________________
૧૪૧
આચારશાસ્ત્રઃ સમવાયાગસૂત્ર સારાંશ
ઉત્કૃષ્ટ આરાધના કરી ક!(સંસાર)નો અંત કરી દીધો છે.
(૨) રખા સૂત્રમાં તે જીવોના નગર આદિનું વર્ણન છે; તેમજ રાયમગ્રહણ, શ્રુતગ્રહણ અને ઉપધાન તપનું વર્ણન છે. અનેક પ્રકારની ડિમાઓ, ક્ષમા આદિ યતિધર્મ, સત્તર પ્રકારનો સંયમ, બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, ત્યાગ, સમિતિ, ગુપ્તિ, અપ્રમત્ત યોગ, સ્વાધ્યાય, સંયમ પર્યાય, કેવળજ્ઞાન, પરીષહ, ઉપસર્ગ આદિનું વર્ણન છે. (૩) આ આઠમું અંગસૂત્ર છે, એક શ્રુત સ્કંધ છે, દસ અધ્યયન છે, સાત વર્ગ છે, દસ ઉદ્દેશન-સમુદ્દેશન કાળ છે, સંખ્યાતા લાખ પદ છે.
નોંધ :---
(૧) અહીં અયન તેમજ વર્ગનો પાઠ પણ લિપિ દોષથી અશુદ્ધ થઇ ગયો હોય તેવું લાગે છે. ઉપલબ્ધ આ સૂત્રના આઠ વર્ગ અને ૯૦ અઘ્યયન છે. (૨) બાકીનું વર્ણન આચારાગની સમાન છે.
અનુત્તરોપણતિક સૂત્ર
(૧) અનુત્તર વિમાનમાં ઉત્ત્તત્ત્ત થનારા જીવોના નગર આદિ તેમજ સંયમગ્રહણ, શ્રુતગ્રહણ, શ્રુતનું તત્ત્વ, સંયમપર્યાય, સંલેખના, અનુત્તરવિમાનમાં ઉત્પત્તિ, પુનરાગમન, બૌધિલાભ, સંયમપાલન અને અંતક્રિયાનું આખ્યાન કર્યુ છે. (૨) તીર્થંકરના સમવસરણ તેમજ અતિશયનું વર્ણન છે. ગંધહસ્તિની સમાન શ્રેષ્ઠ, પરીષહ વિજેતા, યશસ્વી તેમજ અનેક પ્રશસ્ત ગુણોથી યુક્ત તેમના શિષ્ય અણગાર મહર્ષિઓનું વર્ણન છે.
દેવાસુર મનુષ્ય પરિષદનું આવવું, ઉપાસના કરવી, ધર્મદેશના, હળુકર્મી જીવોએ સંયમ-ધર્મ સ્વીકાર કરવો, અનેક વર્ષો સુધી સંયમ તપનું પાલન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અપ્રમત્ત યોગ, સ્વાધ્યાય-ધ્યાન આદિનું વર્ણન છે. (૩) આ નવમું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, ત્રણ વર્ગ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન-સમુદ્દેશન કાળ છે, સંખ્યાતા લાખ પદ છે.
નોંધ :-- શેષ વર્ણન આચારાંગનાં ક્રમ નં. ૪ની સમાન છે.
પ્રશ્ન વ્યાકરણ જૂ ર જે તેમ
(૧) આ સૂત્રમાં ૧૦૮ પ્રત્રવિધા છે. આ વિધા દેવ અધિષ્ઠિત હોય છે. તેમાં અંગુઠા આદિને જોઈને શુભાશુભ ફળનું કથન કરવામાં આવે છે.
(૨) ૧૦૮ પ્રશ્ન વિધા છે. આ મંત્રનો વિધિપૂર્વક જાપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે અને પ્રશ્ન કર્યા વગર જ વ્યક્તિને શુભાશુભનો નિર્દેશ કરે છે.
(૩) ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન વિધા છે. આ અંગુઠા આદિના સદ્ભાવમાં અથવા અભાવમાં પણ શુભાશુભનું કથન કરે છે, નિશીલ ભાષ્યપૂર્ણિમાં એને સ્વપ્ન વિદ્યા કહી છે. આમાં વિધાથી અભિત્રિત ઘૂંટિકા કાન પાસે વગાડવામાં આવે છે, ત્યારે દેવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org