Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 80
________________ અંધને અશક્ય ? જિંદગી જીવનારી આ નારી નહોતી. એની પાસે આ અજંપો હતો, પણ સાથે અંતરનું ખમીર પણ હતું. એ દૃઢપણે માનતી કે વ્યક્તિ અંધ હોય, એનો અર્થ એ નથી કે એના આ જગતના કોઈ અનુભવથી બાકાત રહેવું પડે. એ ધારે તો દુનિયાના સઘળા અનુભવો પામી શકે છે. જિંદગીએ સોનિયા સાથે સોગઠાબાજી ખેલવામાં કશું બાકી રાખ્યું ન હતું. એ આંખના એવા રોગ સાથે જન્મી હતી કે જેનો કોઈ ઉપચાર નહોતો. એ માંડ માંડ માત્ર શ્વેત અને શ્યામ રંગ જ ઝાંખા ઝાંખા જોઈ શકતી હતી અને એમાંય વીસ વર્ષની ઉંમરે પહોંચી, ત્યારે તો એ સંપૂર્ણપણે અંધ બની ગઈ. આરંભના એ દિવસોમાં સોનિયા હતાશ બનીને બેસી રહેતી. મનોમન વિચારતી પણ ખરી કે કોને આધારે આ જિંદગી વિતાવીશ ? અથવા તો પરાવલંબી જીવન જીવવાનો અર્થ શો ? એક વાર તો હતાશા અને અકળામણમાં એણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ સમય જતાં એને સમજાયું કે જીવન જેવું છે, તેવું સ્વીકારવું તેમાં જ આનંદ છે અને જીવન સામેના અવરોધોને ઓળંગવા, એમાં જ ખરું ખમીર છે. આથી એણે પોતાની જિંદગી વધુ કાર્યક્ષમ બને એવો તો પ્રયત્ન કર્યો જ, પણ એની સાથોસાથ એ જિંદગી દ્વારા પરોપકાર કરવાની તમન્ના પણ દિલમાં ધબકતી રાખી. કોઈ જ્યારે એને એમ કહે કે આ એને માટે શક્ય નથી, ત્યારે એ મનથી નક્કી કરતી કે એ મારે માટે તો જરૂર શક્ય બનશે. જીવનમાંથી અશક્યની એ બાદબાકી કરવા લાગી. બાળપણથી એના મનમાં એક સ્વપ્ન હતું અને તે એવું કે વિમાનમાં ખૂબ ઊંચે ઊંચે જવું અને પછી ખૂબ ઊંચાઈએથી આકાશમાંથી કૂદકો લગાવવો. મોટાભાગના લોકોને તો આવા પેરાશૂટ જમ્પનો વિચાર જ ભયજનક લાગે, કારણ એટલે કે એટલે ઊંચેથી કૂદકો લગાવવા માટે અડગ સાહસવૃત્તિ જોઈએ. વળી એ પછી પૃથ્વી પર સલામત રીતે ઊતરવાની કળા-આવડત જોઈએ. સોનિયા હાર્ટ આ સ્વપ્ન લઈને જીવતી હતી. એ એડિનબર્ગમાં પોતાના ઘર પાસેથી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. બેવર્લી અને કેક એ એનાં બે સંતાનો સાથે આનંદભેર જીવતી હતી અને ક્રોફ્ટન એ તેનો માર્ગદર્શક કૂતરો હતો. વય વધતી જતી હતી, પણ એની સાથે આકાશમાંથી કૂદકો લગાવવાના અંધને અશક્ય ? * 149 જિંદગી ઘડાય છે પડકાર અને પુરુષાર્થથી ! જીવનના પડકાર સામે પ્રમાદથી પગ વાળીને બેસી રહેનાર સંજોગોનો ગુલામ બને છે. આવા પડકારોનો હસતે મુખે મુકાબલો કરનાર સંજોગોનો માલિક થાય છે. ઘણીવાર વ્યક્તિ પરિસ્થિતિથી જ એટલી બધી મુંઝાઈ જાય છે કે પોતાને નિઃસહાય અને નિરાધાર માને છે. જીવનમાં કોઈ વિકલાંગતા આવે એટલે એ માની બેસે છે કે એનું આખું જીવન વ્યથા, લાચારી અને વિષાદથી ભરેલું રહેશે. એને ઓશિયાળા બનીને જીવવું પડશે. એને જિંદગી માટે બીજાનો આધાર જોઈશે, એને પોતાની જિંદગી બોજ લાગે છે. અંધ સોનિયાને એ સાંભળીને ભારે અજંપો થતો કે અંધને માટે કોઈ બહારી પ્રકાશ કે કોઈ બાહ્ય જગત નથી, પરંતુ એ અજંપાને વ્યગ્રતા અને વિષાદમાં ડુબાડીને 18 સોનિયા હાર્ટ

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82