________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
એકાત્મવાદી, અકતૃત્વવાદી, યદચ્છાવાદી, સ્વભાવવાદી, વિધિવાદી, નિયતિવાદી, પુરુષાર્થવાદી, કાલવાદી, આ બધા મિથ્યાવાદી છે અર્થાત્ આ સર્વેય એકાંત ભાષણ કરનારા અથવા અનર્ગલ અતર્ક-સંગત ભાષણ કરવાથી મિથ્યાભાષી છે.
૧૦
(૩) અનેક પ્રકારના મિથ્યા આક્ષેપ લગાવનારા, ઈર્ષ્યા-દ્વેષવશ અને સ્વાર્થવશ ખોટું બોલે છે. તેઓ ગુણોની પરવાહ નહિ કરીને ખોટું ભાષણ કરવામાં કુશળ, મનથી બીજાના દોષોની કલ્પના કરીને બોલનાર હોય છે. તેઓ અત્યંત ગાઢ કર્મોથી આત્માને ભારે કરે છે.
(૪) કેટલાક લોકો ધનને માટે, કન્યાને માટે, ભૂમિને માટે, પશુઓને માટે ખોટું બોલે છે; ખોટી સાક્ષી આપે છે. આ રીતે લોકો અધોગતિમાં લઈ જનારા મિથ્યા ભાષણનું સેવન કરતા રહે છે.
(૫) કેટલાક લોકો પાપકારી સલાહ અથવા પાપકાર્યને પ્રેરણા મળે તેવા વચન બોલીને હિંસાને પ્રોત્સાહન આપે છે. તેના તે હિંસક વચન પણ અસત્ય વચન કહેવાય છે, કારણ કે બીજાને પીડા કરનાર વચન સત્ય કહેવામાં આવતા નથી. (૬) કેટલાંક લોકો જવાબદારીથી, સમજણ વગર, લોભથી, ક્રૂરતાથી, અથવા સ્વાર્થથી હિંસક આદેશ-ઉપદેશ નિર્દેશ કરે છે. તે પણ અસત્ય વચનની ગણતરીમાં આવે છે. તેમાં ત્રસ, સ્થાવર બધા જીવોના ઘાતક આદેશ-પ્રત્યાદેશનો સમાવેશ થાય છે.
(૭) યુદ્ધ સંબંધી આદેશ-પ્રત્યાદેશનો પણ ખોટા વચનમાં સમાવેશ થાય છે. (૮) આ બધા અસત્ય તેમજ હિંસક વચન, વચનક્રિયાની અપેક્ષા બીજો આશ્રવ છે અને જીવને વિવિધ ગતિઓમાં ભયંકર યાતનાઓને દેનારા છે. મૃષાવાદનું ભયાનક ફળ :- (૧) બધા પ્રકારના ઉપર કહેલ અસત્ય વચન, હિંસક વચન, અસત્ય આક્ષેપ આદિનો પ્રયોગ કરનારા, પ્રથમ આશ્રવ દ્વારમાં વિસ્તારથી કહી ગયેલ નરકાદિ દુર્ગતિઓની યાતનાઓને લાંબા સમય સુધી પ્રાપ્ત કરે છે, તેના સિવાય નિમ્ન અવસ્થાઓને પણ પ્રાપ્ત કરે છે.
(૨) તે મનુષ્ય ભવમાં પરાધીન જીવન તેમજ ભોગોપભોગની સામગ્રીથી રહિત જીવન પ્રાપ્ત કરે છે. તેની ચામડી ચીરા(ફાટ), ધાધર, ખુજલી આદિથી ફાટેલી રહે છે, પીડા આપતી રહે છે. તે કુરૂપ અને કઠોર સ્પર્શવાળા થાય છે. અસ્પષ્ટ અને નિષ્ફળ વાણીવાળા થાય છે, રતિરહિત મલિન અને સાર વગરના શરીરવાળા થાય છે. તેનો સત્કાર થતો નથી. તે દુર્ગંધથી વ્યાપ્ત, અભાગી, એકાંત, અનિષ્ટ સ્વરવાળા, ધીમા અને ફાટેલા અવાજવાળા હોય છે. તે બીજા દ્વારા સતાવાય અથવા ચીડાવાય છે. તેઓ જડ, બહેરા, મૂંગા, આંધળા અને તોતડું બોલનારા થાય છે. તેઓ વિકૃત ઇન્દ્રિયોવાળા તેમજ કુળ-ગોત્ર અથવા કાર્યથી નીચ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org