________________
૧૧૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૬. હાડકા તેમજ મજ્જામાં અસર કરનાર.
(૧૩) આયુ બંધ સમયે છ બોલનો બંધ (અથવા પૂર્વબદ્ધનો સંબંધ નિકાચિત) થાય છે— ૧. જાતિ ૨. ગતિ ૩. કર્મોની સ્થિતિ ૪. શરીરની અવગાહના ૫. કર્મ પ્રદેશ અને ૬. તેનો વિપાક(ફળ),
આખા ભવ માટેના આ બોલ નિશ્ચિત સંબંધિત થઈ જાય છે. મતલબ કે ગતિ, જાતિ, અવગાહના; એ આયુષ્ય અનુસાર સંબંધિત થઈ જાય છે અને બધા કર્મોની સ્થિતિઓ, પ્રદેશ અને વિપાક આયુષ્ય સાથે નિશ્ચિત થઈ જાય છે.
(૧૪) નારકી, દેવતા અને જુગલિયા છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે ‘આયુષ્ય કર્મનો’ બંધ કરે છે.
(૧૫) પ્રશ્ન પૂછવાના હેતુ— ૧. સંશય દૂર કરવા માટે ૨. પોતાના અભિનિવેશને રાખી, બીજાના પરાભવ માટે ૩. અર્થ વ્યાખ્યા જાણવા માટે ૪. પોતાના ચિત્તની પ્રસન્નતા કે સંતોષ માટે ૫. જાણવા છતાં પણ બીજાની જ્ઞાન વૃદ્ધિ માટે ૬. પોતાને જાણવા માટે.
(૧૬) છ ભાવ- ૧. ઉદય ભાવ- ક્રોધ આદિ૨. ઉપશમ ભાવ- સમ્યક્ત્વ આદિ ૩. ક્ષાયિક ભાવ- કર્મક્ષય, કેવળજ્ઞાન આદિ ૪. ક્ષયોપશમ ભાવ ઃ ચાર જ્ઞાન તથા ઇન્દ્રિય આદિ ૫. અનાદિ સ્વભાવ– આત્માનું જીવત્વ આદિ . મિશ્ર ભાવદ્વિસંયોગી આદિ.
(૧૭) પ્રતિક્રમણ— મળ-મૂત્ર આદિ વ્યુત્સર્જનનું, ગોચરીનું, પ્રતિલેખનનું, નિદ્રાનું, દિવસ-રાત્રિ આદિનું, અતિ અલ્પ ભૂલનું અને મરણ સમયનું.
તે ઉપરાંત આ અધ્યયનમાં અન્ય આગમોમાં આવેલ વિષયો જ વધારે છે, તેમજ કેટલાક બીજા વિષયો પણ છે, તે આ પ્રકારે છે—
નિગ્રંથ-નિગ્રંથી પરસ્પર આલંબન, જ્ઞેય-અજ્ઞેય, સંભવ-અસંભવ, છ કાય, સંસારી-જીવ, ગતિ-આગતિ, જ્ઞાન, શરીર, ઇન્દ્રિયાર્થ, અવગ્રહાદિના ભેદ, સંવર-અસંવર, પ્રાયશ્ચિત્ત, તપ, મનુષ્ય, દ્વીપ, ક્ષેત્ર, પર્વત, નદી, દ્રહ, ફૂટ, કાળ, જ્યોતિષી—ગ્રહ, નક્ષત્ર, તારા, સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ, આર્ય, લોક-સ્થિતિ, દિશાઓ, આહાર કરવાના તેમજ ન કરવાના કારણ, પ્રતિલેખનના ગુણ-દોષ, લેશ્યા, અગ્રમહિષી, દિશા કુમારીઓ, ક્ષુદ્ર-પ્રાણી, ગોચરી, મહાનરકના આવાસો, મહાવિમાન, શલાકા પુરુષ, ચંદ્ર અને નક્ષત્રનો સંબંધ, સંયમ-અસંયમ, અવધિજ્ઞાન, ભિક્ષુના અવચન, કલ્પ પ્રસ્તાર, સંયમ-નાશક, કલ્પસ્થિતિ, અંતર-વિરહ કાળ, નક્ષત્રોના તારા તેમજ પુદ્ગલ આદિ 'છ'ની સંખ્યાને સંબંધિત વિષયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org