________________
આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ ધ્યાન સ્વરૂપ
કરે, વારંવાર પ્રણામ કરે તે અનુપયુક્ત છે. ગુણકીર્તન પણ યથા સમયે એક વખત પ્રગટ રૂપે કરવું યોગ્ય છે. વારંવાર કરવું તે આગમ સંમત કે ઉન્નતિશીલ પ્રવર્તન નથી તેમજ ધ્યાન આદિરૂપ પણ(વાસ્તવમાં) નથી. પરંતુ આ જાપ પ્રવૃત્તિ આશ્રવ ત્યાગ સાધક છે અને સામાન્ય સાધકોની છે; પ્રાથમિક અવસ્થારૂપ છે; તેમજ સ્વાધ્યાય આદિ કરવાની યોગ્યતા રહિત વ્યક્તિ માટે આલંબનરૂપ છે. સર્વથાત્યાજ્ય નથી અને સદાને માટે તેમાં જ રોકાઈ જવાય નહીં. યથાશક્ય સ્વાધ્યાય અને ધ્યાનની વૃદ્ધિ કરવામાં પ્રયત્નશીલ બનવું જોઈએ. ધ્યાનાદિના આસન :– સામાન્ય સાધુઓનો અધિક સમય સ્વાધ્યાય અને તેના અનુપ્રેક્ષણરૂપ જ્ઞાનધ્યાનમાં વ્યતીત થાય છે. છદ્મસ્થ તીર્થંકર, જિનકલ્પી અને પ્રતિમાધારી આદિ શ્રમણો અધિક સમય વ્યુત્સર્ગમાં પસાર કરે છે.
૨૩૫
કાયોત્સર્ગ વ્યુત્સર્ગનું જ અંગ છે. તે વિધિથી તો ઊભા-ઊભા જ કરવામાં આવે છે. અપવાદમાં બેઠા કે સૂતાં પણ કરાય છે. સ્વાધ્યાયના અનુપ્રેક્ષણરૂપ ધ્યાન ઉત્કટુક આસનથી(ખમાસમણા દેવાના આસને) કરવું તે મુખ્ય વિધિ છે. શેષ સામાન્ય વિધિના આસન છે.
ધ્યાન પદ્માસન, પર્યંકાસન, સુખાસન, ઉત્કૃટુકાસન આદિ આસનથી કરી શકાય છે. સ્વાધ્યાય વિનયયુક્ત કોઈપણ આસનથી કરી શકાય છે. કાયોત્સર્ગ શબ્દ કાયાની મુખ્યતાથી કહેવામાં આવેલ છે તોપણ ત્રણે યોગોનો શક્ય વ્યુત્સર્ગ કરવો એમાં અન્તર્ભાવિત સમજવો જોઈએ.
એક તપમાં બીજું તપ :– કોઈ પણ તપની સાથે અન્ય તપ કરવાનો નિષેધ નથી. દા.ત. સ્વાધ્યાય કરતાં-કરતાં આત્મ ધ્યાનમાં લીન થઈ શકાય છે અથવા કાઉસગ્ગમાં સ્વાધ્યાયનું ચિંતન કરી શકાય છે. એકનું અસ્તિત્વ અને નિરૂપણ બીજામાં એકમેક ન કરવું અને એકના અભાવમાં બીજાનો નિષેધ પણ ન કરવો. દા.ત. ઉપવાસમાં પૌષધ થઈ શકે છે. પણ પૌષધ વિના ઉપવાસ થતો નથી, આ નિષેધ અનુચિત છે. તેમજ ઉપવાસ, વિના પૌષધ નથી થતો તે નિષેધ પણ આગમ વિરુદ્ધ છે.
આહાર ત્યાગ પણ એક વ્રત પ્રત્યાખ્યાન તપ છે. તો સાવધયોગ ત્યાગ પણ વ્રત છે. બંને સાથે થઈ શકે છે. તેમના મહત્ત્વ અને નામ જુદા જુદા છે. એકાંત આગ્રહ રાખવો જિનમાર્ગ વિરુદ્ધ છે. જે સાધકને જે રુચિ, યોગ્યતા અને અવસર હોય તે એક યા અનેક ધર્મક્રિયા કે તપ આદિ સાથે કે જુદા-જુદા કરી શકે છે. કોઈ સાધક ઉચ્ચ કક્ષાની સાધના કરે છે તો કોઈ અન્ય કક્ષાની પણ. શ્રદ્ધા અને જ્ઞાન શુદ્ધ છે, તો કોઈ પણ કક્ષાની આગમોક્ત ક્રિયાને એકાંત દષ્ટિકોણથી ખરાબ યા ખોટી કહેવી કે સમજવી યોગ્ય નથી. સમન્વયદષ્ટિથી કે આગમના અનુપ્રેક્ષણથી કોઈપણ વ્યક્તિની કે પ્રવૃત્તિની કસોટી મધ્યસ્થતાની સાથે કરવી જોઈએ.
Jain Education International
&
--ww.jdtinelibrary.org