________________
| આચારશાસ્ત્ર સમવાયાંગ સૂત્ર સારાંશ
૧૪૦
(૧૨) વેદના ત્રણ પ્રકારની હોય છે– શીત, ઉષ્ણ, શીતોષ્ણ ઈત્યાદિ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ-૩૫ થી જાણવું. (૧૩) એ જ રીતે વેશ્યાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧૭થી જાણવું. (૧૪) આયુષ્યકર્મ જઘન્ય એક આકર્ષથી અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષથી બંધાય છે. (૧૫) આહાર, સહનન, સંસ્થાન, વિરહ, વેદનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું. (૧૬) કુલકર સાત કહ્યા છે, દસ પણ કહ્યા છે. ભૂત અને ભવિષ્યની ઉત્સર્પિણીમાં દસ કુલકર કહ્યા છે અને અવસર્પિણીમાં સાત કહ્યા છે. વર્તમાન અવસર્પિણીમાં સાત કુલકર થયા તેમજ તેને એક-એક પત્ની હતી. તીર્થકર સંબંધી વિવિધ વર્ણન:(૧૭) એક દેવ દૂષ્ય વસ્ત્ર લઈને સ્વલિંગથી બધા તીર્થકર દીક્ષિત થાય છે. તેઓ બીજા કોઈ ગૃહલિંગ કે અન્યલિંગ અથવા કુલિંગથી દીક્ષિત થતા નથી. (૧૮) પ્રથમ તીર્થકરની દીક્ષાનગરી વિનીતા છે અને બાવીસમાં તીર્થકરની દીક્ષા નગરી દ્વારિકા છે. બાકીના બધા તીર્થકર પોતાની જન્મનગરીમાં દીક્ષિત થયા. (૧૯) દીક્ષા પરિવારઃ- ભગવાન મહાવીર એકલા દીક્ષિત થયા. પાર્શ્વનાથ અને મલ્લિનાથ ત્રણસો પુરુષ સાથે, વાસુપૂજ્ય છ સો, ઋષભદેવ ચાર હજાર અને બાકીના ઓગણીસ તીર્થકર એક હજાર પુરુષો સાથે દીક્ષિત થયા. બધા તીર્થકરોની વિશિષ્ટ દીક્ષા શિબિકા હોય છે. સૂત્રમાં તેના નામ પણ કહેલ છે, જેને દેવ અને મનુષ્ય ઉપાડે છે. (૨૦) દીક્ષા તપ – પાંચમા તીર્થંકર–આહાર કરીને, બારમા–એક ઉપવાસમાં, ૧૯મા અને ૨૩મા અઠ્ઠમ તપમાં અને બાકી વીસ તીર્થંકર છટ્ટની તપસ્યામાં દીક્ષિત થયા હતા. (ર૧) ભિક્ષા પ્રાપ્તિ – પ્રથમ તીર્થકરને એક વર્ષ બાદ પ્રથમ ભિક્ષા મળી બાકી બધા તીર્થકરોને દીક્ષાના બીજા દિવસે ભિક્ષા મળી હતી. (રર) ભિક્ષા વસ્તુ – પહેલા તીર્થકરને પહેલી ભિક્ષામાં અક્ષરસ મળેલ, બાકીને ખીર(પરમાન)ની ભિક્ષા પ્રાપ્ત થઈ હતી. (૨૩) બધા તીર્થકરોના પારણા સમયે પુરુષ પ્રમાણ સોનૈયાની વૃષ્ટિ થઈ હતી. (૨૪) પહેલા તીર્થકરનું ચૈત્યવૃક્ષ અર્થાત્ કેવળજ્ઞાન વૃક્ષ ત્રણ કોશ ઊંચું હતું. અંતિમ તીર્થકરનું ૩ર ધનુષ્યનું(અશોકવૃક્ષ સહિત સાલ વૃક્ષ) હતું. બાકીના તીર્થકરોને પોતાની અવગાહનાથી બાર ગણું ચૈત્યવૃક્ષ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org