Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 248
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત જલ્દીથી એક બાજુ અલગ કરી દેવો અને પોતાની નાની એવી ખામીને શોધીને સાવધાન રહેવું અને વિચારવું કે ઉપાદાન કારણ તો કંઈ પણ વ્યવહારથી મેં જ બગાડ્યું હશે, તેને જ શોધવું કે વિચારવું જોઈએ; સાથે જ ગંભીર તથા શાંત રહેવું જોઈએ. પોતાની પ્રસન્નતાને ક્યારેય પણ ગુમાવવી જોઈએ નહીં, અશાંત બનાવવી જોઈએ નહીં, તે જ પોતાની સમસ્ત સાધનાનો સાર છે. ૨૪૮ જ્ઞાની વ્યક્તિ અવગુણોથી દૂર રહીને પોતાની રક્ષા કરે છે, પોતાની રક્ષાની સાથે બીજાને પણ અવગુણો, કર્મબંધનોથી બચાવી શકે છે. જ્ઞાની ક્યારેય પણ અસમાધિ, સંક્લેશ કે માનસિક દુઃખનો અનુભવ કરતા નથી. હંમેશાં શાંત, પ્રસન્ન તેમજ ગંભીર રહે છે. ચંદન વૃક્ષ તો સુગંધથી ભરેલુ હોય છે, કાપવા છતાં પણ સુગંધ આપે છે. કોઈ દ્વેષથી કાપે તો પણ તે જ વ્યવહાર રાખે છે. તેવી જ રીતે જ્ઞાની આત્મા હંમેશાં શાંતિ-શાંતિ જ પ્રસરાવે છે, અશાંતિ અપ્રસન્નતા તેનામાં હોવી જ ન જોઈએ, ત્યારે જ જ્ઞાનાદિ સાધનાઓની સાચી સફળતા છે. જે કોઈ જ્ઞાની થઈને પણ અશાંત અથવા અસમાધિમાં રહેતા હોય છે, તો તેની જ્ઞાન આરાધના વાસ્તવમાં સફળ નથી; વિધિથી પ્રાપ્ત નથી, વિધિથી તેનું આત્મ પરિણમન થતું નથી અથવા તેનો વિધિપૂર્વક ઉપયોગ કરવાની તેને ખબર પડતી નથી. જેમ કૂતરાના ગળામાં રત્નોનો હાર, ગધેડા પર ચંદનનો ભાર, તેને માટે ઉપયોગી થતું નથી, ઉલટું ગ્રહણ કરેલું શસ્ત્ર અહિતકર થઈ જાય છે; તેવી રીતે તેનું જ્ઞાન તેને લાભદાયક ન થતાં નુકસાનકારી પણ થઈ જાય છે, માન અને અશાંતિને વધારનાર થઈ જાય છે. માટે પોતાને સુપાત્ર બનાવીને સમાધિમય, શાંત તેમજ પ્રસન્ન જ રહેવું જોઈએ, પરંતુ પોતે અપાત્ર જ્ઞાનીની ગણતરીમાં ન આવે, એનું ધ્યાન રાખવું જોઈએ. ઉત્તરા અ ૨૯માં કહ્યું છે કે શ્રુતજ્ઞાનની આરાધના કરનારા ક્યારેય પણ સંક્લેશને પામતા નથી. विणओ जिण सासण मूलो, विणओ निव्वाण साहगो । विणओ विप्पमुक्कस्स, कओ धम्मो कओ तवो ॥ અર્થ :- વિનય(નમ્રતા) જૈનશાસનનું મૂળ છે. વિનય જ મોક્ષ સુધી પહોંચાડે છે વિનય સહિત ક્રિયા જ ધર્મ તેમજ તપની ગણતરીમાં હોય છે. વિનય રહિત આત્માને કોઈ તપ અથવા ધર્મની પ્રાપ્તિ થવી સંભવ નથી. विणयम्मि जो उवाएण, चोइओ कुप्पइ रो दिव्वं सो सिरिमिज्जतिं, डंडेण पडिसेहए ॥ દશવૈકાલિક સૂત્ર. અ~~ અર્થ :- કોઈના દ્વારા કોઈ પ્રકારની શિક્ષા, ઠપકો, પ્રેરણા અથવા ભૂલ અવગુણ બતાવવા પર તેને સાંભળીને જે ગુસ્સો કરે છે, સામેની વ્યક્તિથી નારાજ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258