________________
આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ ધ્યાન સ્વરૂપ
જ પૂર્વ ભવથી આવ્યો છે, આગામી ભવમાં એકલો જ જવાનો છે. કર્મ બાંધવામાં, સંચિત કરવામાં, ઉદીરણા કરવામાં, ભોગવવામાં, નિર્જરામાં આત્મા એકલો જ મુખ્ય કારક છે, બીજા બધા ઉપકારક યા સહકારક છે. (૨) અનિત્ય ભાવના– જીવથી જીવનો, પુદ્ગલથી પુદ્ગલનો, જીવથી પુદ્ગલનો સંયોગ–સંબંધ અનિત્ય છે, કારણ કે વિયોગ અવશ્યભાવી છે. જેમ જીવ અને શરીરનો જન્મ–સંયોગ છે તો મૃત્યુ–વિયોગ નિશ્ચિત છે. લગ્ન પછી વૈધવ્ય-વિધુરત્વ અનિવાર્ય છે. સંઘાતથી સ્કંધ બન્યા બાદ ભેદથી પરમાણુ દશા અવશ્ય આવે છે.
રપ
(૩) અશરણ ભાવના— જ્યાં સુધી પુણ્યોદય છે ત્યાં સુધી શરીર, પરિવાર, ધન આદિ શરણતભૂત દેખાય છે પરંતુ નિકાચિત પાપોદય થતાં દારુણ કર્મવિપાકને ભોગવવા જ પડે છે. કોઈ પણ તેનાથી બચાવવા સમર્થ નથી. તેને કોઈ લઈ પણ શકતા નથી, તેનો અંશ પણ લઈ શકતા નથી, તેને ઓછાં પણ કરી શકતા નથી, અરે ‘ઓછા થઈ જશે’ એવું આશ્વાસન પણ આપી શકતા નથી (૪) સંસારભાવના— જે આજે માતા છે તે ભવાન્તરમાં પુત્રી, પત્ની, ભગિની, પુત્રવધૂ બની જાય છે, જે આજે પિતા છે તે ભવાન્તરમાં પુત્ર, ભાઈ, પતિ, જમાઈ બની જાય છે. આ રીતે અનુકૂળ સંબંધ પણ પરિવર્તનશીલ છે તથા શત્રુ, શોષક, હત્યારા, વિશ્વાસઘાતી પણ બની જાય છે, આ પ્રતિકૂળ સંબંધ પણ પરિવર્તનશીલ છે. અનુકૂળ પ્રતિકૂળમાં તથા પ્રતિકૂળ અનુકૂળમાં આમ પણ પરિવર્તન ચાલુ રહે છે. કોઈ આગામી ભવમાં તો કોઈ આ જ ભવમાં પરિવર્તિત થઈ જાય છે.
શુક્લ ધ્યાનના ચાર ભેદ(પાયા) :– ૧. ધર્મ ધ્યાનની સૂક્ષ્મતા વધારતાં– વધારતાં શ્રુતજ્ઞાનના શબ્દથી અર્થમાં યા અર્થથી શબ્દમાં સંક્રાંત થવું, શ્રુત નિર્દિષ્ટ દ્રવ્યથી ગુણમાં, ગુણથી પર્યાયમાં, પર્યાયથી દ્રવ્યમાં કોઈ પણ વિકલ્પથી સંક્રાંત થવું પરંતુ અન્ય વિષયોમાં ન જવું, તે જ વિષયોમાં એકાગ્ર થવું. ૨. શ્રુતજ્ઞાનના શબ્દ યા અર્થમાં, દ્રવ્ય ગુણ યા પર્યાયમાં સંક્રાંત થયા વિના કોઈ એકમાં જ એકાગ્ર થવું. આ જ રીતે મન, વચન, કાયાથી પણ સંક્રાંત થયા વિના એકાગ્ર થવું. ૩. તેરમાં ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાનમાં આરૂઢ થવા માટે બાદર મન, વચન, કાયાના યોગને નિરોધવા. ૪. સૂક્ષ્મ મન, વચન, કાય યોગનો પણ નિરોધ કરવો, નિરોધ કરીને ચૌદમા ગુણસ્થાનમાં મેરુ પર્વતની જેમ સર્વથા અચલ-અડોલ થવું, આત્મપ્રદેશોનું પણ ઉત્કલન ન રહેવું, સ્થિર થઈ જવું.
Jain
શુક્લ ધ્યાનના ચાર લક્ષણ :- ૧. પ્રખર—પરમ અશાતા કારક, પ્રખર વેદનીય કર્મોદય તથા મરણ આવવા છતાં ય પણ વ્યથિત ન થવું. ૨. પ્રબળ, ચરમ મોહકારક અપ્સરાદિના વિલાસ, કટાક્ષ, આમંત્રણ, આલિંગન આદિમાં પણ મોહ પ્રાપ્ત ન કરવો. ૩. જીવ અને શરીરમાં પૃથક્કરણનો અનુભવ કરવો. ૪. પૃથક્કરણ અનુભવ અનુસાર વિવેકભાવ પ્રાપ્ત કરવો, જાગૃત રહેવું, શરીર મમત્વ આદિનો