં, તેની વાતનો આદર કરતાં, એવા ઉચિત અને સીમિત શબ્દોમાં કહેવું કે તેને સમજમાં પણ આવી જાય અને તે કોઈપણ પ્રકારના અપમાનનો અનુભવ ન કરે. તે સિવાય તેના કથનને મૂળથી જ ઉખેડી ફેંકી દેવાની કોશિશ થાય તેવા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ નહિ, અન્યથા બંનેને અશાંતિ થવાનો સંભવ રહે છે. જો સામેવાળો જવાબ ન ઇચ્છે અને પોતાને જાણકારી કરાવવી હોય તો ઉપર કહેલ સૂચનાઓને ધ્યાનમાં રાખતા મર્યાદિત અથવા શાંત શબ્દોમાં જાણકારી આપી શકાય. જો કહેવાવાળી વ્યક્તિનો આત્મા તે સમયે શાંતિમાં ન હોય તો બીજા સમયે અવસર જોઈને એકાંતમાં પ્રેમથી અને આત્મીયતાની સાથે, યોગ્ય શબ્દોથી, નમ્રતાની સાથે કહી શકાય; યોગ્યતા જ નહોય કે સાંભળવા જ ઈચ્છતો ન હોય તો સંતોષ રાખી તેની ઉપેક્ષા કરી દેવી જોઈએ. માધ્યસ્થ ભાવ રાખીને તે A વિષય અથવા કાર્યને બદલી નાખવું જોઈએ અથવા પ્રસન્ન મુદ્રાયુક્ત, ક્ષમાયાચના - I ! અથવા or Sale & Personal use only માયાચના. W.jainelibrary.org Jain Coucation international

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258