________________
પરિશિષ્ટ
આચારશાસ્ત્ર : દશવૈકાલિક
સૂત્ર
હેતુ ને પૂર્ણ સિદ્ધ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો !
વર્તમાન કાળની ખાવા-પીવાની પદ્ધતિ તેમજ અશુદ્ધ ખાધ પદાર્થોની ઉપલબ્ધિના કારણે દાંતના રોગો, જેમ કે પાયોરિયા આદિની બીમારીઓ જલ્દી થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સ્વાસ્થ્યની સુરક્ષાના હેતુથી ઘણા સંતસતીજીઓએ દંત મંજનને આવશ્યક સમજી લીધેલ છે.
૧
આવી સમજ અને આચરણ પાછળ આગમ નિષ્ઠા તેમજ આચાર નિષ્ઠાના પરિણામોની શિથિલતાની સાથે સાથે શુદ્ધ વિવેકપૂર્ણ જ્ઞાનની અનભિજ્ઞતા પણ છે જ. તેનું કારણ એ છે કે જૈન આગમોમાં આવતા સાધ્વાચારના નિયમો સાધારણ છદ્મસ્થો દ્વારા સૂચિત નથી પરંતુ તે સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતોના અનુભવજ્ઞાન તેમજ કેવળજ્ઞાનના પ્રભાવથી યુક્ત છે. તેના પર શુદ્ધ શ્રદ્ધા અને ઊંડા ચિંતનની આવશ્યકતા છે.
ચિંતન તેમજ અનુભવ કરવાથી ખ્યાલ આવે છે કે આ અવ્યવહારિક જેવા લાગતા આગમ વિધાન પણ મહાન વૈજ્ઞાનિક છે, તેના મૂળમાં શરીર સ્વાસ્થ્ય તેમજ સંયમ સ્વાસ્થ્ય બંન્નેનો હેતુ રહેલ છે.
સાધુને સદા ભૂખથી ઓછું ખાવારૂપી ઉણોદરી તપ કરવું આવશ્યક છે. મંજન ન કરવા છતાં પણ દાંતોને સ્વસ્થ રાખવા માટે ઓછું ખાવું, તેમજ ક્યારેક-ક્યારેક ઉપવાસ આદિ તપ કરવું આવશ્યક છે.
બ્રહ્મચર્ય પાલન માટે તેમજ ઇન્દ્રિય નિગ્રહ માટે પણ ઓછું ખાવું અને કયારેક-કયારેક ઉપવાસ આદિ કરવા આવશ્યક છે. બ્રહ્મચર્યની શુદ્ધિ જ સંયમની શુદ્ધિ છે. દિવસમાં એક જ વાર ખાવું કે દિવસભર ન ખાવું તે સંયમ તેમજ શરીર તથા દાંતો માટે અતિ આવશ્યક છે. પાચન શક્તિ તેમજ લીવરની સ્વસ્થતા માટે પણ અલ્પ-ભોજન આવશ્યક છે. આ પ્રકારે અલ્પ ભોજન, મંજનત્યાગ, બ્રહ્મચર્ય, સંયમ, સ્વાસ્થ્ય આદિ એક બીજા સાથે સંલગ્ન(જોડાયેલા) છે.
રોક-ટોક વગર ખાતા રહેવું તેમજ કેવળ દાંત શુદ્ધિ માટે મંજન કરી લેવું અપૂર્ણવિવેક છે. એવું કરવાથી પાચન શક્તિ(લીવર)ની ખરાબી અને બ્રહ્મચર્યની વિકૃતિ અટકવી શકય નથી. તેથી ભિક્ષુએ મંજન કર્યા વિના પણ દાંત નિરોગી રહે તેટલો જ આહાર કરવો, તેને પોતાનું પ્રમુખ કર્તવ્ય સમજવું જોઈએ. આજના વૈજ્ઞાનિકો પણ મંજન કર્યા વગર ખાવાને સ્વાસ્થ્ય માટે ઉપયોગી માને છે.
Jain Education International
સપ્તાહમાં એક ઉપવાસ કરી લેવાથી દાંતોની અત્યાધિક સફાઈ સ્વતઃ થઈ જાય છે. ભોજન કર્યા બાદ પાત્ર ધોઈને પાણી પીવાનો આચાર પણ વૈજ્ઞાનિક છે, એવું કરવાથી દાંત સ્વતઃ પાણીથી ધોવાઈ જાય છે અને થૂંકવા ફેંકવાની પ્રવૃતિ સાધુ જીવનમાં વધતી નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org