Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown
View full book text
________________
આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગ : ધ્યાન સ્વરૂપ
મનની સ્થિરતાની જેમ વચન, કાયાની એકાગ્રતા પણ ધ્યાનનું અંગ છે. ધ્યાન બળથી કાયાની વેદનાને પરાઈ સમજવી, તુચ્છ સમજવી, શરીર ઉપરથી મમતા હટાવી તેને નિશ્ચેષ્ટ કરવું, તેવી જ રીતે વચન અને મનને પણ ચેષ્ટા રહિત કરવું; એવી આત્મસ્થિતિનું હોવું અને આત્મસ્થ થઈજવાના કારણે કાયાની વેદનાનો અહેસાસ ન થવો અથવા મંદ અનુભવ થવો આ ત્રણે યોગોનું શક્ય વ્યુત્સર્જન કરવું તે જ કાયોત્સર્ગ છે.
૩૯
પ્રશ્ન ઃ- નિર્વિકલ્પ ધ્યાનનો સંભવ છે ?
ઉત્તર ઃ- જૈનાગમની દૃષ્ટિએ તે અશુદ્ધ વાક્ય પદ્ધતિ છે. નિર્વિકલ્પ હોવું કે તેનો અભ્યાસ કરવો તે વ્યુત્સર્ગ તપ છે. જેમાં વચન અને કાયાની સાથે મનનો અર્થાત્ ચિંતનનો ત્યાગ કરવામાં આવે છે. આ રીતે નિર્વિકલ્પ હોવું સંભવ છે. કારણ કે વ્યુત્સર્ગ તપ પણ સંભવ છે જ. કોઈ પણ યોગનું અંતર પડી શકે છે. ગાઢ નિદ્રામાં, બેહોશ દશામાં પણ મનોયોગનું અંતર પડે જ છે. આત્મ અધ્યવસાય તો અરૂપી છે. તે સદાય શાશ્વત રહે છે. પણ મન તો પુદ્ગલ પરિણામી અને વિરહ સ્વભાવી છે તેથી નિર્વિકલ્પ સાધનાનો નિષેધ ન કરવો.
નિર્વિકલ્પ સાધના ધ્યાન નથી પરંતુ ધ્યાનથી આગળની સાધના છે. ધ્યાન અગિયારમું તપ છે જ્યારે નિર્વિકલ્પ સાધના વ્યુત્સર્ગરૂપ બારમું તપ છે.
જેમ જિનમત વિરુદ્ધ તાપસાદિના માસ, બે માસના સંથારા પણ આગમમાં પાદપોપગમન સંથારા કહેવાય છે. તેવી જ રીતે જિનમતમાં શ્રદ્ધા ન રાખવાવાળાના ઉપવાસ આદિને તપ અને વ્યુત્સર્ગ રૂપ નિર્વિકલ્પ સાધનાને વ્યુત્સર્ગ તપ જ કહેવાય છે. પરંતુ જિન વચનોમાં સમ્યગ્ શ્રદ્ધાના અભાવમાં તેઓનું તે તપ મોક્ષ સાધનરૂપ અથવા આરાધનારૂપ નથી થતું. કારણ કે સમ્યક્ત્વ વિના સમસ્ત ક્રિયાઓ અલૂણી છે; પૂર્ણ ફળદાયક થઈ શકતી નથી.
ધર્મ ધ્યાનનું ચિંતન
[નોંધઃ- ગુજરાતમાં કેટલાક સમુદાયોમાં પાંચમા આવશ્યકના કાયોત્સર્ગમાં આ પ્રમાણે ચિંતન કરવામાં આવે છે.]
(૧) પહેલો ભેદ—આણા વિચય :- આણા વિચય કહેતાં વીતરાગની આજ્ઞાનો વિચાર ચિંતવવો. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે સકિત સહિત બાર વ્રત, અગિયાર પડિમા, સાધુજીના પાંચ મહાવ્રત, બાર ભિક્ષુની પડિમા, શુભ ધ્યાન, શુભ જોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને છકાય જીવની રક્ષા; તેની આરાધના કરવી; તેમાં સમય માત્રનો પ્રમાદ ન કરવો તેમજ ચતુર્વિધ સંઘના ગુણોનું કીર્તન કરવું; આ ધર્મ ધ્યાનનો પહેલો ભેદ કહ્યો. (૨) બીજો ભેદ—અવાય વિચયઃ— અવાય વિચય કહેતાં જીવ સંસારમાં દુઃખ શા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258