Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 247
________________ આચારશાસ્ત્ર પરિશિષ્ટ વિભાગઃ આત્મશાંતિ ર૪૦ યુક્ત, અનુનયના શબ્દોથી પોતે અલગ થઈ જવું અથવા તેને અલગ થવાનું કહી દેવું જોઈએ, પરંતુ જરાપણ અવિવેક કે આવેશને પ્રગટ થવા દેવો નહિ. તેની શિક્ષા, ઠપકો અથવા આક્ષેપ વચનોને નિરાધાર કરવાને માટે વિસંવાદ કરવો જોઈએ નહીં. કારણ કે તેમ કરવું પોતાની અયોગ્યતા તેમજ અશાંતિનું જ પ્રતીક બને છે. ઉત્તર સાંભળવાની તેની ઇચ્છા હોય તો પોતાનો ભાવ અથવા સ્પષ્ટીકરણ શાંતિથી કહેવું જોઈએ. અન્યથા સાંભળ્યું ન સાંભળ્યું કરી દેવું તે જ પર્યાપ્ત છે. એવું કરવાથી પોતાનું ભવિષ્ય ઉન્નત તેમજ શાંત બને છે. બધાને ખુશ રાખવા અથવા પોતાનો આશય સમજાવી દેવો આવી ઠેકેદારી ક્યારેય પણ ન રાખવી જોઈએ પરંતુ પોતાના વચન વ્યવહારથી કોઈને પણ અપમાનિત અથવા અશાંત ન થવું પડે તેવું ધ્યાન રાખવું તથા એને પોતાનું કર્તવ્ય સમજી લેવું જોઈએ. વ્યક્તિઓમાં ઘણું કરીને ગુણ તેમજ અવગુણ અનેક હોય છે; પરંતુ જેની જે સમયે જેવી દષ્ટિ હોય છે, જેનું પોતાનું ઉપાદાન હોય છે તથા જેવી પોતાની યોગ્યતા હોય છે તે અનુસાર તેને અનુભવ થઈ શકે છે તેથી દરેક વ્યક્તિના ગુણ સમૂહને પોતાના મગજમાં સંગ્રહિત રાખવાથી તેના પ્રત્યે અશાંતભાવ ઉત્પન્ન થવાનો અવસર જ આવતો નથી. અશાંત(ગુસ્સે) થવામાં મુખ્ય બે કારણ થાય છે– ૧. નિંદા આદિ પ્રવૃત્તિઓથી પોતાના માનનો ભંગ થવા પર, ૨. બીજાઓની ભૂલના ચિંતનનો વેગ મગજમાં વધી જવા પર. સમાધાન ઉપાયઃ- (૧) પોતાની ભૂલો અથવા અવગુણોના સમૂહને સ્મરણમાં રાખતો થકો અંતઃકરણમાં રહેલ માનસંજ્ઞાને મરેલી જેવી પ્રાયઃ નાબૂદ કરી રાખવી તથા પોતાનાથી વધારે ગુણોવાળાને યાદ રાખીને પોતાને અત્યંત નાના માનતા રહેવું જોઈએ. (૨) બીજાઓના (સંપર્કમાં આવનારાના) ગુણ સમૂહથી પોતાના મગજને સ્વસ્થ રાખવું અને બીજાઓની ભૂલોને પોતાના મગજમાં રાખવી જ નહિ. જોયેલા, સાંભળેલા બધાને ન જોયા, ન સાંભળ્યા કરી દેવા. ઉપેક્ષાના ચિંતનોને ઉપસ્થિત રાખવા. જેમ કે અલગ-અલગ ક્ષયોપશમ હોય છે, જુદો જુદો સ્વભાવ અને વિવેક હોય છે, સંસારના ભોળા પ્રાણીઓથી શું શું સંભવ નથી? જેની જેવી ભવિતવ્યતા, મારે કોઈના પણ કઠોર વ્યવહારથી પોતાના આત્માને ભારે બનાવવો નથી.ગિરિ સર દીસે મુકુરમાં, ભાર ભીજવો નાય અરીસામાં પહાડનું પ્રતિબિંબ આવે કે સમુદ્રનું, તે તેનાથી ભારે અથવા ભીનો થતો નથી. એવી રીતે મારે સાવધાન રહેવું છે. બીજાઓની ભૂલને વિચારવામાં તેમજ ચર્ચા વાર્તા કરવામાં કોઈપણ ફાયદો, શાંતિ, Jain સમાધિ, ઉન્નતિનો સંભવ નથી, ઈત્યાદિ આ રીતે બીજાઓના ભૂલ રૂપી કચરાને

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258