________________
| ૨૦૮
૨૦૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
બાર ભિક્ષુની પડિમા- દશાશ્રુત સ્કંધ સૂત્રમાં (છેદશાસ્ત્ર ખંડ-૪માં) જુઓ. તેર ક્રિયા સ્થાન– ક્રિયાનો સામાન્ય અર્થ છે પ્રવૃત્તિ. પ્રસ્તુત પ્રસંગમાં તે પ્રવૃત્તિઓનું સંકલન છે કે જે કર્મબંધના હેતુભૂત છે. સૂત્રોમાં ક્રિયાઓના વિવિધ પ્રકારના વર્ગીકરણ મળી આવે છે. અહીં પૂર્ણતઃ સૂયગડાંગ સૂત્ર અનુસાર તેર ક્રિયાઓનો ઉલ્લેખ છે. માટે ત્યાં જુઓ.(ઉપદેશ શાસ્ત્ર ખંડ–રમાં) જીવના ચૌદ ભેદ – પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ.(સારાંશ ખંડ–દમાં) પરમાધામીના પંદર ભેદ – પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ.(સારાંશ ખંડ-માં) સૂયગડાંગ સૂત્રના સોળ અધ્યયન – સૂત્ર કૃતાંગ સૂત્રમાં જુઓ.(ખંડ–રમાં) સત્તર પ્રકારનો અસંયમ – ૧. પૃથ્વીકાય અસંયમ ૨. અપ્લાય અસંયમ ૩. તેઉકાય અસંયમ ૪. વાઉકાય અસંયમ ૫. વનસ્પતિકાય અસંયમ ૬. બેઈન્દ્રિય અસંયમ ૭. તે ઇન્દ્રિય અસંયમ ૮. ચૌરેન્દ્રિય અસંયમ ૯. પંચેન્દ્રિય અસંયમ ૧૦. અજીવકાય અસંયમ ૧૧. પ્રેક્ષા અસંયમ ૧૨. ઉપેક્ષા અસંયમ ૧૩. અપહત્ય અસંયમ ૧૪. અપ્રમાર્જના અસંયમ ૧૫. મન અસંયમ ૧, વચન અસંયમ ૧૭. કાયા અસંયમ. સ્પષ્ટીકરણ – પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવો અને બેઇન્દ્રિયાદિ ત્રસ જીવોનું મન, વચન, કાયાથી સંઘટન આદિ કરવું. તેને પીડા પહોંચાડવી એ તે જીવો પ્રત્યે કિરાતો અસંયમ છે. અજીવ વસ્તુઓ જે નિરંતર કામમાં લેવામાં આવે છે, તેના વ્યવહારમાં જે પ્રમાદ થાય છે, તે અજીવદાય અસંયમ છે.
સ્થાન આદિનું પ્રતિલેખન કરવું નહીં અને સારી રીતે જોયા વિના કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો તે પ્રેક્ષા અસંયમ છે. સાધક્ષ્મ શ્રમણોને સંયમ-નિયમ પ્રતિ પ્રેરિત કરવા તે ઉપેક્ષા અસંયમ છે. (પરિષ્ઠાપન) પરઠવા યોગ્ય પદાર્થોને યોગ્ય રીતે ન પરઠવા તે અપહૃત્ય અસંયમ છે. આવશ્યક સમયે પ્રમાર્જન ન કરવું કે અયોગ્ય રીતે પ્રમાર્જન કરવું તે અપ્રમાર્જના અસંયમ છે.
અશુભ મનથી પ્રવૃતિ કરવી તે મન અસંયમ છે. અશુભ વચનથી પ્રવૃતિ કરવી તે વચન અસંયમ છે. કાયાની અસમ્યક પ્રવૃતિ તે કાયા અસંયમ છે. અઢાર પ્રકારનું અબ્રહ્મચર્ય :- ઔદારિક શરીર(મનુષ્ય-તિર્યચ) સંબંધી અબ્રહ્મચર્ય ૯ પ્રકારે(૩ કરણ, ૩ યોગ) અને વૈક્રિય શરીર(દેવ-દેવી) સંબંધી નવપ્રકારે(૩ કરણ, ૩યોગ) આ રીતે કુલ ૧૮ પ્રકારનું અબ્રહ્મચર્ય. બીજી રીતેનવ પ્રકારે મનુષ્ય સંબંધી અને નવપ્રકારે તિર્યંચ સંબંધી.(દવ સંબંધી સ્વભાવિક ન હોય, પરવશ પણે હોય) જ્ઞાતાસૂત્રના ઓગણીસ અધ્યયન – જ્ઞાતા સૂત્રમાં જુઓ. (સારાંશ ખંડ-૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org