Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 81
________________ સ્વપ્નને સિદ્ધ કરવાની ઇચ્છા તીવ્ર બનતી જતી હતી. એને માટે આ અત્યંત જોખમી બાબત હતી, કારણ કે દસ હજાર ફૂટની ઊંચાઈએથી ગબડવા સિવાય બીજું કંઈ કરી શકે તેમ ન હતી. મૃત્યુ અને એની વચ્ચે ફક્ત એક જ માનવી હતો અને એનું નામ હતું પેરાસ્યુટ ઇન્સ્ટ્રક્ટર માઇક કેટ્સ. આ માઇક કેસને બરાબર ચીપકી રહીને ધરતી પર ઊતરવાનું હતું. સોનિયાએ જ્યારે પોતાનો વિચાર મિત્રોને કહ્યો, ત્યારે મિત્રોએ કહ્યું કે આમેય આ સાહસ ભયજનક છે. એમાંય અંધ વ્યક્તિ માટે તો અતિશય ભયજનક ગણાય. બીજું કોઈ સરળ સાહસ કર, પણ આ વિચારને તો તિલાંજલિ આપી દે. નિષ્ણાતોએ કહ્યું કે જો તે આકાશમાંથી ઊતરીને ધરતીને સ્પર્શ કરવામાં સહેજ પણ ખોટું ઉતરાણ કરે, તો એની કરોડરજ્જુને ઘણી ગંભીર ઈજા થાય. જીવન આખું પરવશ અને પથારીવશ બની રહે. આનું કારણ એ હતું કે આકાશમાંથી ઊતરતી વખતે જમીન સુધીના અંતરની કલ્પના કરવા માટે સોનિયા સમર્થ નહોતી. વળી આવા આકાશી કૂદકા માટે સોનિયાએ કોઈ વિશેષ તૈયારી કરી નહોતી. એણે આ માટેની કોઈ પદ્ધતિસર તાલીમ પણ લીધી નહોતી. માત્ર ઇન્સ્ટ્રક્ટર માઇકે એને સતત પ્રેરણા આપી અને એટલું જ કહ્યું હતું કે આ આકાશી કૂદકા દરમિયાન ‘રિલેક્સ' રહેજે ! જ્યારે આ કૂદકો લગાવવાનું નક્કી થયું, ત્યારે વિમાનમાં પ્રવેશતી વખતે સોનિયાએ પારાવાર રોમાંચ અનુભવ્યો. મિત્રોએ એને ઘણી સલાહ આપી હતી કે વિમાન-છત્રી દ્વારા આકાશમાંથી ઝંપલાવવાનું કાર્ય અત્યંત જોખમી અને ભયજનક છે, પણ સોનિયા આ કાર્ય કરીને એ સિદ્ધ કરવા માગતી હતી કે અંધ લોકોને પણ જોઈ શકતા માનવી જેટલી જ તક મળવી જોઈએ. તેને માટે આ એક મહાન પડકાર હતો અને સાથોસાથ સ્વપ્ન-સિદ્ધિનો રોમાંચ આનંદ હતો. તે ખુમારીથી કહેતી કે અંધ જોઈ શકતા નથી, તેને કારણે તેઓને જગતના કોઈ પણ અનુભવથી બાકાત રાખવાની જરૂર નથી. સોનિયા વિમાનમાં દાખલ થઈ. એની સાથે બીજી ત્રણ અંધ વ્યક્તિઓ પણ એના ઇન્સ્ટ્રક્ટર સાથે જિંદગીનો આ સાહસભર્યો અનુભવ મેળવવા આવી હતી. સ્કોટલેન્ડના ગ્લેન રોજસ હવાઈ મથક પર આ ઘટનાએ આકાર 150 * માટીએ ઘડ્યાં માનવી લીધો, એનું વિમાન ભ્રમણ કક્ષાની સમકક્ષ થયું કે ઉષ્ણતામાન ઘટવા લાગ્યું. ઠંડી લાગવા માંડી, પવનનો અત્યંત ભયાવહ અવાજ આવતો હતો, ક્યારેક તો એ પવનના સુસવાટાના અવાજને કારણે માઇકે અને બીજા ઇન્સ્ટ્રક્ટરોને ખૂબ મોટેથી વાત કરવી પડતી હતી. જેવું વિમાન દસ હજાર ફૂટની ઊંચાઈએ આવ્યું કે સોનિયાને વિમાનનું બારણું ખોલવાનો અવાજ સંભળાયો. આકાશી કૂદકા માટે એ માઇકની સાથે બારણા તરફ ગઈ. માઇકે એને પ્રોત્સાહનના શબ્દો કહ્યા અને પછી સોનિયા અંતિમ હુકમની રાહ જોવા લાગી. જીવસટોસટની પળ આવી ચૂકી હતી. એક બાજુ મનમાં સ્વપ્નને સાકાર થવાની પળ હતી, તો બીજી બાજુ મૃત્યુની સાવ સમીપ લઈ જાય, તેવી ઘડી હતી. આ સમયે સોનિયા થોડી ક્ષણો ખચકાઈ ગઈ. એ ગભરાઈ ગઈ. એના હૃદયના ધબકારા વધી ગયા હતા. ઠંડું વાતાવરણ હોવા છતાં પરસેવો થઈ ગયો. માનસપટ પર એનાં બે સંતાનો દેખાવા લાગ્યાં. વળી નીચે એની આતુરતાપૂર્વક રાહ જોતાં કુટુંબીજનો અને મિત્રોનું સ્મરણ થયું. મનમાં પુનઃ સંકલ્પનું સ્મરણ કર્યું. અંધને કશું અશક્ય નથી. આથી એક જોશભર્યા અવાજ સાથે એણે આકાશમાંથી નીચે ઝંપલાવ્યું અને પછી કેટલીક સેકન્ડો સુધી ઊંધા માથે શીર્ષાલન કરતાં કરતાં નીચે ઊતર્યો. સોનિયા ખૂબ ઝડપથી ગુલાંટો પર ગુલાંટો ખાતી હતી. એણે ઇન્સ્ટ્રક્ટર માઇકને કશુંક કહેવા પ્રયત્ન કર્યો, પણ એનું મુખ ઊઘડ્યું જ નહીં. એવામાં અચાનક હવાઈ છત્રી ખૂલવાનો અવાજ સંભળાયો અને સોનિયાને રાહત થઈ. એના શરીરે બાંધવામાં આવેલી દોરી ખેંચાઈને ટાઇટ થઈ. આકાશમાં જે ગુલાંટ લગાવતી હતી એ અટકી ગઈ અને ધીમે ધીમે સોનિયા નીચે ઊતરવા લાગી. જાણે પોતે કોઈ સ્વપ્નમાં સરકતી હોય એવો અનુભવ થવા લાગ્યો. આ સમયે ઇન્સ્ટ્રક્ટર માઇક પોતે જે કંઈ જોતો હતો, તેનું વર્ણન સોનિયાને સંભળાવતો હતો. એ વર્ણનથી સોનિયાને એનો જાણે સાક્ષાત્ અનુભવ થવા લાગ્યો. એ સ્વયં આ બધું નીરખી રહી છે. વચ્ચે ક્યાંક ચકરાવે ચડ્યા, પણ ધીરે ધીરે જમીનની નજીક આવ્યા. આ સમયે સોનિયાએ માઇકને કહ્યું કે એનું કુટુંબ જમીન પરથી એના તરફ હાથ હલાવી રહ્યું છે. એના જવાબમાં સોનિયાએ અંગૂઠાથી નિશાની અંધને અશક્ય ? • 151

Loading...

Page Navigation
1 ... 79 80 81 82