________________
આચારશાસ્ત્ર : પ્રશ્વવ્યાક
૧કo
'પાંચમું અધ્યયનઃ પરિગ્રહણ
પરિગ્રહનું સ્વરૂપ :- આ પાંચમો અધર્મદ્વાર આશ્રદ્વાર છે. જમીન-જાયદાદ, ધન-સંપત્તિ, ખેતી, સોના ચાંદી, હીરા-ઝવેરાત, મકાન-દુકાન, સ્ત્રી-પુત્ર આદિ કેટલાય રૂપોમાં સંસારના પ્રાણીઓ પરિગ્રહથી જોડાયેલા છે. પોતાનું શરીર અને કર્મ પણ જીવનો પરિગ્રહ છે. આ પરિગ્રહ સ્થાનોમાં લાભની સાથે સાથે લોભ સંજ્ઞાની વૃદ્ધિ થતી રહે છે. આખા જગતનું ધન પણ કોઈ લોભી વ્યક્તિને મળી જાય તો તેને સંતોષ થઈ શકતો નથી. જેમકે અગ્નિમાં જેમ-જેમ ઘી આદિ સામગ્રી નાખતા જાશો, તેમ-તેમ તે અગ્નિ વધતી જશે.
આ પરિગ્રહ રાજા મહારાજાઓથી સમ્માનિત છે. અનેક લોકોને હૃદયપ્રિય છે; અત્યંત મનગમતો છે; મુક્તિ પ્રાપ્તિમાં અર્ગલાની સમાન છે; મમત્વનું મૂળ છે; પાપોનો, અન્યાયોનો જનક છે. લોભમાં અંધ બનેલ વ્યક્તિ હિતાહિતના વિવેકને ખોઈ નાખે છે. ભાઈ-ભાઈમાં, મિત્ર-મિત્રમાં, પિતા-પુત્રમાં અને શેઠ અને નોકરમાં, આ પરિગ્રહ વેરની વૃદ્ધિ કરાવે છે; હિંસાના તાંડવ, મહાસંગ્રામનું નિમિત્ત છે. નાના-મોટા સામાન્ય ઝઘડા-કદાગ્રહ તો પરિગ્રહના નિમિત્તથી જ્યાં ત્યાં થતા જ રહે છે. પરિગ્રહના ત્રીસ પર્યાયવાચી શબ્દઃ - (૧) પરિગ્રહ (૨) સંચય (૩) ચય (૪) ઉપચય (૫) નિધાન (5) સંભાર(મંજૂષા) (૭) સંકર (૮) આદર (૯) પિંડ (૧૦) દ્રવ્યસાર (૧૧) મહેચ્છા (૧૨) પ્રતિબંધ (૧૩) લોભાત્મા (૧૪) મહર્વિકા (૧૫) ઉપકરણ (૧૬) સંરક્ષણ (૧૭) ભાર (૧૮) સંપાતોત્પાદક– અનર્થોને ઉત્પન્ન કરનાર (૧૯) કલહનો પટારો (૨૦) પ્રવિસ્તાર (ર૧) અનર્થ (રર) સંસ્તવ (ર૩) અગુપ્તિ (ર૪) આયાસ(ખેદ-પ્રયાસ) (રપ) અવિયોગ (ર૬) અમુક્તિ (૨૭) તૃષ્ણા (૨૮) અનર્થક (ર૯) આસક્તિ (૩૦) અસંતોષ.
આ સાર્થક નામોમાં બંને પ્રકારના દ્રવ્ય અને ભાવ પરિગ્રહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રીસ નામ પરિગ્રહનું વિરાટ રૂપ સૂચિત કરે છે. શાંતિ સંતોષ સમાધિથી જીવન વ્યતીત કરનારાઓએ પરિગ્રહના વિભિન્ન રૂપોને સારી રીતે જાણીને તેનો ત્યાગ કરવો જોઈએ. પરિગ્રહધારીઃ- (૧) ચારે જાતિના ૯૯ પ્રકારના દેવ મહાન ઋદ્ધિના ધારક છે. તેમાં પણ ઇન્દ્ર, સામાનિક, ત્રાયન્ટિંશક, લોકપાલ, અહમિંદ્ર આદિ વિશેષ ઐશ્વર્યના સ્વામી છે. તે દેવગણ પણ પોત પોતાની પરિષદ સહિત, પરિવાર સહિત, વિશાળ પરિગ્રહના સ્વામી છે, તેમાં અલ્પાધિકમૂર્છાભાવ રાખે છે. ત્યાંના ભવન, વિમાન, આવાસ, યાન-વાહન, શય્યા, ભદ્રાસન, સિંહાસન, વસ્ત્ર આભૂષણ, શસ્ત્ર, અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org