________________
આચારશાસ્ત્ર : પ્રશ્વવ્યાક
૧૫૫
કેટલાક નામ સમાન દેખાતા હોવા છતાં પણ પોતાની કંઈક વિશેષતાયુક્ત છે. હિંસકોના પાપકાર્ય – પાપમાં આસક્ત કરુણાહીન તેમજ અન્ય પ્રાણીઓને પીડા પહોંચાડવામાં આનંદનો અનુભવ કરવાવાળા પુરુષ જળચર જીવ–મચ્છ, કચ્છ, દેડકો, ગ્રાહ, સુસુમાર આદિ જીવોની ઘાત કરે છે. સ્થલચર-હાથી, ઘોડા, ગાય, બકરા, સસલા, હરણ આદિની ઘાત કરે છે. ઉરપરિસર્પ–સાપ આદિ, ભુજપરિસર્પ–નોળિયો, ઉંદર વગેરે અને ખેચર-ચકલી, કબૂતર, પોપટ, હંસ, કુકડા વગેરે પંચેન્દ્રિય જીવોની હિંસા કરે છે. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય વગેરે વિવિધ દીન હીન પ્રાણીઓની પણ પાપી પુરુષ હિંસા કરે છે. હિંસાનું પ્રયોજન - પાપી પ્રાણી નીચેના કારણે અને પોતાના સ્વાર્થોને લઈને જીવોની હિંસા કરે છે– (૧) ચામડા, માંસ, લોહી, નખ, દાંત, આંતરડા, શીંગડા આદિ શરીર અવયવોને માટે પંચેન્દ્રિય જીવોનો ઘાત કરે છે. (૨) મધને માટે મધમાખીઓને હણે છે. (૩) શરીરની શાતા માટે માંકડ, મચ્છર આદિને મારે છે. આ રીતે પોતાના સ્વાર્થને માટે ઉંદર, ઉધઈ. અનાજના જીવ. સાપ, કતરા. વિંછી આદિ પ્રાણીઓનો વિનાશ કરે છે. (૪) રેશમ આદિ વસ્ત્રોને માટે અનેકાનેક બેઈન્દ્રિય કીડાઓનો ઘાત કરે છે. (૫) બીજા અનેક પ્રયોજનોથી ત્રસ પ્રાણીઓનો ઘાત કરે છે તથા પૃથ્વી, પાણી આદિ સ્થાવર જીવોના આશ્રમમાં રહેતા થકા અનેક ત્રસ જીવોની જાણી જોઈને અથવા અજાણતાહિંસા કરતા રહે છે. તે અજ્ઞાની પ્રાણી આ અસહાયત્રસજીવોને સ્થાવર જીવોને તેમજ સ્થાવર જીવોના આશ્રમમાં રહેલા ત્રસ જીવોને જાણતા નથી. કેટલાંક પ્રાણીઓના વર્ણ આદિ આશ્રયભૂત પૃથ્વી આદિની સમાન જ હોય છે તેથી તેમાંથી કેટલાક જીવો તો આંખથી પણ દેખાતા નથી. સ્થાવર જીવોની હિંસાનું પ્રયોજન:- (૧) ખેતી માટે, કૂવા, વાવડી, તળાવ અથવા સરોવર બનાવવા માટે, મકાન બનાવવા માટે, વાસણ, ઉપકરણ બનાવવા માટે તથા આજીવિકાને માટે કેટલાય પ્રકારના ખનિજ પદાર્થોનું ઉત્પાદન અથવા વ્યાપાર કરવાને માટે પૃથ્વીકાયના જીવોની હિંસા કરવામાં છે. (૨) સ્નાન, ભોજન બનાવવું, પીવા, ધોવા આદિ પ્રવૃત્તિઓમાં, ઘર કાર્યોમાં, આવાગમન માટે નાવ(હોડી)માં ચાલવા અથવા પાણીમાં તરવા આદિથી અષ્કાયના જીવોની હિંસા કરાય છે. પાણી પોતે જીવોના શરીરથી બને છે તેના ઉપયોગથી તે જીવોનો વિનાશ થાય છે. (૩) ભોજન બનાવવા, દીવા આદિ જલાવવા તેમજ પ્રકાશ કરવાને માટે અથવા ઠંડીમાં તાપણા માટે તેમજ કોઈપણ પદાર્થને જલાવવા માટે અગ્નિકાયના જીવોની વિરાધના(હિંસા) કરાય છે. (૪) ધાન્યાદિને સાફ કરવા, હવા નાખવી, ફૂંકવું, હિંડોળા, વાહનનો ઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org