________________
૧ર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
કે જેઓ કોઈ હોદ્દો ધારણ કરતા નથી અને કોઈક તે પદ લેવા માટે લાયક હોતા નથી. જ્ઞાન વધી જવાથી હોદ્દો વધી જાય તેવો કોઈ નિયમ નથી હોતો. હોદ્દો તો એક પ્રકારની વ્યવસ્થાથી તથા કાર્ય ક્ષમતાની યોગ્યતાથી પ્રાપ્ત થાય છે, જે યોગ્ય સમયે લેવામાં તથા આપવામાં આવે છે.
ત્રીજા પદ વાળાને ૨ જ્ઞાન હોય અને પાંચમા પદવાળાને ત્રીજું–ચોથું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો તે આપોઆપ આચાર્યના આચાર્ય બની જતા નથી. વધારે દીક્ષા પર્યાયવાળા ઓછા જ્ઞાની હોય અને ઓછી દીક્ષા પર્યાયવાળા કોઈ સર્વ બહુશ્રત પણ થઈ જાય તોપણ વધારે જ્ઞાનથી એની વંદન વ્યવસ્થા કેવિનય વ્યવહાર બદલાતો નથી.
કોઈ શિષ્યને કેવળ જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય તેથી સામાન્ય જ્ઞાની ગુરુ એને વંદન કરવાનું શરૂ કરી દેતા નથી. એ કેવળજ્ઞાની છદ્મસ્થ ગુરુનો વિનય કરવાનું ચાલુ જ રાખે છે. એ વાત આગમથી સિદ્ધ છે. જેમ કે
जहाहि अग्गि जलणं नमसे, णाणाहुई मंत पयाभिसित्तं । एवायरियं उवचिट्ठइज्जा, अणतणाणोवगओवि संतो ॥
દિશવૈકાલિક સૂત્ર અ.૯, ઉ. ૧, ગાથા-૧૧] જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન :
ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન ! શાસ્ત્રકારનો આ ગાળામાં સ્પષ્ટ આશય છે કે અનંત જ્ઞાની શિષ્ય પણ ગુરુનો વિનય કરે. તેથી વંદન વ્યવહાર અને રત્નાધિકતા'માં પણ જ્ઞાન રત્નની પ્રધાનતા હોતી નથી પરંતુ પર્યાયની પ્રધાનતા રહે છે. એ જ પ્રમાણે પંચ પરમેષ્ટી” પદના ક્રમમાં પણ જ્ઞાન–ગુણની અધિકતાની પ્રધાનતા સમજવી ન જોઈએ પરંતુ પદને અનુરૂપ કાર્યક્ષેત્ર, ક્ષમતા આદિ ગુણોની પ્રધાનતા છે, એમ સમજવું જોઈએ. પાંચમા પદવાળા સ્થવિર સાધુનું શ્રુત જ્ઞાન આચાર્ય તથા ઉપાધ્યાયથી પણ વિશાળ હોય શકે છે. આત્માના ગુણોમાં પણ પાંચમા પદવાળા આચાર્યથી આગળ હોય શકે છે. ભગવાનના સમયમાં ગણધરોથી ધનામુનિનો ક્રમ સંયમ ગુણોમાં આગળ થઈ ગયેલ હતો. છતાં પણ ધન્ના મુનિ પાંચમાં પદમાં હતા ગૌતમ ગણધર ત્રીજા પદમાં હતા. તેથી કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જવાથી પાંચમા પદવાળાને પહેલા પદમાં નહિ ગણવાથી અપમાન થઈ જતું નથી. જ્ઞાન વૃદ્ધિ અને પદની વ્યવસ્થા સંબંધી સ્વરૂપને ઊંડા દષ્ટિકોણથી સમજવાને બદલે કેવળ ઉપર છલ્લી દષ્ટિથી વિચારવાથી આ ભ્રમ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ જ્ઞાન વૃદ્ધિ અને પદ વ્યવસ્થા એ બન્નેના વાસ્તવિક સ્વરૂપ અને સંબંધને સમજી લેવાથી તેમજ દશવૈકાલિક સૂત્રની ઉપરોકત ગાથાના અર્થ અને ભાવને સમજી લેવાથી આ પ્રશ્નનું–શંકાનું સમાધાન થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org