Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 242
________________ ર૪૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત જૈન ધર્મમાં આપણા તીર્થકરો પ્રત્યે, નવકારમંત્ર પ્રત્યે, વ્રત, નિયમો પ્રત્યે, શ્રાવકના વ્રતો તથા સંયમ જીવન પ્રત્યે પણ લાખો મનુષ્યોની શ્રદ્ધા અડોલ છે. સેંકડો પ્રહારો આવવા છતાં પણ અને વિજ્ઞાનની ચમક-દમકમાં પણ જેનોની ધર્મનિષ્ઠા અને ઉન્નતિ જોઈને બીજા લોકો પણ પ્રભાવિત થાય છે. દેશના અનેક નેતાઓ પણ જૈનધર્મના કેટલાય પ્રસંગોમાં હાજરી આપે છે અને જૈન ધર્મ પ્રત્યે, જૈન સંતો પ્રત્યે, પોતાની સદ્ભાવના પ્રગટ કરે છે. આ જૈનધર્મનું દર્શન (શ્રદ્ધાન) પ્રાણ સુખ છે કે જાગૃત, એ વિચારો ! (૩) ચારિત્ર – આજના માનવને સંપૂર્ણ કર્મોથી મુક્તિ આ ભવમાં થઈ શકતી નથી. તો પણ જૈન સમાજમાં ધર્મ આચરણની પ્રવૃત્તિ દિવસે-દિવસે વૃદ્ધિ પામતી જાય છે. જૈન ધર્મના આચરણ માર્ગના બે વિભાગ છે– (૧) સર્વવિરતી (સંયમ) (ર) દેશવિરતિ(શ્રાવક વ્રત). સર્વ વિરતિ ધારક સંત-સતીજીઓનો સમાજમાં અભાવ નથી. નવા ચારિત્ર ધારણ કરવાવાળાનો પણ ક્રમ ચાલુ જ છે. તેમાં પણ યુવાનોનો નંબર તો વૃદ્ધોથી પણ આગળ છે. સાથે-સાથે શિક્ષિત અને ડીગ્રીધારી યુવકોનો પણ તેમાં નંબર છે. કેટલાય તો પરિવાર સહિત દીક્ષિત થાય છે તો કોઈ નાની ઉંમરમાં સજોડે દીક્ષિત થવામાં પાછળ નથી. દેશ વિરતિ ધારણ કરવામાં પણ સમાજમાં વ્યક્તિ પાછળ નથી. હજારો જેનો વ્રત-પ્રત્યાખ્યાન, નિત્યનિયમ, સામાયિક, ૧૪ નિયમ, પૌષધ આદિ કરે છે, બાર વ્રતધારણ કરનારા શ્રાવકોનો પ્રવાહ પણ ચાલુ જ છે. પૂર્ણ નિવૃત્તિમય જીવન જીવનારાઓનો પણ અભાવ નથી. સંત સતિજીઓનું ચાતુર્માસ પ્રાપ્ત કરીને ગામે-ગામ શ્રદ્ધાળુઓ પ્રસન્નતાપૂર્વક ધર્મારાધનામાં અજોડ વૃદ્ધિ કરે છે. (૪) તપ :- આત્યંતર-બાહ્ય રૂપથી તપ બે પ્રકારના છે, તેમાં પણ સાધુ કે શ્રાવક સમાજ સુસ્ત નથી. આત્યંતર તપમાં આજે જ્ઞાન અને ધ્યાનની શિબિર પ્રવૃત્તિઓ, ગુરુઓના દર્શનરૂપ વિનયની પ્રવૃત્તિઓ પણ ચાલુ જ છે. સાધુઓમાં સેવા વિનયના અનોખા પ્રમાણ સમાજની સામે સમયે-સમયે આવે છે. સાધુઓનો સ્વાધ્યાય જ્ઞાનનો પ્રચાર પણ અનેક જગ્યાએ જોવા મળે છે. ધ્યાનની વિચારણામાં પણ સંત સતીજીઓ અગ્રેસર થઈ રહ્યા છે. બાહ્ય તપમાં શ્રાવક-શ્રાવિકાઓમાં જે તપની વૃદ્ધિ, આ નિસ્સાર ખાવા પીવાના સમયમાં પણ થઈ રહી છે તે અનુપમ છે, અજોડ છે, વર્ણવવા લાયક છે. ચાતુર્માસ આદિના વર્ણનોને જોનારા કે વાંચનારાથી કંઈ છૂપું નથી. નાની ઉમરના સંત-સતી પણ તપમાં માસખમણ સુધી વધી જાય છે. ગામે ગામમાં તપસ્યાના તોરણ બંધાય જાય છે. આયંબિલની ઓળીઓ, એકાંતર તપ(વર્ષીતપ) કરનારાઓનો ઉત્સાહ પણ કંઈ ઓછો નથી. કેટલાક તો Jaiા વર્ષોથી એકાંતર તપ, આયંબિલ, એકાસણા આદિ કરે છે. કોઈ વરસ સુધી છઠ્ઠ, ate & Personal use ary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258