________________
| આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગઃ આત્મશાંતિ
|
|૨૪૫]
પરિશિષ્ટ-૦ઃ આત્મશાંતિનો સાચો માર્ગ
सोही उज्जुय भूयस्स, धम्मो सुद्धस्स चिट्ठइ । સરળતા ગુણ યુક્ત આત્માની જ દ્ધિ થાય છે અને સરળતા ગુણથી શુદ્ધ બનેલ આત્મામાં જ ધર્મ ટકી શકે છે.– ઉત્તરા અo ૩ ગાથા–૧૧.
સરળતા ગુણની પ્રાપ્તિને માટે અથવા કપટ પ્રપંચથી દૂર રહેવાને માટે નીચે કહેલ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ
૧. હું કપટ જૂઠ કરું છું તેને મારો આત્મા જાણે જ છે ૨. અરિહંત-સિદ્ધ ભગવાન પણ જાણી રહ્યા છે ૩. નવા કર્મોનો બંધ થઈ રહ્યો છે ૪. પાપ છિપાયા ના છિપે, છિપે ન કર્મ વિપાક, દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ / અર્થાત્ છૂપાવેલા પાપનું ફળ વધારે વધીને પ્રગટ થશે, આ ભવમાં અથવા પરભવમાં ૫. બચાવ કરીને બીજાઓને ભ્રમમાં રાખવા તે ખરેખર આત્માની સાથે કરેલી ઠગાઈ છે . કપટ કરી ઇજ્જત અને યશ રાખવો તે પણ એક ભ્રમણા છે. વાસ્તવમાં આત્મા ભારે થઈને બગાડને વધારે પ્રાપ્ત કરે છે ૭. ઉચ્ચ ક્ષયોપશમવાળા બુદ્ધિમાન અનુભવી સાચી વાતને જાણી લે છે ૮. અંદરના અવગણને ઢાંકવાવાળો આત્મા અંદરથી ઘણી અશાંતિને પ્રાપ્ત કરે છે. આ પ્રકારનું ચિંતન કરી સરળતાના ગુણને ધારણ કરવો જોઈએ. દષ્ટાંત – તપસ્યાને માટે કરાયેલી માયાએ પણ મલ્લિનાથ ભગવાનના જીવને છેક મિથ્યાત્વમાં ધકેલી દીધો હતો. તેનું ફળ સ્ત્રીપણે ભોગવવું પડ્યું.
कोहो पीई पणासेइ, माणो विणय णासणो ।
माया मित्ताणि णासेइ, लोहो सव्व विणासणो ॥ ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો વિનાશ કરે છે અને લોભ બધા ગુણોનો નાશ કરે છે. – દશવૈકાલિક અ–૮.
પોતાની અંદર રહેલા અનેક અવગુણો અને ગુણોની ખામીઓનું વારંવાર સ્મરણ અથવા ચિંતન કરતા રહેવાથી માનની અલ્પતા રૂપ નમ્રતા અંતરમાં જાગૃત થાય છે. જેનાથી અપમાન, અપશયના પ્રસંગે પણ મનમાં કોઈ જાતની ગ્લાનિ અથવા અશાંતિ થતી નથી. નિંદા અથવા અપયશમાં સાંભળવાની ક્ષમતા વધે છે. તેનાથી ક્રોધને ઉત્પન્ન થવાની જડ નબળી બનતી જાય છે.
પોતાના અનેક સદ્ગણોને, સત્કાર્યોને જ વારંવાર સ્મરણમાં રાખવાથી માનની પુષ્ટિ થાય છે. માનની મજબૂતી થતી રહેવાથી તે અશાંતિ કે ક્રોધનું પ્રેરક થાય છે અને તે માન, નિંદા અથવા અપયશ શ્રવણની ક્ષમતાને વધવા દેતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org