Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ આવી રીતે નિયમિત ભોજન લેનાર એડુરડો નામની વ્યક્તિ એ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહે ' છે, ‘હું પરમ કૃપાળુ પરમેશ્વરનો આભારી છું કે જેમણે આ માણસના હૃદયને સ્પર્શ કર્યો. ક્યારેક ખોરાક મેળવવાની મુશ્કેલી હોય, તોપણ આ બસડ્રાઇવર નિરાશ થતો નથી. એનું પ્રેમજનિત શ્રમકાર્ય સતત ચાલતું રહે છે અને પ્રારંભે રોજ આઠ વ્યક્તિને વિનામૂલ્ય ભોજન આપવાનું એનું કામ દોઢસો વ્યક્તિ અમેરિકાના પ્રમુખ બરાક સુધી પહોંચી ગયું છે. ઓબામા સાથે પોતાની નોકરી સિવાયનો મોટા ભાગનો સમય જ્યોર્જ મુનોઝ અને એનું કુટુંબ આમાં વિતાવે છે. પરિવારના સહુ કોઈ એને હાથ અને સાથ આપે છે. એના દીવાનખંડની ઘણી મોટી જગા મોટા કદના ફ્રિઝરે રોકી છે અને એના ઘરનું પોર્ચ ભોજનના ડબ્બાઓ અને કાગળની ડિશોથી ખીચોખીચ હોય છે. એના ફ્લેટનો નાના કદનો ઓરડો કોઠાર બની ગયો છે. વળી, ક્યાંક ચોખ્ખાં કપડાં અને બ્લેકટની થેલીઓ જરૂરિયાતમંદ લોકોને આપવા માટે તૈયાર પડી હોય છે. પુષ્કળ ખોરાક રાંધવાને કારણે એના ઘરનો સ્ટવ પણ વારંવાર બગડી જતો હોય છે, આથી ઘણા માણસોની એકસાથે રસોઈ બનાવવા માટેનાં વાસણોમાં ખાદ્યપદાર્થ રાંધવા માટે એની બહેનના એપાર્ટમેન્ટનો પણ ઉપયોગ કરે છે. સતત ખોરાક બનાવવાને કારણે જ્યોર્જને કમરનો દુઃખાવો રહ્યા કરે છે, પરંતુ એની કશી ફરિયાદ કર્યા વિના આ માનવી એના કાર્ય અને ક્રમમાં અટલ રહે છે. વહેલી સવારે પાંચ વાગે ઊઠીને નિત્યક્રમ પતાવીને એ શાળાનાં બાળકોને લેવા માટે નીકળી પડે છે. વચ્ચેની રિસેસ વખતે ઘેર એક આંટો લગાવીને રસોઈની તપાસ કરે છે. સાંજે સાડા પાંચ વાગ્યે ઘેર પાછો ફરે છે. ક્યારેક રસ્તામાં ડોનેશન લેવા રોકાઈ જાય છે અને એ પછી ઘેર આવ્યા બાદ ક્વિન્સ સ્ટ્રીટમાં જતાં પહેલાં એ ખોરાકના ડબ્બાઓ પૅક કરવા લાગી જાય છે. શનિવારે નાસ્તાનું મેનુ હોય છે, તો રવિવારે શાળાની રજાના દિવસે એ પોતાના પ્રિયજનોને માટે મીઠાઈ બનાવે છે. થાક્યા વિના મનોઝ અને એની બહેન આ કામમાં ડૂબેલા રહે છે. કુદરતી આફત હોય કે સામાજિક મુશ્કેલી હોય, પણ ક્યારેય ભૂખ્યાઓને ભોજન આપવાના એમના કામમાં અવરોધ આવતો નથી. એ કહે છે કે, ‘હું ન જાઉં તો હું બેચેની અનુભવું છું, કારણ કે હું જાણું છું કે તેઓ મારી રાહ જોઈ રહ્યા હશે.” અમેરિકામાં આવેલી આર્થિક કટોકટીને કારણે એના આ કાર્યમાં દાનનો પ્રવાહ થોડો ધીમો પડ્યો, પરંતુ જ્યોર્જ મનોઝનું કામ તો એ જ રીતે વણથંભ્ય ચાલ્યા કરે છે, પરદુઃખભંજન મનોઝની ટ્રકને જોતાં જ આજે ટોળાબંધ લોકો હારબંધ ઊભા રહી જાય છે. એમના ઉદ્વેગભર્યા ઉદાસીન ચહેરા ઉપર તેજ ચમકી ઊઠે છે. આને માટે ઈશ્વર અને પોતાની માતાને પ્રેરણાસ્ત્રોત માને છે. એ કહે છે કે “મારી માતા પાસેથી ટુકડામાંથી ટુકડો વહેંચવાનું શીખ્યો છું અને એ જ હું અત્યારે કરી રહ્યો છું .” ભોજન પીરસતી વખતે એની વાણીમાં ભારોભાર અનુકંપા હોય છે અને એની નજરમાં પરમ આનંદ હોય છે. સારા નામની એક ટેલિવિઝન રિપોર્ટરે જ્યોર્જ મનોઝની મુલાકાત લીધા પછી કહ્યું, ‘હું જ્યોર્જ મનોઝની વાતથી એટલી બધી ભાવુક બની ગઈ કે હું મારી આંખનાં આંસુ રોકી શકી નહીં. એક સાચા દેવદૂત સામે એક જ ખંડમાં બેસી તેનો ઇન્ટરવ્યુ લેતાં મારાં રોમેરોમ રોમાંચ અનુભવતાં હતાં. એનો વીડિયો એડિટ કરતાં પણ હું રડી રહી હતી.’ સારાની આ સંવેદનાનું કારણ એ કે એક વખત ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ્ તરીકે આવેલી એ બેકાર હતી અને એને પણ ભોજન મેળવવાનાં ફાંફાં પડ્યાં હતાં ! 98 • માટીએ ઘડ્યાં માનવી ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ ઠારનાર • 99.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82