________________
આચારશાસ્ત્ર: પ્રશ્વવ્યાકરણ સૂત્ર પ્રસ્તાવના
૧૫૩
ભ્રમિત ચાલેલી પરંપરા માત્ર છે. વાસ્તવમાં ઉધઈ લાગવા આદિ કોઈપણ કારણથી આ સૂત્ર અથવા અધ્યયન વિકૃત બની ગયા છે, ત્રુટિત થઈ ગયા છે. જેને ફરી સંપાદિત કરવા કઠિન થવા પર તેને વિચ્છેદ કહી દીધા છે અને પૂર્ણરૂપથી નવો જ વળાંક આપી દીધો છે. આ સંદર્ભમાં કેટલાય વિદ્વાનોનો મત છે કે તે ત્રુટિત પ્રશ્નવ્યાકરણ સૂત્રના અનેક વિભાગ બન્યા છે. જે આજે ઉત્તરાધ્યયન, જયપાહુડી તેમજ ઋષિભાષિત આદિ શાસ્ત્રના રૂપમાં ઉપલબ્ધ છે. ઠાણાંગમાં કહેલ અધ્યયનોના નામથી પણ આ વાતને બળ મળે છે. વિચારણાનો સાર – પ્રશ્ન વ્યાકરણ સૂત્રના નામ અને તેના અર્થથી અનેક કલ્પનાઓ ઉત્પન્ન થઈ છે. વાસ્તવમાં અગિયાર અંગ સામાન્ય સાધુ-સાધ્વી બધાને અધ્યયન યોગ્ય શાસ્ત્ર છે. તેમાંથી આ દશમું અંગશાસ્ત્ર છે. તેમાં ચમત્કારી વિધાઓની અપેક્ષા આચાર અથવા ધર્મકથાનો વિષય જ સંગત પ્રતીત થાય છે. બારમું અંગ વિશાળ છે તેમજ વિવિધ વિષયોનો ભંડાર છે. જેનું વિશિષ્ટ સાધક જ અધ્યયન કરી શકે છે. તેમાં જ ચમત્કારિક વિદ્યાઓ આદિનું વર્ણન હોય છે. ઉપલબ્ધ સ્વરૂપ – વર્તમાનમાં ઉપલબ્ધ આ આગમના બે શ્રુતસ્કંધ છે. બંનેમાં પાંચ-પાંચ અધ્યયન છે. જેમાં હિંસા આદિ પાંચ આશ્રવોનું અને અહિંસા આદિ પાંચ સંવરનું કમથી વર્ણન કરાયું છે. બીજો કોઈ વિષય અથવા ચર્ચા તેમાં નથી. ઉપલબ્ધ આ સૂત્ર ૧રપ૬ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. સંસ્કરણ:- આ સૂત્ર પર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિની સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. વર્તમાનમાં તે આચાર શાસ્ત્ર છે તો પણ તેની ભાષચૂર્ણિ નિર્યુક્તિ આદિ વ્યાખ્યાઓ નથી. હિંદી-ગુજરાતી અનુવાદ, વ્યાખ્યાઓ ઘણી જગ્યાએથી પ્રકાશિત છે. પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ.સા. દ્વારા સંપાદિત સંસ્કૃત ટીકા પણ ઉપલબ્ધ છે. વિશેષમાં પંજાબી પં. રત્ન શ્રી અમરમુનિ દ્વારા સંપાદિત સુંદર પ્રકાશન ઉપલબ્ધ છે. સંસ્કૃતિ રક્ષક સંઘ સૈલાના તેમજ આગમ પ્રકાશન સમિતિ
વ્યાવરથી પણ આ સૂત્રનો અનુવાદવિવેચન પ્રકાશિત થયો છે. આ સૂત્રની ભાષા વિશેષ ક્લિષ્ટ સામાસિક હોવા છતાં પણ તેનો વિશેષ પ્રચાર થયો છે. જેનું મુખ્ય કારણ છે કે આ આચાર શાસ્ત્ર છે.
આગમ મનીષી ત્રિલોકમુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org