Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 217
________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગ: તપ સ્વરૂપ ર૧છે. (૮) નિખિત ઉખિત ચરએ– કોઈ વાસણમાં કાઢેલા ભોજનને બીજા વાસણમાં લેનાર પાસેથી આહાર લેવો. (૯) વઢ઼િજ઼માણ ચરએ- કોઈના માટે ભોજન પીરસાણું હોય તેમાંથી લેવું. (૧૦) સાહરિજ઼માણ ચરએ અન્યત્ર કયાંય લઈ જનાર પાસેથી આહાર લેવો. (૧૧) ઉવણીય ચરએ- આહારની પ્રશંસા કરી દેનાર પાસેથી લેવું. (૧૨) અવણીય ચરએ– આહારની નિંદા કરી દેનાર પાસેથી આહાર લેવો. (૧૩) ઉવણીય અવણીય ચરએ– જે દાતા પહેલાં આહારની પ્રશંસા કરે અને પછી નિંદા કરે તેના પાસેથી આહાર લેવો. (૧૪) અવાણીય ઉવણીય ચરએ- જે દાતા આહારની પહેલાં નિંદા કરે અને પછી પ્રશંસા કરે તેના હાથે આહાર લેવો. (૧૫) સંસ ચરએ લેપાયેલ હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવો. (૧) અસંસટ્ટ ચરએ– અલિપ્ત હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવો. આમાં દાતા તથા વસ્તુનો વિવેક રાખવો જોઈએ. જેથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. (૧૭) તwાય સંસદ ચરએ– દેય પદાર્થથી ખરડાયેલ હાથ, પાત્ર કે ચમચી દ્વારા આપવામાં આવતા આહારને લેવાનો અભિગ્રહ કરવો. (૧૮) અનાય ચરએ– અજ્ઞાત સ્થાન- ૧.જ્યાં ભિક્ષની પ્રતીક્ષા ન કરતા હોય તથા તેના આવવાનું કોઈ અનુમાન ન હોય ત્યાંથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ર. પોતાની જાતિ, કુળની ઓળખાણ આપ્યા વિના આહાર લેવો. ૩. અજ્ઞાત, અપરિચિત વ્યક્તિના ઘરેથી આહાર લેવો. (૧૯) મૌન ચરએ-મૌન રહી આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨૦) દિ ચરએ– સામે દેખાતો જ આહાર લેવો. (૨૧) અદિ ચરએ– દેખાતો ન હોય એટલે કે પેટી, કબાટ આદિમાં બંધ કરી રાખેલો આહાર સામે જ ખોલીને આપે તે લેવો. (રર) પુ ચરએ- “તમને શું જોઈએ છે?' એ પ્રમાણે પૂછીને આહાર આપે. (ર૩) અપુષ્ઠ ચરએ પૂછયા વિના આહાર આપવા લાગે તે લેવો. (ર૪) ભિષ્મ લાભિએ– યાચના કરવા પર દેનાર પાસેથી આહાર લેવો. (૨૫) અભિમ્બલાભિએ– યાચના કર્યા વિના, સાધુને આવેલા જોઈને જાતે જ આહાર આપે તેવો આહાર લેવાનો અભિગ્રહ કરવો. (ર) અન્નગિલાયએ – ઉક્ઝિત ધર્મવાળા, અમનોજ્ઞ અને બીજે, ત્રીજે દિવસના આહારાદિ લેવા. (૨૭) ઓવણીએ – બેસી રહેલા દાતાની સમીપે પડેલો આહાર લેવો. (૨૮) પરિમિયપિંડવાઈએ – પરિમિત દ્રવ્યો કે પરિમિત(અત્યલ્પ) માત્રામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258