________________
આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ
(૧૭) પદાર્થને ઢોળતાં થકા ભિક્ષા દે તો ન લેવી. પ્રાણી, બીજ, લીલોતરીનો સ્પર્શ કરતાં કે કચડતાં થકા દે તોપણ ભિક્ષા ન લેવી, પાણીની વિરાધના કે સ્પર્શ કરીને દે તોપણ ગોચરી ન લેવી.
(૧૮) ભિક્ષા દેતાં પહેલાં કે પછી હાથ, વાસણ આદિ ધોવે તો ભિક્ષા ન લેવી. (૧૯) દાતાના હાથ, વાસણ આદિ કોઈ પણ સચેત અથવા મિશ્ર પદાર્થ, લીલોતરી, બીજ, મીઠું, સચેત પૃથ્વી કે જળબિન્દુથી લિપ્ત હોય કે સંયુક્ત હોય તો તેની પાસેથી ભિક્ષા ન લેવી.
૩૯
(૨૦) ભાગીદારોની ભાવના જાણીને અનુકૂળતા હોય તો ભિક્ષા લેવી. (૨૧) ગર્ભવતી સ્ત્રી માટે બનેલ આહાર, તેના ખાધા પહેલાં ન લેવો, અગર તેને ઉભા થવું કે બેસવું પડેતો પણ તેના હાથથી આહાર ન લેવો.
ન
(૨૨) સ્તનપાન કરાવતી સ્ત્રી બાળકને રડતું છોડી આહાર વહોરાવે તો ન લેવો. (૨૩) કોઈ પદાર્થની કલ્પ્ય-અકલ્પ્યની શંકા પડે તો તે ન લેવો.
(૨૪) બહુ જ ભારે પદાર્થને ઉપાડવો પડે અથવા કોઈ પેકિંગ ખોલવું પડે અર્થાત્ મુશ્કેલીથી કાંઈપણ દેવામાં આવે તો ન લેવું.
(૨૫) કોઈ પણ પ્રકારનું દાન-પિંડ કે શ્રમણ નિમિત્તે બનાવેલ, ખરીદેલ કે તેના માટે સામે લાવેલ તેમજ મિશ્ર, પૂતિકર્મદોષ વાળો આહાર ન લેવો.
(૨૬) દોષની શંકા હોય અને તે પદાર્થ લેવો આવશ્યક હોય તો નિર્ણય કરવા માટે, તેને કોણે બનાવ્યો, તે જાણકારી કરીને પછી તેને પૂછવું કે કોના માટે બનાવ્યો? કયારે બનાવ્યો ? વગેરે; સરળ ભદ્રિક પરિણામી વ્યક્તિને એકાદ પ્રશ્ન કરી તેમજ હોંશિયાર અનુરાગીને અનેક પ્રશ્ન કરી સાચો નિર્ણય કરવો.
(૨૭) સચેત પાણી, ફૂલ, લીલોતરી, બીજ વગેરે પર રાખેલ ખાદ્ય પદાર્થ ન લેવો. (૨૮) અગ્નિ પર રાખેલ પદાર્થ તેમજ અગ્નિની વિરાધના કરીને દેવામાં આવતો પદાર્થ ન લેવો.
(૨૯) અસ્થિર લાકડા, શિલા કે પત્થર પર ન ચાલવું.
(૩૦) નીચેથી નીસરણી લગાવીને ઉપરથી આપે અથવા દાતાના પડી જવાનો કે લપસી જવાનો ભય હોય તે પ્રકારે દે અથવા કષ્ટપૂર્વક દે તો આહાર ન લેવો. (૩૧) કંદ, મૂળ, આદુ, ફળ અથવા ભાજી વગેરે સચેત હોય અથવા શસ્ત્રથી કાપેલ હોય તો પણ ન લેવા અર્થાત્ પાકા ફળ કાપીને બીજ કાઢેલ હોય અને કાચી વનસ્પતિ અગ્નિમાં પાકેલી હોય તો જ અચેત બને છે અને ત્યારે તે ભિક્ષુ માટે ગ્રાહ્ય બને છે.
(૩૨) વેચવા માટે ખુલ્લી પડેલી, સચેત રજથી યુક્ત મીઠાઈ આદિ ન લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org