________________
આચારશાસ્ત્ર: સમવાયાંગ સૂત્ર સારાશ
નીકળવું (ઉભા થવું), ૧ ઉકડૂ આસન, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવું; એ ૨૫ વંદનાના અંગ છે. આ ઉત્કૃષ્ટ વંદના પ્રતિક્રમણના સમયે જ કરવામાં આવે છે. બાકીના સમયમાં ત્રણ આવર્તન યુક્ત વંદન કરવાનું જ વર્ણન આગમોમાં અનેક સ્થળે જોવા મળે છે. તીર્થંકરો તેમજ સાધુઓને પ્રતિક્રમણ સિવાયના સમયોમાં ત્રણ આવર્તન(પ્રદક્ષિણા થી વંદન કરવા જોઈએ. વર્તમાનમાં નવ આવર્તનની પરંપરા પણ પ્રચલિત છે. તેને માટે આગમનો આધાર જડતો નથી.
131
(૫) કૃષ્ણજીના ભાઈ બલરામજીની ઉંમર ૧૨૦૦ વર્ષની હતી.
(૬) નાનામાં નાનો દિવસ અથવા રાત ૧૨ મુહૂર્તની હોય છે અર્થાત્ નવ કલાક, ૩ મિનિટ. (ભરતક્ષેત્રના પ્રથમ ખંડના મધ્યકેન્દ્ર સ્થાનની અપેક્ષા આ કાળમાન છે, એવું સમજવું. બીજી જગ્યાએ તેનાથી પણ નાનો દિવસ હોવાનો સંભવ છે.) (૭) સર્વાર્થ સિદ્ધ વિમાનથી સિદ્ધ શિલા બાર યોજન ઉપર છે. તેના ૧ર નામ છે. (૮) તેર ક્રિયા સ્થાન છે, પ્રથમ દેવલોકમાં તેર પાથડા પતર) છે, નિયંચમાં ૧૩ યોગ હોય છે.
(૯) કુલ કોડી, પૂર્વ, સૂર્ય મંડલ, આદિના ૧૩ની સંખ્યાથી કથન છે.
(૧૦) જીવના ૧૪ ભેદ, ૧૪ પૂર્વ, ૧૪ ગુણસ્થાન, ૧૪ ચક્રવર્તીના રત્ન હોય છે. ભગવાન મહાવીરની ૧૪ હજારની સાધુ સંપદા હતી. જંબુદ્રીપમાં ૧૪ મોટી નદીઓ છે. જે લવણ સમુદ્રમાં મળે છે.
(૧૧) પરમાધામી દેવની ૧૫ જાતિ છે. ધ્રુવ રાહુ હંમેશાં ચંદ્રની સાથે રહે છે. મનુષ્યોને ૧૫ યોગ હોય છે. નક્ષત્ર યોગ, દિવસ-માન, પૂર્વવસ્તુ સંખ્યા આદિ ૧૫-૧૫ની સંખ્યામાં કથા છે.
(૧૨) સોળ કષાય છે. સૂત્રકૃતાંગના ૧૬ અધ્યયન છે. મેરુ પર્વતના ૧૬ નામ છે. પાર્શ્વનાથ ભગવાનની ૧૬ હજાર સાધુ સંપદા હતી. લવણ સમુદ્રનું પાણી સમભૂમિથી ૧૬ હજાર યોજન ઊંચું છે.
(૧૩) સત્તર પ્રકારનો સંયમ અને અસંયમ છે. લવણ સમુદ્રને પાર કરનારા જંઘાચારણ આદિને ૧૭ હજાર યોજન ઉપર ઉડવું પડે છે.
(૧૪) પર્વતોની ઊંચાઈ, ઉત્પાત પર્વત, તિગિચ્છકૂટ, કર્મપ્રકૃતિ બંધ આદિ ૧૭ની સંખ્યાથી વર્ણિત છે.
(૧૫) સત્તર પ્રકારના કુલ મરણ કહ્યા છે–૧. આવીચિ મરણ(સમયે-સમયે મરણ) ૨. અવિધ મરણ ૩. આત્યંતિક મરણ(ફરી તે સ્થાનમાં ઉત્પન્ન ન થવું) ૪. ગળું મરડી દબાવીને મરવું ૫. દુઃખથી હાય-વોય કરતા મરવું અથવા વિયોગ સંયોગના નિમિત્તે છાતી, માથું કૂટીને મરવું ૬. તીર, ભાલા વગેરે ભોંકીને મરવું ૭. કાશી કરવત લેવી ૮. બાળમરણ ૯. પંડિત મરણ ૧૦, બાલડિત મરણ ૧૧. છદ્મસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org