Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 220
________________ ૨૨૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પ્રાયશ્ચિત્ત સ્વીકારી મિથ્યા દુષ્કૃત દેવું ઇત્યાદિ પ્રાયશ્ચિત્ત તપ છે. (૮) વિનય તપ : વિનયનો સામાન્ય અર્થ નમ્રતા, વંદના, નમસ્કાર, આજ્ઞાપાલન, આદર કરવો, સન્માન કરવું, ભક્તિ સભર વ્યવહાર કરવો, આ બધી પ્રવૃત્તિને વિનય તપ કહેવાય છે. કર્મોને દૂર કરવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી ભક્તિ સભર વ્યવહાર કરવો; મન, વચન, કાયાને પ્રશસ્ત રાખી આત્માને કર્મબંધથી દૂર રાખી, અપ્રશસ્ત મન-વચનનો વ્યવહાર ન કરવો તે પણ વિનય છે. વિનયના ક્ષેત્રકાળ સંબંધી અનુષ્ઠાનોનું પાલન કરવું, કાયિક પ્રવૃત્તિઓ યતનાપૂર્વક કરવી, પ્રત્યેક પ્રાણી સાથે સવ્યવહાર કરવો ઇત્યાદિ પણ વિનયતપ છે. વિનયના સાત પ્રકાર છે— જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાય, લોકોપચાર વિનય. કાયાથી ઉપયોગપૂર્વક ગમનાગમન ઉલ્લંઘન, પ્રલંઘન, બેસવું, ઊઠવું પણ વિનય કહેવાય છે. અવિવેકી પ્રવૃત્તિઓ ન કરવી તે પણ વિનય છે. અર્થાત્ બધા પ્રકારના વિવેક સાથે અનાશ્રવી વૃત્તિથી વ્યવહાર કરવાવાળી ગુણ સંપન્ન વ્યક્તિ, વિનીત કહેવાય છે. આ પ્રમાણે બધા ઉન્નત ગુણોને વિનય કહેવાય છે. જેમનો ઉપરોકત સાત ભેદમાં સમાવેશ થાય છે. આ અપેક્ષાએ જ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અને અગિયારમા અધ્યયનમાં અનેક ગુણોવાળાને વિનયી કહ્યા છે. આત્મશુદ્ધિવિનાવિનયનો સંભવ નથી. વિનય વ્યક્તિને અહંકારથી મુક્ત કરે છે. અહંકાર જ સર્વાધિક મહત્ત્વનો આત્મદોષ છે. જૈનાગમોમાં વિનય શબ્દનું તાત્પર્ય આચારના નિયમોનું પાલન પણ કર્યું છે. તે અનુસાર નિયમોને સમ્યક રૂપે પરિપાલન કરવું તે વિનય છે. બીજા અર્થમાં વિનય વિનમ્રતાનો સૂચક છે. તેનું તાત્પર્ય એ છે કે વરિષ્ટ, ગુરુજનોનું સન્માન કરતાં તેમની આજ્ઞાનું પાલન કરવું, તેમનો આદર કરવો. (૯) વૈયાવૃત્ય તપ : આચાર્યાદિ દસ સંયમી મહાપુરુષોની યથાયોગ્ય સેવા કરવી, વૈયાવચ્ચ તપ છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. તપસ્વી, ૫. રોગી, ૬. નવદીક્ષિત, ૭. કુલ, ૮. ગણ, ૯. સંઘ, ૧૦. સાધર્મિક શ્રમણ. તેઓને આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર પ્રદાન કરી શારીરિક શાતા પહોંચાડવી, વચન વ્યવહારથી માનસિક સમાધિ પહોંચાડવી વૈયાવચ્ચ તપ છે. (૧૦) સ્વાધ્યાય તપ : તેના પાંચ પ્રકાર છે– વાચના, પૃચ્છા, પરિવર્તના, અનુપ્રેક્ષા તથા ધર્મકથા. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258