Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 250
________________ રપ૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત છે. પોતાના ઉદયને આધીન થઈને પ્રાણી નવા કર્મ બાંધી રહ્યો છે, તે ક્ષમાને પાત્ર છે, દયાને પાત્ર છે, પોતે જ દુઃખી થવાનું ભવિષ્ય બનાવી રહ્યો છે. હું તેને કંઈ પણ કહીને વધારે દુઃખી શા માટે કરું? મરતા જીવને મારીને હું શા માટે પાપ કર્મનો ભાગી બનું? એવું વિચારીને તેને માફી આપી દેવી. તેની ભૂલ રૂપી કચરાને પોતાના મગજમાં સ્થાન દેવું જ નહિ, કાઢીને ફેંકી દેવું, ઉપેક્ષા કરીને ભૂલી જવું, સાંભળ્યું, જોયું ન જોયું કરી દેવું. પોતાના ઉપાદાન કર્મને મુખ્ય કરીને, નિમિત્તને ગૌણ કરી શાંતિ-સમાધિને સુરક્ષિત રાખવી. કોઈ પ્રત્યે નારાજી આપણા મગજમાં લાવવી નહિ. કદાચ આવી જાય તો રહેવા દેવી નહિ, કાઢી જ નાખવી. ગુણ-અવગુણ દરેક પ્રાણીમાં હોય છે. હું કોના કોના દોષ જોઉં? આપણને અશુભ કર્મનો ઉદય હોય તો સારી વ્યક્તિ પણ ખરાબ વ્યવહાર કરી શકે છે, એક વ્યક્તિ અનેકની સાથે મિત્ર જેવા વ્યવહાર કરે છે, તે જ વ્યક્તિ કોઈની સાથે ખરાબ વ્યવહાર પણ કરી શકે છે. મારે આરાધના કરવી હોય તો કોઈના પ્રત્યે પણ નારાજી, અપ્રસન્નતા રાખવી નહિ પણ ક્ષમા આપી દેવી. કોઈ પણ રીતે શીધ્ર શાંતિ ભાવને ધારણ કરી લેવો અને જો ક્યારેય પણ વચન પ્રયોગ આદિ દ્વારા પોતાની ભૂલ થઈ ગઈ હોય તો “અશુભ દશાથી મારી ભૂલ થઈ આવું સ્વીકારી બીજાના આત્માને શાંતિ પહોંચાડતા ક્ષમા કરીને બંનેએ શાંતિ ધારણ કરવી જોઈએ. પોતે વચન અને કાયાથી કંઈ પણ અશુભ ન કર્યું હોય તો તેને મનથી ક્ષમા આપી દેવી અને પોતે શાંતિ રાખવી એ જ પર્યાપ્ત સમજી લેવું. જો વચન-કાયાએથી પણ અશુભ પ્રવૃત્તિ કરી હોય તો જાગૃતિ આવ્યા પછી પશ્ચાત્તાપ યુક્ત તેનાથી ક્ષમા માગવી એ પણ આરાધના માટે અતિ જરૂરી છે. તેથી ક્ષમા કરવી તથા જરૂર હોય તો ક્ષમા માંગવી, નારાજ ન થતા પ્રસન્ન રહેવું દરેક પ્રાણી પ્રત્યે શુભ ભાવ, શુભ વ્યવહાર કરવો, ત્યાં સુધી કે અહિત કરનારને પણ આત્મ હિતૈષી (નિર્જરા નિમિત્તક) માનીને, થઈ શકે તો તેનું પણ હિત અને ઉપકાર કરવો. અપકાર અને અહિત તો ક્યારેય કોઈનું વિચારવું જ નહિ. કોઈના નિમિત્તથી અથવા વગર નિમિત્તે કાયિક અથવા માનસિક કોઈપણ દુઃખ આવે તો ગભરાવું જોઈએ નહીં. પરંતુ આ રીતે વિચારવું કે ન મે વિર દુમિમાં વિસ્ત મારું આ દુઃખ કાયમ રહેવાવાળું નથી.- દશવૈકાલિક ચૂલિકા–૧.બિચારા કેટલાય પ્રાણી અસંખ્ય વર્ષો સુધી ભયંકર દુઃખ ભોગવી રહ્યા છે. મારું આ દુઃખ તો બહુ થોડું છે. એને તો ધૈર્ય અથવા જ્ઞાન દ્વારા પાર પામી જવું ઘણું સરળ છે. એમાં મુંઝાવાની શું જરૂર છે? "નિકોવ ક્ષિ સરોવ, હિં પુળ મન રૂમ મળો ૩૮" દશર્વે ચૂ–૧. આ રીતે જિનવાણી રૂપી પ્રબલ આલંબન દ્વારા પોતાના આત્માની દુઃખથી રક્ષા કરવી જોઈએ. હંમેશાં સમભાવ રૂ૫ આત્મ સમાધિમાં રમણ કરતા થકાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258