________________
આચારશાસ્ત્ર : પરિશિષ્ટ વિભાગ : આત્મશાંતિ
તેને અપમાનિત કરે છે અને પોતે અસમાધિ પ્રાપ્ત કરે છે. તે વ્યક્તિ જાણે ઘરમાં આવતી લક્ષ્મીને ડંડા મારીને જોરથી બહાર ધકેલે છે.
ક્યારેય પણ કોઈ સમયે પોતાની શાંતિનો ભંગ થવાનો આભાસ થાય તો પોતે પોતાના આત્માનું, પ્રકૃતિનું, વિચારોનું દમન કરવું જોઈએ. બીજા ઉપર આદેશ, હુકમ, માસ્ટરી કરવામાં શાંતિનો સંભવ નથી. કહ્યું પણ છે– ગપ્પા જેવ दमेव्व ॥ अप्पा दंतो सुही होइ, अस्सि लोए परत्थ य ॥
૨૪૯
આત્માનું જ દમન કરવું જોઈએ. આત્માનું દમન કરનારા આ ભવ અને પરભવમાં સુખી થાય છે.[ઉત્તરા અ ૧] તેથી પોતાના સ્વભાવનું, ક્ષમતાનું, પરિવર્તન, પરિવર્ધન કરવું જોઈએ પરંતુ બીજાના સ્વભાવને બદલાવીને આત્મશાંતિ પ્રાપ્ત કરવાને માટે પરેશાન અને અશાંત ન થવું જોઈએ. કહ્યું પણ છે—
पर स्वभाव को मोडना चाहे, अपना ठसा जमाता है । यह न हुई न होने की, क्यों नाहक जान जलाता है ॥
માટે પોતાની ઇચ્છાઓનું દમન કરવું, મનમાં ભૂતકાલમાં કરેલા કર્મોનો વિચાર કરવો કે મારા કરેલા કર્મોના પરિણામથી જ આ અવસર ઉત્પન્ન થયો છે; આ પરીક્ષાની ઘડીઓમાં મહાનિર્જરાનો લાભ શાંતિ દ્વારા જ પ્રાપ્ત થશે; બાંધ્યા વિના ભગતે નહીં, બિન ભુગત્યાં ન છુટાય’ આ રીતે આત્મચિંતન, અથવા આત્મદમનપૂર્વક સંયમના આનંદમાં રમણતા કરવી, એકત્વ ભાવના આદિથી આત્માનંદનો અનુભવ કરતા રહેવું જોઈએ. ધગધગતા જાજ્વલ્યમાન અંગારા પણ આત્માનંદને છીનવી શકતા નથી. વિકરાળ રાક્ષસ પણ અશાંતિ કરાવી શકતો નથી, જો પોતાની જ્ઞાન ચિંતન શક્તિ સાવધાન(જાગૃત) હોય તો.
નિમિત્ત પ્રાપ્ત થવા પર વાચિક અથવા કાયિક અશુભતારૂપ કચરાના ગ્રાહક બનવું જ ન જોઈએ. પરંતુ એવો વિચાર કરવો કે જેવા તેના અને મારા ઉદયભાવ કે સ્પર્શના છે, તે થઈ રહ્યું છે; હું શા માટે અશાંતિ કારી ચિંતન કરું ? તેનો જેવો સ્વભાવ છે તેવો જ વ્યવહાર કરી શકે છે. પૈસી નાપે વસ્તુ હૈ, વૈસી હૈ વિશ્વાય, રક્ષા બુરા ન માનિયે, વો ત્તેન ત્તા પર ગાય । જો મારે અશુભ કર્મ, અપયશ, અશાતા આદિનો ઉદય છે તો અધૈર્ય, અશાંતિ કરવાની જગ્યાએ, ધૈર્ય તેમજ શાંતિથી જ કામ લેવું લાભકારી થશે.
જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચય ફરસે સોય । મમતા સમતા ભાવ સે, કર્મ બંધ ક્ષય હોય ॥
મારે હવે નવા કર્મ બાંધવા નથી. હું પોતાની સાવધાનીને શાંતિમાં મસ્ત રહું. જે જેવું કરશે તેવું ભોગવશે’ હું કેટ-કેટલાની ભૂલ રૂપ કચરાને મગજમાં ભરું? દરેકના પુણ્ય-પાપ અલગ અલગ હોય છે, ક્ષયોપશમ પણ જુદા-જુદા હોય
វ
Jain E