Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ ખરી કે સ્વિટ્ઝર્લેન્ડમાં કાયમી નોકરી સ્વીકારતાં પહેલાં થોડો સમય માતાપિતા સાથે વહાલથી વિતાવું. દક્ષિણ ભારતના મદુરાઈ શહેરના મંદિરે દર્શન કરવા જતો હતો. આ સમયે રસ્તામાં પસાર થતી વખતે એણે એક દૃશ્ય જોયું અને એ દૃશ્ય નારાયણન્ના જીવનનાં સઘળાં સ્વપ્નો ધરાશાયી કરે તેવો ધરતીકંપ સર્જ્યો. એણે જોયું તો એક પુલ નીચે એક અતિ વૃદ્ધ માનવી પોતાના જ મળની અંદરથી અનાજના દાણા શોધી રહ્યો હતો. આ દૃશ્યએ નારાયણને કંપાવી મૂક્યો. પહેલાં તો લાગ્યું કે શું આ ખરેખર હકીકત છે કે સ્વપ્ન ? એનું મન એનો સ્વીકાર કરવાની ના પાડતું હતું. એ થોડી વાર ઊભો રહ્યો. જમીન સાથે જડાઈ ગયો. આ કોઈ ભૂત તો નથી ને ! પણ જ્યારે આ દશ્ય કઠોર-નઠોર વાસ્તવિક હકીકત છે, એમ જાણ્યું ત્યારે એનું સમગ્ર અસ્તિત્વ હચમચી ઊઠ્યું. એને વૈભવી હોટલોમાં અત્યંત મોંઘી કિંમતે મોજમજા કરતા લોકોના ચહેરાઓ યાદ આવ્યા. એ લોકો ઉદરપૂર્તિ અર્થે આવતા નહોતા, પણ મનોજને માટે આવતા હતા. કોઈ દોસ્તી બાંધવા માટે આવે, કોઈ દંભ કે દેખાવ લઈને આવે. કોઈ નાણાં ઉડાડવા આવે છે અને આમતેમ થોડુંઘણું ખાઈને બાકીનું એંઠું મૂકી વિદાય લેતા હતા. ડિશમાંની માંડ અડધી વાનગીઓ આરોગે અને બાકીની બધી એમ ને એમ પડી રહે. એણે વિચાર્યું કે હું તળેલા ભાતની પ્લેટ મારી હોટલમાં છસ્સો રૂપિયામાં આપું છું અને આવી મોંઘી વાનગીઓ ખાવા આવનાર એ પ્લેટમાંથી ક્યારેક એકાદ ચમચો આરોગે છે. અડધું ભોજન એંઠું મૂક્યા પછી એ ભોજનના આનંદની રસભરી ચર્ચા કરે છે. કોઈ બિઝનેસની વાત કરે છે તો કોઈ રંગતભરી જિંદગી માણે છે. શું હું આવા લોકોને માટે ઉત્કૃષ્ટ વાનગીઓ બનાવવા મારી જિંદગી ખર્ચી રહ્યો છું ? ક્યાં આવી જિંદગી અને ક્યાં મારા ખુદના શહે૨માં નિરાધાર, બેસહારા વૃદ્ધ માનવીને પોતાની જ વિષ્ટાના ઢગમાંથી દાણા ફંફોળીને ખાવાની લાચારી ! આ દશ્ય નારાયણની ભીતરમાં વિસ્ફોટ સર્જ્યો. એ નજીકની રૅડી તરફ દોડ્યો. એમાં જે કોઈ ખાવાનું હતું તે આપવાનું કહ્યું. રેંકડીવાળા પાસે 4 • માટીએ ઘડ્યાં માનવી ગરીબ, ભૂખ્યા અને વૃદ્ધોનો સાથી નારાયણન્ ક્રિષ્નન્ માત્ર ઈડલી હતી. નારાયણને પાંચ ઈડલી ખરીદી અને દોડ્યો પેલા પુલ નીચે પોતાની વિષ્ટામાંથી દાણા ખોળતા વૃદ્ધ પાસે. એણે કેળના પાનમાં રાખેલી પાંચ ઈડલી એની સામે ધરી. એ જોઈને વૃદ્ધની ગમગીન આંખોમાં આશ્ચર્ય ઊપસી આવ્યું. એણે નારાયણન્ તરફ જોયું અને પછી એ પાંચે ઈડલી અતિ ઝડપથી ખાવા લાગ્યો. નારાયણને એણે ભોજન કરતો જોયો. શૅફ હોવાને કારણે એને ભોજન કરતા લોકો સાથે વર્ષોથી ઘરોબો હતો. પણ ક્યારેય કોઈને આટલી ઝડપથી ઈડલી ખાતાં કે ભોજન કરતાં જોયા નહોતા. એ ભૂખ્યોડાંસ વૃદ્ધ એના ધ્રૂજતા હાથે ઈડલી ખાતો હતો, પણ એની આંખમાંથી અનરાધાર આંસુ વહ્યે જતાં હતાં. એ આંસુ કેટલાય દિવસોની કડકડતી ભૂખ તૃપ્ત થયાના હર્ષનાં આંસુ હતાં. એની ઉદરતૃપ્તિના આનંદનાં એ આંસુ હતાં. નારાયણન્ ક્રિશ્નન મંદિરમાં દર્શન કરીને ઘેર આવ્યો, પણ એના મનમાં પ્રચંડ ઝંઝાવાત જાગ્યો. શું પોતે સેવેલાં સુખનાં સઘળાં સ્વપ્નાં એટલાં બધાં સ્વાર્થી હતાં કે આસપાસની દુનિયા તરફ એણે ક્યારેય જોયું જ નહીં ? શું એણે કરુણાની અક્ષયધારા * 5

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82