Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 182
________________ ૧૮૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત, ઉપકરણોની અથવા પથ્થર રેતી આદિની અલગ આવશ્યકતા અનુસાર આજ્ઞા લેવી જોઈએ. આ રીતે “અવગ્રહ ગ્રહણ સમિતિથી દત્ત અને અનુજ્ઞાત ગ્રહણ કરવાની રુચિથી આત્માને ભાવિત કરવો જોઈએ. ત્રીજી ભાવનાઃ શય્યા પરિકર્મ વર્જન – શય્યા સંસ્તારક મકાન આદિને માટે મુનિ કોઈ છેદન-ભેદન, આરંભ-સમારંભનું કાર્ય ન કરે અને કરાવે પણ નહિ. મકાનને સમવિષમ, હવાવાળું કેહવા રહિત આદિકરાવે નહિ; તેમજ એવું કરવાની ઈચ્છા રાખે નહીં; ડાંસ, મચ્છર આદિ પ્રાણીઓને શુભિત કરે નહીં, ત્રાસ પહોંચાડે નહીં. યતનાથી દૂર કરવા સિવાય કંઈ જ ન કરે. આ રીતે સંયમ, સંવર, સમાધિની પ્રમુખતાવાળા બનીને મુનિ કષાય તેમજ ઇન્દ્રિય નિગ્રહની પ્રધાનતાવાળા બને. ધર્યની સાથે આ મકાન સંબંધી સ્થિતિઓમાં મુનિસમભાવ રાખે, આત્મ-ધ્યાનમાં લીન રહે. મુનિ સદા સમિતિ યુક્ત થઈને એકત્વ આદિ ભાવનાઓથી પોતાને ભાવિત કરતા થકાં સંયમ, ધર્મ તેમજ અસ્તેય મહાવ્રતનું પાલન કરે. આ રીતે શય્યા સમિતિ યોગોથી આત્માને ભાવિત કરતા થકા જે શય્યા પ્રાપ્ત થાય તેમાં સમપરિણામી બને. ચોથી ભાવના : અનુજ્ઞાત ભક્તાદિ – અનેક સાધુઓને માટે જે સામુહિક આહાર આદિલાવ્યા હોય તેમાં ખાવાનો પૂર્ણ વિવેક રાખવો જોઈએ. અર્થાત્ તેમાં સ્વાદિષ્ટ મનોજ્ઞ શાક આદિ પોતે પહેલા અથવા વધારે અથવા જઠ્ઠી ન ખાવું જોઈએ. બીજાઓને કોઈપણ પ્રકારનો પરિતાપ, સંક્લેશ, અસમાધિ ન થાય, અંતરાય ન થાય તેવા વિવેકથી, ચંચળતા રહિત થઈને ખાવું જોઈએ. જેનાથી ત્રીજા વ્રતમાં કોઈ દોષ ન લાગે. આ રીતે સામુહિક આહાર પ્રાપ્ત સમિતિ'માં આત્માને સમ્યક પ્રકારે ભાવિત કરતો થકો દીધેલ અને અનુજ્ઞાત ગ્રહણની રુચિવાળા બને તથા કલેશ આદિ પાપો કરવા કરાવવાથી વિરક્ત બને. પાંચમી ભાવના સાધર્મિકવિનય – સાધર્મિક, સહવર્તી પ્રત્યે વિનયવંત રહે તેમજ તેમના ઉપકરણો પ્રત્યે પણ વિનય વિવેક રાખે. તેના તપના પારણામાં વિનય વિવેક રાખે. સ્વાધ્યાય આદિમાં, દેવા-લેવા કે પૂછવામાં, બહાર જવા-આવવામાં, તેના પ્રત્યે વિનય પ્રવૃત્તિ રાખે અર્થાત્ પ્રત્યેક કાર્ય પૂછીને તેમજ વિનય શિષ્ટાચાર પૂર્વક કરે. આ પ્રકારે બીજા બધા સંયમ યોગમાં સાધર્મિકની સાથે વિનયપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. વિનય પણ આત્યંતર તપ છે અને તપ જ સંયમમાં પ્રધાન ધર્મ છે તેથી ગુરુ, સાધર્મિક, તપસ્વીનો પૂર્ણરૂપે વિનય કરવો જોઈએ. આ રીતે વિનય વિવેકથી ભાવિત અંતઃકરણવાળા બને. આ ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના યુક્ત કહેલ વર્ણન અદત્ત મહાવ્રતની સૂક્ષ્મતા તેમજ ભાવાત્મકતાથી પરિપૂર્ણ છે. તેનું તાત્પર્ય એ છે કે વિનય, સેવા, ભક્તિ ન કરવાથી અને સામુહિક આહાર આદિનો અવિવેકથી ઉપયોગ કરવાથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258