Page #1
--------------------------------------------------------------------------
________________
માટીએ ઘડ્યાં માનવી
કુમારપાળ દેસાઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
માટીએ ઘડ્યાં માનવી
કુમારપાળ દેસાઈ
પ્રાપ્તિસ્થાન
ગૂર્જર સાહિત્ય ભવન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001
ફોન : 079-2214663, 221496600 e-mail: goorjan@yahoo.com, web: gurjarbooksonline.com
ગૂર્જર સાહિત્ય પ્રકાશનો 102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હોલ સામે,
100 ફૂટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380015 ફોન : 26934340, 98252 68759 - gurjarprakashanલા gimail.com
Page #3
--------------------------------------------------------------------------
________________
કિંમત : રૂ. 150
પહેલી આવૃત્તિ : 2016
Mati E Ghadyan Manavi by Kumarpal Desai
Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1
ૐ કુમારપાળ દેસાઈ
ISBN:978-93-5162-360-1
પૃષ્ઠ : 8+152
નકલ : ૧૦૦૦
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અમરભાઈ ઠાકોરલાલ શાહ ઃ રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ,
અમદાવાદ-380001 ફોન ઃ 22144663,
e-mail: goorjar@yahoo.com ****
મુદ્રક : ભગવતી ઑફસેટ
સી ૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380004
અર્પણ આગવી કાર્યદક્ષતા અને અવિરત કર્મશીલતા, સમાજના કાજે ઘસાઈને ઊજળા થવાની ભાવના ધરાવનાર, સ્નેહ, સૌજન્ય અને સદ્ભાવની પ્રેરણામૂર્તિ
શ્રી પી. કે. લહેરી
અને
શ્રીમતી નીલાબહેન લહેરીને સાદર અર્પણ
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
આરંભે ધ્યેયસિદ્ધિ માટે જીવન જીવનારા એવા માનવીઓની અહીં સત્ય-કથા છે કે જેમણે જગતની વર્તમાન પરિસ્થિતિને જુદી દૃષ્ટિએ જોઈ છે અને એના ઉકેલ માટે પોતાનો આગવો માર્ગ અપનાવ્યો છે. આવા માટીએ ઘડ્યાં માણસો આ જગતની ધૂળમાં રત્નોની માફક વેરાયેલા છે. એવાં માનવરત્નોની આ કથા છે, જેમણે પોતાના અંતરના અવાજ-Inner Voice-ને અનુસરીને પોતાના હેતુની સિદ્ધિ માટે આકરી તપશ્ચર્યા કરીને અંતે સફળતા મેળવી હોય.
આ માટે અથાગ પ્રયાસ કરતી વખતે એને ઊંચા પગારની નોકરી, સુખસાહ્યબી કે એશઆરામભર્યું જીવન સહેજે આકર્ષતું નથી, બલકે એ પોતાના નવા માર્ગે એકલવીરની માફક પ્રયાણ આદરીને પોતાની આગવી દુનિયા રચવા માગે છે, ધ્યેયસિદ્ધિને માટે એને કહ્યુંલા અને અકથ્ય એવા ઘણા પડકારો ઝીલવા પડે છે. કપરો પરિશ્રમ ખેડવો પડે છે. કોઈ પર્વતારોહક જેમ એક એક ડગલું ભરીને પર્વત પર આરોહણ કરતો જાય, એ રીતે પોતાની શારીરિક મર્યાદાઓની વચ્ચેથી માર્ગ કાઢીને એ શિખર ભણી જતો હોય છે. આને માટે કોઈએ વૃદ્ધત્વની કે અંધત્વની સીમા ઓળંગવા સાહસ કર્યું, તો કોઈ જીવલેણ રોગ સામે એકલે હાથે ઝઝૂમનારા સંશોધકો પુરવાર થયા. કોઈએ તરછોડાયેલાં બાળકોની, તો કોઈએ ભૂખ્યા રસ્તે રઝળતા લોકોની ચિંતા કરી.
માનવીના હિંમત, ખમીર, સાહસ અને અશક્યને શક્ય કરવાના પુરુષાર્થના સંદર્ભોમાં ‘અપંગનાં ઓજસ', ‘તને અપંગ, મને અડીખમ' અને ‘નહીં માફ નીચું નિશાન ' જેવાં પુસ્તકોની સાથે આ પુસ્તક પણ વાચકોને ગમશે. આ પુસ્તકના પ્રકાશન માટે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહનો આભારી છું. આશા રાખું છું કે આ પુસ્તક પ્રત્યેક વ્યક્તિને માટીના માનવીઓની વાસ્તવિક સંઘર્ષ-કથાનો હૃદયસ્પર્શી ખ્યાલ આપશે અને એને પોતાના અંતરના અવાજને અનુસરવાનું સાહસ બક્ષશે. ૨૨-૮-૨૦૧૬
કુમારપાળ દેસાઈ અમઘવાદ
૧. કરુણાની અક્ષયધારા ૨. તમન્નાનાં તપ ૩. પ્રાણીપ્રેમની બલિવેદી પર ૪. લોખંડી દાઘજી ૫. *કોઈક દિવસ' ૬. ભીતરનો અવાજ ૭. ભારતકેસરી ૮. અબોલ બાળકોનો અવાજ ૯. આકાશ મારી મુઠ્ઠીમાં ૧૦. મન કે હારે હાર, મન કે જીતે જીત ૧૧. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ ઠારનાર ૧૨. પડખામાં મોત અને જીવન માટેનો જંગ ! ૧૩. પહેલું ક્લિનિક ૧૪, ‘સુપરમેનનો સૌથી મોટો ‘રલ’ ૧૫. ભલાઈની ભીખ ૧૬. વાંસળી અને મોરપિચ્છ ૧૭. કૅન્સરનો શિકાર કે કૅન્સરના વિજેતા ? ૧૮. અંધને અશક્ય ?
Page #5
--------------------------------------------------------------------------
________________
માટીએ ઘડ્યાં માનવી
a કુમારપાળ દેસાઈ 2
સાહિત્યસર્જન વિવેચન : શબ્દસંનિધિ * ભાવન-વિભાવન * શબ્દસમીપ * સાહિત્યિક નિસબત ચરિત્ર : લાલ ગુલાબ “ મહામાનવ શાસ્ત્રી * અપંગનાં ઓજસ * વીર રામમૂર્તિ * સી. કે. નાયડુ * ફિરાક ગોરખપુરી * લોખંડી દાદાજી * લાલા અમરનાથ * આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર * માનવતાની મહેંક * જીવતરની વાટે, અક્ષરનો દીવો * તને અપંગ, મન અડિખમ * માટીએ ઘડ્યાં માનવી પત્રકારત્વ : અખબારી લેખન અનુવાદ : નવવધૂ (આફ્રિકન લેખક ઑસ્ટિન બુકન્યાની નાટ્યકૃતિનો અનુવાદ) નવલિકાસંગ્રહ : એકાંતે કોલાહલ સંપાદન : સાહિત્ય અને પત્રકારત્વ જ નર્મદઃ આજના સંદર્ભમાં જ બાળસાહિત્ય સંગોષ્ઠિ * એકવીસમી સદીનું બાળસાહિત્ય * અદાવત વિનાની અદાલત * એક દિવસની મહારાણી “ હું પોતે (નારાયણ હેમચંદ્ર) + The unknown life of Jesus Christ * ચંદ્રવદન મહેતા નાટ્યશ્રેણી ભા. ૧ થી ૫ ચિંતન : ઝાકળ ભીનાં મોતી ૧-૨-૩ * મોતીની ખેતી * માનવતાની મહેક * તૃષા અને તૃપ્તિ " શ્રદ્ધાંજલિ * જીવનનું અમૃત * દુ:ખની પાનખરમાં આનંદનો એક ટહુકો * મહેંક માનવતાની * ઝાકળ બન્યું મોતી * ક્ષણનો સાક્ષાત્કાર * ફૂલની આંખે, ઝાકળ મોતી " ક્ષણનો ઉત્સવ * પ્રસન્નતાનાં પુષ્પો * શ્રદ્ધાનાં સુમન જે જીવનનું જવાહિર મનની મિરાત * શીલની સંપદા બાળસાહિત્ય : વતન, તારાં રતન * ડાહ્યો ડમરો * કેડે કટારી, ખભે ઢાલ * બિરાદરી * મોતને હાથતાળી * ઝબક દીવડી * હૈયું નાનું, હિંમત મોટી * નાની ઉંમર, મોટું કામ * ભીમ * ચાલો, પશુઓની દુનિયામાં ૧-૨-૩ * વહેતી વાતો * મોતીની માળા * વાતોનાં વાળુ * ઢોલ વાગે ઢમાઢમ * સાચના સિપાહી • કથરોટમાં ગંગા હિંદી પુસ્તકો : દિન તન, મન મન + આનંદન અંગ્રેજી પુસ્તકો : Jainism : The Cosmic Vision & The Brave lleart * APinnacle of Spirituality * Our life in the context of five Anuvrat and Anekantwad Influence of Jainism on Mahatma Gandhi Tirthankara Mahavir Glory of Jainism * Non-violence: A way of life * Stories from Jainism. (તથા સંશોધન, સંપાદન તેમજ હિંદી અને અંગ્રેજીમાં અન્ય ત્રીસ પુસ્તકો)
કુમારપાળ દેસાઈ
Page #6
--------------------------------------------------------------------------
________________
કરુણાની અક્ષયધારા
ઝાકઝમાળ ભરેલી દુનિયામાં બેહાલ ઇન્સાનના દિલની વેદના કે પેટની ભૂખની કોને ખબર છે ? ભવ્ય ઉત્સવોમાં વાગતાં બેંડવાજાં કે ડી.જે. અથવા ધાર્મિક મહોત્સવોમાં ઊડતી ધનની આંધળી રેલમછેલ કે પછી રાજકીય રૂઆબ છાંટવા માટે વપરાતા કરોડો રૂપિયાના ખણખણાટમાં ભૂખ્યા પેટનો તરફડાટ કોને સંભળાય ? એ ફૂટપાથ, લૅટફૉર્મ કે રસ્તે રઝળતી જિંદગીને કોણ આશાયેશ આપી શકે ? ઈશ્વરે માનવીને પેટ આપવાની સાથોસાથ ભુખની અસહ્ય પીડા આપી છે. જેણે ભૂખનું જીવલેણ દુ:ખ વેઠ્યું છે, એની કહાની લખવા માટે આંસુની કલમ પણ બેજાન છે.
ઊંચા આવાસો, સિદ્ધિ-પ્રસિદ્ધિના
સમારંભો કે પછી થતાં ભવ્ય આયોજનો નારાયણન્ ક્રિશ્નન્ કરનારને ક્યારેય કોઈ ફૂટપાથ પર કે કોઈ
પુલની નીચે બેહાલ દશામાં, ભૂખથી તરફડતા
Page #7
--------------------------------------------------------------------------
________________
માનવીઓ નજરે પડ્યા છે ખરા ? આવા ફટેહાલ, ચીંથરેહાલ અને બેહાલ માનવીને જોઈને કોઈએ એના તરફ લાગણીભરી મીટ માંડી છે ખરી ? કે પછી મંદિરમાંથી બહાર નીકળતા રસ્તા પર બેઠેલાં અને હાથ લંબાવીને ભીખ માગતાં વૃદ્ધ કે વૃદ્ધાઓ તરફ નફરતભરી નજર ફેંકી છે ?
આ દુનિયાની તાસીર એવી બદલાઈ ગઈ છે કે એ ભૂખ્યા અને
ચીંથરેહાલ લોકોને પોતાના દિલની હમદર્દી આપવાને બદલે એમને પ્રખર દુશ્મન માને છે. જાણે કોઈ શત્રુ આક્રમણ કરવા ધસી આવ્યો હોય એમ એને નજીક આવતાં તરછોડે છે, ધિક્કારે છે, એના તરફ ડોળા કાઢે છે અથવા તો મોં મચકોડે છે. અન્નને માટે વલખાં મારતાં લોકો કચરાના ગંજમાંથી ખાવાના ટુકડા શોધતાં હોય છે. એમના હાડપિંજર જેવા શરીરને પોષવા માટે એમની આ સૌથી મોટી જીવન-મથામણ હોય છે. કોઈ લગ્નસમારંભ પછી બહાર ફેંકી દીધેલા અન્નને માટે પડાપડી થતી હોય છે અને આવું એઠું, નાખી દેવા માટે રાખેલું અન્ન આપનાર પણ એ માગણોને ધિક્કારતા હોય છે. એના તરફ ગાળો કે અપશબ્દો બોલતા હોય છે અને પછી કોઈ દાનેશ્વરી ‘દાન’ કરે, એ રીતે એ એઠું, વધેલું યા વાસી અન્ન એમના તરફ ફેંકતા હોય છે.
આપણા દેશમાં પેટની ભભૂકતી આગથી સિસકતી જિંદગીઓ ચોપાસ રઝળતી હોય છે અને ક્યારેય જગતના રક્ષણહાર, માનવીના તારણહાર, કરુણાના સ્વામી અને અનુકંપાના સ્રોત સમાન પ્રભુનાં ગુણગાન ગાનારાઓએ આ જિંદગીની વેદના જાણવાનો લેશમાત્ર પ્રયાસ કર્યો નથી, એમના તરફ દૃષ્ટિ ફેરવી નથી અને એથી આવી અનેક જિંદગીઓ પારાવાર ભૂખથી મરવાને વાંકે જીવતી હોય છે. અને કેવી હોય છે એ જિંદગી ?
માંડ માંડ અંગ ઢાંકે એવું ફાટેલું કપડું હોય છે, વધી ગયેલા વિખરાયેલાં દાઢી-વાળ હોય છે, રોજેરોજ ભૂખ સામે જંગ ખેલતાં એમની કમર સાવ બેવડ વળી ગઈ હોય છે. એમના ચહેરા પર માત્ર ને માત્ર ઉદાસી હોય છે. આંખોમાં શૂન્યતા હોય છે અને માત્ર શ્વાસ ચાલતો હોવાથી જીવતા હોવાનો અહેસાસ આપે છે. આ રઝળતા માનવીઓની જિંદગીમાં જો કોઈ ડોકિયું કરે, તો ખ્યાલ
આવે કે આમાં એવાં કેટલાંય હોય છે કે જેમની પાસે ભીખ માગવાની પણ શક્તિ હોતી નથી. એમને એમનું ઘર યાદ નથી, કારણ કે જિંદગીમાં રહેવા
2 • માટીએ ઘડ્યાં માનવી
lenovo
માટે ઘર મળ્યું હોય તો યાદ રહે ને ! માતા અને પિતા એ તો દૂરની વાત છે, અરે ! કેટલાંકને પોતાનાં નામ સુધ્ધાં યાદ નથી !
આવી સ્થિતિ કોણે જોઈ નથી? પણ કોઈ નારાયણન્ ક્રિષ્નન્ જેવો વિરલ માનવી હોય છે કે જે બીજાનાં દુઃખને પોતાના હૃદયમાં સમાવીને પોતાની શક્તિ અને ક્ષમતાથી એમને મદદ કરે છે. તમિલનાડુના મદુરાઈના નારાયણન્ ક્રિશ્નના જીવનમાં એક જ સ્વપ્ન હતું અને એ સ્વપ્નું એ હતું કે અવ્વલ દરજ્જાના ‘શૅફ’ બનવું અને તે પણ કોઈ ફાઇવ સ્ટાર હોટલના. હજી માંડ વીસી વટાવી એ બાવીસમા વર્ષમાં પ્રવેશ્યો. કૉલેજમાં સૌથી કામયાબ ‘શૅફ’ માટેનો અવૉર્ડ મેળવી ગયો. એક એકથી ચડિયાતી મોંથી વાનગીઓ વચ્ચે એની જિંદગી સુખેથી પસાર થતી હતી. અને નસીબે એવો સાથ આપ્યો કે એને બેંગાલુરુની ફાઇવ સ્ટાર તાજ હોટલમાં શૅફની નોકરી મળી.
ભૂખ્યા અને ગરીબ લોકોને ભોજન કરાવતો નારાયણ ક્રિષ્નન્
જિંદગીનાં મોટાં સ્વપ્નો ઘણી નાની વયે સિદ્ધ થયાં અને અતિ ધનાઢ્ય અને પ્રસિદ્ધ લોકો માટે આંગળાં ચાટી જાય એવી ડિશ તૈયાર કરવી, એ એના જીવનનું અંતિમ ધ્યેય હતું. જિંદગીમાં તરક્કીનો એક નવો રાહ ખૂલી ગયો અને એને સ્વિટ્ઝર્લેન્ડની એક ફાઇવ સ્ટાર હોટલમાં શૅફની નોકરી માટેની ઑફર મળી. પગારના આંકડાઓ વધતા જતા હતા અને જિંદગીમાં એમ હતું કે હવે સુખનાં સઘળાં સ્વપ્નો પૂરાં થશે. આવે સમયે નારાયણન્ ક્રિશ્નનુ માતાપિતાને મળવા માટે બેંગાલુરુથી મદુરાઈ આવ્યો. મનમાં એવી ઇચ્છા પણ
કરુણાની અક્ષયધારા * 3
Page #8
--------------------------------------------------------------------------
________________
ખરી કે સ્વિટ્ઝર્લેન્ડમાં કાયમી નોકરી સ્વીકારતાં પહેલાં થોડો સમય માતાપિતા સાથે વહાલથી વિતાવું.
દક્ષિણ ભારતના મદુરાઈ શહેરના મંદિરે દર્શન કરવા જતો હતો. આ સમયે રસ્તામાં પસાર થતી વખતે એણે એક દૃશ્ય જોયું અને એ દૃશ્ય નારાયણન્ના જીવનનાં સઘળાં સ્વપ્નો ધરાશાયી કરે તેવો ધરતીકંપ સર્જ્યો. એણે જોયું તો એક પુલ નીચે એક અતિ વૃદ્ધ માનવી પોતાના જ મળની અંદરથી અનાજના દાણા શોધી રહ્યો હતો. આ દૃશ્યએ નારાયણને કંપાવી મૂક્યો.
પહેલાં તો લાગ્યું કે શું આ ખરેખર હકીકત છે કે સ્વપ્ન ? એનું મન એનો સ્વીકાર કરવાની ના પાડતું હતું. એ થોડી વાર ઊભો રહ્યો. જમીન સાથે જડાઈ ગયો. આ કોઈ ભૂત તો નથી ને ! પણ જ્યારે આ દશ્ય કઠોર-નઠોર વાસ્તવિક હકીકત છે, એમ જાણ્યું ત્યારે એનું સમગ્ર અસ્તિત્વ હચમચી ઊઠ્યું. એને વૈભવી હોટલોમાં અત્યંત મોંઘી કિંમતે મોજમજા કરતા લોકોના ચહેરાઓ યાદ આવ્યા. એ લોકો ઉદરપૂર્તિ અર્થે આવતા નહોતા, પણ મનોજને માટે આવતા હતા. કોઈ દોસ્તી બાંધવા માટે આવે, કોઈ દંભ કે દેખાવ લઈને આવે. કોઈ નાણાં ઉડાડવા આવે છે અને આમતેમ થોડુંઘણું ખાઈને બાકીનું એંઠું મૂકી વિદાય લેતા હતા. ડિશમાંની માંડ અડધી વાનગીઓ આરોગે અને બાકીની બધી એમ ને એમ પડી રહે.
એણે વિચાર્યું કે હું તળેલા ભાતની પ્લેટ મારી હોટલમાં છસ્સો રૂપિયામાં આપું છું અને આવી મોંઘી વાનગીઓ ખાવા આવનાર એ પ્લેટમાંથી ક્યારેક એકાદ ચમચો આરોગે છે. અડધું ભોજન એંઠું મૂક્યા પછી એ ભોજનના આનંદની રસભરી ચર્ચા કરે છે. કોઈ બિઝનેસની વાત કરે છે તો કોઈ રંગતભરી જિંદગી માણે છે. શું હું આવા લોકોને માટે ઉત્કૃષ્ટ વાનગીઓ બનાવવા મારી જિંદગી ખર્ચી રહ્યો છું ? ક્યાં આવી જિંદગી અને ક્યાં મારા ખુદના શહે૨માં નિરાધાર, બેસહારા વૃદ્ધ માનવીને પોતાની જ વિષ્ટાના ઢગમાંથી દાણા ફંફોળીને ખાવાની લાચારી !
આ દશ્ય નારાયણની ભીતરમાં વિસ્ફોટ સર્જ્યો. એ નજીકની રૅડી તરફ દોડ્યો. એમાં જે કોઈ ખાવાનું હતું તે આપવાનું કહ્યું. રેંકડીવાળા પાસે 4 • માટીએ ઘડ્યાં માનવી
ગરીબ, ભૂખ્યા અને વૃદ્ધોનો સાથી નારાયણન્ ક્રિષ્નન્
માત્ર ઈડલી હતી. નારાયણને પાંચ ઈડલી ખરીદી અને દોડ્યો પેલા પુલ નીચે પોતાની વિષ્ટામાંથી દાણા ખોળતા વૃદ્ધ પાસે. એણે કેળના પાનમાં રાખેલી પાંચ ઈડલી એની સામે ધરી.
એ જોઈને વૃદ્ધની ગમગીન આંખોમાં આશ્ચર્ય ઊપસી આવ્યું. એણે નારાયણન્ તરફ જોયું અને પછી એ પાંચે ઈડલી અતિ ઝડપથી ખાવા લાગ્યો. નારાયણને એણે ભોજન કરતો જોયો. શૅફ હોવાને કારણે એને ભોજન કરતા લોકો સાથે વર્ષોથી ઘરોબો હતો. પણ ક્યારેય કોઈને આટલી ઝડપથી ઈડલી ખાતાં કે ભોજન કરતાં જોયા નહોતા. એ ભૂખ્યોડાંસ વૃદ્ધ એના ધ્રૂજતા હાથે ઈડલી ખાતો હતો, પણ એની આંખમાંથી અનરાધાર આંસુ વહ્યે જતાં હતાં. એ આંસુ કેટલાય દિવસોની કડકડતી ભૂખ તૃપ્ત થયાના હર્ષનાં આંસુ હતાં. એની ઉદરતૃપ્તિના આનંદનાં એ આંસુ હતાં.
નારાયણન્ ક્રિશ્નન મંદિરમાં દર્શન કરીને ઘેર આવ્યો, પણ એના મનમાં પ્રચંડ ઝંઝાવાત જાગ્યો. શું પોતે સેવેલાં સુખનાં સઘળાં સ્વપ્નાં એટલાં બધાં સ્વાર્થી હતાં કે આસપાસની દુનિયા તરફ એણે ક્યારેય જોયું જ નહીં ? શું એણે
કરુણાની અક્ષયધારા * 5
Page #9
--------------------------------------------------------------------------
________________
નિરાધારની દાઢી કરતો નારાયણનું ક્રિષ્નનું
સિદ્ધિની એવી દોટ મુકી કે જેણે દેશના મહિને સાત આંકડાવાળા પગારથી સંતોષ નહીં માનીને વિદેશમાં વસવાનું નક્કી કર્યું? શું પોતે ઉત્તમ વાનગીઓ બનાવીને સહેજે ભૂખ વિનાના ધનિકોના મનોરંજન માટે કે એમના ચટાકેદાર સ્વાદ માટે જિંદગી જીવવાનો નિર્ધાર કર્યો છે ?
એ રાત્રે નારાયણનું સૂઈ શક્યો નહીં. મનમાં આ વિચારોએ એવું તોફાન જગાવ્યું કે મારા દેશમાં ઘરવિહોણાં હજારો લોકો ઉકરડામાં ખાવાનું શોધતાં રોજ ભૂખ્યા સૂઈ જાય છે. એમની જિંદગી રસ્તા પર રખડતાં પ્રાણીઓથી પણ બદતર હોય છે. કોઈ એઠું-જૂઠું કે કેટલાય દિવસનું વાસી ખાવાનું મળે, તોપણ એ હોંશે હોંશે ખાતાં હોય છે. વૈભવી હોટલોની બહાર જ્યારે એંઠું ભોજન ફેંકવામાં આવે છે, ત્યારે એને ઝડપવા માટે ચાંચ મારતા કાગડાઓ વચ્ચેથી એ ટુકડો ઝડપી લેવા જોર લગાવતાં ગરીબ બાળકો યાદ આવ્યાં.
આ ગરીબો બીમાર છે, નિરાધાર છે અને કેટલાક જિંદગીની હાલતને કારણે માનસિક રીતે પાગલ જેવા બની ગયાં છે. એમની કોઈ સંભાળ લેતું નથી, એવાં લોકોનું શું ?
પછીના દિવસે સવારે નારાયણનું ક્રિશ્નને લાખો ડૉલરની કમાણી આપતી નોકરી ઠુકરાવીને જે મણે જિંદગીમાં માત્ર ઠોકરો જ ખાધી છે એવાં લોકોને માટે કામ કરવાનું નક્કી કર્યું.
એ દિવસે નારાયણનું ક્રિઝનને વાનગીઓ બનાવી, પરંતુ કોઈ હોટલના આલીશાન ખંડમાં સાથીઓના સાથથી બનાવી નહીં, પરંતુ પોતાના ઘરના રસોડામાં એણે ભોજન બનાવ્યું. પોતે રાંધેલું ભોજન લઈને એ પેલા વૃદ્ધને જમાડવા માટે ગયો. આગળના દિવસે એ લાચાર અને નિર્બળ વૃદ્ધ જે ઝડપથી ઈડલી ખાઈ ગયો હતો, એ સ્મરણ એના મનમાંથી ખસ્યું નહોતું, પણ આજે એણે એ અશક્ત વૃદ્ધને પોતાના હાથે ભોજન ખવડાવ્યું અને પછી તો નારાયણનું ક્રિશ્નન્નો આ રોજિંદો ક્રમ બની ગયો.
અઠવાડિયા પછી નારાયણનું ક્રિશ્નનું મદુરાઈ છોડીને બેંગાલુરુ પાછો આવ્યો. તાજહોટલમાં પોતાની નોકરી પર હાજર થયો અને પછી રોજિંદા ક્રમ પ્રમાણે એ અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં જોડાયો, પરંતુ હવે એ વાનગીનો સ્વાદ એને બેસ્વાદ લાગતો હતો. એની મઘમઘતી સુગંધ એને
6 * માટીએ ઘડ્યાં માનવી
ગૂંગળાવનારી લાગતી હતી. પહેલાં તો કોઈ નવી વાનગી બનાવવા માટેનો એનો ઉત્સાહ એવો હતો કે પોતાના મહેમાનોને ખુશ કરવા કોઈક એવી નવી જ વાનગી બનાવું કે જેનો સ્વાદ એમની જીભે ચોંટી જાય, પણ હવે એનું મન કામમાં લાગતું નહોતું. પોતાની સામે વાનગીઓ માટેનાં શાકભાજી અને મસાલાઓનો ઢગલો પડ્યો હતો, પરંતુ એની નજર સામે બે કોળિયા માટે તરફડતા લોકો દેખાતા હતા. મનમાં ભારે મથામણ થઈ, બેચેની થઈ. આંખમાં જોયેલી વેદનાનાં આંસુ ઊમટી આવ્યાં અને ભીતરમાંથી એક અવાજ આવ્યો.
| ‘ક્રિષ્નનું, તું ફાઇવ સ્ટાર હોટલની હાઇ-ફાઇ વાનગીઓ બનાવનારો કાબેલ શંફ બનીને ઢગલો કલદાર મેળવવા માગે છે ? શું ભૂખ વગરના લોકોને ઉત્કૃષ્ટ ભોજન આપવા ચાહે છે ? કે પછી તું ભૂખ્યાંજનોના જઠરાગ્નિની આગ બુઝાવવા માટે સર્જાયો છે ?” અને એ ક્ષણે નારાયણન્ ક્રિશ્નને ઊંચા પગારની ઊંચી નોકરીને તિલાંજલિ આપી. બેંગાલુરુ છોડીને મદુરાઈ પહોંચી ગયો. સ્વિટ્ઝર્લેન્ડની ફાઇવ સ્ટાર હોટલની નોકરીનું મળેલું પોસ્ટિંગ પણ ઠુકરાવી દીધું ને પોતાના જ ઘરના રસોડામાં બેસીને એણે ભૂખ્યાંજનો માટે ભોજન બનાવવાનો પ્રારંભ કર્યો.
કરુણાની અયધારા 7
Page #10
--------------------------------------------------------------------------
________________
‘એક જ દે ચિનગારી'નો ઝબકારો મળી જાય, ત્યારે માનવીનું જીવન એક ક્ષણમાં પરિવર્તન પામતું હોય છે. હૃદયમાં અણધાર્યું એક એવું અજવાળું ફેલાય કે પછી એને જીવનપ્રકાશની પગદંડી મળી જાય છે અને સઘળું છોડીને કોઈ ફકીરની માફક ‘એકલો જાને રે’ની જેમ ચાલવા લાગે છે.
નારાયણન્ ક્રિષ્નને આવા ઉપેક્ષિતો માટે કામ કરવાનો નિર્ધાર કર્યો અને પોતાના ઘેરથી સંભાર, ભાત કે ઈડલી બનાવીને બેસહારા, ઘરબારવિહોણા, રસ્તે રખડતા લોકોને ભાવપૂર્વક ભોજન ખવડાવવાનું શરૂ કર્યું. એને માટે ભૂખ્યાને ભોજન આપવું એટલામાં જ કાર્યસિદ્ધિ નહોતી, પરંતુ એ ભૂખ્યા લોકોને હૃદયના ભાવથી પોતાના હાથે ભોજન કરાવવું એ એની જીવનસિદ્ધિ હતી.
નારાયણન્ ક્રિષ્નના આવા અણધાર્યા નિર્ણયે એના ઘરને ઉપરતળે કરી દીધું. એનાં માતાપિતાને લાગ્યું કે આખી જિંદગી દીકરા પાછળ ઘસી નાખી અને હવે બુઢાપામાં એને આધારે જીવવાનું આવ્યું, ત્યારે પુત્રે પાગલ જેવું પગલું ભર્યું. પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો અને અંતે એણે ઊંચામાં ઊંચી નોકરી મેળવી. એ નોકરી છોડી શા માટે નવરા માણસોનું કામ એણે પોતાને માથે લીધું ? માતાપિતાએ એનો પ્રબળ વિરોધ કર્યો. એની માતા તો વારંવાર નારાયણને ગુસ્સામાં કહેતી પણ ખરી કે ‘ગરીબોને મદદ કરવી સારી બાબત છે, પણ બધું છોડીને એની પાછળ ખુવાર થવું એ જિંદગીની સૌથી મોટી ભૂલ છે. જો જુવાનીને ભૂખ્યાજનોની પાછળ ઘસી નાખીશ, તો બુઢાપામાં તારે અમારી માફક ભૂખમરો વેઠવાનો વારો આવશે.’
નારાયણન્ માતાપિતાની હૃદયની પીડાને અને એમની વ્યાકુળ મનઃસ્થિતિને સમજતો હતો. માતાપિતાએ પેટે પાટા બાંધી નારાયણને ભણાવ્યો હતો. એને માટે તેઓ ઘણી કરકસરથી જીવ્યાં હતાં અને હવે જ્યારે ઊંચી કમાણીનાં સ્વપ્નો સાકાર થઈ ગયાં હતાં, ત્યારે એણે એ તમામ સ્વપ્નોનો છેદ ઉડાડી દીધો !
એક દિવસ નારાયણને અતિ વ્યથિત મમ્મીને કહ્યું, ‘તમારું દુ:ખ અને આઘાત હું સમજું છું, પણ સાથોસાથ તમે મારા દિલની વાત પણ સમજો. તમે મારી સાથે આવો. મારું કામ જુઓ અને પછી તમે જો ના કહેશો, તો સદાને 8 • માટીએ ઘડ્યાં માનવી
માટે આ કામને હું તિલાંજલિ આપી દઈશ.’
પહેલાં તો એની મમ્મી તૈયાર થઈ નહીં, પરંતુ અંતે પુત્રના અતિ આગ્રહને શરણે ગઈ. નારાયણન્ એમને આસપાસના વિસ્તારમાં લઈ ગયો. એમાં વસતા ગરીબ-ભૂખ્યાજનોની હાલત બતાવી. મૂરઝાઈ ગયેલા નિરાધારોના ચહેરાઓ એના ભોજનથી કેવા હસી ઊઠે છે તે બતાવ્યું. દુઃખી, તરછોડાયેલા લોકોના મુખ પરના અનુપમ સંતોષને એની માતાએ નજરે જોયો. આમ છ કલાક સુધી ફરીને નારાયણન્ ઘેર પાછો આવ્યો અને પછી એ મમ્મીને અભિપ્રાય પૂછે, તે પહેલાં જ એનાં મમ્મીએ કહ્યું, ‘બેટા, તું જીવનભર આ લોકોને ખવડાવવાનું કામ કરજે. હું તને ખવડાવીશ.'
થોડા દિવસો પસાર થયા. નારાયણને જોયું કે મેલા-ઘેલા, દાઢી-મૂછ વધી ગઈ હોય તેવા રઝળતા લોકોને માત્ર ભોજન ખવડાવવું એ જ પૂરતું નથી. એમની પૂરતી સારસંભાળ પણ લેવી જોઈએ. આથી એણે એક વાળ કાપનારા નાઈને ત્યાં પાર્ટટાઇમ કામ કરવાનું શરૂ કર્યું. આ જોઈને ઘણાને આંચકો લાગ્યો, એમને સમજાયું નહીં કે આટલું બધું ભણેલો-ગણેલો બ્રાહ્મણ કુળનો છોકરો દાઢી-વાળ કાપવાનું કામ કેમ શીખે છે ? કઈ રીતે અસ્ત્રો ચલાવવો, દાઢી કરવી અને હજામત કરવી એ શીખી લીધું. અરે ! એ વાળ કાપવાની આઠ પ્રકારની સ્ટાઇલમાં માહેર બની ગયો !
આ સઘળું જોઈને કેટલાકે તો એમ માન્યું કે આને હજામના ધંધામાં લોટરી લાગી લાગે છે, માટે આ ધંધો શીખે છે ! કોઈએ વિચાર કર્યો કે આને કોઈ ફાઇવ સ્ટાર હેરકટિંગ સલૂન ખોલવી છે પણ થોડા સમય બાદ તો સહુએ નારાયણને એની કિટમાં કાંસકો, કાતર અને અસ્ત્રો લઈને ફરતો જોયો. અચાનક એક નિરાધારની દાઢી કરતો જોયો અને સહુને ભેદ મળી ગયો. પહેલાં એણે એક વાર એક હજામને વિનંતી કરી હતી, કે જરા આના વાળ કાપી આપ. પૈસા હું તને આપીશ. પરંતુ એ નિરાધાર પાગલનું મોં જોઈને જ વાળંદ ભડકી ગયો હતો. વાળ કાપવાની વાત તો બાજુએ રહી. આજે એ ભૂખ્યાઓને ભોજન આપવા નીકળે, ત્યારે ચોખાના મોટા તપેલાની સાથોસાથ શેવિંગ કિટ પણ લેતો જાય. અને પછી રસ્તા પર પડેલા, મેલા-ઘેલા, ગંદા ગોબરા લોકોને સાફસૂથરા રાખવાનું કામ શરૂ કરી દીધું.
કરુણાની અક્ષયધારા * 9
Page #11
--------------------------------------------------------------------------
________________
દુઃખીઓના દિલાસા જેવા નારાયણનો દિવસ વહેલી સવારે ચાર વાગ્યાથી શરૂ થાય છે. એની આખી ટીમ એકસો પચીસ માઈલ જેટલે દૂર દૂર સુધી જાય છે. ગમે તેટલી કડકડતી ઠંડી હોય કે પછી બળબળતો તાપ હોય, તો પણ એમનું આ રોજિંદું કાર્ય અટકતું નહીં. સમાજ ગરીબોની પ્રત્યે મોં ફેરવી લેતો હોય છે, ત્યારે નારાયણન્ કોઈ ખૂણે-ખાંચરે, નિર્જન જગામાં રહેલા ગરીબોની શોધ કરે છે. શહેરના પુલની હેઠળ કે મંદિરોની આસપાસ બેઠેલા નિરાધારોની શોધ કરી, એમને નારાયણન્ પોતે તૈયાર કરેલું ભોજન આપે છે. એ ભોજન પૌષ્ટિક, શાકાહારી, સ્વાદિષ્ટ અને ગરમાગરમ હોય છે. નારાયણન્ અને એની ટીમ આ લોકોને ભાવથી ભોજન ખવડાવે છે. રોજ આવા ચારસો લોકોને ભોજન આપે છે અને આને માટે સવાર, બપોર અને સાંજનું ભોજન પહોંચાડવા માટે એમને સતત ફરવું પડે છે.
આ નિરાધાર લોકોમાં ભીખ માગવાની શક્તિ હોતી નથી. મદદ માગવા માટે શબ્દો હોતા નથી અને આભાર માનવાની ત્રેવડ હોતી નથી. લોકો એમને દુશ્મન ગણે છે, હડધૂત કરે છે, જ્યારે નારાયણન્ એમના ભય, ગભરાટ, ઉપેક્ષા અને માનવીય દુઃખની વેદનાને સમજે છે. ક્યારેક કોઈ નારાયણને એમ કહે કે ‘તમે આટલી બધી પળોજણ શા માટે કરો છો ? હોટલો કે રેસ્ટોરાંમાં વધેલો ખોરાક મેળવીને એમને આપી દેતા હો તો ! ભોજન સમારંભોમાં છાંડેલો ખોરાક એમને ખવડાવો તો શું વાંધો ? એંઠો મૂકેલો ખોરાક આપો તોય, એમણે તો પેટ ભરવાથી જ કામ છે ને !' નારાયણનું આવું કરવાની ઘસીને ના પાડે છે.
વળી કેટલાક એવી વણમાગી સલાહ આપે છે કે તમે આ ઈડલી, સંભાર અને ભાત આપો છો, તેમાં રેશનના કે હલકી જાતના ચોખા વાપરો તો શું વાંધો? આ બધાને નારાયણનો એક જ જવાબ છે, “તમે કોઈ છાંડેલો, એંઠો મૂકેલો, હલકા અનાજવાળો કે નિમ્ન કક્ષાનો આહાર આરોગી શકો ખરા? હું ખુદ આવો ખોરાક ખાઈ શકું નહીં, અને જે ખોરાક હું ખાઈ શકું નહીં એ ખોરાક મારા જેવા માનવીને શા માટે ખવડાવવો જોઈએ ?'
આને કારણે એ એવો એંઠો, છાંડેલો, ખોરાક લેતો નથી, પરંતુ ઉત્સવો, લગ્નસમારંભો કે જન્મદિવસ જેવા પ્રસંગોએ એ સ્થાનિક દાતાઓના સંપર્કમાં રહે છે, જે લોકો આવા પ્રસંગોએ દાન આપવાની ભાવના દાખવે એમનાં દાન 10 • માટીએ ઘડવાં માનવી
સ્વીકારે છે.
નારાયણએ આજથી અગિયાર વર્ષ પહેલાં ‘અક્ષય ટ્રસ્ટ’ નામની સંસ્થાની સ્થાપના કરી. એ કહે છે કે ‘અક્ષય’ એ સંસ્કૃત શબ્દ છે અને જેનો અર્થ થાય છે ‘ક્ષય ન થાય તેવું એટલે કે અવિનાશી.’ પરંતુ સાથોસાથ એ સૂચવે છે કે માનવીની કરુણાનો કદી ક્ષય થવો ન જોઈએ. બીજાને મદદ કરવાની એની ભાવના હંમેશાં જળવાવી જોઈએ. વળી હિંદુ પુરાણમાં અન્નપૂર્ણા દેવીનું પાત્ર એ ‘અક્ષયપાત્ર’ છે. અક્ષયપાત્રને માટે એમ કહેવાય કે જે સતત ભૂખ્યાને ભોજન આપે છે અને તેમ છતાં એ કદી ખૂટતું નથી.
આ ટ્રસ્ટને દેશ અને વિદેશથી સહાય મળે છે, પરંતુ આ દાન માત્ર મહિનાના બાવીસ દિવસ ચાલે એટલું હોય છે, બાકીની ખોટ એના દાદાએ આપેલા ઘરમાંથી મળતા ભાડાને ઉમેરીને પૂરી કરે છે. એ ‘અક્ષય’ના સાદા રસોડામાં પોતાના સાથીઓ સાથે સૂએ છે અને માતાપિતા પોતાના આ હોનહાર પુત્રને સઘળી મદદ કરે છે.
નારાયણન્ કહે છે કે પિઝા લેવા જતી વ્યક્તિ રસ્તામાં પડેલી નિરાધાર વ્યક્તિને પિઝા આપી દે એવી અપેક્ષા રાખવી ખોટી ગણાય, પરંતુ શેરીમાં અડધી રાત્રે, કડકડતી ઠંડીમાં, કશાંય ગરમ કપડાં વિના ધ્રૂજતી બુઝુર્ગ વ્યક્તિને જો એક નાનકડો બ્લેન્કેટ મળે તો એમનાથી એમને જિંદગી જીવવાની હૂંફ મળે છે. સવાલ એ છે કે પોતાની મર્સીડીઝ કારમાં જતી વ્યક્તિએ આવી નિરાધાર વ્યક્તિને જોઈ હશે અને એને એ પણ ખ્યાલ આવ્યો હશે કે આવી બેહાલ વ્યક્તિને કોઈ બન કે બર્ગર મળ્યાં નથી, એ સઘળું જાણતા હોવા છતાં તેઓ ઘોર ઉપેક્ષા સાથે મર્સીડીઝ હંકારીને આગળ ચાલ્યા જશે.
નારાયણનો સવાલ એ છે કે તમારી બાજુની ફૂટપાથ પર પડેલા ભિખારીની તરફ તમે કદી નજર કરો છો ખરા ? એને અફસોસ એ વાતનો છે કે ગરીબાઈની બાબતમાં લોકો સરકારને દોષ આપે છે. સરકારને પોતાની નીતિ હોય છે અને એને પોતાના સંજોગો હોય છે, પણ એક વ્યક્તિ તરીકે તમે શું કર્યું ? અરે, તમારા નગરવાસીઓને માટે સહાયનો કેટલો હાથ લંબાવ્યો તે વિચારવા જેવું છે. એ કહે છે કે ગરીબાઈનું ચક્ર આપણા સમાજમાં અનિવાર્ય રૂપે ચાલે છે, તેમ છતાં હું કોઈ પણ માનવીને પોતાની વિષ્ટામાંથી પોતાની કરુણાની અક્ષયધારા * 11
Page #12
--------------------------------------------------------------------------
________________
ફિલ્મ સુપરહીટ નીવડી અને તેને ત્રણ નેશનલ ફિલ્મ ઍવૉર્ડ મળ્યા છે.
હવે નારાયણને નિરાધાર, મંદબુદ્ધિના અને પાગલ લોકો માટે આવાસ બાંધવાનું શરૂ કર્યું છે. એના ચાર બ્લૉક તૈયાર થઈ ગયા છે અને બીજા ચાર બ્લૉક માટે આર્થિક સહયોગની રાહ જુએ છે. એના કહેવા પ્રમાણે આ આવાસ બંધાઈ ગયા પછી માનસિક બીમારીથી પીડાતા લોકોને, ઉપેક્ષા પામતા વૃદ્ધોને અથવા તો હિંસક આક્રમણો સહેતી સ્ત્રીઓને મદુરાઈના રસ્તા પર રખડવું નહીં પડે. આવા લોકોને આ ફ્લેટમાં વસવાટ કરાવશે. એમને પોતાના આવાસને ચોખ્ખું રાખવાનું શીખવશે, બાગકામ અને રસોડામાં એમની સક્રિય મદદ લેશે. એમને મસાલાઓ અને અથાણાંઓ બનાવીને વેચાણની વ્યવસ્થા કરી આપશે. એક વાર આવા લોકો પુનઃસ્થાપિત થાય, પછી એમનાં કુટુંબીજનો સાથે એમનો પુનઃ મેળાપ કરાવવો એવું આજે તો આ ફરિસ્તાનું આયોજન છે !
ચારસો વૃદ્ધોને દિવસના ત્રણ ટંક જાતે બનાવેલું ભોજન કરાવતો નારાયણનું ભૂખ સંતોષવા અન્નનો દાણો શોધતો જોઈ શકું નહીં.
ચારસો વૃદ્ધોને દિવસના ત્રણ ટંક એમની પાસે જ ઈન ભોજન તો કરાવે છે. પણ એનો હેતુ મદુરાઈની શેરીઓમાં નરકની યાતના ભોગવતા લોકોની માત્ર ઉદરપૂર્તિનો જ નથી, પરંતુ એમનામાં જીવન માટેની નવી આશા અને હિંમત જગાડવાનો છે, એ એમને ભોજન આપે છે, એમને ભેટે છે, એમની સંભાળ લે છે અને એમને આદર-સન્માન પણ આપે છે, એમના વાળ કાપી આપે, દાઢી કરી આપે અને એમને નવડાવે પણ ખરો ! પણ સાથોસાથ નસીબની પારાવાર ઠોકરો ખાનારાના ભીતરમાં પડેલી લાગણીને જગાડે છે. આહાર એક બાબત છે, પ્રેમ બીજી બાબત છે. નારાયણનું આહાર આપીને એમને શારીરિક પોષણ આપે છે, તો પ્રેમ અને અનુકંપા દાખવીને એમને માનસિક પોષણ આપે છે. એના જેવો કોઈ બ્રાહ્મણ આવા ગંદા-ગોબરા લોકોને સ્પર્શ કરે, એમને ચોખ્ખા કરે, એમનાં દાઢી-મૂછ કાપે, એમને ભેટી પડે કે એમને ખવડાવે, એ સંભાવના નારાયણનું જોતો નથી, પણ એ એટલું જ કહે છે, મારા માટે દરેક વ્યક્તિ સમાન છે. જિંદગીનું અંતિમ પ્રયોજન શું ? આપવાનું. આપવાનું શરૂ કરી દો પછી જુઓ કે આપવાનો આનંદ કેવો અમૂલો હોય છે.
નારાયણનું ક્રિષ્નના જીવનપ્રેરિત ઉસ્તાદ હોટલ નામની મલયાલમ
12 • માટીએ ઘડવાં માનવી
કરુણોની અક્ષયધારા • 13
Page #13
--------------------------------------------------------------------------
________________
2
વાઈ ફન્ગ લી
તમન્નાનાં તપ
દિલમાં ઇન્સાનિયતનો આતા જલતો હોય, તો માનવી આખી આલમનાં દુઃખ-દર્દ અનુભવી શકે છે ! જિંદગીની જ્યોત તો હર એક માનવીમાં જલતી હોય છે, પરંતુ પોતાના દિલની જ્યોતથી અન્યના જીવનને પ્રકાશિત કરનાર માનવીઓ જ આ સતની બાંધી પૃથ્વીનો આધાર છે. ચીનના તાઈન્જિન નગરના ધૂળિયા રસ્તા પર એક પંચોતેર વર્ષનો દૂબળો-પાતળો માનવી પૅડલ રિક્ષા ચલાવતો હતો.
એક જમાનામાં માણસ પગેથી ખેંચીને રિક્ષા ચલાવતો હતો, જે કાળક્રમે પૅડલ રિક્ષા બની. કૉલકાતા મહાનગરનાં એ દૃશ્યો સહુએ જોયાં હશે, જ્યાં રિક્ષાચાલક પોતાની પેડલ રિક્ષા દ્વારા માનવસવારી લઈ જતો હોય છે. આ
પગરિક્ષા એ એશિયાની પેદાશ. મુસાફરીના સાધન તરીકે જાપાનમાં એ ૧૮૬૮માં શરૂ થઈ. એ પછી ઈ. સ. ૧૮૮૦માં ભારતમાં આવી અને ત્યારબાદ ચીનમાં પ્રચાર પામી.
ચીનમાં પૅડલ રિક્ષા એ આમજનતાનું વાહન બની રહ્યું અને નાના સાંકડા માર્ગો પરથી ચાલક પૅડલ મારતો મારતો ગ્રાહકને એના ગંતવ્ય સ્થાને લઈ જતો હોય.
એક વાર ચીનના તાઇન્ટિંગનો પંચોતેર વર્ષનો રિક્ષાચાલક વાઈ ફન્ગ લી ગ્રાહકને પોતાના ગંતવ્ય સ્થાને ઉતારીને પાછો ફરતો હતો.
આ મોટી ઉંમરે આખો દિવસ પૅડલ ચલાવવાનો થાક એના પગમાં વરતાતો હતો. એ ધીરે ધીરે એક પછી એક પૅડલ લગાવીને રિક્ષાને આગળ લઈ જતો હતો. એવામાં એણે એક મહિલાને જોઈ. એ મહિલાએ કરિયાણાની દુકાનમાંથી ઘણો માલ-સામાન ખરીદ્યો હતો. એ ખરીદેલો માલ-સામાન એક દૂબળા-પાતળા છ વર્ષના છોકરાએ ઉપાડ્યો હતો. એની શક્તિ કરતાં કરિયાણાના સામાનના થેલા ઘણા વજનદાર હતા. એ છોકરો માંડ માંડ એ ઊંચકી શકતો હતો, પરંતુ આટલું બધું વજન ઊંચક્યું હોવા છતાં એના ચહેરા પર સહેજે નિરાશા કે તંગદિલી નહોતાં. પગને મજબૂત રીતે ખોડીને આગળ વધતો એ છોકરો પૂરી નિષ્ઠાથી પોતાનું કામ કરતો હતો.
રિક્ષાચાલક વાઈ ફન્ગ લીને આ નાનકડા છોકરામાં રસ પડી ગયો. એ ઊભો રહ્યો. એણે જોયું કે કરિયાણાના આ મોટા થેલા ઊંચકીને બાજુની પૅડલ રિક્ષામાં મૂક્યા પછી પેલી મહિલા રિક્ષામાં બેઠી અને વળી એ છોકરાને પાછો બોલાવીને કહ્યું કે, ‘જરા આ થેલા ઊંચકીને આઘા-પાછા કર', ત્યારે એ છોકરાના ચહેરા પર સહેજે અણગમો કે નારાજગી ઊગ્યાં નહોતાં. મજૂરીના બદલામાં એને પેલી મહિલાએ થોડુંક પરચૂરણ આપ્યું. એ સિક્કા મળ્યા એટલે આકાશ ભણી નજર કરી. જાણે ઈશ્વરનો પાડ માનતો હોય તેમ લાગ્યું.
પછી બન્યું એવું કે વાઈ ફન્ગ લી જ્યારે જ્યારે સમી સાંજે પોતાના ઘર તરફ પાછો ફરતો હોય, ત્યારે આ છોકરાને જોતો અને એ બજારમાંથી માલસામાન ખરીદતી મહિલાઓનો સામાન પેડલ રિક્ષામાં ચડાવતો. એ માલસામાન મૂક્યા પછી મળતા મજૂરીના થોડા સિક્કા આનંદભેર સ્વીકારતો અને તમન્નાનાં તપ * 15
Page #14
--------------------------------------------------------------------------
________________
સિક્કા હાથમાં આવતાં જ માથું ઊંચું કરીને કશુંક બબડતો હોય તેમ ઈશ્વરનો આભાર માનતો. પણ બનતું એવું કે આ છોકરો સિક્કા લઈને કોઈ રસ્તા પરની રેંકડીમાંથી ખાવાનું લેવાને બદલે નજીકમાં પડેલા કચરાના ઢગલામાં હાથ ફંફોસવા લાગતો. એ ઢગલામાં ફંફોસતાં ફંફોસતાં બ્રેડનો ગંદો, નાનકડો ટુકડો મળી જતો, તો તેના ચહેરા પર સ્વર્ગ મળ્યાની ખુશાલી છવાઈ જતી. એ બ્રેડના નાના ટુકડાને શક્ય તેટલો સાફ કરીને પોતાના મુખમાં મૂકતો.
વાઈ ફન્ગ લીને આ દૃશ્ય જોઈ અતિ આશ્ચર્ય થતું. એ છોકરાના ચહેરા પર સતત તરવરતા આનંદની લાગણીને જોઈ રહેતો. આવી કારમી ગરીબી હોવા છતાં લાચારીની એક લકીર પણ એના મુખ પર દેખાતી નહીં. ભારે વજનદાર થેલા ઊંચકતી વખતે પણ એનો કામ કરવાનો ઉત્સાહ સહેજે ઓછો થતો નહીં, જે દિવસે વાઈ ફન્ગ લીએ એને ગંદો, એંઠો, કોઈએ ખાધેલો નાનો બેડનો ટુકડો સાફ કરીને મોંમાં મસ્તીથી ખાતો જોયો, તે દિવસે આ પંચોતેર વર્ષના માનવીને પહેલી વાર ગરીબીની મોજનાં દર્શન થયાં, પરંતુ સાથોસાથ આ બાળક વિશે મનમાં ઘણા પ્રશ્નાર્થો જાગ્યા. એની પાસે મજૂરી કરીને મળેલા સિક્કા હોવા છતાં એ શા માટે આ કચરાના ઉકરડામાંથી આવું કશુંક શોધતો હશે? મજૂરીના મહેનતાણામાંથી એ એકાદ બ્રેડ ખરીદી શકે તેમ હોવા છતાં એ શા માટે આવો ઉકરડો ફેંદતો હશે ?
એક દિવસ વાઈ ફન્ગ લીએ આ છ વર્ષના છોકરાને પાસે બોલાવીને હેતથી પૂછ્યું,
‘હસતે મુખે તું કામ કરે છે, તે આંખો ભરી ભરીને જોઉં છું, પણ મને એક વાત સમજાતી નથી. મજૂરીના સિક્કા મળે છે એનાથી સારી, તાજી બ્રેડ ખરીદીને ખાવાને બદલે ઉકરડામાંથી મળેલી ગંદી, એંઠી બ્રેડ શા માટે ખાય છે?”
છોકરાએ હસીને ખંધાઈથી કહ્યું, ‘સાહેબ ! એમાં શું ? ગરીબને તો પેટની આગ બુઝાવવાની હોય છે, પછી દુકાનમાંથી વેચાતી બ્રેડ મળે કે ઉકરડામાંથી.
વાઈ ફન્ગ લી પામી ગયા કે આ છોકરો કશુંક છુપાવે છે. એમણે ઉમળકાથી એ છોકરાને કહ્યું, “ચાલ, આપણે સાથે ભોજન
16 • માટીએ ઘડ્યાં માનવી
કરીએ. મારા ભોજનમાં તું ભાગ પડાવીશ તો મને ગમશે.'
વૃદ્ધ વાઈ ફન્ગ લી અને આ દુર્બળ દેહવાળો છોકરો એક ખૂણે બેઠા અને વાઈ ફન્ગ લીએ એને પોતાના ભોજનમાંથી થોડોક ભાગ આપ્યો. જે કંઈ થોડુંઘણું હતું, તે બંનેએ સાથે મળીને વહેંચીને ખાધું. આ વૃદ્ધ પુરુષ એકીટસે આ નાના બાળકને વાનગીના નાના નાના ટુકડા ખાતો જોઈ રહ્યા. એમને આ
બાળકની માયા લાગી હતી એટલે તનથી થાક્યા, પણ મનથી નહીં પાસે જઈને પૂછ્યું, ‘તારાં માતાપિતા ક્યાં રહે છે ?'
એણે કહ્યું, ‘મારાં માતા-પિતા રોજ કચરામાંથી જુદી જુદી ચીજ - વસ્તુઓ વણવાનું કામ કરતાં હતાં, પણ કોણ જાણે કેમ એક મહિના અગાઉ તેઓ અદૃશ્ય થઈ ગયાં અને તે પછી ફરીથી કદી એમને જોયાં નથી.' વાઈ ફન્ગ લી સમજી ગયા કે એક મહિના પૂર્વે એનાં માતા-પિતાનું મૃત્યુ થયું છે અને એનો સહારો છીનવાઈ ગયો છે. એમણે હેતથી પૂછ્યું, ‘પણ દીકરા, તારા ઘરમાં બીજું કોઈ તો હશે ને ? મોટો ભાઈ ખરો ?' | ‘ના, મારે બે નાની બહેનો છે. એમને માટે આ સિક્કાથી હું બ્રેડ ખરીદીશ અને મારી નાની બહેનોને ખવડાવીશ. મને આમ કરવું બહુ ગમે છે.”
વાઈ ફન્ગ લીની આંખમાંથી આંસુ સરી પડ્યાં. આ બાળકની કેવી નિરાધાર દશા ! કેવી કાળી મજૂરી અને આકરી મહેનતને અંતે જે કંઈ પરચૂરણ સિક્કા મળે તેમાંથી ખરીદેલી બ્રેડ પણ પોતાને માટે ખરીદે નહીં ! પોતાને માટે તો ગંદકીથી ઊભરાતી જગામાં ખડકાયેલા કચરાના ઢગમાંથી મળતા મેલા અને એંઠા થોડા બ્રેડના ટુકડા જ બસ !
સ્નેહના કોઈ અદૃશ્ય તાર આ બાળક સાથે બંધાઈ ગયા હોવાથી પંડલ
તમન્નાનાં તપ * 17
Page #15
--------------------------------------------------------------------------
________________
રિક્ષાના ચાલક વાઈ ફન્ગ લીએ કહ્યું,
‘તું તો ઘણી મહેનત કરે છે. ચાલ તારે ઘેર આવું.' અને આ રિક્ષાચાલક ગીચ ઝૂંપડપટ્ટીના ગંદા વિસ્તારમાં નાનકડી ખોલીમાં રહેતા આ બાળકના ઘેર આવ્યા, ત્યારે એમના પગ થંભી ગયા. એમણે જોયું તો ઘરના ખૂણામાં બે અત્યંત ગંદી અને સાવ દૂબળી હાડપિંજર જેવી છોકરીઓ બેઠી હતી. એક પાંચ વર્ષની હતી અને બીજી ચાર વર્ષની. એમનાં ફાટેલાં કપડાં ઘણાં ગંદાં હતાં, પણ પોતાના મોટા ભાઈને જોતાં તરત દોડીને એને વળગી પડી અને આ છોકરાએ પોતે ખરીદેલા બ્રેડના થોડા ટુકડા બંને બહેનોને આપ્યા.' વાઈ ફન્ગ લી આ દૃશ્ય સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. એક બાજુ બેહાલ જીવન જીવતાં બાળકોની ગરીબી હતી, તો બીજી બાજુ આ ત્રણ નાનાં નાનાં બાળુડાંઓનાં લાગણીસભર સ્નેહનાં દૃશ્યોથી થતો આનંદ હતો.
વાઈ ફન્ગ લીને ખ્યાલ આવી ગયો કે આ બાળકોને કોઈ સહારો નથી. માતા-પિતા તો ગુમાવ્યાં હતાં, પરંતુ પડોશીઓએ પણ એમની કશી દરકાર કરી નથી. માથે નાનકડી ખોલીનું છાપરું ને બીજું કંઈ નહીં !
પંચોતેર વર્ષના વૃદ્ધનું દિલ દ્રવી ગયું. મનમાં થયું કે આ લાચાર અને નિરાધાર બાળકોને કંઈક આધારરૂપ બની શકું તો કેવું સારું ! વળી એમ પણ થયું કે જ્યાં માંડ હું મારું પૂરું કરી શકું છું, ત્યાં આ બાળકોને મદદ કઈ રીતે કરી શકું? આ પંચોતેર વર્ષની મોટી ઉંમરે આકરી મજૂરી કરીને માંડ હું મારાં કપડાં ને ભોજન મેળવી શકું છું, ત્યારે આ બાળકોને કપડાં કે ભોજન આપવાની મારી કોઈ ગુંજાઈશ છે ખરી ? કોઈને મદદ કરવી હોય, તો પાસે કંઈક તો હોવું જોઈએ ને ? ગજવામાં ફૂટી કોડીય ન હોય અને દાન આપવાનો વિચાર કઈ રીતે થઈ શકે ? આખા દિવસની મજૂરી પછી માંડ પેટ પૂરતું મળતું હોય, ત્યાં બીજાના પેટની આગ કઈ રીતે ઓલવી શકાય ?
| રિક્ષાચાલકના મનમાં ઘણી મથામણ ચાલવા લાગી, પણ મનમાં એટલી તો ગાંઠ વાળી હતી કે ગમે તે થાય, તોપણ આ બાળકોને સારી જિંદગી તો આપવી જ.
આથી એ ત્રણેય બાળકોને લઈને તાઇન્જિગ શહેરના અનાથાશ્રમમાં ગયા અને આશ્રમના વ્યવસ્થાપકને કહ્યું, ‘આ ગરીબ બાળકોને તમે અહીં
18 • માટીએ ઘડ્યાં માનવી
૭૫ વર્ષના વૃદ્ધ બરફવર્ષામાં પણ સાઇકલ ચલાવે છે. રાખો. એના ખર્ચની તમે ફિકર કરશો નહીં. એમના ભોજન અને શિક્ષણનો જે કંઈ ખર્ચ થશે તે હું તમને આપીશ.’ આશ્રમના સંચાલકે આ ત્રણે બાળકોને સ્વીકાર્યો અને ભોજન-નિવાસની સગવડ આપી. વાઈ ફન્ગ લીએ ત્રણ બાળકોના ભરણપોષણની જવાબદારી તો માથે લીધી, પણ હવે એને માટેની રકમ ક્યાંથી મેળવવી ?
મનમાં ઉમદા ભાવ હોય, તો ઊજળો પંથ મળી રહે છે. બીજાના દુઃખે દુ:ખી થનારનું સુખ કદી ઓછું થતું નથી. આ રિક્ષાચાલકે મનમાં નિર્ધાર કર્યો કે અત્યારે સવારથી સાંજ સુધી રિક્ષા ચલાવું છું. હવે વહેલી સવારે ઊઠીને રિક્ષા ચલાવીશ અને મોડે સુધી કામ કરતો રહીશ. પંચોતેર વર્ષના વૃદ્ધ પોતાની કમાણીમાં વૃદ્ધિ કરી અને પોતાની આવકમાંથી થોડી રકમ પોતાના રહેઠાણના ભાડા પેટે, સવારના ભોજનની બે બ્રેડ અને સાંજના ખાણા માટે જુદી રાખતો અને બાકીના બધા પૈસા અનાથાશ્રમમાં આપવા લાગ્યો. એણે કલ્પના પણ કરી નહોતી તેમ એની આવક વધી ગઈ અને એની ઇચ્છા ફળીભૂત થઈ. એની જિંદગીને એણે નવો વળાંક મળ્યો.
એ રોજ વહેલી સવારે છ વાગ્યે રિક્ષા લઈને કામે નીકળી જવા લાગ્યો. આખી જિંદગી પંડલ રિક્ષા ચલાવી હતી એટલે ઘણા લોકો વાઈ ફન્મ લીની રિક્ષા જ પસંદ કરતા. વળી બીજા રિક્ષાવાળા વધુ ભાડું લેતા, જ્યારે વાઈ ફન્ગ લી એમની પાસેથી બહુ ઓછું ભાડું લેતો. શહેરની શેરીઓમાં સવારી મેળવવા
તેમનીનાં તપ : 19.
Page #16
--------------------------------------------------------------------------
________________
માટે અને મુસાફરોને એમના સ્થાને પહોંચાડવા માટે એ રસ્તા પર સતત દોડતો જ જોવા મળતો. એનો દેહ વૃદ્ધ હતો, પણ દિલમાં જુવાનનું કૌવત હતું.
પહેલાં સમી સાંજે રિક્ષા ચલાવવાનું એનું કામ પૂરું કરતો હતો, હવે રાતના આઠ વાગ્યા સુધી કામ કરવા લાગ્યો. બીજા રિક્ષાવાળાઓ યુવાન અને શરીરે મજબૂત હતા. વાઈ ફગ લી સુકલકડી શરીર ધરાવતો બુઝુર્ગ હતો, છતાં એ આ આકરી મહેનતથી સહેજે થાકતો નહીં.
એના ચહેરા પર સદાય હાસ્ય લહેરાતું હતું. પોતાના ગ્રાહકો સાથે એ ભાડા અંગે અગાઉ કશું ઠરાવતો નહીં. એ બાબતમાં કોઈ ચર્ચા કે વાદવિવાદમાં ઊતરતો નહીં. તેઓ જે ભાડું આપે, તે હસતે મુખે સ્વીકારી લેતો. એથીયે વધુ એને શ્રદ્ધા હતી કે મારા ગ્રાહકો મને યોગ્ય ભાડું જ ચૂકવશે. ભાડાની બાબતમાં
ક્યાં વળી ન્યાય અને અન્યાયનો તોલ કરવા નીકળવું ! એના દિલમાં જેવી ઉદારતા હતી, એવો જ એના મનમાં અહેસાસ હતો કે મારી હસમુખી સેવાના બદલામાં સવારીમાં બેસનારાઓ વાજબી ભાડું જ ચૂકવશે.
બળબળતા તાપમાં કે કારમી ઠંડીમાં એ તાઇન્જિગ શહેરના માર્ગો પર રિક્ષા ખેંચતો હોય, એનું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું હોય. સતત પૅડલ મારવાને કારણે શ્વાસ ક્યારેક ધમણની માફક ચાલતો હોય, પરંતુ ગમે તે હોય પણ એના ચહેરા પરનો ઉલ્લાસ સહેજે ઓછો થતો નહીં. આ રિક્ષાચાલક જે વિસ્તારમાં રહેતો હતો એ વિસ્તાર તાઇન્જિગનો સૌથી અસ્વચ્છ એવો ઝૂંપડપટ્ટીનો ગીચ વિસ્તાર હતો. તેમાં કેટલાક રિક્ષાચાલકો રહેતા હતા અને બીજા રસ્તા પર કચરો વીણનારા વસતા હતા.
- વાઈ ફન્ગ લી માટે એનું ઝૂંપડું માત્ર રાત્રિ-નિવાસની જગા જ હતું. જાણે રાતે સૂવા માટે ભાડું ભરતો ન હોય ? આખા દિવસની મજૂરી પછી એક જૂનું પાથરણું નાખીને એ નિરાંતે લંબાવતો હતો. ઠંડી પડે, ત્યારે લાકડાની પેટીમાંથી ફાટેલો, તૂટેલો અને સાંધેલો બ્લેન્કેટ ઓઢતો હતો. ભોજન માટે પતરાની એક ડિશ અને પાણી પીવા માટે પતરાનું એક કંન હતું.
ઝૂંપડામાં ફર્નિચર તો ક્યાંથી હોય ? વળી ખોલીમાં લંબાવ્યા પછી થોડી જગા વધતી, તો બીજા કેટલાય લોકો અહીં સુવા માટે આવતા. ઝૂંપડાના ખૂણામાં એક ફાનસ પડી રહેતું, જે રાતે થોડું અજવાળું વેરતું હતું. આવી
20 • માટીએ ઘડ્યાં માનવી
દશામાં જીવતા વાઈ ફ્રેન્ચ લીના હૃદયમાં વળી એક નવું સ્વપ્ન જાગ્યું.
સંસાર જ સ્વપ્નનો અને સ્વપ્નસેવીનો છે. સ્વપ્ન વગર ક્યાં કશું સરજાય છે ?
લીએ વિચાર કર્યો કે હજી વધુ કરકસરથી જીવું તો વધુ બાળકોને મદદરૂપ બની શકું. એણે ગરીબ અને અનાથ બાળકો માટે પોતાની જાત નિચોવી નાખી હતી, પરંતુ હવે એ પોતાની જાત વિશે વિચારવા લાગ્યો ! વિચાર્યું કે પોતાની પાસે તો કપડાં
અને ભોજન છે, પણ પેલાં અનાથ ઈ. ૨૦૦૫માં અવસાન સમયે વાઈ બાળકો પાસે નથી કપડાં કે નથી ફ લી
ખાવાની બ્રેડ ! એ કઈ રીતે શિક્ષણ
પામી શકે ? કોણ એને મદદરૂપ બની શકે ? એની આંખોમાં તમન્નાનું તેજ હતું. હવે એ શર્ટ કે પેન્ટ ફાટી જાય, તો કાઢી નાખવાને બદલે એને સાંધીને પહેરવા લાગ્યો. વળી એ ફાટે, તો ફરી ફરી સાંધવા લાગ્યો. પરિસ્થિતિ એવી આવી કે પૈસા બચાવવાની રઢમાં એણે ભોજનમાં કરકસર કરવા માંડી.
એનો આહાર સાવ સાદો હતો. ભોજનમાં ઠંડું પાણી અને માત્ર બ્રેડ. બહુ બહુ તો એની સાથે થોડો સોસ લેતો. એમ થયું કે પોતાને આવું તાજું ખાવા મળે છે અને બીજાં કેટલાંય બાળકોને ભૂખે મરવાને વાંકે જીવવું પડે છે. આથી એણે પોતાનું તાજું ભોજન ગરીબોને આપવા માંડ્યું અને પોતે કોઈએ ફેંકી દીધેલો ખોરાક ખાવા લાગ્યો.
એમના કુટુંબના સભ્યો લીની આ આદત પર ગુસ્સે થતા હતા, પરંતુ એની કશીય અસર વાઈ ફન્ગ લી પર થતી નહોતી. કોઈક વાર એ રસ્તામાં અડધો ખાધેલો કૉન પડ્યો હોય તો તે લઈ લેતા અને તેનાથી પોતાનું પેટ
તમન્નાનાં તપ • 21
Page #17
--------------------------------------------------------------------------
________________
ભરતા. એમનાં સંતાનો વાઈ ફન્ગ લી પર ખૂબ અકળાતાં અને કહેતાં કે આવું એઠું ખાવાની શી જરૂર છે ? ત્યારે આ બુઝુર્ગ માનવી પોતાનાં સંતાનોને કહેતો, ‘હું તો ગળ્યો કૉન ખાઉં છું. કેવો પોચો છે ! ખાવામાં પણ કશી તકલીફ પડતી નથી. જુઓ, આ કોઈ ખેડૂતની આકરી મહેનતનું પરિણામ હશે. લોકો એને આ રીતે ફેંકી દઈને બગાડ કરે છે, તો હું એ ફેંકી દીધેલા કૉનને ખાઈને બગાડ ઓછો કરું છું. કહો, આ બગાડ ઘટાડવાનો કારગત ઉપાય નથી ?'
આ અદના માનવીનાં ચંપલ, વસ્ત્રો કે ઈંટનો ક્યારેય મેળ મળતો નહીં. એના દેદાર સાવ ભિખારી જેવા લાગતા ! એના બંને બૂટ તદ્દન અલગ સાઇઝ અને રંગના હોય, અંદરનાં મોજાંય જુદાં હોય, હંટ સહેજેય ‘ફિટ' થતી ન હોય. આનું કારણ એ કે એ બીજાએ ત્યજી દીધેલાં કપડાં, બૂટ અને મોજાંનો ઉપયોગ કરતો હતો. એમનાં સંતાનો ક્યારેક એમને આહાર અને પીણાંની બાબતમાં ચીકાશભરી બચત નહીં કરવાનું સમજાવતાં, પણ એમની કોઈ વાત વાઈ ફન્ગ લી કાને ધરતો નહીં.
કોઈક વાર એમના પુત્રો એમને માટે બજારમાંથી નવાં વસ્ત્રો લઈ આવતા, તો આ બુઢો ક્રોધાયમાન થઈ જતો. વસ્ત્રો અને ખોરાકમાંથી જે પૈસા બચતા, તે બાજુમાં આવેલી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપી આવતો હતો. અનાથ અને નિરાધાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાના ગજા ઉપરાંતની સહાય કરતો. જેમ કોઈ શિક્ષણવિદ્ વિદ્યાર્થીના અભ્યાસ માટે પોતાનું જીવન સમર્પણ કરે, એ જ રીતે વાઈ ફન્ગ લીએ રખડતાં અનાથ બાળકો અને આર્થિક મજબૂરી ધરાવતાં બાળકોના અભ્યાસમાં મદદરૂપ થવા માટે જાત સમર્પી હતી. પોતાની એ તમન્નાને આખી જિંદગી વળગી રહ્યો અને એને માટે જાત ઘસતાં એને ઘણો આનંદ થતો હતો.
ગણતરી કરીએ તો આ રિક્ષાચાલકે પંડલ રિક્ષા ચલાવીને પૃથ્વીની આસપાસ અઢાર વખત આંટા માર્યા હશે, પણ આ ઉંમરે, આટલી આકરી મહેનત કરતા હોવા છતાં બદલાની કોઈ અપેક્ષા નહીં. જ્યારે વિદ્યાર્થીઓને મદદ કરે, ત્યારે એમને એમનાં નામ સુધ્ધાં પૂછે નહીં.
એણે ત્રણસોથી વધુ બાળકોને એમનો અભ્યાસ પૂરો કરવા માટે એમની નિશાળની ફી ચૂકવી અને એની સાથોસાથ એમના જીવનનિર્વાહ માટેનો ખર્ચ
પૂરી પાડ્યો. સાડા ત્રણ લાખ યેનની મદદ કર્યાની તો જાણ મળી, પરંતુ ખરેખર કોઈ જાણતું નથી કે કેટલા બેસહારા અને બેહાલ વિદ્યાર્થીઓને એણે આવી ગુપ્ત મદદ કરી હશે ?
પંદર વર્ષ સુધી લીની આ શિક્ષણસેવા ચાલુ રહી. વાઈ ફા લી નેવું વર્ષની ઉંમરે પહોંચ્યો. હવે એ પંડલ રિક્ષા ચલાવી શકતો નહીં, પણ એટલે ઝૂંપડામાં પગ વાળીને કે બિછાનામાં સૂઈને બાકીનું જીવન
વિતાવવું એને મંજૂર ન હતું. એણે 193 2005 નવી નોકરી સ્વીકારી. એ સ્ટેશન વિદ્યાર્થીઓએ સર્જેલું વાઈ ફન્ગ લીનું પર પાર્ક કરેલી મોટરોનું ધ્યાન સ્મારક
રાખતો હતો અને એમાંથી જે
પાંચસો યેન બચાવ્યા, તે પણ આ દિલાવર બુઝુર્ગે દાનમાં આપી દીધા. પોતાના ચોખ્ખા ડબ્બામાં સાચવી રાખેલી એ પાંચસો યેનની આમદની એણે ‘યાઓ હુ’ શાળામાં અર્પણ કરી. આ શાળા અનાથાલય ચલાવતી હતી. જ્યારે એણે આ રકમ અર્પણ કરી, ત્યારે દર્દભર્યા ઘેરા અવાજે કહ્યું..
‘હવે હું રિક્ષા ચલાવવા માટે ખુબ ઘરડો થઈ ગયો છું. હવે હું મારા દાનનો પ્રવાહ ચાલુ રાખી શકતો નથી, એનું મને પારાવાર દુ:ખ છે. કદાચ આ દાન એ મારું છેલ્લું દાન હશે.'
આ વચનો બોલતી વખતે ભાવવિભોર બનેલા લીના ગળામાં ડૂમો ભરાઈ ગયો. એની વાત સાંભળનારા શાળાના શિક્ષકોની આંખમાં આંસુ આવ્યાં.
૨00૫ના મે મહિનામાં એને ફેફસાંનું કેન્સર થયું અને એ વર્ષે ૨૩ સપ્ટેમ્બરે એનું અવસાન થયું. એની દફનવિધિ વખતે અનેક સેંકડો લોકોએ
22 • માટીએ ઘડ્યાં માનવી
તમન્નાનાં તપ • 23
Page #18
--------------------------------------------------------------------------
________________
હાજરી આપી હતી. એનાં કુટુંબીજનો અને સગાં-વહાલાંઓ સાથે આ રિક્ષાચાલકને કોઈ વિશેષ સંબંધ કે સંપર્ક નહોતો. લોકો એટલું જોતા કે એ કોઈ એક જગાએથી વહેલી સવારે પેડલ રિક્ષા લઈને નીકળે છે, બાકી એનાં કોઈ નામ-ઠામની ખબર નહોતી, પણ જીવન પ્રત્યેની એની ઊજળી આશા, પૉઝિટિવ અભિગમ અને ગરીબી વચ્ચે દાખવેલી અમીરી માટે સહુ એને ચાહતા હતા. એ મદદ કરતો, ત્યારે એની આંખમાં ધ્યેયસિદ્ધિની ચમક આવતી હતી.
આ હાડપિંજર જેવા એક અદના માનવીએ કારમી ગરીબી વચ્ચે નિઃસ્વાર્થ જુસ્સા અને હૃદયના પ્રેમથી ગરીબોની સેવા કરી અને આજે એ ઉમદા માનવી એણે એની સહાય મેળવનારા વિદ્યાર્થીઓના હૃદયમાં જીવંત છે.
લીના અવસાન પછી એણે કેટલા વિદ્યાર્થીઓને સહાય કરી હશે, એનો અંદાજ મેળવવા પ્રયત્ન થયો, ત્યારે થોડાંક બાળકો પાસે વાઈ ફન્ગ લી સાથેનો ફોટો મળ્યો કે જેને એમણે મદદ કરી હતી.
પોતાના આ કાર્યની પાછળ વાઈ ફન્ગ લીની અપેક્ષા શી હતી ? શા માટે
પોતે ગરીબી વહોરીને ગરીબોને શિક્ષણ આપવા માટે પ્રયત્ન કરતો હતો ? આ અંગે કોઈ પૂછતું કે એ જે બાળકોને મદદ કરે છે, તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખે છે ખરો ? ત્યારે લી હસતે મુખે એટલું કહેતો,
‘હું ઇચ્છુ છું કે તેઓ અભ્યાસ કરવા માટે સતત મહેનત કરે, સારી નોકરી મેળવે અને અદના નાગરિક બનીને દેશને કશુંક પાછું વાળે.'
a
24 • માટીએ ઘડવાં માનવી
3
જિલ ફિપ્સ
પ્રાણીપ્રેમની બલિવેદી પર
વિદેશની ધરતી પર કેવા અવનવા અનુભવો થતા હોય છે ! આપણી ધારણા હોય કે પ્રાણીનાં ચાહકો કે પૂજકો ભારતભૂમિમાં જ મળે, પણ વિદેશની ધરતી પર અઘતન પાંજરાપોળ જોવા મળે અને પ્રાણી કાજે ગીતાબહેન રાંભિયાની માફક જાન ન્યોછાવર કરનારાય મળે !
અબોલ પ્રાણીની ચીસ આખી દુનિયાના સંવેદનશીલ માનવીઓના દિલમાં વેદના જગાવતી હોય છે. એ ચીસ એમના અંતરને ચીરતી હોય છે. પ્રાણીના જીવને થતું દુ:ખ એમનો જીવ સ્વયં અનુભવતો હોય છે અને આવાં પ્રાણીના દુ:ખને દૂર કરવા માટે તેઓ પ્રાણીઓ પર થતા અત્યાચારોનો આકરો વિરોધ કરે છે, પોસ્ટર-ઝુંબેશ ચલાવે છે, ધરણાં કે સત્યાગ્રહ પણ આદરે અને વખત આવ્યે પોતાના પ્રાણની પણ પ્રાણીપ્રેમની બલિવેદી પર આહુતિ આપે.
Page #19
--------------------------------------------------------------------------
________________
એ સમયે હું ઇંગ્લેન્ડની સફર ખેડતો હતો. દેવળોથી સુશોભિત કોવેન્ટ્રી શહેરમાં ઘૂમી રહ્યો હતો. એવામાં એના હવાઈ મથકે બનેલી એક ઘટનાએ મારું હૈયું વલોવી નાખ્યું. આખા દેશમાંથી એક અવાજ ઊડ્યો.
નવ વર્ષનો પુત્ર ધરાવતી તેત્રીસ વર્ષની ભાવનાશીલ અને તરવરતી યુવતી જિલ ફિમ્સ કોઈ રાષ્ટ્રના સ્વાતંત્ર માટે નહીં, કોઈ નારી સ્વાતંત્ર્ય માટે નહીં, કોઈ શ્વેત કે અશ્વેત વચ્ચેના રંગભેદનાં બંધનો તોડવા માટે નહીં, બલ્ક મૂંગા, અબોલ અને નિર્દોષ પશુઓને માટે સામે ચાલીને શહાદતને વહોરનારી બ્રિટનની પહેલી નારી બની.
માનવી દ્વારા રહેસાતાં, પિસાતાં અને આરોગાતાં મુંગા પ્રાણીઓની ચીસ સામે જિલ ફિસે જેહાદ પોકારી હતી. એને જાણ થઈ કે કોવેન્ટ્રીના હવાઈ મથકેથી બીજા યુરોપીય દેશોમાં પ્રાણીઓની નિકાસ થઈ રહી છે. એ દેશો આ ગેરકાયદે મળેલા પ્રાણીઓનાં બચ્ચાંને કતલખાનામાં ધકેલીને આહાર મેળવે છે. કોવેન્ટ્રીથી પ્રાણીઓની નિકાસ કરવા માટે ક્રિસ્ટોફર બેરેટ-જોલી નામની વ્યક્તિએ ‘ફિનિક્સ એવિએશન' નામની કંપની દ્વારા વિમાનો પૂરાં પાડ્યાં હતાં.
પ્રાણીઓના અધિકારો અને સ્વાતંત્ર માટે લડત આપતા બ્રિટનના લોકો એ માત્ર પ્રાણીપ્રેમની વાતો કરીને, જીવદયાને નામે આંસુ સારીને, થોડું દાન લખાવીને કે કાયદાની કાર્યવાહી કરીને કામ કરવામાં માનતા નથી. તેઓ કહે છે કે જગતને બચાવવું હશે, તો પ્રાણીઓને કોઈ પણ ભોગે બચાવવાં પડશે. દર વીસ મિનિટે ધરતી પરથી પશુ કે પક્ષીની એક જાતિ સદાને માટે લુપ્ત થઈ રહી છે. પહેલાં દસ હજાર વર્ષે પ્રાણી અસ્તિત્વ લુપ્ત થવાની ઘટના બનતી, તે આજે માત્ર દર વીસ મિનિટે થાય છે. માનવીની મુંગા પશુઓ પ્રત્યેની ક્રૂરતાએ તમામ હદ વટાવી દીધી છે ! પશુઓને પ્રેમ આપવાને બદલે એ ફાંસી આપે છે અને તે પણ પોતાના ભોજનને માટે ! આને કારણે ‘ગ્લોબલ વૉર્મિંગ’ વધે અને આસપાસનું પર્યાવરણ પણ દૂષિત થાય, એ તો જુદી વાત. પણ માનવજાત એ જાણતી નથી કે પ્રાણી માનવી વિના જીવી શકે છે, પણ પ્રાણીવિહીન સૃષ્ટિ બનશે, તો માનવી તબાહ થઈ જશે. એનું ખુદનું અસ્તિત્વ ભૂંસાઈ જશે, આથી જ ‘વિશ્વવાત્સલ્યને કારણે કેટલાક મરજીવાઓએ પ્રાણીઓના અધિકારો માટે જંગ આદર્યો. પ્રાણીઓ પર માનવી દ્વારા થતા
જિલ ફિસ : નવ વર્ષના પુત્ર લુક સાથે અત્યાચાર સામે લાલબત્તી ધરી. નિર્દયતાથી થતી પ્રાણીઓની કતલને અટકાવવા મોતને મુઠ્ઠીમાં રાખીને મરજીવાઓએ મનસૂબો ઘડ્યો કે હવે આકરાં પગલાં ભરીશું, તો જ આ વેપાર અટકશે.
આ પ્રાણીપ્રેમીઓને હવે સૂત્રો કે સમજાવટમાં શ્રદ્ધા રહી નથી. તેઓ જાનના જોખમે પ્રચંડ વિરોધ કરીને પ્રાણી રક્ષા માટે નીકળ્યા, આથી તો પ્રાણીપ્રેમી દેખાવકારો વિમાની કંપનીના માલિક ક્રિસ્ટોફરને ઘેર પહોંચી ગયા અને ચોકી કરતા પોલીસને બાજુએ હટાવીને અઢી લાખ પાઉન્ડના ભવ્ય મકાનમાં રહેતા ક્રિસ્ટોફરના બંગલાનાં બારીબારણાં તોડી નાખ્યાં. એમ કરતાં ય એની સાન ઠેકાણે આવે !
વિમાન દ્વારા પ્રાણીઓની ગેરકાયદે નિકાસ પર નજર રાખવા પ્રાણી ચાહકોએ એરપોર્ટ પર પહેરો ગોઠવ્યો. છેલ્લા કેટલાક મહિનાઓથી કોવેન્ટ્રી શહેરના હવાઈ મથક પર પ્રાણીપ્રેમીઓ સતત ચાંપતી નજર નાખતા હતા. કારમી ઠંડીની પરવા કર્યા વિના પ્રાણીચાહકો સાવધ બનીને ઊભા રહેતા હતા. જિલ ફિસ ક્યારેક પોતાની માતા કે બહેનને લઈને આ ટુકડીમાં સામેલ થઈ
26 • માટીએ ઘડ્યાં માનવી
પ્રાણીપ્રેમની બલિવેદી પર • 27,
Page #20
--------------------------------------------------------------------------
________________
JILL PHIPPS DIED FIGHTING FOR ANIMAL LIBERATION HER FIGHT LIVES ON
જતી, તો ક્યારેક એના નવ વર્ષના પુત્ર લુકને લઈને હાજર થઈ જતી.
પોતે જે માને છે તેને માટે માથું આપનારાં આ યુવાનો હતાં. એવામાં બન્યું એવું કે નાનાં વાછરડાંઓને લેવા બ્રિટન આવેલું ચાર્ટર પ્લેન તૂટી ગયું. એમાં બેઠેલા પાંચ માણસો મૃત્યુ પામ્યા અને આ ઘટનાને કારણે જિલ ફિસે વિમાનના માલિક ક્રિસ્ટોફર બેરેટ જોલી સામે પોતાનો વિરોધ વધુ બુલંદ કર્યો.
એણે કહ્યું કે જો ક્રિસ્ટોફર બેરેટ જોલીએ પોતાની લોહિયાળ કમાણીની દુઃદખ્ય લાલસા પર અંકુશ રાખ્યો હોત અને જીવતાં પ્રાણીઓની આવી નિકાસ ન કરતો હોત, તો કોવેન્ટ્રીમાં આવું ચાર્ટર પ્લેન આવ્યું ન હોત અને પાંચ માનવીઓના પ્રાણ ખોવાની આવી દુર્ઘટના સર્જાઈ ન હોત ? જિલ ફિસે સ્પષ્ટ કહ્યું કે એને અકસ્માતમાં મૃત વ્યક્તિઓ માટે લેશમાત્ર સહાનુભૂતિ નથી, કારણ કે એ પણ કંપનીના માલિક જેટલા જ ગુનેગાર ગણાય.
જિલ માત્ર આક્રોશ વ્યક્ત કરીને બેસી ન રહી, પણ બીજે દિવસે મોટું બેનર લઈને એરપોર્ટ પર ઊભી રહી. એ બેનરમાં લખ્યું હતું, ‘અમારે જોઈએ છે જીવતો યા મરેલો ક્રિસ્ટોફર બેરેટ જોલી.’
પછીના દિવસે પ્રાણીઓના હક્ક માટે લડતા પોતાના ચોત્રીસ સાથીઓ સાથે માયાળુ અને સોહામણી જિલ હાજર થઈ. નાનાં પ્રાણીઓને આ રીતે કતલખાને ધકેલવામાં આવે તેનાથી જિલને પારાવાર વેદના થતી. એ કહેતી કે “જેમ નાનાં બાળકોને મારવામાં આવે તે ગુનો છે, તે જ રીતે નિર્દોષ અને અકલંકિત પ્રાણીઓને હણવાં, તે નિષ્પાપ શિશુને મારવા જેવું ગણાય.’
એ ગોઝારા દિવસે ઇંગ્લેન્ડના કોવેન્ટ્રી શહેરમાં કડકડતી ઠંડી પડતી હતી. પ્રાણી હક્કોનાં પાંત્રીસ ટેકેદારો એરપોર્ટના સામાન લઈ જવાના માર્ગ પર ચાંપતી નજર રાખીને બેઠાં હતાં. જિલ ફિપ્સ પોતાના સાથીઓ સાથે આનંદભેર વાતો કરતી હતી અને એવામાં એણે દૂરથી ધસમસતી ટ્રક આવતી જોઈ. તરત જ જિલનું રૂપ બદલાઈ ગયું. અગાઉ આવી રીતે પ્રાણીઓને પૂરીને પુરઝડપે દોડતી ટ્રકોની વચ્ચે જિલ હિંમતભેર ઊભી રહી હતી અને એમને અટકાવ્યા હતા. પ્રાણીઓને છોડાવવા માટે ટ્રક ચલાવનારાઓને મજબૂર કર્યા હતા.
જેવી ટ્રક દેખાઈ કે જિલના એક મિત્રના કહેવા મુજબ જિલ
જીવદયાપ્રેમી જિલ ફિસની અંતિમવિધિના સ્થળે મૃત્યુલેખ અગનગોળો’ બની ગઈ. એ દોડી, બંને હાથ ખુલ્લા રાખીને ધસમસતી ટ્રક સામે દોડી. એના ચહેરા પર કોઈ ભય નહોતો. મનમાં કોઈ ડર નહોતો. ટ્રક હેઠળ કચડાઈ જશે તો શું થશે, એવી કોઈ ફિકર નહોતી. ટ્રક ધસમસતી સાવ સામે આવી.
જિલ સહેજે બાજુ માં ખસી નહીં, બે હાથ ખુલ્લા રાખીને રસ્તા પર ટ્રકને અટકાવતી હતી. પણ આ શું ? ટ્રકની ગતિ સહેજે ઓછી થઈ નહીં કે બાજુમાં ફટાઈ નહીં. દૂર ઊભેલો પોલીસ બૂમો પાડતો દોડી આવ્યો, પણ ડ્રાઇવરે કશું ય ગણકાર્યા વિના સામે ટ્રક ચલાવી. જિલના શરીર પર ટ્રકનાં પૈડાં ફરી વળ્યાં. આખું શરીર છુંદાઈ ગયું. સાથે આવેલી જિલની બહેને જોયું કે જિલ ધરતી પર છુંદાઈને પડી છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું.
જિલના સાથી જસ્ટિન ટીમસને આ સમાચાર સાંભળ્યા ત્યારે એ કોવેન્ટ્રીમાં પ્રાણીસહાયક વાનનું રિપેરિંગ કરતો હતો. એણે કહ્યું, “ઘણી વાર હેતુની સિદ્ધિ માટે આકરાં પગલાં લેવાં પડે છે. જો જિલનું મૃત્યુ પ્રાણીઓની કતલ અટકાવનારું બનશે, તો એના મૃત્યુથી સૌથી આનંદ પામનાર વ્યક્તિ જિલ હશે.'
| જિલના પિતાને પુત્રીના મોતનો અત્યંત આઘાત થયો અને એમણે કહ્યું કે ‘જિલને માટે જીવવાનો અર્થ એવો એનો નવ વર્ષનો બાળક હતો, પછી એ શા માટે સામે ચાલીને મૃત્યુને ભેટવા ગઈ ?'
જિલની કુરબાની પહેલાં શિયાળિયાંઓના શિકાર કરવા માટે નીકળતા
28 • માટીએ ઘડચાં માનવી
પ્રાણીપ્રેમની બલિવેદી પર • 19
Page #21
--------------------------------------------------------------------------
________________
શોખીનોને અટકાવવા જતાં બે યુવાનિયાઓએ પ્રાણ ગુમાવ્યા હતા, પરંતુ જેને સહુ ‘સોહામણી વહાલસોયી માતા’ કહેતા હતા એવી મધ્યમ વર્ગની જિલ ફિસની કુરબાનીએ એક જુદી જ હવા સર્જી. બ્રિટનની પાર્લામેન્ટમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. સહુની નજ૨ જિલના જીવન પર ગઈ.
- પોસ્ટમૅનની આ પુત્રી અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતી અને એ આસાનીથી યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે ગઈ હોત. પણ એને નૌકાદળના કેડેટ બનવાની ઇચ્છા હતી. પરિણામે એણે અભ્યાસ છોડ્યો. સમય જતાં એના પિતા બોબ ફિસનની જેમ પોસ્ટ-ખાતાની કામગીરી સ્વીકારી, પરંતુ બાળપણથી જ જિલને પ્રાણીઓ તરફ અપાર મમતા હતી. શેરીમાંથી ગલૂડિયાંઓને લાવીને એ જાળવતી હતી. જિલની માતા નેન્સી પણ એક સમયે પ્રાણીઓને મારીને એની રુવાંટીનો ઉપયોગ કરનાર ફર-ઉદ્યોગ સામે મેદાને પડી હતી.
એની માતા નેન્સી ફરની નિકાસ કરતાં ખેતરો સામે વિરોધનો મોરચો લઈને જતી, ત્યારે નાનકડી જિલને પણ સાથે લઈ જતી હતી. કોવેન્ટ્રીમાં આવું ‘ફર-ફાર્મ’ અને ‘ફર-શોપ’ બંને આ મોરચાની જેહાદને પરિણામે બંધ થયાં. જિલની માતા નેન્સી શાકાહારી બની અને સાથોસાથ એના આખા કુટુંબને શાકાહારી બનાવ્યું.
એ પછી પ્રાણીઓ પર ગુપ્ત રીતે ટેસ્ટ કરતી ફૅક્ટરીઓમાં છાપો લગાવતી ટુકડીમાં જિલ સામેલ થઈ અને મૂંગાં પ્રાણીઓ માટેની એની જેહાદ વધુ પ્રબળ બની.
| જિલની અંતિમ ક્રિયા માત્ર કુટુંબનાં સભ્યો પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી હતી, તેમ છતાં કોવેન્ટ્રીના એ કેથેડ્રલમાં એક હજાર જેટલાં શોકગ્રસ્ત લોકો એકત્રિત થયાં હતાં. આ સમયે ‘સબ હ્યુમન્સ’ દ્વારા જિલ ફિસનું પ્રિય ગીત વાગતું હતું, જેની આરંભની પંક્તિઓ હતી, ‘ચાલો, અભય બનીને જીવન જીવીએ” એની છેલ્લી પંક્તિ એ હતી કે ‘આપણે કરમાઈએ, તે પહેલાં આપણી વાત કહેતાં જઈએ.’
આ સમયે વિખ્યાત ફ્રેંચ અભિનેત્રી અને પ્રાણીહક્કો માટે જેહાદ ચલાવનારી બ્રિટિ બાર્ડે પણ શોકાતુરોમાં સામેલ થઈ હતી અને એણે કહ્યું,
‘હું જિલ ફિસને શ્રદ્ધાંજલિ આપવા આવી છું. એ અદ્દભુત છોકરી હતી અને હકીકતમાં માનવીના જીવન જેટલું જ પ્રાણીઓનું જીવન મહત્ત્વનું છે.'
ઇંગ્લેન્ડમાંથી ફિપ્સને શ્રદ્ધાંજલિ આપવા સહુ આવ્યાં હતાં અને વાઘ, માનવી, નાનાં પ્રાણીઓની વચ્ચે ઈસુની છબી ધરાવતી મહાન ટેપેસ્ટ્રી નીચે જિલની અંતિમ યાત્રા યોજાઈ. એના સાથીદાર જસ્ટિન ટિમ્સને કહ્યું કે જિલ જેવી નિઃસ્વાર્થ વ્યક્તિ એણે જગતમાં જોઈ નથી. એ પૃથ્વી, સૂર્ય અને ધરતી પરનાં તમામ પ્રાણીઓને ચાહતી હતી અને એની સંભાળ માટે પોતાને જવાબદાર માનતી હતી.
અંતિમવિધિમાં બ્રિટનના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એલન ક્લાર્ક પણ હાજર રહ્યા હતા અને જિ લ ફિસના સાથીઓએ જિલ ફિસને ભાવભીની વિદાય આપી.
વાછરડાંનું ચિત્ર ધરાવતા પુષ્પગુચ્છથી એને અંજલિ આપી. એક યુગલ પ્રાણી જગતની સહાનુભૂતિ પ્રગટ કરવા માટે પોતાના બે શ્વાનોને લઈને આવ્યું. એ દિવસે પ્રાણીઓથી ભરેલી કોઈ ટ્રક દોડી નહીં, કારણ કે કોવેન્ટ્રી જતાં વિમાનો રદ કરવામાં આવ્યાં હતાં.
બ્રિટનના અખબારોએ પ્રાણીમુક્તિ માટે શહાદત વહોરનારી જિલ ફિસની અંતિમ યાત્રાને પહેલે પાને સચિત્ર રીતે ચમકાવી દઈને બ્રિટનમાં જાગેલી શાકાહાર અને પ્રાણી અધિકારની જેહાદનો માર્મિક અને સચોટ સંકેત આપ્યો !
30 • માટીએ ઘડ્યાં માનવી
પ્રાણીપ્રેમની બલિવેદી પર • 31
Page #22
--------------------------------------------------------------------------
________________
લોખંડી દાદાજી
૧૯૫૧ની બીજી જુલાઈ એ સ્વીડનનું સ્ટોકહામ શહે૨. એક મોટી સ્પર્ધાની તૈયારીથી ધમધમતું હતું. દેશના ખૂણેખૂણામાંથી ૨મતવીરો આ શહેરમાં ઊતરી આવ્યા. સહુ પોતાની તાકાત બતાવવા થનગનતા હતા.
આ કંઈ જેવીતેવી સ્પર્ધા ન હતી. પૂરા એક હજાર માઈલની સાઇકલ-દોડ હતી. આમાં વિજેતા બનનારને રાષ્ટ્રવ્યાપી સન્માન મળતું. દેશના કાબેલ રમતવીર તરીકે બધે ગૌરવ થતું.
| દોઢ હજાર જેટલા રમતશોખીનો આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા. સહુને ફરજિયાત મેડિકલ તપાસમાંથી પસાર થવું પડતું. મોટા ભાગના હરીફો આવી લાંબી સ્પર્ધા માટે યોગ્ય પુરવાર થયા નહીં.
દોઢ હજાર હરીફોમાંથી માત્ર પચાસ
હરીફો જ પસંદ થયા. એ બધા યુવાન, કસાયેલા ગુસ્સવ હકનસોલ અને તાલીમબાજ રમતવીરો હતા. સ્પર્ધામાં
ઊતરવા આવેલા હરીફોની ત્રણ ડૉક્ટરો
શારીરિક તપાસ લઈ રહ્યા હતા. આ સમયે એમના ઓરડામાં એક વૃદ્ધ દાખલ થયો. એના મોં પર કરચલી હતી. એની લાંબી દાઢી રૂની ધોળી પૂણી જેવી સફેદ લાગતી હતી. એની ઉમર સિત્તેર વર્ષ જેટલી જણાતી હતી. ડૉક્ટરો સમજ્યા કે આ કોઈ અજાણ્યો વૃદ્ધ અહીં આવી ચડ્યો લાગે છે. એમણે નમ્રતાથી પૂછવું, “આપ શા માટે અહીં પધાર્યા છો ?' - પેલા વૃદ્ધે કહ્યું, “હજાર માઈલની સાઇકલ સ્પર્ધામાં ભાગ લેવા.”
એક ડૉક્ટરે પૂછયું, “શું તમારો કોઈ
દીકરો આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો સાઇકલ સ્પર્ધામાં ભાગ લેતા છે ?'' ગુસ્ટાવ હકનસોલ વૃદ્ધ જવાબ આપ્યો, “અરે, મારો
કોઈ દીકરો નહીં, પણ હું પોતે હજાર માઈલની સાઇકલ-સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો છું.”
“અરે, દાદાજી તમે ?” એક ડૉક્ટર આશ્ચર્યથી બોલી ઊઠ્યા, “તમે આવી લાંબી સ્પર્ધામાં કેવી રીતે ભાગ લઈ શકશો ?”
બીજા ડૉક્ટરે કહ્યું, “દાદા, આપનું દિમાગ તો ઠેકાણે છે ને ?”
ત્રીજા ડૉક્ટર બોલ્યા, “તમારા જેવા સિત્તેર વર્ષના બુઢઢાનું આમાં કામ નહીં. દાદાજી, તમે તો નિરાંતે ઘેર જઈ આરામખુરશીમાં બેસીને દીકરાના દીકરાને વાર્તા કહો !''
વૃદ્ધ ગુસ્સવ હકનસોલ બોલ્યા, “માફ કરજો સાહેબ, મારી ઉંમર સિત્તેર વર્ષની નથી, પણ છાસઠ વર્ષની છે.”
અરે, છાસઠ તો છાસઠ. છાસઠ એટલે સિત્તેરમાં ચાર જ ઓછાં ને ? અહીં તો દોઢ હજારમાંથી માત્ર પચાસ ખેલાડીઓને જ આવી લાંબી સાઇકલસ્પર્ધા માટે પસંદ કર્યા છે. આમાં એક પણ ખેલાડીની ઉંમર ચાલીસ વર્ષથી વધુ નથી. આવી કડક તપાસમાં તમારા જેવા છાસઠ વર્ષનાને કેવી રીતે ભાગ લેવા
લોખંડી દાદાજી • 33
Page #23
--------------------------------------------------------------------------
________________
દેવાય ? આ સાઇકલ-દોડ એ કંઈ બચ્ચાનો ખેલ નથી, સમજ્યા ને ?”
વૃદ્ધ ગુસ્સાવે જરા મક્કમ અવાજે કહ્યું, “આપને કામ સાથે નિસબત છે. કે ઉંમર સાથે ? મોટા ભાગના લોકો ત્રીસ વર્ષે જે ટલા તાકાતવાળા હોતા નથી, તેટલી તાકાત હું આ ઉંમરે પણ ધરાવું છું. બાકી શું ? સાહેબ, માનવીની તાકાત અને તમન્ના પર ઉંમર ગણાય, એણે કેટલાં વર્ષો ગાળ્યાં તે પર નહીં. મારા દિલનો અવાજ છે. હું ભાગ લઈને જ જંપીશ ! સાહેબ, હું તો છાસઠ વર્ષનો યુવાન છું, યુવાન !”
એક દાક્તરે એમને પૂછયું, “પણ તમે હાપરાડાથી યસ્તાદ સુધીની આટલી લાંબી સાઇકલ-દોડમાં ફાવશો ખરા?” | ગુચવે જવાબ આપ્યો, “ઓહ ! એમાં શું સાહેબ ! આખી જિંદગી તો મેં બસ ચલાવવાનો ધંધો કર્યો, પણ પાંચ વર્ષ પહેલાં જ સાઇકલ ખરીદી. પછી તો સાઇકલ સાથે એવી દોસ્તી થઈ કે ખટારો ચલાવવાનું જ ભૂલી ગયો. પાંચ વર્ષમાં તો સાઇકલ પર દેશના ખૂણે ખૂણે ઘૂમી વળ્યો. એક વાર તો મારા નિવાસસ્થાન ગંતોફતાથી લેપલૅન્ડના આસ્ટિક સર્કલ સુધીનું ત્રણ હજાર માઈલ લાંબું ચક્કર લગાવી આવ્યો છું. ૧૯૨૭માં ૪૨ વર્ષની વયે તો ઉત્તરી સ્વીડનના પહાડો પર સાઇકલથી વિજયયાત્રા કરી ચૂક્યો છું, સાહેબ, બસ, તમે મને આ સ્પર્ધામાં ભાગ લેવાની રજા આપો. પછી ધોળી દાઢીવાળા આ યુવાન ગુસ્ટાવની તાકાત જોઈને તમે જ દંગ થઈ જ શો.’ આમ કહીને ગાવે પોતાની ધોળી દાઢી પર હાથ ફેરવ્યો.
દાક્તરોને આ બુઢાની બડાશ પર મનોમન હસવું આવ્યું. સ્પર્ધાનો સમય થવા આવ્યો હતો. ગુસ્ટાવના આગ્રહને જોઈને એને સ્પર્ધક તરીકે નહીં, પણ ભાગ લેવાની મંજૂરી આપી, પરંતુ આ ડૉક્ટરો ધારતા હતા કે જુવાનિયાના જોર આગળ આ વૃદ્ધ ક્યાં ટકવાનો છે ? ભલે, ભાગ લેવો હોય તો લે, પણ થોડા માઈલ જતાં પગનું જોર ખૂટી જશે અને સાઇકલ મૂકીને રસ્તાની બાજુએ લમણે હાથ દઈને બેસી જશે !
એક હજાર માઈલની સાઇકલ-દોડના આરંભની નિશાની થઈ. સેંકડો સ્વીડનવાસીઓએ હરીફોને ઉમળકાભેર વધાવી લીધા. યુવાન અને મજબૂત સાઈકલસવારો પૂરા જોશથી પૅડલ મારીને આગળ ધપવા લાગ્યા. પરંતુ ખરેખરો ગગનભેદી હર્ષનાદ તો એક મિનિટ પછી થયો. વયોવૃદ્ધ ગુસ્તાવ
34 • માટીએ ઘડ્યાં માનવી
મેદાન પર આવ્યા. આરંભની રેખા પરથી ઝડપથી સાઇકલ દોડાવી. એમાંય આ છાસઠ વર્ષના ગુસ્સાવ ‘લેડીઝ-સાઈકલ” લઈને સ્પર્ધામાં ઊતર્યા હતા. પોતાના શર્ટ પર સ્પર્ધક તરીકે ‘ઝીરો નંબર' લખ્યો હતો. લોકોએ ધોળી દાઢીવાળા માનવીના ખમીરને જોઈને હર્ષધ્વનિ ર્યો.
ગુસ્ટાવની ઝડપ બીજા તરવરિયા યુવાનો જેટલી ન હતી, પરંતુ એ એકધારી ઝડપે સાઇકલ ચલાવતા હતા. આખો દિવસ એકસરખી ઝડપ જાળવી રાખતા ગુસ્ટાવે પચાસ માઈલ પૂરા કર્યા, ત્યારે એમના બીજા હરીફો સાઠ માઈલ પસાર કરી ચૂક્યા હતા ! બધાને થયું કે હજી આરંભમાં જ દસ બાળકોના પિતા ગુસ્સાવ દસ માઈલ પાછળ પડી ગયા, તો પછી એમનું શું થશે?
સાઇકલ-સ્પર્ધાના હરીફો રાત્રે વિસામો લઈને સવારે આગળ વધતા. જ્યારે ગુસ્ટાવ પાસે તો વિસામાની વાત જ નહીં. ઊંઘની કોઈ ચિંતા નહીં. સતત ત્રણ દિવસ સુધી મટકું માર્યા વિના સાઇકલ ચલાવતા રહ્યા, ખૂબ થાક લાગે ત્યારે માંડ એકાદ કલાક આરામ લે. ફરી પાછા આગળ વધવા તૈયાર. આથી એકધારી ઝડપે જતા ગુસ્સાવે ત્રણસો માઈલનું અંતર કાપ્યું, ત્યારે એમના હરીફો એમનાથી વીસ માઈલ પાછળ હતા. પણ બિચારા બુઢા ગુસ્ટાવની કોણ પરવા કરે? સહુને એમ કે સહેજ ઝડપે સાઇકલ ચલાવીશું એટલે ઘરડા ગુસ્ટાવ ક્યાંય પાછળ ગુમ થઈ જશે.
ગુસ્ટાવના હરીફો આવો વિચાર કરે, ગુસ્ટાવ તો કશુંય વિચાર્યા વિના પૅડલ લગાવ્યું જતા, સાઇકલ આગળ ધપાવ્ય જતા. યુવાન હરીફો અભિમાનના તોરમાં રહ્યા, ગુરવ સતત આગળ વધતા રહ્યા.
આ સ્પર્ધાનાં ત્રણ દિવસ અને ત્રણ રાત પૂરાં થયાં, ત્યારે આખી પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. આખોય સ્વીડન દેશ આ વયોવૃદ્ધની સાઇકલદોડને આશ્ચર્ય, ઉત્સાહ અને રોમાંચથી નિહાળતો હતો. કોઈ જુવાન હરીફોને યાદ પણ કરતું ન હતું. એમણે કેટલું અંતર કાપ્યું છે તે જાણવાની પરવાય ન હતી. ત્રણ દિવસ બાદ ગુસ્ટાવ પોતાના તમામ હરીફો કરતાં એકસો વીસ માઈલ આગળ હતો. આટલા સમય દરમિયાન એણે માત્ર પાંચ કલાકની ઊંઘ લીધી હતી.
આખો દેશ ગુસ્સવના સમાચાર જાણવા આતુર બની ગયો. સાઇકલ સ્પર્ધા સામાન્ય બની ગઈ, બધે ગુસ્ટાવની જ વાતો થઈ રહી. વર્તમાનપત્રોના
લોખંડી દાદાજી • 35
Page #24
--------------------------------------------------------------------------
________________
પહેલા પાને એની તસવીરો પ્રગટ થવા માંડી. એની જીવનકથા રજૂ થવા માંડી. ગુસ્ટાવ રાતોરાત સમગ્ર રાષ્ટ્રની સન્માન્ય વ્યક્તિ બની ગયો.
જે જે ગામડાં અને શહેરોમાંથી દાદાજી પસાર થતા, ત્યાં લોકો એમને હર્ષના પોકારોથી વધાવતા. રસ્તાની બંને બાજુ એમને નિહાળવા માટે મોટી કતારો જામતી. સહુ પીઠ થાબડીને આવા ભગીરથ પ્રયત્ન માટે ગુરુવને શાબાશી આપતા. કોઈ કોઈ તો ઘેરથી મીઠું મજાનું ભોજન બનાવી લાવતા. આ વયોવૃદ્ધ દાદાજીને જમાડીને પોતાની જાતને ધન્ય માનતા. અખબારના ખબરપત્રીઓ આ વૃદ્ધની મુલાકાત લેવા માટે પડાપડી કરવા લાગ્યા. એમની જીવનકથા અને સફર કથા જુદા જુદા રૂપે વર્તમાનપત્રોમાં અને ટેલિવિઝન પર ૨જૂ થવા લાગી. 'લોખંડી દાદાજી” જેવાં કેટલાંય ઉપનામ મળ્યાં.
વધુ એક રાત અને એક દિવસ પસાર થયો. આ ચોવીસ કલાક દરમિયાન ગુસ્ટાવે માત્ર બે કલાક જ આરામ કર્યો. બાવીસ કલાક તો સતત સાઇકલ ચલાવી. પોતાના બીજા હરીફો કરતાં ગુસ્ટવ દોઢસોથીય વધુ માઈલ આગળ હતા. સ્પર્ધાનો અંત નજીક આવતો હતો. છાસઠ વર્ષના ગુસ્તાવ પર થાકની અસર થવા લાગી હતી. અગાઉ એણે લાંબી સાઇકલ-સફર ખેડી હતી, પરંતુ એ તો મોજ ખાતર ખેડેલી સાઇકલ-સફર હતી. એમાં તો નિરાંતે આરામ કરીને આગળ વધાય. પરંતુ આ તો રસાકસીનો ખેલ હતો. એમાં લાંબો સમય આરામ કરે તે પાલવે તેમ ન હતું.
સ્પર્ધાનો પાંચમો દિવસ શરૂ થયો. લોકોએ જોયું કે દાદાજી સિદ્ધિની નજીક આવી ગયા છે, પરંતુ ખૂબ થાકી ગયા છે. લોકોએ એમની સાથે જ સાઇકલ પર ચડીને સાથ આપવાનું શરૂ કર્યું, પોકારો કરીને પ્રોત્સાહિત કરવા લાગ્યા. દાદાજી આગળ ધપે જતા હતા. માત્ર થોડાક જ માઈલ બાકી રહ્યા. ગુરૂવ થાકથી ભાંગી પડ્યા. સાઇકલ પરથી નીચે ઊતર્યા. જમીન પર બેસી ગયા.
બધાને થયું કે હવે તો દાદાજી એટલા તો થાકી ગયા છે કે એક પૅડલ પણ નહીં લગાવી શકે ! પરંતુ ગુસ્તાવના ઘરડા દેહમાં જુવાનનો જુસ્સો વસતો હતો. શરીર થાક્યું હતું, પણ મન તો તાજુંમાશું હતું. મન એટલા ઉત્સાહથી આગળ ચાલે, કે બિચારા તનને પાછળ પાછળ દોરાવું પડે ! એમણે સાઇકલદોડની સ્પર્ધાનો પોશાક ઉતારી નાખ્યો. ટૂંકી કાળી ચડ્ડી અને સફેદ ખમીસ પહેર્યું. ફરી સાઇકલ પર બેઠા અને જોશભેર હંકારી મૂકી.
વણથંભી લાંબી સફર વિજયની રેખાને પહોંચવા માટે થોડાક જ માઈલ પસાર કરવાના બાકી હતા. યસ્તાદ શહેરમાં વિજયની રેખા હતી. માત્ર શહેરના લોકો જ નહીં, પરંતુ સ્વીડનના દક્ષિણ ભાગમાંથી ઠેરઠેરથી લોકો દાદાજીને વધાવવા માટે વિજયરેખા પાસે ઊભા હતા. દાદાજી મસ્તાદ શહેરમાં પ્રવેશ્યા કે એમને સાઇકલ પર બેસીને સાથ આપતા લોકોએ ગીતો ગાઈને પોતાનો આનંદ વ્યક્ત કર્યો. તસવીરો ખેંચાવા લાગી. અંતિમ રેખાની નજીક આવતાં દાદાજીને વધાવતાં ફૂલોથી આખો રસ્તો છવાઈ ગયો.
દાદાજી ગુસ્સાવ એ જ ગતિથી સાઇકલ દોડાવી રહ્યા હતા. વિજયરેખાથી અર્ધા માઈલ દૂર હતા અને એમની સાઇકલમાં પશ્ચર પડ્યું. કિનારે આવેલું નાવ ડૂબવા લાગ્યું ! ગુસ્સાવ સાઇકલ પરથી નીચે ઊતર્યા. ઠપકો આપતા હોય તેમ પંકચર પડેલા પાછળના થયરને જોયું. જાણે એમ ન કહેતા હોય કે નવસો ને નવ્વાણું માઈલ સુધી સાથ આપનારા તેં અડધા માઈલ માટે આવું શું કામ કર્યું? એમણે સામે નજર કરી તો વિજયરેખા નજીક હતી. વસ્તાદના નગરપતિ તથા અન્ય અધિકારીઓ એમને સત્કારવા આતુર હતા. વિજયને વધાવનારું બૅન્ડ સંભળાતું હતું. દાદાજીને થયું કે હવે પંકચર બરાબર કરવું યોગ્ય ન ગણાય. એ તો ફરી સાઇકલ પર કૂદકો લગાવીને બેઠા અને
લોખંડી દાદાજી • 37
36 * માટીએ ઘડચાં માનવી
Page #25
--------------------------------------------------------------------------
________________
કોઈક દિવસ'
- વિજેતા ગુસ્ટાવ હકનસોલ સાઇકલ હંકારી દીધી. દાદાજી પંકચરવાળી સાઇકલ સાથે વિજયરેખાને પાર કરી ગયા. રૈનાનંદી પ્રેસ કોએ ગગનભેદી અવાજોથી એમને વધાવી લીધા. લોકોએ એટલા ફૂલહાર કર્યા કે આખા દાદાજી ઢંકાઈ ગયા. ૯ દિવસ, ૧૪ કલાક અને ૨૦ મિનિટ સુધી સાઇકલ ચલાવીને, એક હજાર માઇલનું અંતર કાપી ગુસ્ટાવે વિજય મેળવ્યો. ગુસ્ટાવની કશીય ગણના ન કરનારા પેલા યુવાન હરીફોનું શું થયું ?
ગુસ્સવ પછીનો સૌથી આગળનો હરીફ એમનાથી પૂર એક દિવસ પાછળ હતો, ગુસ્ટાવે વિજય મેળવ્યા પછી એક દિવસ બાદ એ વિજયરેખાને પહોંચી શક્યો. પછીને દિવસે સ્વીડનના રાજવીએ એને નિમંત્રણ આપ્યું. એ પછી ૧૯૫૯માં જેરૂસલેમના પવિત્ર સ્થળે સાઇકલ-યાત્રા કરી. ૧૦૨ વર્ષની ઉંમરે અવસાન પામેલ આ દાદાજી ૧૦૦ વર્ષ સુધી તો સાઇકલ ચલાવતા રહ્યા.
લોખંડી દાદાજીની પોલાદી તાકાતને સર્વત્ર આદર અને આવકાર મળ્યો. આજે રમતની દુનિયામાં આનંદ અને આશ્ચર્યથી લોખંડી દાદાજીના નિરધાર ને તાકાતને સહુ યાદ કરે છે.
ઝાકમઝોળમાં જીવતા અને ભોગ , વિલાસ અને વૈભવમાં ડૂબેલા આજના માનવીને કારમી, કચડાયેલી માનવજાતની ગરીબાઈ જોઈને રૂંવાડુંય ફરકતું નથી !
ક્યારેક તો એ સ્વયં શોષણ કરીને ગરીબોની ગરીબાઈનું સર્જન કરતો હોય છે અને ક્યારેક એ પોતાના સ્વાર્થની દોડ કે શોખની ઘેલછામાં ચારેબાજુ સંભળાતી ગરીબીની ચીસ સામે બહેરા કાન ધરાવે છે. એના કર્મની કઠણાઈ કહીને ક્રૂર મજાક ઉડાવતો હોય છે, તો ક્યારે ક માલિકની અદામાં બીજાની તાબેદારીની મોજ માણતો હોય છે. એને જામથી છલકાતી મહેફિલમાં રસ છે. પાણીનાં ટીપાં માટે મરી રહેલા માણસમાં નથી !
આ પૃથ્વીના ગ્રહ પર એક અબજ અને એંસી કરોડ લોકો અત્યંત ગરીબાઈમાં જીવે છે.
રેની બાયેર
38 માટીએ ઘડ્યાં માનવી
Page #26
--------------------------------------------------------------------------
________________
મને એક ડૉલર આપો ને !
એમને એક ટેકનું ‘ભોજન' મળતું નથી. એના નસીબમાં ‘ભોજન' શબ્દ હોતો નથી. એની પાસે તો રસ્તામાં પડેલા રહ્યા-ખડ્યા રોટલી કે બ્રેડના ટુકડાઓ હોય છે. એ મેળવવા માટે પણ એને ‘યુદ્ધ' આદરવું પડે છે. મેલાંઘેલાં-ફાટેલાં કપડાંવાળાં બાળકો એના માટે ઝૂંટાઝૂંટ કરતાં હોય છે.
પૃથ્વીના ઘર પર રહેલા માનવીએ વિકાસ તો છેક ચંદ્ર ને મંગળ સુધી પહોંચવાનો કર્યો, પણ એ ગરીબની પેટની આગને હજી ઠારી શકતો નથી. બાહ્ય ભૌતિક વિકાસની સાથે એની સંવેદનાનું ગળું ટૂંપતો રહ્યો છે. યુદ્ધના અત્યાચારો હોય, આતંકવાદનો હુમલો હોય, રાજનેતાઓનું શોષણ હોય કે આવકનું કોઈ સાધન ન હોય, ત્યારે કારમી ગરીબીમાં સબડતી પ્રજાને માટે જીવવું દોહ્યલું બની જતું હોય છે.
કેવી રીતે જીવતાં હશે આ ગરીબ બાળકો ? પોતાના એક પ્રોજેક્ટના અનુસંધાનમાં વિશ્વખ્યાત ફોટોગ્રાફર રેની સી. બાયેરે આફ્રિકાના માલી દેશની સફર કરી. એનો હેતુ તો એ હતો કે આહાર સાથેના માનવીના ગાઢ સંબંધને બતાવતી તસવીરો ઝડપવી. આહાર સમયના એના ચહેરા પર જાગતા પ્રત્યેક મનોભાવોને તસવીરમાં ઝીલી લેવા ! પરંતુ જેમ જેમ એ આ તસવીરો ઝીલતી ગઈ, તેમ તેમ જગતની કઠોર-નઠોર વાસ્તવિકતા એની નજર સામે ઊભરી આવી. એણે નાનકડા માલી ગામમાં બે વર્ષનો બાળક અસહ્ય ગરમી અને ગૂંગળામણભર્યા વાતાવરણમાં લાકડાં બાળી કોલસો બનાવવામાં એની માતાને મદદરૂપ થતો જોયો.
આ દૃશ્ય જોઈ રેની સી, બાયેરના હાથ ધ્રુજવા લાગ્યા. એનું કારણ એ હતું કે તેની માતાની પાછળ રેની ગઈ, ત્યારે એણે મોટા અવાજે મુખીને બોલતો સાંભળ્યો, | ‘જુઓ, જે લોકો મજૂરી નહીં કરે એને ખાવાની છુટ્ટી નથી.’
આ બે વર્ષના બાળકને એની માતા સાથે મજૂરી એ માટે કરવી પડતી હતી કે એને કંઈક ખાવું હતું. એ બાળકનું નામ હતું મોહમદ એ, અહમદુ. મોટી મોટી તામ્રવર્ણી આંખોવાળા એ બાળકે હાથમાં થોડા ચોખાના દાણા લીધા. એ જ એનું ભોજન, એ જ એનું જીવન ! આ તસવીર ઝીલ્યા પછી રેની બાયર એટલી બધી બેચેન બની ગઈ કે
40 • માટીએ ઘડ્યાં માનવી
એ ક્ષણને એ ભૂલી શકતી નહોતી. મોટી આંખોવાળા અને મોટું મોટું ધરાવતા એ આફ્રિકન બાળકના હાથમાં રહેલા ચોખાના દાણા એના માનસચક્ષુ સમક્ષ સતત તરવરતા રહ્યા, પરંતુ એ તસવીરની સાથોસાથ મુખીનો નિષ્ફર અવાજ પણ હજી એના કાનમાં પડઘાતો હતો. આ ઘટનાએ રેની બાયરના ચિત્તમાં એવું મનોમંથન જગાવ્યું કે એક બાજુ જગતમાં કારમી ગરીબી છે અને એની સામે સંવેદનહીન લોકોની નિષ્ફરતા છે.
હવે એને રમણીય પ્રાકૃતિક દૃશ્યોની છબી પાડવામાં કોઈ ચેન કે સુકુન મળતું નહોતું. કોઈ વૈભવી સમારંભો, ભવ્ય સરઘસો કે વૈભવી કે વિશિષ્ટ પ્રદર્શનો જોઈને જાણે એનો કૅમેરો જ મુખ ફેરવી લેતો હતો ! એના હૃદયમાંથી પોકાર જાગ્યો, કે આ તો કેવી બાળમજૂરી, જ્યાં બાળકને જન્મથી જ ક્ષણેક્ષણ કારમી યાતના ભોગવવી પડે છે ? ગરીબાઈની આ કેદમાંથી મોત સિવાય ક્યારેય મુક્તિ નહીં.
માત્ર બે વર્ષની વયે જ થોડાક ચોખાના દાણાને માટે કારમાં તાપમાં કેવું ઝઝૂમવું પડે છે ! જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હોય એવી જગાએ કામ કરવું
‘કાઈક દિવસ” • 41,
Page #27
--------------------------------------------------------------------------
________________
પડે છે અને તે માત્ર બે વર્ષની કુમળી વયે ! અને એ કામની સાથે શોષણખોરો તરફથી વીંઝાતા શાબ્દિક કે શારીરિક કોરડાઓનો સામનો તો ખરો જ !
એ દિવસથી રેની બાયેરની દૃષ્ટિ અને એના કૅમેરાની આંખ પલટાઈ ગઈ. એણે મનોમન નિર્ધાર કર્યો કે મારે સંવેદનહીન જગતને એની ખોવાઈ ગયેલી સંવેદનાનું સરનામું આપવું છે ! નિષ્ફર માનવહૃદયમાં ક્યાંક લપાઈછુપાઈને પડેલા કરુણાના સોતને સહેજ સ્પર્શવો છે. વૈભવની આંખોથી અંજાઈને અંધ બનેલા માનવીને એવી વેદનાનો અહેસાસ કરાવવો છે કે ગરીબાઈથી લાચાર બનેલા માનવીઓ કેવા દોજખમાં જીવે છે !
એવામાં કમ્બોડિયાની તસવીરકલાની એક વર્કશોપમાં રેની બાયરને વધુ એક હૃદયદ્રાવક અનુભવ થયો. આ વર્કશોપમાં આ વિખ્યાત તસવીરકલાવિદ્ વિનામૂલ્ય તાલીમાર્થીઓને શિક્ષણ આપતી હતી. આ સમયે એણે એક છોકરાને જોયો. એણો એક હાડપિંજર જેવું બાળક તેવું હતું. એ બાળકનું નિસ્તેજ માથું એ છોકરાના ખભા પર ઢળેલું હતું. એની મોટી આંખોમાં ગરીબાઈ થીજી ગઈ હતી. પેલા છોકરાએ એના ફાટેલા શર્ટમાંથી પાતળો હાથ હેજ લાંબો કર્યો અને રેની બાયર સામે જોઈને કહ્યું,
‘મૅડમ, એક ડૉલર આપો... પ્લીઝ, ફક્ત એક જ , મારા ભાઈ માટે. પ્લીઝ.... પ્લીઝ.'
બાયરે એ તરફ જોયું. એના ચિત્તમાં ‘એક ડૉલર ' એ શબ્દો પડઘા પાડવા લાગ્યા. એણે વિચાર્યું કે એક ડૉલરમાં શું થાય ? એક ડૉલરમાં કઈ રીતે આ નાનો ભાઈ અને મોટો ભાઈ જીવી શકે ? હા, કદાચ એક ડૉલરમાંથી જે કંઈ મળે તે ખાઈને પોતાનું જીવન થોડું વધુ લંબાવી શકે, આખરી શ્વાસને થોડા આવે ઠેલી શકે. બાયરે એને એક ડૉલર આપ્યો અને એનાથી વ્યથિત બનેલી બાયેરે કમ્બોડિયામાં ચાલતા એક રાહત સંગઠનને આની વાત કરી. આ સમયે એણે કલ્પના પણ કરી નહોતી એવી હકીકત એની સામે આવી, કમ્બોડિયાના સાથીઓએ એને કહ્યું, કે શેરીમાં આપેલી ‘એક ડૉલર 'ની ભીખથી શોષિતના મુખમાં એનું ભોજન જવાને બદલે શોષણ કરનારનાં ખિસ્સાં ભરાય છે !
શોષિતોનું શોષણ કરનારા કેવા કહેવાય ? અહીં કોઈ કોઈની હત્યા કરતું નથી, પણ હકીકતમાં ગણતરીપૂર્વક માનવહત્યા કરે છે. શોષણ કરનારી
42 • માટીએ ઘડ્યાં માનવી
વ્યક્તિઓ શોષિતોનું લોહી વહેવડાવ્યા વગર એમના જીવનને ફાંસી આપે છે. આવો શોષક ગમે તેટલો દૂર હોય, તોપણ સમાજમાં શેઠિયો’ કહેવાય છે. એની દુષ્ટતા જોવાને બદલે સમાજ એના દોરદમામને સાષ્ટાંગ દંડવત્ કરે છે. માલી શહેરની અને કમ્બોડિયા દેશની ઘટનાએ રેની સી. બાયરને એવી તો વ્યગ્ર બનાવી દીધી કે હવે એણે એના વિચારને આકાર આપવાનો પ્રયત્ન શરૂ કર્યો.
રેની માને છે કે ભીતરમાંથી નાની બેન સાથે ગરીબ બાળક એક અવાજ આવે, પછી પારકા સાદની રાહ જોવાની ન હોય. એના અંતરમાંથી ઊઠેલી તીણી ચીસ એના અસ્તિત્વને કંપાવી દે છે. એ કોઈ પ્રોજેક્ટની રાહ જોવાને બદલે આ કામમાં ડૂબી ગઈ. મનમાં વિચાર આવ્યો કે ગરીબાઈ કોઈ દેશ કે ખંડમાં સીમિત નથી. એ તો આખી માનવજાતિને માથે તોળાયેલો અભિશાપ છે. આ માટે એણે જગતભ્રમણ કરવા વિચાર્યું. એક વિચાર શું પરિવર્તન સાધે છે, તે રેની બાયરના જીવનમાં જોવા મળ્યું, તે જ રીતે થોમસ એ, નઝરિયોને આવા જ એક વિચારે સંસ્થા સ્થાપવાની પ્રેરણા આપી. સાતેક વર્ષ પૂર્વે એણે “ધ ફરગોટન ઇન્ટરનેશનલ’ નામની સંસ્થાની રચના કરી.
વાત એવી બની હતી કે મહાનગરોની શેરીમાં ઘૂમતાં ઘૂમતાં નઝરિયોને અત્યંત કંટાળો આવ્યો. બીજી બાજુ એને ગામડાંમાં વસતાં પોતાનાં કુટુંબીજનો યાદ આવતા હતા. એ ગામડાંમાં એવા પણ લોકો હતા કે કશું જ મેળવ્યા વિના એમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહ્યા હતા. નઝરિયોને આવા વંચિત લોકોની ચિંતા જાગી. એમ થયું કે શહેરના સંપન્ન માનવીઓને તો ભરી ભરીને નીરખ્યા. એક સમયે આકર્ષક લાગતી એમની રોનક હવે સાવ ઝાંખી
કોઈક દિવસ” • 43
Page #28
--------------------------------------------------------------------------
________________
લાગે છે. મારે ગામડામાં વસતા એ લોકોનો વિચાર કરવો જોઈએ કે જેમને જીવન ટકાવવા માટે રોજેરોજ નહીં, પણ પ્રતિક્ષણ મહાભારત ખેલવું પડે છે.
થોમસ નઝરિયો મનોમન વિચારતો હતો કે “મોલમાં જઈએ ત્યારે આપણે જરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે કેટલી બધી દરકાર કરતા હોઈએ છીએ. એને માટે મોલમાં અહીંતહીં ઘૂમી વળીને પુષ્કળ સમય વિતાવીએ છીએ, પરંતુ પોતાના અસ્તિત્વ કાજે ઝઝુમતા લોકો વિશે આપણને વિચાર સુધ્ધાં આવતો નથી. શું લોકોને સત્યની પ્રતીતિ કરાવવા માટે કે જગાડવા માટે ફક્ત ભયંકર વંટોળ કે ધરતીકંપ જ પૂરતા છે ? શું દરરોજ ગરીબાઈના કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામે છે, તે વાસ્તવિકતા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની
જરૂર નથી ?
જગતના આ આકરા સત્યની શોધ કરવાનો નઝરિયાએ વિચાર કર્યો. શહેર છોડીને ગામડાંમાં અને ગામડાંમાં પણ કોઈ અત્યંત ગરીબ એવી વસ્તીમાં મોત ટાંપીને બેઠું હોય એવા લોકોની વચ્ચે જવાની ખેવના રાખી અને એમાં એણે ફોટોજર્નાલિસ્ટ રેની બાયરનો સાથ મળ્યો. નઝરિયોના વિચારને તો રેની બાયેરે ક્યારનોય પોતાની તસવીરોમાં કેદ કર્યો હતો. એ તસવીરો બાયેરની નજરમાંથી ખસતી નહોતી.
થોમસ નઝરિયોએ એને એક પ્રોજેક્ટ તરીકે આ કામ સોંપ્યું અને કોઈએ બાયરને પૂછવું પણ ખરું કે તમે કોઈ પ્રોજેક્ટ કે અસાઇન્મેન્ટ પર કામ કરતા હો, ત્યારે તમારું ચિત્ત ફક્ત એ મુજબ જે કામ કરે છે ?
એના ઉત્તરમાં રેની બાયરે આ પ્રમાણે કહ્યું, ‘જુઓ, કોઈ અસાઇન્મેન્ટ માટે વાટ જોવાની ન હોય. વ્યક્તિએ જાતે એક વિચાર પેદા કરવાનો હોય અને પછી એ વિચાર પર રાતદિવસ કાર્ય કરવાનું હોય.'
રેની બાયરે પોતાનું કામ શરૂ કર્યું. એ જે કોઈ દેશમાં જતી, ત્યાંના તસવીરકારોને મળતી. એમની સંસ્કૃતિને પામવાનો પ્રયાસ કરતી. બને તેટલી માહિતી એકઠી કરતી. પ્રજાજીવનની એકેએક બાબતની જાણકારી મેળવતી એની વિસ્તૃત નોંધ તૈયાર કરતી. પછી ભલે એ વિગતો એને ઉપયોગી ન હોય. એ પછી કોઈ પત્રકારને સાથે રાખતી. શહેર અને ગામડાંની શેરીઓમાં ઘૂમતી, લોકોના ઇન્ટરવ્યુ લેતી. કોઈ ઘટના કે છબીને કૅમેરામાં કંડારવા માટે કલાકો
A • માટીએ ઘડ્યાં માનવી
કે દિવસો વિતાવવા પડતા. પણ રેની બાયરને આનંદ એ વાતનો કે એણે કોઈ ‘પોઝ” કે “પોટ્રેટ'નો ફોટોગ્રાફ લીધો નહોતો, પણ ૨૧મી સદીની ગ્લોબલ બનેલી દુનિયામાં મોતના ઓથાર હેઠળ રઝળતી જિંદગીની સાચી છબી મેળવી હતી.
જે ધરતી પર અને જે સમયમાં આપણે જીવીએ છીએ, એ સમયની આ જીવંત હકીકત છે ! પ્રગતિના આકાશને આંબવા નીકળેલી પૃથ્વી પરની માનવજાતની સૌથી મોટી પીછેહઠનો આ નજરે દીઠો અહેવાલ છે. મુગ્ધ અને રમતિયાળ બાળપણને પરીકથાઓની રંગીન દુનિયામાં રમતું મૂકવાને બદલે અહીં પેટનો ખાડો પૂરવા માટે જીવતરનાં રુધિર રેડવાં પડે છે !
આફ્રિકાના ઘાનામાં વસતી આઠ વર્ષની ફાતી પર લાંબા વખતથી મલેરિયાની બીમારીએ ભરડો લીધેલો છે. એકાએક એવી ટાઢી ધ્રુજારી આવે કે આખું શરીર થરથર કાંપવા લાગે, પણ ન તો એની પાસે દર્દની ફિકર કરવાનો સમય છે કે ન તો એની પાસે કોઈ દવા છે. એ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ફેંકી દીધેલા ભાગોના ઢગલામાં કંઈક મેળવવા હાથ નાખીને ફંફોસે છે. ઇ-વેસ્ટના જોખમી વાતાવરણમાં એને એક-એક પેની મેળવવા માટે પોતાના આરોગ્યને દાવ પર લગાડવું પડે છે.
આ ઇ-વેસ્ટમાંથી મળેલા ભાગો એક નાનકડી બકેટમાં ભરે છે અને પછી ધાતુઓથી ભરેલી એ બકેટ માથા પર સમતોલ રાખીને વેચવા નીકળે છે. એને એટલી આશા છે કે એક ટંકના લુખા-સૂકા ભોજન પૂરતી રકમ તો આમાંથી મળી જશે. શરીરમાં તાવ અને માથા પર વજનને કારણે સતત વેદનાથી પીડાય છે. એની આંખોમાંથી આંસુ ટપકે છે, પણ ગમે તે થાય એને જીવવું હોય, તો આ રોજના મોતની વચ્ચેથી પસાર થવું પડે છે.
પચીસ વર્ષની લિબિયામાં વસતી જેસ્ટિના કોકો અને એની પુત્રી સાતાની સ્થિતિ કલ્પનાને પણ ધ્રુજાવી નાખે તેવી છે. જેસ્ટિના કોકો માત્ર ત્રણ વર્ષની હતી અને સાવ પાંગળી બની ગઈ. એ પગથી ચાલી શકતી નથી. હાથથી ઘસડાતાં ઘસડાતાં ચાલે છે. એ લોકોનાં કપડાં ધુએ છે, ગળચટાં બિસ્કિટ વેચીને ગુજરાન ચલાવે છે અને એમાંય ક્યારેક બિસ્કિટ ખરીદવાના પૈસા ન હોય, ત્યારે ભીખ માગીને શ્વાસ ધબકતા રાખે છે. એના દિલમાં એક
‘કાઈક દિવસ” • 45
Page #29
--------------------------------------------------------------------------
________________
જ ઇચ્છા છે, મારી દીકરી સાતાને નિશાળે મોકલીને ભણાવી શકું તો બસ !
હાલ તો એના નસીબમાં પોતાના ગંદા ઘરના લાકડાના ક્લોરના બારણે કોકડું વળીને બેસી રહેવાનું લખાયેલું છે. પ્રકૃતિ જેના પર અનરાધાર વરસી છે એવા આફ્રિકાના દેશોનું પહેલા ગોરા લોકોએ શોષણ કર્યું, એ પછી એમને આઝાદી મળી પણ એ આઝાદી મુક્તિ નહોતી. એ જ આફ્રિકનો સરમુખત્યાર બન્યા અને લોકોનાં હાડચામ ચૂસી લેવા લાગ્યા.
ઘાનામાં ઘણાં કુટુંબો એવાં છે કે જ્યાં એક સામાન્ય ઝૂંપડીમાં વીસ-વીસ માણસોનું કુટુંબ વસતું હોય ! એ ખીચોખીચ માનવોથી ભરેલી ઝૂંપડીમાં પાણીની કોઈ વ્યવસ્થા હોતી નથી. બાથરૂમની તો કલ્પના પણ ક્યાંથી થાય? આવાં ગંદકીના ગંજ ધરાવતાં રહેઠાણોમાં વસવાટ કરવો એટલે નરકથી પણ બદતર જુગાએ જીવવું !
પચીસ વર્ષની જેસ્ટિના કોકોને કોઈકના ઘરે ટૂંટિયું વાળીને રહેવું પડે છે. કોઈકના ઘરની ગલીમાં એની બાળકી સાથે તેને સૂવા મળે, તો થોડીઘણી ઊંઘ નસીબ થાય છે. જેસ્ટિનાના દિલમાં સતત એવી આશા છે કે કોઈક દિવસ એને નાનકડી ખોલી મળશે ! કોઈક દિવસ એમાં એ પોતાની દીકરી સાથે એમાં રહી શકશે ! કોઈક દિવસ એ એની દીકરીને નિશાળે મોકલી શકશે !
આ ‘કોઈક દિવસ' ક્યારે આવશે એનો જેસ્ટિના કોકોને કોઈ અંદાજ નથી. આજે તો માત્ર એને દરબદર ભટકતા રહેવું પડે છે. પડોશીઓની મહેરબાની પર જીવવું પડે છે. જો કોઈ દયા લાવીને એને ઘરના ખૂણે સૂવાની રજા આપે, તો એને સૂવા મળે છે. કારમી ગરીબીમાં અને મોતથી બદતર. હાલતમાં જીવતી જેસ્ટિના હજી જિંદગીથી હારી નથી. છેક ત્રણ વર્ષની હતી ત્યારે એ વિકલાંગ બની. કારમી ગરીબી, ભૂખનું દુ:ખ, રહેવાનું કોઈ ઘર નહીં અને ચાલી શકે એવા પગ નહીં ! માત્ર પગ જ પાંગળા થયા નહોતા, કે એની જિંદગી પાંગળી થઈ ગઈ હતી.
આજે એ ભીખ માગીને પોતાનો ગુજારો કરે છે. વરસાદ હોય, ત્યારે એને બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે. ઉઘાડવાળા દિવસે એને સખત મહેનત કરવી પડે છે. એ આજુબાજુથી કપડાં એકઠાં કરે છે અને પછી ધોવા બેસે છે. એને કામ કરીને જીવવાની ભારે તમન્ના છે, પાંચ વર્ષની પુત્રી એની
46 • માટીએ ઘડ્યાં માનવી
જસ્ટિના કોકો અને એની પુત્રી આંખની કીકી છે અને એને માટે એ ગમે તેવો સંઘર્ષ ખેડવા તૈયાર છે.
ક્યારેક એમ પણ થાય કે અમેરિકા જેવા સમૃદ્ધ દેશની જેલમાં રહેતા ગુનેગારોને આ ગરીબો કરતાં વધારે સવલત અને અધિકારો છે ! ગુનેગારોને સૂવા માટે પૂરતી જ ગા મળે છે, પલંગ પર પથારી મળે છે અને દિવસમાં ત્રણ ટંક ભોજન મળે છે. જેસ્ટિના કોકો અને સાતાની કમનસીબી એ કે એ એવા દેશમાં જન્મ્યા કે જે દેશ અવિરત આંતરવિગ્રહ, કારમો દુષ્કાળ, અણધારી કુદરતી આફતો અને સૌથી વધુ તો શોષણખોર જુલ્મી સરમુખત્યારોથી ઘેરાયેલો છે.
જિંદગીમાં ગરીબીની આફત હોય, પણ એ આફતની સાથે બીજી ઘણી આફત આવતી હોય છે. અગિયાર વ્યક્તિના પરિવારનું ભરણપોષણ કરતી ફાના કમબોડિયા અને થાઇલૅન્ડની સરહદે આવેલી એક ખાણમાં કામ કરતી હતી. ૧૯૮૮માં એ ખાણમાં અણધારી રીતે એક સુરંગ ફાટી અને ફાના સુરંગની લપેટમાં આવી ગઈ. એમાં એને એનો એક પગ ગુમાવવો પડ્યો. આજે સાઈઠ વર્ષની વિધવા ફાના અગિયાર લોકોના પરિવારની મોભી છે. પરિવારજનોને થોડા બ્રેડના ટુકડા મળે એને માટે જીવનમાં મહાભારતીય
‘કોઈક દિવસ’ * 47
Page #30
--------------------------------------------------------------------------
________________
સંઘર્ષ ખેલે છે. એ ભાડાના ઘરમાં રહે છે અને હવે એ બિલ્ડરની ધમકીનો
સામનો કરે છે, કારણ એટલું કે ૨૦૦૮માં એક બિલ્ડરે આ વિસ્તાર ખરીદી
લીધો છે અને હવે એ વિસ્તારનાં બધાં ઘરો તોડી પાડીને ઇમારત ઊભી કરવા માગે છે. વિધવા ફાના પાસે એની આવતીકાલ કેટલી કરુણ હશે એ વિચારવાનો સમય નથી, કારણ કે એને આ અપંગ અવસ્થામાં પણ સતત કામ કરવું પડે છે.
એંસી વર્ષની બોલિવિયન વૃદ્ધા જેકોબા કોકિટા સવારે સાડા સાત વાગે ખેતરમાં જઈને ગોધૂલિ વેળા સુધી ખેતરમાં પડેલા જવના દાણા કે લીલા વટાણા વીણે છે, બુઢાપો એના પર સવાર થઈ ગયો છે, માંડ માંડ એક એક ડગલું ભરી શકે છે અને સાવ ઝાંખી આંખે ખેતરમાં વટાણા શોધે છે. એની પાસે પોતાની એક ગાય અને ગધેડો છે, પરંતુ એને શું ખવડાવી શકે? આથી એ પ્રાણીઓને રઝળતાં મૂકી દે છે. આવી સ્થિતિમાં હમણાં દુષ્કાળે દેખા દીધી છે. ઓછો વરસાદ પડતાં વટાણાના ઉત્પાદન પર તે ઊગે તે પહેલાં જ ઘાતક
અસર થઈ છે, આથી આ એંસી વર્ષની વૃદ્ધાને માટે ખેતરમાંથી અનાજના દાણા વીણીને નજીકના શહેરમાં જઈને વેચવા સિવાય બીજો કોઈ આરો કે ઓવારો નથી.
શાળાએ જવાના જે દિવસો હોય, ત્યારે પેટનો ખાડો પૂરવા બાળકોને મજૂરી કરવી પડે છે. બાળમજૂરી સામે દુનિયાભરમાં અવાજો જાગે છે. હકીકતમાં તો ગરીબી સામે અવાજ ઊઠવો જોઈએ, કારણ કે બાળમજૂરી એ બાળકની લાચારી હોય છે. કેટલાય દેશોમાં નાનકડા છોકરાઓ ઢોર ચરાવવા જાય છે, તો કેટલાય દેશોમાં માતાપિતાને એવી આકરી મજૂરી કરવી પડે છે કે સંતાનને નિશાળે મોકલવાની કલ્પના થઈ શકતી નથી. એમને નાનાં ભાઈબહેનને સાચવવાનાં હોય છે.
રેની બાયરે દુનિયાના ચાર ખંડોના દસેક જેટલા દેશોની સફર કરી. એનો હેતુ તો એવો હતો કે રોજના એક ડૉલર કરતાં પણ ઓછી આવક સાથે ગુજરાન ચલાવતાં લોકોની તસવીરો લઈને આ દુનિયા પરની ગરીબાઈનો વાસ્તવિક ખ્યાલ પેશ કરવો. એક અર્થમાં કહીએ તો દુનિયાના સૌથી ગરીબ લોકોના સંઘર્ષને કૅમેરાની આંખે નિહાળીને દસ્તાવેજ રૂપે જગત સમક્ષ પ્રસ્તુત 48 • માટીએ ઘડવાં માનવી
કરવો. એણે જિંદગીને બદલી નાખે તેવી મુસાફરીના નિચોડ રૂપે બસો ને પંદર તસવીરોનું ‘લિવિંગ ઑન અ ડૉલર અ ડે : ધી લાઇવ્ઝ ઑફ ધી વર્ડ્ઝ પૂઅર’ પુસ્તક તૈયાર કર્યું. આમાં એક ડૉલરની કમાણી પર નભતાં કુટુંબોની કરુણ કથા આલેખી. ક્યાંક છ-છ વ્યક્તિનું કુટુંબ હોય અને કુટુંબની કમાણી માત્ર એક ડૉલર હોય. આવા લોકોના રોજિંદા જીવનની ક્ષણોને એણે કૅમેરામાં કંડારી દીધી અને એણે કલ્પના પણ કરી ન હોય એવી પરિસ્થિતિ જોવા મળી અને અનુભૂતિ થવા લાગી.
ન
આ તસવીરોમાં વેદના, ભૂખ, લાચારી, નિસહાયતા અને કુદરતની ક્રૂર
મજાક જોવા મળે છે. આ જગત પર એક અબજ ને એંસી લાખ લોકો કારમી ગરીબીમાં જીવે છે, પણ જેઓ સમૃદ્ધ છે એવા બહુ ઓછા લોકોએ આ ગરીબોની આંખમાં આવેલાં આંસુ જોયાં છે. એમને મદદ કરીને લૂછવાની વાત તો બાજુએ રહી !
રૈની સી. બાયરની આ વૈશ્વિક પ્રવાસયાત્રામાં એણે ભારતની ગરીબીને પણ તસવીરોમાં ઉજાગર કરી છે. ભવ્ય ઉત્સવો, મહોત્સવો અને પ્રચંડ આયોજનોના આ દેશમાં રહેલી ગરીબીનું રેની બાયરે જે આલેખન કર્યું છે તે હકીકત જોઈને આપણું માથું શરમથી ઝૂકી જાય છે. ભારતના ધર્મશાલામાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં ઘરમાં માત્ર બે જ સભ્ય રહે છે. એક છે પાંચ વર્ષની રુદ્રા અને બીજી છે ત્રણ વર્ષની સુહાની. એમને ન કોઈ આશરો છે કે ન કોઈ આધાર છે.
ઉત્તર ભારતના એક ગામમાં ઝૂંપડામાં વસતી વીસ વર્ષની કલ્પનાને બે પુત્રીઓ છે. એક છે બે વર્ષની સંગીતા અને બીજી છે પાંચ મહિનાની સરિતા. બે વર્ષની સંગીતાને એની માતા ભૂખી રાખે છે. નવ પાઉંડનું વજન ધરાવતી આ સંગીતાના હાડપિંજર જેવા શરીરને જોઈને વધુ ભીખ મળે તેથી ખાવા આપતી નથી. તો જ કલ્પના એના પાંચ મહિનાના બાળકની સંભાળ લઈ શકે.
દિલ્હીના એ ઝૂંપડપટ્ટીના વિસ્તારના કચરાઓના ઢગલાની બાજુમાં ભયંકર દુર્ગંધ ધરાવતા મળ-મૂત્રના ઉકરડાને ફંફોસતો એક બાળક જોયો. એના હાથ ખુલ્લા હતા. એના હાથ પર કોઈ રક્ષણાત્મક મોજું કે બીજું કશું પહેર્યું નહોતું. એનાં વસ્ત્રો મેલાં અને ફાટેલાં હતાં. આ ઉકરડામાંથી કશુંક ‘કોઈક દિવસ’ • 49
Page #31
--------------------------------------------------------------------------
________________
ગરીબીનાં દશ્ય પોતાની તસવીરોમાં કંડાર્યો, પણ એને સૌથી વધુ પીડા તો ભારતમાં થઈ. એણે એમ નોંધ્યું કે આ ભારતમાં મેલું ઉપડાવવાનું ધિક્કારભર્યું કાર્ય કરાવાય છે. સ્ત્રીઓને સાવ નજીવી રકમ આપીને માથા પર વિષ્ટા ઉપાડવાની સ્થિતિ અને નર ક થી પણ બદતર લાગી, એનાથી એ એટલી બધી વ્યથિત થઈ ગઈ કે ઘણી વાર એ તસવીર પાડવાને બદલે પોતાના કેમેરામાં રહેલી બીજી કોઈ તસવીરને જોતી હતી અને આપણી સંવેદનબધિરતા જોઈને એનાથી ઊંડો નિઃસાસો નખાઈ જતો હતો.
ગરીબી અને ભૂખનાં આંસુ મેળવીને અને એને વેચીને પોતાના કુટુંબીજનોનો નિભાવ કરવાનો પ્રયત્ન કરતો હતો. આ સમયે રેની બાયેર ધોમધખતા તાપમાં ઊભા રહીને વિચારતી હતી કે આ છોકરો એમના તરફ જુએ. ધોમધખતો તાપ, નાક ફાડી નાખે એવી ભયંકર દુગંધ અને એની વચ્ચે આ છોકરો ઊભો હતો, જેની બાયેર વિચારતી હતી કે આ છોકરાના ફોટાને અર્થસભર રીતે કઈ રીતે પ્રસ્તુત કરું ? આથી એ એની સાથે છોકરાના ઘેર ગઈ. બાયરે આવું ઘર જિંદગીમાં જોયું નહોતું. દસ બાય દસની ઓરડીમાં આ ત્રણે છોકરાઓ અજિત, દિલીપ અને કુલદીપ રહેતા હતા, પરંતુ સાથોસાથ એણે એ પણ જોયું કે આ છોકરાઓ સાથે મળીને મોજ મસ્તી કરતા હતા.
રેની બાયર વિચારમાં પડી. એક બાજુ ઉકરડામાંથી કશુંક ફંફોસતો છોકરો અને બીજી બાજુ પોતાના બાંધવો સાથે મજાક-મસ્તી કરતો છોકરો. આ છોકરો એના કુટુંબને જીવતું રાખવામાં મદદરૂપ થતો હતો અને એની સાથોસાથ પથારીમાં સહુની સાથે મોજ મસ્તી કરતો હતો. ગરીબીનાં આંસુ અને આનંદનો આવિષ્કાર - બંને એકસાથે અનુભવ્યાં. આમાંથી રેની બાયરને એક નવું રહસ્ય મળ્યું. માનવી સૌથી દુષ્કર વિપદાભરી પરિસ્થિતિમાંથી કેવી રીતે પોતાનો માર્ગ શોધી શકે છે તે જોવા મળ્યું.
આ હૃદયદ્રાવક તસવીરો લેનારી રેની બાયેરે બાળમજૂરી અને કારમી
50 • માટીએ ઘડવાં માનવી
કોઈક દિવસ’ • 51
Page #32
--------------------------------------------------------------------------
________________
ભીતરનો અવાજ
ગગનચુંબી ઇમારતની ઝાકઝમાળ જગત જુએ છે, પરંતુ એના પાયામાં રહેલી ઈંટ કે પથ્થરો તરફ કોઈ વિરલાની જ દૃષ્ટિ પડે છે. પ્રશંસા અને શણગાર ભલે ગગનચુંબી ઇમારતના થતા હોય, પરંતુ મજબૂત આધાર અને સમર્પણનો મહિમા તો એના પાયામાં પડેલી ઈંટોનો હોય છે.
જેમ નાનકડી ઈંટમાંથી વિશાળ ઇમારતનું સર્જન થાય છે, એ જ રીતે કોઈ એકાદ નાનકડા મૌલિક વિચારથી વ્યક્તિ જગતને અજાયબ લાગે એવી અભૂતપૂર્વ ઇમારતનું સર્જન કરે છે. એ વિજ્ઞાનની હેરતભરી દુનિયા હોય, સાહિત્યની સૌંદર્યમયી સૃષ્ટિ હોય, ટૅકનોલોજીનું કોઈ સંશોધન હોય કે પછી માનવકરુણાની કોઈ વાત હોય ! સઘળે મૌલિક વિચારનો મહિમા છે, જેના પર આચારની અપૂર્વ ઇમારત ચણાય છે.
એક મૌલિક વિચાર સમય જતાં જગતની દૃષ્ટિને પલટી નાખે છે. ચિત્તમાં એક ભાવ જાગે અને અદમ્ય પુરુષાર્થથી એ ભાવ સાકાર થાય, ત્યારે કલ્પના પણ કરી ન હોય તે રીતે જગતનો ચહેરો બદલાઈ જાય છે.
યુગાન્ડા દેશનો વતની ડેરેક કાયોન્ગો, એક નિર્વાસિત તરીકે અહીં-તહીં ભટકવામાં એનું બાળપણ પસાર થયું, પરંતુ એ પછી આ યુવાને પુરુષાર્થ કરીને જીવનમાં પ્રગતિ હાંસલ કરી. એક વાર પોતાના કોઈ કામ માટે એણે અમેરિકાના ફિલાડેલ્ફિયાની એક હોટલમાં રોકાણ કર્યું. એણે જોયું તો આ હોટલમાં રોજ નવી નવી સાબુની ગોટી બદલવામાં આવતી હતી. પહેલાં તો કાયોન્ગોએ એમ માન્યું કે આ નવા સાબુની કિંમત એની પાસેથી વસૂલ કરવામાં આવશે, એથી એણે કહ્યું કે જૂનો સાબુ ચાલશે, આજે નવા સાબુની મારે જરૂર નથી.
હોટલના કર્મચારીએ કહ્યું, ‘રોજ નવી સાબુની ગોટી પૂરી પાડવાની હોટલની પ્રથા છે, આથી તમે એની કિંમતની લેશમાત્ર ફિકર કરો નહીં. ગઈકાલની થોડી વપરાયેલી સાબુની ગોટી મને પાછી આપી દો. તમને રોજ નવો સાબુ વિનામૂલ્ય આપવામાં આવશે.'
ડેરેક કાયોન્ગોને હજી એ સમજાયું નહીં કે તેઓ શા માટે એણે વાપરેલી સાબુની ગોટી લઈ ગયા અને નવી ગોટી મૂકી ગયા ! ડેરેક યુગાન્ડા પાછો આવ્યો, ત્યારે એણે એના પિતાને કહ્યું, ‘આ અમેરિકામાં તો હોટલમાં રોજ નવી નવી સાબુની ગોટી આપવામાં આવે છે અને જૂની ગોટી ફેંકી દે છે.'
ડેરેકના અનુભવની વાત સાંભળીને એના પિતાએ વસવસો પ્રગટ કરતાં હોય તેમ કહ્યું, ‘અમેરિકા જેવા દેશને સાબુની ગોટી ફેંકી દેવી પોસાય.”
પિતાનાં આ વસવસાભર્યા વાક્યોએ ડેરેકને વિચારતો કરી મૂક્યો. એણે વિચાર્યું કે રોજ નવો સાબુ મૂકવાની પ્રથા ધરાવનારી હોટલો તો દુનિયાભરમાં ઘણા દેશોમાં હશે. આ દરેક હોટલમાં રોજ સવારે પ્રત્યેક રૂમમાંથી થોડી ઘણી વપરાયેલી સાબુની ગોટીઓ લઈ લેવાતી હશે અને નવી નક્કોર ગોટી મૂકવામાં આવતી હશે. આને પરિણામે થોડી વપરાયેલી કેટલી બધી સાબુની ગોટીઓ ફેંકી દેવાતી હશે ! વળી બીજી બાજુ આ દુનિયા પર એવાં હજારો લોકો છે કે જેમના નસીબમાં સાબુની ગોટી પણ નથી અને એને કારણે એમને અનેક રોગોનાં ભોગ બનવું પડે છે.
ભીતરનો અવાજ • 53
ડેરેક કાયોગો
Page #33
--------------------------------------------------------------------------
________________
ડેરેક કાયોગોના ચિત્તમાં એકાએક એક વિચાર ઝબક્યો. આવી સાબુની ગોટીઓ એકઠી કરીને એને ફરીથી નવી તૈયાર કરીએ તો કેવું? જેઓ સાબુ ખરીદી શકતાં નથી તેમને આવી તૈયાર કરેલી ગોટીઓ મોકલીએ તો કેવું સારું? કાયોન્ગો પોતાના બાળપણની કારમી ગરીબાઈ અને રઝળપાટ ભૂલ્યો ન હતો. યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીનના નિર્દયી જુલમથી ઊગરવા માટે એ એનાં માતાપિતા સાથે વતનમાંથી ભાગી છૂટ્યો હતો. જીવ બચાવવા માટે અનેક યાતનાઓ સહન કરી હતી અને પારાવારે અભાવ વચ્ચે નિર્વાસિતની છાવણીમાં આશરો લીધો હતો.
એ સમયે છાવણીઓમાં ઊભરાતાં બેબસ માનવીઓ અને ચોપાસ ફેલાયેલી ગંદકી વચ્ચે જીવવું પડ્યું હતું. કેટલાંય કમભાગી બાળકોને આ ગંદા, અસ્વચ્છ વાતાવરણમાં અકાળે અવસાન પામતાં જોયાં હતાં. એ દુ:ખની રાત ઘણી લાંબી હતી અને પોતાના બાળપણની એ હૃદયવિદારક સ્મૃતિઓની વાત કરતાં ડેરેક કાયોન્ગો બોલી ઊઠે છે, ‘જેનો અંત ન આવે તેમ હોય એવા લાંબા સમય સુધી દુ:ખ વેઠ્યા પછી શાળાએથી આવતાં બાળકોના મૃતદેહ જોવા મળે, ત્યારે તેની કરુણતાની વાત કેમ કરી શકાય ? મારા પુષ્કળ મિત્રો અનાથ બન્યા હતા, જ્યારે હું જીવવા માટે નસીબદાર નીવડ્યો.'
કાયોન્ગોએ આ છાવણીમાં પાયાની જરૂરિયાતથી વંચિત લોકોને પુષ્કળ સંઘર્ષ કરતા જોયા હતા. એ સમયે સાબુની સાચી મૂલ્યવત્તાનો ડેરેક કાયોન્ગોને અહેસાસ થયો.
કાયોન્ગોએ કહ્યું, ‘નિર્વાસિતોના કૅમ્પમાં જીવતા લોકોનું જીવન બદતર હતું. સાબુ મેળવવો તે તો એમને માટે અત્યંત મુશ્કેલીભર્યું કામ હતું. અરે ! એમ કહી શકાય કે એમને માટે સાબુ જેવી ચીજનું પૃથ્વી પર કોઈ અસ્તિત્વ જ નહોતું અને બીજી બાજુ માત્ર હાથ ધોઈને એને સ્વચ્છ કરી શકવાની અશક્તિને કારણે લોકો ગંભીર રીતે બીમાર પડી જતા હતા.'
કાયોન્ગ કૉલેજમાં અભ્યાસ કરીને સ્નાતક બન્યો અને સમય જતાં અમેરિકાનો નાગરિક બન્યો. અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં આવ્યા પછી પણ પોતાના ભૂતકાળને એ વીસર્યો નહીં.
ચોપાસ દેખાતી ભવ્યતા વચ્ચે એ માદરે-વતનની દરિદ્રતાને ભૂલ્યો નહોતો. સમૃદ્ધ મહાનગરોની ચમક-દમકથી એ અંજાઈ જતો હતો, પરંતુ એના
S4 • માટીએ ઘડ્યાં માનવી
હોટલોમાંથી વપરાયેલ સાબુને એકઠા કરતો ડેરેક કાયોન્ગો મનમાંથી સ્વદેશનાં રોગિષ્ટ, નિર્બળ, હાડપિંજર જેવાં શિશુઓની કરુણાદ્ર છબી ખસતી નહોતી. ક્યારેક એનું ચિત્ત વિચારે ચડતું કે અહીં અમેરિકામાં ઈશ્વરે કેટલું અઢળક આપ્યું છે અને ત્યાં ઈશ્વરે જરૂ૨ પૂરતું આપવામાં પણ ભારે કંજૂસાઈ દાખવી છે !
અહીં તો વિનામૂલ્ય રોજ નવી નવી સાબુની ગોટીઓ પ્રત્યેક રૂમમાં બદલવામાં આવે છે. આ વાત સાંભળીને ડેરેક કાયોન્ગોએ અમેરિકાની સમૃદ્ધિ પ્રત્યે વાહ વાહ કરી નહીં, પરંતુ એને એ વાતનું સ્મરણ થયું કે મારા દેશનાં એવાં કેટલાંય બાળકો છે કે જેમને સાબુની ગોટી મળતી નથી. સ્નાન કરીને ચોખ્ખાં થઈ શકતાં નથી. ધૂળ, માટી અને ચેપી રોગનાં જંતુઓથી એમના દેહ લીંપેલા હોય છે અને સ્વચ્છતાના અભાવે એ જીવલેણ રોગનો ભોગ બને છે. ક્યાંક માતાના ખોળામાં જેના દેહનાં હાડકાં ગણી શકાય એવું બાળક મરવા માટે અંતિમ શ્વાસનાં તરફડિયાં મારતું હોય છે, તો ક્યાંક નિશાળે ગયેલું બાળક જીવતું ઘેર પાછું ફરતું નથી, એનો મૃતદેહ જ પાછો આવે છે !
એ વિચારતો હતો કે હાથ અસ્વચ્છ હોવાને કારણે વ્યક્તિ બીમાર પડે અને પછી એને હૉસ્પિટલમાં દાખલ થવું પડે તે ઘણું ખર્ચાળ બની જાય છે. આ સઘળી સમસ્યાનો પાયો સ્વચ્છતાનો અભાવ છે અને એને પરિણામે મૃત્યુનો વધતો આંક છે.
ભીતરનો અવાજ • 55
Page #34
--------------------------------------------------------------------------
________________
અમેરિકામાં નવા ઇમિગ્રન્ટ અને નવા નાગરિક તરીકે કાયોન્ગોને જીવવા મળ્યું તેનો એને આનંદ હતો, પરંતુ એક આફ્રિકન તરીકે એ પોતાના વતનના લોકોની પરિસ્થિતિ સહેજે ભૂલી શકે તેમ નહોતો અને એથી એણે મનોમન વિચાર કર્યો કે આ સાબુની ગોટીઓ એકઠી કરીએ, એને કચરાના ઢગલામાં પધરાવી દેવાને બદલે સ્વચ્છ કરીએ અને દરિયાપાર મોકલવા માટે ફરી પ્રક્રિયામાંથી પસાર કરીએ અને પછી જો એ હૈતી, યુગાન્ડા અને સ્વાઝીલેન્ડ જેવા દેશોમાં મોકલાય, તો ત્યાંનાં ગરીબ બાળકોને એ જીવલેણ રોગો સામે લડવામાં મદદરૂપ બની શકે.
શરૂઆતમાં તો ડેરેક કાયોન્ગોના આ વિચારને સહુએ હસી કાઢ્યો. કઈ રીતે દુનિયાની હોટલોમાંથી સાબુની ગોટીઓ ભેગી થાય ? એ ભેગી થયા પછી કોણ એનો પુનઃ ઉપયોગ કરી શકાય એવી પ્રક્રિયામાંથી એને પસાર કરે ? એવી સાબુની ગોટી અત્યંત ગરીબ હાલતમાં જીવતા લોકો સુધી કોણ પહોંચાડે
આમ ડેરેક કાયોન્ગો સામે ‘કોણ ?'ના કેટલાય પ્રશ્નો હતા, પરંતુ બીજી બાજુ ઓછી આવક ધરાવતા દેશોમાં જીવતાં બાળકોનો ઊંચો મૃત્યુદર એને વ્યથિત કરતો હતો. એ જાણતો હતો કે સાબુ પ્રાપ્ય નથી તેનો પ્રશ્ન નથી, ખરો પ્રશ્ન તો એની કિંમતનો છે. સૌથી મોટી સમસ્યા તો એ સામાન્ય માનવીની ખરીદશક્તિની છે. ડેરેક કાયોર્ગોના કહેવા પ્રમાણે, “એક ડૉલર કમાતી વ્યક્તિ માટે સાબુની ગોટી ૨૫ સેન્ટમાં પડતી હોય તો, એ સાબુની ગોટી ખરીદવાને બદલે ખાંડ કે દવા ખરીદવાનું વધુ પસંદ કરશે. જીવન માટે જરૂરી હોય, એવી અનિવાર્ય વસ્તુ વ્યક્તિ સામાન્ય રીતે પહેલી પસંદ કરે છે.'
ડેરેક કાયોન્ગોએ તપાસ કરી કે સાન એન્ટોનિઓ અને ટેક્સાસ જેવાં અમેરિકાનાં રાજ્યોની આશરે વીસેક લાખની વસ્તી છે અને ગરીબ દેશોમાં વીસ લાખ જેટલાં બાળકો પ્રતિવર્ષ મરડા (ડાયરિયા) જેવી બીમારીને કારણે મૃત્યુ પામે છે. ડેરેકે હોટલોની મુલાકાત લીધી ત્યારે એણે પ્રચંડ આઘાતની લાગણી અનુભવી, એકલા ઉત્તર અમેરિકામાં જ દર વર્ષે કરોડો સાબુની ગોટીઓ આ રીતે ફેંકી દેવાતી હોય છે. એણે એની જાતને પ્રશ્ન કર્યો,
‘જ્યારે બીજા લોકો પાસે દિવસોના દિવસો સુધી સાબુની એક પણ ગોટી ન હોય, ત્યારે આટલા બધા વિપુલ જથ્થામાં સાબુની ગોટીઓ ખરેખર ફેંકી
S6 • માટીએ ઘડ્યાં માનવી
નિર્વાસિતોને સાબુની ગોટી દેવાય ખરી ?”
એના અંતરમાંથી અવાજ જાગ્યો, ‘આવું કદી સાંખી લેવાય નહીં. આવી સ્થિતિ સહેજે યોગ્ય નથી.'
એણે સ્વપ્ન જોવાનું શરૂ કર્યું. આવી સાબુની ગોટીઓ નવા રૂપે ગરીબોને મળે તો ? પોતાની આ ભાવ દર્શાવતાં એ કહે છે, “આપણે બધાં સ્વપ્નો જોઈએ છીએ, પણ કેટલાક લોકો તેમની જિંદગી સ્વપ્ન સાકાર કરવામાં વિતાવે છે, જ્યારે બીજા જિંદગીભર સ્વપ્નાંઓ જ જોયાં કરે છે. તમે તમારાં સ્વપ્નો જીવી જાણો છો એટલે તમે તમારી નિષ્ફળતાઓની ભીતિને બાજુ પર મૂકી શકો છો. નિષ્ફળતાઓને શીખવાની પ્રયોગશાળા માનીને તમારા ધ્યેયની સિદ્ધિ માટે યત્ન કરો છો. મેં હંમેશાં ઇરાદાઓ અને સંકલ્પને સાકાર કરવા માટે નિષ્ફળતાને ચાહવાનો પ્રયત્ન કર્યો છે.'
આમ ડેરેક કાયોન્ગોને ચોપાસ નિષ્ફળતા મળી, પરંતુ એ નિષ્ફળતામાં એની સફળતાની શોધ ચાલુ હતી. એણે ધનાઢય લોકો કે વૈભવી હોટલના માલિકો પ્રત્યે કોઈ અણગમો દાખવ્યો નહીં. જેમને રોજ એક નહીં, પણ અનેક સાબુની ગોટીઓ પ્રાપ્ત થતી હતી એવા સુખી-સમૃદ્ધ લોકોની ઈર્ષા કરી નહીં,
ભીતરનો અવાજ • 57
Page #35
--------------------------------------------------------------------------
________________
પરંતુ એણે આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાનું નક્કી કર્યું. એ માનતો હતો કે બીજા લોકો આપણે માટે શું નથી કરતા એની ફરિયાદ કરવી તે આપણે માટે યોગ્ય નથી. પરંતુ આપણે સહુએ સાથે મળીને વિચાર કરીને આ પરિસ્થિતિનો ઉકેલ મેળવવો જોઈએ અને એ ઉકેલની દિશામાં જવા માટે ડેરેક કાયોન્ગો દુનિયાને એક નવો વિચાર આપવા માટે કટિબદ્ધ બન્યો.
આ સાબુની ગોટીઓ ફરી પ્રોસેસ કરીને જરૂરિયાતમંદને આપવામાં આવે, તો કેટલાં બધાં બાળકો અને પોતાના વતનમાં વસતાં જાતિભાઈઓ અકાળ કરુણ મૃત્યુમાંથી ઊગરી જાય ! એણે વપરાયેલા સાબુને પુનઃ વાપરવા માટેની પ્રોસેસ શરૂ કરી અને દુનિયાનાં બાળકોનો મૃત્યુદર ઘટાડવા અંગે બાથ ભીડવા પહેલા પગથિયે પગ મૂકવાનું નક્કી કર્યું. બાળકોનું શરીર ચોખ્ખું ન હોય, એમના હાથ ગંદા હોય, એના પર જીવાણુઓ લાગેલાં હોય, તેથી એ બાળકો જે કંઈ ભોજન કરે, તેની સાથે રોગનાં જંતુઓ એમનાં શરીરમાં જતાં હતાં. હાથ ચોખ્ખા કરવા, એ એક સામાન્ય બાબત લાગે છે, પણ એ હકીકતમાં મનુષ્ય જાતિની સ્વચ્છતાને માટે અસામાન્ય બાબત છે.
ડેરેક કાયોન્ગોએ આને માટે ૨00૯માં એક યોજના શરૂ કરી. એ યોજનાનું નામ રાખ્યું ‘ગ્લોબલ શોપ પ્રોજેક્ટ'. આને માટે એની પત્ની અને
સ્થાનિક મિત્રોનો સહયોગ લીધો, અમેરિકાના એટલાન્ટા શહેરની હોટલોની રૂબરૂ મુલાકાત લીધી. હોટેલ-માલિકો સાથે વાર્તાલાપ કર્યો. પહેલાં તો હોટલમાલિકોને ડેરેક કાયોગો કોઈ દીવાનો આદમી લાગ્યો. આમ ફેંકી દેવાતી નગણ્ય વસ્તુ માટે આટલો બધો ઉધમાત શા માટે ?
કોઈએ સલાહ પણ આપી કે, ભાઈ આજનો જમાનો તો ‘થ્રો અવે” સંસ્કૃતિનો છે. સહેજ વાપરો, ન વાપરો અને ફેંકી દો. વસ્તુને વાપરવાનો જેટલો મહિમા છે, એનાથીય વિશેષ મહિમા એને ફેંકી દેવાનો છે. બ્લેડથી એક-બે વખત શેવિંગ કર્યું અને તે ફેંકી દો. રેઝર થોડું વાપર્યું અને નવી જાતનું લાવો. સેલથી આકર્ષાઈને કપડાંની ધૂમ ખરીદી કરો અને પછી એમાંથી મોટા ભાગનાં કપડાં ફેંકી દો. ડેરેક કાયોન્ગો આ દુનિયાને બરાબર પહેચાનતો હતો, આથી સહુની સલાહ એ શાંત ચિત્તે સાંભળતો હતો. આફ્રિકન બાળકોની બેહાલ પરિસ્થિતિનો એ ચિતાર આપતો, ત્યારે કેટલાક એમ કહેતા કે એમાં અમને અમેરિકાવાસીઓને શું ? તો કેટલાક એમ કહેતા કે આવી પળોજણમાં
58 • માટીએ ઘડ્યાં માનવી
પડવા અમે તૈયાર નથી.
વળી સાબુની ગોટીઓ ભેગી કરે કોણ ? હોટલમાં હાઉસ-કીપિંગ કરનારા સફાઈ કરશે કે ગોટીઓ એકઠી કરશે ? પણ ડેરેક કાયોન્ગ હિમ્મત હાર્યો નહીં. નિષ્ફળતા મળતી હતી. એના મિત્રો એની આ મથામણ જોઈને ક્યારેક મૂંઝવણ પણ અનુભવતા હતા. અમેરિકા જેવા દેશમાં કોને આવી પરવા હોય ? અને ત્યારે ડેરેક કાયોન્ગો એમને હિંમત આપતો. ધીરે ધીરે એટલાન્ટાની કેટલીક હોટેલોએ આ દીવાનાને સાથ આપ્યો.
સમય જતાં અમેરિકાની ત્રણસો જેટલી હોટલો આ સાબુની ગોટીઓના એકત્રીકરણમાં જોડાઈ અને એનું પરિણામ એ આવ્યું કે એકસો ટન જેટલો સાબુ એકત્રિત થયો. એમાં કેટલીક હોટલો તો પોતાનું નામ ધરાવતી સ્પેશ્યલ સાબુની ગોટી રાખતી હતી. એવી ગોટીઓ પણ મળી અને કેટલીક ઊંચી કક્ષાની સાબુની ગોટીઓ પણ દાનસ્વરૂપે મળી, જે એક ગોટીની કિંમત ૨૭ ડૉલર જેટલી હતી.
ડેરેક કાયાન્ગોએ એટલાન્ટા શહેરને પોતાની ‘ગ્લોબલ શોપ પ્રોજેક્ટ' યોજનાનું મુખ્ય મથક બનાવ્યું. અહીં એની સહાય માટે એની પત્ની અને મિત્રો ઉપરાંત બીજા સ્વયંસેવકો પણ આવી ચડ્યાં. દરિયાકિનારે મોટું ગોદામ રાખ્યું. અહીં એકત્રિત થયેલી ગોટીઓની ફરી પ્રક્રિયા કરીને એનાં પૅકેટ બનાવવા માંડ્યાં.
આ વાત ધીરે ધીરે વહેતી થઈ. અમેરિકાની બીજી હોટલો પણ કાયન્ચોના પ્રોજેક્ટમાં જોડાઈ અને એ પણ સાબુની ગોટીઓ એકઠી કરીને દરિયાઈ માર્ગે કાયોન્ગોની એટલાન્ટામાં આવેલી વખારમાં મોકલવા લાગી. આ સાબુની ગોટીઓ એકઠી થાય પછી એના પર થતી પ્રક્રિયા વિશે કાયોન્ગ કહે છે, “અમે સાબુની ગોટીઓ મિશ્રિત કરતા નથી, કારણ કે ખાસ પદ્ધતિ દ્વારા સારત્વ, તેજાબીપણું, સુગંધ અને રંગ વગેરેનું પરીક્ષણ કરાય છે. પહેલાં તો અમે તેને જંતુરહિત કરીએ છીએ, પછી તેને ઊંચા ઉષ્ણતામાને ગરમી આપીને અત્યંત ઠંડી પાડીએ છીએ અને છેવટે ગોટીઓ મુજબ કાપીએ છીએ. આ પ્રક્રિયા સાદી છે, પણ ખૂબ શ્રમ માગી લે છે.”
આ સાબુની ગોટીનો એક જથ્થો દરિયાઈ માર્ગે રવાના કરતાં પૂર્વે એના થોડા નમૂનાઓની તપાસ પણ થાય છે. કોઈ બિનપક્ષીય અન્ય વ્યક્તિની
ભીતરનો અવાજ • 59
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રયોગશાળામાં એની ચકાસણી કરવામાં આવે છે કે એમાં કોઈ રોગનાં જંતુઓ તો નથી ને ! એ સ્વાથ્ય માટે પૂર્ણ રૂપે સલામત છે એવો અભિપ્રાય મેળવાય છે અને એ પછી આ ગ્લોબલ શોપ પ્રોજેક્ટ' તેનાં સહયોગી સંગઠનો સાથે મળી દરિયામાર્ગે આ સાબુની ગોટીઓ મોકલે છે.
આ સાબુની ગોટીઓ જરૂરિયાતવાળા ગરીબ લોકોને સીધેસીધી વિનામૂલ્ય વહેંચવામાં આવે છે. કાયોન્ગો પોતે યુગાન્ડા છોડીને કેન્યામાં વસ્યો હતો. અહીં એ જાતે પાંચ હજાર સાબુની ગોટીઓ સાથે એક અનાથાશ્રમમાં ગયો હતો. એણે એના અનુભવની વાત કરતાં કહ્યું, ‘અમે સાબુની ગોટી વહેંચતા હતા, ત્યારે હું ઉત્તેજના, આનંદ અને અપાર સુખની લાગણી અનુભવતો હતો.'
ડેરેક કાયોન્ગોના ‘ગ્લોબલ શોપ પ્રોજેક્ટ' દ્વારા દર અઠવાડિયે ત્રીસ હજાર સાબુની ગોટીઓ ઉત્પન્ન થાય છે. ત્રીસ જેટલા દેશોને એણે આવરી લીધા છે. કેન્યા, ઘાના, યુગાન્ડા, હૈતી, માલવી, ઇરાક અને અફઘાનિસ્તાન સુધીના દેશોના જરૂરિયાતમંદ લોકોને પોતાની આ ગોટીઓ પહોંચાડી રહ્યો છે અને જે એટલાન્ટા શહેરમાં એણે પોતાની આ કામગીરી બજાવી, એ એટલાન્ટા શહેરે ડેરેક કાયોન્ગોને ખૂબ બિરદાવ્યો, એટલું જ નહીં, પણ એક નવો માર્ગ શોધી આપનાર આ માનવીને ધન્યવાદ આપતાં એટલાન્ટા શહેરની કાઉન્સિલે ૧૫મી મેના દિવસને ‘ગ્લોબલ શોપ પ્રોજેક્ટ ડે' તરીકે જાહેર કર્યો
ડેરેક કાયોન્ગોની સાબુ રિફાઇનની ફેક્ટરી એ કહે છે, ‘નિષ્ફળતા એ સફળ શ્રેષ્ઠતાની જન્મદાત્રી છે. સફળતા એ નિષ્ફળતાની જ વંશજ છે. નિષ્ફળતા વગર સફળતાની કસોટી થઈ શકતી નથી. ક્યારેક તમે તમારા ધ્યેયને સિદ્ધ કરવા જાઓ, ત્યારે નિષ્ફળતાની કપરી ઘટના તમને સફળતા તરફની તમારી સફર કેટલી આકરી હતી એની યાદ અપાવવા માટે અડગ ઊભી રહે છે. ભવિષ્યમાં નિષ્ફળતાની શક્તિ પર ધ્યાન આપો, કારણ કે તેનામાં તમારી સફળતાના ભવિષ્ય માટે માહિતગાર કરવાની ક્ષમતા રહેલી છે.”
આજે તો ડેરેક કાયોન્ગો અનેક સમાજ સેવી સંસ્થાઓમાં અગ્રિમ પદ મેળવી ચુક્યો છે. ૨૦૧૧ની સી.એન.એન.ના ‘હીરો'નું બિરુદ પામ્યો છે. વીસેક જેટલી સમાચાર સંસ્થાઓ અને કેટલાય ટીવી કાર્યક્રમોમાં એની નોંધ લેવાઈ, એથીય વિશેષ શહેરના કૉર્પોરેશનથી માંડીને યુનિવર્સિટી સુધીના શ્રોતાઓને જુસ્સાભેર ‘સ્ત્રીઓના અધિકારો’, વેપારમાં સ્ત્રીઓની તેજસ્વી ભૂમિકા', ‘સામાજિક સાહસવૃત્તિ', ‘૨૧મી સદીમાં સફળ ઉદ્યોગની તાલીમ’ જેવા વિષયો પર છટાદાર વક્તવ્ય આપે છે. એ વિષયની પૂર્ણ તૈયારી સાથે પ્રવચનો આપે છે અને એમાં એના વિચારો રેડે છે. અપાર મુશ્કેલીઓ વેઠીને કૉલેજનો સ્નાતક અને અમેરિકાનો નાગરિક બનેલો ડેરેક કાયોગો આંતરરાષ્ટ્રીય ‘કેર' સંસ્થાનો કો-ઓર્ડિનેટર પણ છે.
60 • માટીએ ઘડ્યાં માનવી
ભીતરનો અવાજ * 61
Page #37
--------------------------------------------------------------------------
________________
7
ચંદગી રામ
ભારતસરી
હરિયાણાના હિસાર જિલ્લાના સિસાય ગામને પાદર આવેલા ખેતરમાં એક છોકરો બેઠો છે. એનું નામ છે ચંદગી રામ. બાજુમાં લાકડી અને હાથમાં ગોફણ છે. એ ગોફણ વીંઝીને પક્ષીઓને ઉડાડે છે અને ખેતરમાં ઢોર ઘૂસી ન જાય તે માટે રખેવાળી કરે છે. એવામાં એની નજર પોતાના ખેતરની વાડ પાસે જાય છે.
દોડીને ચંદગી રામ ખેતરની વાડ પાસે જાય છે. જુએ છે તો બે પાડા સામસામા લડી રહ્યા હતા. છોકરાને તો ભારે મજા પડી. એને થયું, વાહ, કેવી બરાબરની કુસ્તી જામી છે ! આમાં એક પાડો ખૂબ જાડો, તંદુરસ્ત અને અલમસ્ત હતો તો બીજો સાવ પાતળો હતો. શરૂઆતમાં તો સ્થૂળકાય પાડો ખૂબ જોરથી પાતળા પાડા પર તૂટી પડ્યો. એમ થયું કે હમણાં આ પાતળા પાડાના રામ રમી જશે,
પણ પાતળો પાડો એમ પાછો પડે તેમ ન હતો. એ ચપળતાથી કૂદીને જાડા પાડાના ઘા ચૂકવવા માંડ્યો. પેલા અલમસ્ત પાડાની મહેનત નકામી જતી. એ ધૂંધવાઈને ખૂબ જોરથી માથું ઝીંકો ત્યારે પાતળો પાડો સહેજ બાજુએ ખસીને એનો ઘા ચૂકવી દેતો. પછી તરત જ પેલા જાડા પાડાની ગરદન પર પોતાનું માથું વીંઝતો.
થોડી વારમાં તો અલમસ્ત પાડો હાંફી ગયો. પાતળા પાડાએ સપાટ બોલાવવા માંડ્યો અને એની ગરદન પર
કુસ્તી કરતા ચંદગી રામ
માથું ઝીકીને જાડા પાડાને હરાવી દીધો.
જાડો પાડો હારતાં ચંદગી રામ તો ખુશ થઈને તાલી પાડવા લાગ્યો. આનંદથી નાચવા લાગ્યો. દોડીને પાતળા પાડાને થાબડવા લાગ્યો.
એકાએક એ વિચારમાં પડી ગયો. એને થયું કે ભલે મારું શરીર પાતળું હોય, પણ એથી મૂંઝાવાની કશી જરૂર નથી. પેલા જાડા તગડા પાડાને પેલા મજબૂત અને સ્ફૂર્તિવાળા પાડાએ કેવો હરાવી દીધો. શરીર જાડું હોય તેથી કંઈ ન વળે, ખરી જરૂર તો ચપળ, મજબૂત અને સ્ફૂર્તિવાન દેહની છે.
દૂબળા-પાતળા ચંદગી રામને જોરાવર થવાનાં સ્વપ્નાં આવવા લાગ્યાં. કોઈ વાર રાતે એવું સ્વપ્નુંય જુએ કે પોતાનાથી ઘણી મોટી કાયાવાળા પહેલવાનોને એ જમીન પર ચીત કરી રહ્યો છે.
ચંદગી રામના પિતા માંડૂરામની તો એવી ઇચ્છા હતી કે છોકરાને ભણાવી-ગણાવીને સારી નોકરી અપાવવી. શાંતિની નોકરી મળે ને જીવન સુખે પસાર થાય. આ ચંદગી રામ અખાડામાં જઈને કુસ્તીના દાવ ખેલે એવી તો સહેજે ઇચ્છા નહીં. આથી એને અખાડાને બદલે અભ્યાસમાં જ ડૂબેલો રાખવા લાગ્યા. એવામાં એક કરુણ બનાવ બન્યો. ચંદગીના મોટા ભાઈ ટેકરામનું ચોવીસ વર્ષની યુવાન વયે મૃત્યુ થયું. માંડૂરામ પર તો જાણે આભ તૂટી પડ્યું. હવે ચંદગી રામ પર જ ઘરનો સઘળો આધાર હતો. એના શરીરનો ભારતકેસરી • 63
Page #38
--------------------------------------------------------------------------
________________
બાંધો મજબૂત બને તે માટે ધ્યાન આપવા લાગ્યા, અખાડામાં જઈને કુસ્તી ખેલવાની તેઓ સ્વયં પ્રેરણા આપવા લાગ્યા.
ચંદગી રામને તો જે જોઈતું હતું, એ સામે ચાલીને મળ્યું. ચંદગી રામના કાકા સદારામ તો પોતાના જમાનામાં એક વિખ્યાત પહેલવાન તરીકે મોટી નામના ધરાવતા હતા. જ્યારે જુઓ ત્યારે એમના કપાળે અખાડાની લાલ માટી લાગેલી જ હોય. ચંદગી રામ કાકા પાસેથી કુસ્તીના દાવપેચની બરાબર તાલીમ લેવા માંડ્યો. એના કાકા સદારામે મૃત્યુ પથારીએથી માંડૂરામને ચંદગીની બરાબર સંભાળ લેવા જણાવ્યું અને કહેતા ગયા કે આને બે મણ ઘી આપજો. પહેલવાનીમાં એ ખાનદાનનું નામ રોશન કરશે.
ચંદગી રામનો જન્મ ૧૯૩૭ની નવમી નવેમ્બરે હરિયાણાના એક ગરીબ જાટ પરિવારમાં થયો હતો. પહેલવાનીમાં જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ પૈસાની જરૂર પડવા માંડી. અઢાર વર્ષના ચંદગી રામે મુઢાલ નામના ગામની એક સરકારી નિશાળમાં ચિત્રશિક્ષકની નોકરી સ્વીકારી.
સવારે કુસ્તીના દાવ ખેલે, બપોરે બાળકોને શીખવે. નિશાળની રમતગમતની પ્રવૃત્તિ પણ ચંદગી રામ જ ચલાવે, ખૂબી તો એ થઈ કે ચંદગી રામને પહેલવાન તરીકે નહીં, પણ શિક્ષક તરીકે સહુ ઓળખવા લાગ્યા. એ માસ્તર ચંદગી રામ' તરીકે જાણીતા થયા. નિશાળનું એ બિરુદ અખાડામાં પણ જાણીતું થઈ ગયું. શિક્ષક તરીકે મળતા પગારમાંથી પહેલવાનીનું કામ ચાલવા માંડ્યું.
ઓગણીસ વર્ષનો અંદગી રામ પહેલી કુસ્તી પોતાના જ ગામમાં કુસ્તીબાજ હરિસિંહ સામે લડ્યો. મેળાનો દિવસ આવે ત્યારે ગામના કુસ્તીબાજો પોતાની તાકાત બતાવે. આ કુસ્તીમાં બંને સરખા ઊતર્યા, કોઈનીય હાર થઈ નહીં.
ચંદગી રામ પગ વાળીને બેસી રહેનારો કુસ્તીબાજ ન હતો. એ વિચારમાં પડ્યો કે પોતાની જીત કેમ ન થાય ? એને થયું કે હજી પોતે પહેલવાનીમાં પૂરેપૂરો ઉત્તીર્ણ થયો નથી. આ માટે હજી વધારે સાધનાની જરૂર છે. સાધના કરવા માટે શિક્ષકની જરૂર. ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે ? ચંદગી રામ ગુરુની શોધમાં નીકળ્યો. આખરે એકવીસ વર્ષના ચંદગી રામને ૧૯૫ના ડિસેમ્બર મહિનામાં ગુરુ મળી ગયા.
| 64 • માટીએ ઘડ્યાં માનવી
હરીફ કુસ્તીબાજને ચીત કરવા દાવ અજમાવતા ચંદગી રામ
જમના નદીના કુદસિયા ઘાટ પર ચિરંજી ગુરુનો અખાડો ચાલે. ચંદગીના કાકા સદારામને પણ એમણે જ કુસ્તી શીખવી હતી. ચંદગી રામ તો ગુરુના ચરણમાં પડ્યો અને કહ્યું, “ગુરુદેવ ! ભલે પાતળો હોઉં, પણ પહેલવાન થવા માગું છું. આપ કહેશો તેટલી મહેનત કરીશ. કહેશો તેટલું કામ કરીશ, પણ મને આપનો શિષ્ય બનાવો.” - ચિરંજી ગુરુ ચંદગી રામની લગની જોઈ ખુશ થયા. કુસ્તીવિદ્યાનો એમને વિશાળ અનુભવ હતો. તેઓ પોતાના શિષ્યને અવનવા દાવપેચ શીખવવા લાગ્યા. આ પછી તો ચંદગી રામ ઈરાનના ઉસ્તાદ કુસ્તીબાજ પાસેથી નેલ્સન નામનો દાવ શીખ્યો. ૧૯૬૦માં બાવીસ વર્ષના અંદગી રામે મોટી મોટી કુસ્તીઓમાં નામના મેળવવા માંડી. આ વર્ષે તે લાઇટ-વેઇટની સ્પર્ધામાં રાષ્ટ્રીય વિજેતા બન્યો.
૧૯૬રમાં પાતળા ચંદગી રામે ‘હિંદ કેસરી'ની સ્પર્ધામાં ઝુકાવ્યું. ‘હિંદ કેસરી'ની સ્પર્ધામાં જે વિજય પામે, એ સમગ્ર દેશનો શ્રેષ્ઠ પહેલવાન ગણાય. આમાં પાતળા ચંદગી રામને મહાકાય શરીરવાળા પહેલવાનોનો સામનો કરવાનો આવ્યો. એની પાતળી કાયા જોઈને સહુ વિચારે કે આ પાતળો પહેલવાન વળી શું કરી શકશે? ગજરાજ જેવી કાયા ધરાવતા પહેલવાનોમાં આવો પાતળો માનવી વળી ક્યાંથી આવી ચડ્યો ?
ભારતકેસરી • 65
Page #39
--------------------------------------------------------------------------
________________
તાકાતનો ખજાનો ગણાતા પહેલવાન લક્ષ્મણ કાકતી સામેનો મુકાબલો ઘણો કપરો હતો. લમણમાં એટલી તાકાત હતી કે એને સૌ ખડગ કહેતા, પરંતુ ચંદગી રામે આ બળિયા પહેલવાન સામે એવો તો દાવ અજમાવ્યો કે મહાકાય લક્ષ્મણ મુંઝાઈ ગયો. ચંદગી રામની પકડમાંથી એ ખડગ છૂટી શકે તેમ ન હતો. પરાજય સ્વીકારવા સિવાય એને માટે કશું બાકી રહ્યું નહીં.
છેલ્લો મુકાબલો મારુતિ બઢાર પુત્ર જગદીશ સાથે
નામના પહેલવાન સાથે થયો. મારુતિ જબરો દાવપેચ ખેલનારો. એના ઝડપી દાવ આગળ ભલભલા પહેલવાનો ભાંગી પડતા. વિશાળ કાયા ધરાવતો મારુતિ અખાડામાં પ્રવેશ્યો. સામેથી બે હાથે ‘પ્રણામ’ કરતો ચંદગી રામ આવ્યો. મહાકાય મારુતિ સામે ઊભેલો ચંદગી રામ કૃષ્ણની સામે ઊભેલા સુદામા જેવો લાગતો હતો, પણ ચંદગી રામનો પેંતરો સફળ થયો. મારુતિને એવો મૂંઝવ્યો કે મેદાન છોડીને ભાગી જવું પડ્યું. એના દાવપેચ તો એ જ ભૂલી ગયો !
૧૯૬૮માં ‘ભારત કેસરી'ની સ્પર્ધા યોજાઈ. આમાં અંતિમ સ્પર્ધામાં ચંદગી રામને મહેરદીન નામના વિખ્યાત પહેલવાનનો સામનો કરવાનું આવ્યું. છ ફૂટ અને બે ઇંચ ઊંચા ચંદગી રામની ઝડપથી છ ફૂટ અને પાંચ ઇંચ ઊંચા અને ચંદગી રામથી બે વર્ષ મોટા એવા મહાકાય મહેદીન બેભાન થઈને ઢળી પડ્યા. માત્ર પાંત્રીસ મિનિટમાં જ મહેરદીનનો પરાજય થયો.
૧૯૬૯માં તો ચંદગી રામે કમાલ કરી. ‘ભારત કેસરી' થવા માટે અખાડામાં પાંચ જંગલમાં ઊતરવું પડ્યું. આ પાંચે દંગલમાં કુલ પંદર મિનિટ અને અગિયાર સેકન્ડ કુસ્તી ખેલીને ‘ભારત કેસરી'નો ખિતાબ મેળવ્યો. પંજાબના સુરજિતસિંઘને એક મિનિટ અને ત્રીસ સેકન્ડમાં હરાવ્યો. દિલ્હીના ભગવાનસિંહને અડતાલીસ સેકન્ડમાં જ હાર ખાઈને ભાગવું પડ્યું. પંજાબના
બન્યસિંઘને બે મિનિટ અને એકાવન સેકન્ડમાં હાર ખાઈને ભાગવું પડ્યું. પંજાબનો સુખવંતસિંહ બે મિનિટ અને સત્તર સેકન્ડ સુધી જ સામનો કરી શક્યો. છેલ્લે પોતાના પુરાણા હરીફ મહેરદીનને સાત મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડમાં માત કર્યો.
ચંદગી રામને એક દંગલ જીતવામાં સરેરાશ ત્રણ મિનિટ અને બે સેકન્ડનો સમય લાગ્યો ! ‘ભારત કેસરી’ ચંદગી રામની છટા કેસરી જેવી જ રહી. કોઈ
કુસ્તીબાદ એની તાકાતની ગર્જના આગળ ભારતકેસરી ચંદગી રામ ટકી શક્યા નહીં. મોટી કાયાવાળા પહેલવાનોને હરાવીને ચંદગીરામે પોતાના બાળપણનું સ્વપ્ન સાકાર કર્યું.
ચંદગી રામ સંપૂર્ણ શાકાહારી હતા. રોજ પાશેર બદામની મીંજ , પા શેર ઘી, ત્રણ શેર દૂધ અથવા દહીં, થોડાં ઘણાં ફળ અને લીલાં શાકભાજી લેતા. ચંદગી રામ માદક પદાર્થો લેતા નહીં તેમજ એમને દારૂ કે અન્ય કોઈ વ્યસન નહીં. એની જીવનશૈલી ઊગતા પહેલવાનોને પ્રેરક બની રહી. આવા શાકાહારી પહેલવાને પોતાનાથી પચીસ કિલો વધુ વજન ધરાવનારા પહેલવાનોને પણ પછાડી દીધા. ચંદગી રામને ભારતીય કુસ્તી પસંદ હતી અને વિશાળ ખ્યાતિ મળી હોવા છતાં એક ભારતીય ખેડૂતની જેમ જીવવામાં એને ગૌરવનો અનુભવ થયો હતો.
ભારતમાં ખેલાતી કુસ્તી પર ચંદગી રામની હાક વાગતી હતી. હિંદ કેસરી, ભારત કેસરી, ભારત ભીમ, મહાભારત કેસરી જેવી બધી સ્પર્ધાઓમાં વિજેતા બનીને એ તમામ બિરુદ મેળવી ગયો. બેંગકોકની એશિયાઈ સ્પર્ધામાં જાપાન અને ઈરાનના નામાંકિત પહેલવાનોને હરાવી ચંદગી રામ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. પહેલવાન ગામા પછી કોઈ ભારતીય પહેલવાનને આટલી નામના મળી નહોતી. ચંદગી રામને અર્જુન ઍવૉર્ડ અને ‘પદ્મશ્રી' જેવાં રાષ્ટ્રીય સન્માનો મળ્યાં. ૧૯૭રની ઑલિમ્પિકમાં એમણે ભાગ લીધો.
66 * માટીએ ઘડ્યાં માનવી
ભારતકેસરી + 67
Page #40
--------------------------------------------------------------------------
________________
અબોલ બાળકોનો
અવાજ
જૈફ વયે ચંદગી રામ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મહિલાઓ કુસ્તીમાં આગળ વધી શકે, તે માટે અખાડો સ્થાપવાની માસ્ટર ચંદગી રામે પહેલ કરી. ૨૦૧૦ની ૨૯મી જૂને હૃદયરોગના હુમલાને કારણે ચંદગી રામનું અવસાન થયું, પણ એમની પુત્રીઓ દીપિકા, સોનિકા અને પુત્ર જગદીશ દેશના ઉત્તમ કુસ્તીબાજોમાં ગણના પામ્યાં.
ગઈકાલનો નિશાળનો માસ્તરે ચંદગી રામ પહેલવાનોમાં ‘માસ્તર' બન્યો. ગરીબ મા-બાપના એક દૂબળા-પાતળા પણ દૃઢનિશ્ચયી છોકરા ચંદગી રામે ભારતીય કુસ્તીમાં સર્વોત્તમ માન હાંસલ કર્યું છે. મન હોય તો માળવે જવાય, તે આનું નામ !
ગુલામીના દમનનો કોરડો વીંઝાતો હોય, યુદ્ધની ભયાવહ સંહારલીલા ચાલતી હોય, સરમુખત્યારની નિર્દયતા માનવીઓને વીંધતી હોય અને ભૂખમરાની ભભૂકતી વેદના ભેગી મળે, ત્યારે આ જગત પર અને ગરીબ પ્રજા પર મહાઅભિશાપ વરસે છે.
ધરતીને સોનેરી બનાવવાનાં સ્વપ્નાં સેવનારી માનવજાતિએ વારંવાર આવી ભયાવહ પરિસ્થિતિનો સામનો કર્યો છે અને હજીયે કરી રહી છે.
દ્વિતીય વિશ્વયુદ્ધનો એ સમય હતો. જ્યારે જર્મનીના સરમુખત્યાર હિટલરના બેફામ માનવસંહારથી બચવા માટે યુરોપના લોકો જીવ બચાવીને એક દેશમાંથી બીજા દેશમાં લપાતા-છુપાતા હતા. એમાંય યહૂદી પ્રજાને માથે તો મોતનો કોરડો વીંઝાતો હતો. યહુદીઓને ટ્રક અને ટ્રેનમાં ઠાંસી-ઠાંસીને પૂરવામાં આવતા હતા અને ગેસ ચેમ્બરમાં
ઓડ્રી હેપબર્ન
68 * માટીએ ઘડ્યાં માનવી
Page #41
--------------------------------------------------------------------------
________________
ઠાલવીને રાખ બનાવી દેવામાં આવતા હતા.
આવા વિષમ કાળમાં નાનકડી હેપબનેં ઘણી વખત રેલવે સ્ટેશન પર ઊભા રહીને યહૂદીઓને ટ્રેનમાં લાદીને લઈ જવાતા જોયા હતા. નાનાં બાળકથી માંડીને ઘરડાં વૃદ્ધોને ધક્કા મારીને એમાં ચડાવી દેવાતાં હતાં. દુર્ભાગ્યે હેપબર્નના પિતા જોસેફને નાઝીઓ પ્રત્યે સભાવ હતો અને એનાં માતાપિતાનું દામ્પત્યજીવન લાંબું ટક્યું નહીં. એના પિતા જોસેફ કુટુંબ છોડીને ઇંગ્લેન્ડમાં વસવા ચાલ્યા ગયા અને પછી એમના કોઈ ખેત કે ખબર નહોતા. યુદ્ધના ઓથારથી બચવા માટે હેપબર્ન ઇંગ્લેન્ડ ગઈ અને એલ્હામની એક નાનકડી શાળામાં અભ્યાસ શરૂ કર્યો.
આ શાળામાં માત્ર ૧૪ બાળકો અભ્યાસ કરતાં હતાં. એવામાં વળી સમય પલટાયો. ૧૯૩૯ના સપ્ટેમ્બરમાં બ્રિટને જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. જર્મન તાબાના અનહેમમાંથી બ્રિટન આવેલી હેપબર્નની માતા પોતાની દીકરી સાથે અરનહેમમાં પાછી ફરી. એણે માન્યું હતું કે હવે બ્રિટન અને જર્મની વચ્ચે યુદ્ધ ખેલાશે. જો નેધરલૅન્ડ અગાઉની માફક તટસ્થ રહેશે. તો જર્મન આક્રમણખોરોથી બચી જશે. અરનહેમની કોન્ઝર્વેટરીમાં દાખલ થયેલી હેપબર્ન અભ્યાસની સાથોસાથ બૅલૅટની પણ તાલીમ લેતી હતી.
૧૯૪૦માં જર્મનીએ નેધરલૅન્ડ પર આક્રમણ કર્યું. ઓડ્રી હેમબર્નને લાગ્યું કે અંગ્રેજી ઉચ્ચારવાળું એનું નામ જર્મન સૈનિકોના કાને પડશે તો એનું જીવન ત્યાં જ પૂરું થઈ જશે. એના કાકા ઓટો વાનને તો જર્મનોએ ફાંસી આપી હતી અને એના એક સાવકા ભાઈને દેશનિકાલની સજા કરીને જર્મન લેબર કેમ્પમાં કાળી મજૂરી કરવા માટે ધકેલી દેવાયો હતો. એનો બીજો સાવકો ભાઈ આવા દેશનિકાલથી બચવા માટે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો. હેપબનેં એનું નામ બદલીને ઇડા વાન હીમસ્ટ્રા એવું નામ ધારણ કર્યું. યુદ્ધ સમયની કઠોર પરિસ્થિતિ હતી અને એ સમયે નેધરલેન્ડ પર ભૂખમરાના ભયાનક ઓળા ઊતર્યા. આ ભૂખમરો ‘ધ હંગર વિન્ટર' તરીકે જાણીતો બન્યો. એના ખપ્પરમાં વીસ હજાર જેટલા ડચ લોકો હોમાઈ ગયા.
ખુદ હેપબર્ન પણ કુપોષણનો ભોગ બની, શ્વાસની તકલીફ શરૂ થઈ. શરીર સાવ ફિક્કુ પડી ગયું અને તેના પર સોજા આવ્યા. સમય જતાં
70 + માટીએ ઘડ્યાં માનવી
As you grow older, you
જળોદરની બીમારી લાગુ will discover that you have two hands, one for
પડી. બીજી બાજુ હેમબર્ન helping yourself the other for
બૅલૅટ ડાન્સર તરીકે helping others. Retry om
જાણીતી હોવાથી ડાન્સ કરીને પૈસા એકઠી કરતી હતી. એ પૈસાથી ભૂખમરામાં સપડાયેલાં લોકોને મદદ કરતી હતી. વળી ડચ પ્રજાના પ્રતિકાર માટે કેટલાંક મંડળોમાં જઈને નૃત્ય કરી પૈસા એકઠા કરતી હતી. ક્યારેક નાઝીઓના
સામનાને માટે એ અપંગ અને કુપોષણનો શિકાર બાળકોની બેલી સંદેશાની આપલે કરવાનું
કે કોઈ પેકેટ લેવાઆપવાનું કુરિયરનું કામ પણ કરતી હતી.
મોતના મુખમાં એ વસતી હતી. એણે જોયું કે ભૂખમરાની ભૂતાવળ નગ્ન નાચ ખેલી રહી હતી. ૧૯૪૪ના શિયાળા દરમિયાન ભૂખમરાથી તરફડતી ડચ પ્રજાને રહેંસી નાખવા માટે જર્મનોએ જે માર્ગે અનાજ આવતું હતું, એ માર્ગ જ બંધ કરી દીધો. લોકો શેરીઓમાં ભૂખથી ટળવળવા લાગ્યાં. માણસો રિબાઈ રિબાઈને મરવા લાગ્યાં. બાળકો આ દુનિયા પર આંખ ખોલતાં અને થોડા સમયમાં જ સદાને માટે આંખ મીંચી દેતાં.
ખુદ હેમબર્ન અને બીજા લોકોને જીવવા માટે ટ્યુલિપના કંદના લોટમાંથી બનાવેલાં કૅક અને બિસ્કિટ ખાવાં પડ્યાં. બાળપણના આ અનુભવોએ હેમબર્નને એક વાત સમજાવી કે માનવજાત પર આવતી ઘણી આફતો એ કુદરતી આફતો હોતી નથી, પરંતુ માનવસર્જિત આફતો હોય છે. જિંદગીની રાહ પર હેપબર્ન આગળ વધતી ગઈ. ૧૯૪૮માં એણે
અબોલ બાળકોનો અવાજ • 71
Page #42
--------------------------------------------------------------------------
________________
એસ્ટરડામમાં સોનિયા ગાસ્કેલ પાસે બૅલૅટનો અભ્યાસ કર્યો અને એ પછી કોરસ ગર્લ તરીકે પાત્ર પણ ભજવ્યું.
જિંદગીનાં આરંભનાં વર્ષોના રઝળપાટને કારણે એ અંગ્રેજી, ફ્રેંચ, ડચ, ઇટાલિયન, સ્પેનિશ અને જર્મન જેવી ભાષાઓ આસાનીથી બોલી શકતી હતી. બૅલૅટ (નૃત્ય) એ એનો પહેલો પ્રેમ હતો. વિશ્વયુદ્ધ પૂરું થયા પછી એ લંડન પાછી ફરી. મૉડલિંગ અને અદાકારી શરૂ કરી. ૧૯૫૧માં ઓડી હેપબર્નની ભલામણ કરી અને એ દિવસથી ૧૯૮૦ સુધી એની કલાયાત્રા વણથંભી ચાલી રહી.
ઓડી હેપબર્ને કલાક્ષેત્રે અનેક ઊંચાં શિખરો સર કર્યો. ૧૯૫૩માં તેણે ‘રોમન હૉલિડેમાં ગ્રેગરી પેક સાથે મુખ્ય અભિનેત્રી તરીકેનું પાત્ર ભજવ્યું અને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો એકેડેમી ઍવૉર્ડ મેળવ્યો. એ જ વર્ષે ‘ઓન્ડાઇન'માં પાત્ર ભજવી શ્રેષ્ઠ અભિનેત્રીનો ટોની ઍવૉર્ડ પણ જીત્યો. એ પછી એક દસકા સુધી હેપબર્ન હૉલિવુડના નામાંકિત અભિનેતા સાથે ‘સબરીના’, ‘ફની ફેઇસ’ અને ‘લવ ઇન ધ આફ્ટરનૂન' ચલચિત્રમાં ખૂબ નામના મેળવી. એક અદ્વિતીય અભિનેત્રી તરીકે હેપબનેં ‘બ્રેકફાસ્ટ ઍટ ટિફનીઝ' માટે ચોથો ઓસ્કર ઍવૉર્ડ મેળવ્યો. ત્યારબાદ સંગીતમઢી પ્રખ્યાત ફિલ્મ “માય ફંર લેડી' (૧૯૬૪)માં અભુત ઍક્ટિગ કરી અનેક
અભિનેત્રીઓને પાછી પાડી દીધી. ત્રણ વર્ષ પછી તે સમયના તેના પ્રથમ પતિ ફેરરની (તઓ ૧૯૫૪માં પરણ્યા હતા) ફિલ્મ ‘વેઇટ અન્ટિલ ડાર્ક'માં કામ કરીને પાંચમો અંકેડેમી ઍવૉર્ડ હાંસલ કર્યો. સીન કોનેરીની ‘રોબિન હૂડ'માં (૧૯૭૬) તેણે મારિયન તરીકેનું પાત્ર ભજવ્યું. હોલીવુડના સુવર્ણયુગમાં નામાંકિત અભિનેત્રી તરીકે ઓડ્રી હેપબર્ન એક ‘લિજન્ડ' બની ગઈ.
બાળપણમાં એણે આંતરવિગ્રહને પરિણામે રૂંધાતી અને પિસાતી માનવજાતને જોઈ હતી. ભુખને કારણે તરફડી તરફડીને મરી જતાં હાડપિંજરોને નીરખ્યાં હતાં. વળી આંતરવિગ્રહ અને ભૂખમરાની હાલતમાંથી ઊગરી ગયાં હોય તેવાં પણ મોટેભાગે કુપોષણનો ભોગ બનતાં હતાં. એમાંનાં કેટલાંક વિટામિન ‘એ 'નો અભાવ હોવાને કારણે અંધાપાનો ભોગ બનતાં હતાં. આ બધા લોકોની વેદના ઓડ્રી હેમબર્નના હૃદયને કંપાવી દેતી હતી.
72 • માટીએ ઘડ્યાં માનવી
એણે વિચાર કર્યો કે | હવે યુદ્ધથી પીડિત અને ભૂખથી ત્રસ્ત એવા અસહાય લોકોના આધારરૂપ બનવું છે.
૨૯ોરિટી જગતની સ્વરૂપવાન મહિલાને ‘યુનિસેફ' સ' 2 | | | માનવતાવાદી ગુડવિલ ઍમ્બેસેડર તરીકે અત્યંત ગરીબ એવા સાત દેશોમાં જઈને
માનવતાભર્યું કાર્ય ગરીબ બાળકો સાથે ઓડ્ડી હેપબર્ન કરવાનું મિશન સોંપવામાં આવ્યું. એણે દિલમાં એક મનસૂબો રાખ્યો કે જ્યાં ક્યાંય માણસમાણસ સામે લોહી તરસ્યો બનીને યુદ્ધ ખેલતો હોય, પ્રજા પિસાતી હોય અને ચોતરફ બેહાલી હોય, એની મદદ માટે પહોંચી જવું. આને માટે એ પહેલાં આંતરવિગ્રહ અને કુપોષણથી ઘેરાઈ ગયેલા ઇથિયોપિયા દેશમાં પહોંચી ગઈ. અહીં એણે જોયું તો યુદ્ધને કારણે લોકો જીવ મુઠ્ઠીમાં લઈને નિર્વાસિતોની છાવણીમાં આશરો લેતા હતા. એ છાવણીમાં શ્વાસ લેવા સિવાય બીજી કોઈ સગવડ કે મોકળાશ નહોતી. ક્યાંક રોગિષ્ઠ લોકો પડ્યા હોય, તો ક્યાંક કોઈ વૃદ્ધ અને એની પડખે બાળક અંતિમ શ્વાસ લેતા હોય. માનવદેહને બદલે હાડપિંજ રોનો વસવાટ હોય એવું લાગતું હતું અને સતત ફેલાતા રોગચાળાને કારણે એ નિર્વાસિતોની છાવણી મૃત્યુ માટેની છાવણીઓ બની ગઈ હતી. એ ઇથિયોપિયાના મેકેલેના અનાથાશ્રમમાં પહોંચી. અહીં ભૂખમરાને કારણે મૃત્યુ પામેલાં માતા-પિતાનાં અનાથ બાળકો આશરો લઈને બેઠાં હતાં.
અબોલ બાળકોનો અવાજ • 73
Page #43
--------------------------------------------------------------------------
________________
અહીં કૅથલિક ચર્ચ દ્વારા અનાથાશ્રમ ખોલવામાં આવ્યો હતો, પરંતુ એ ભૂખ્યાં બાળકોને ખવડાવવા નહીં, પણ જિવાડવા માટેય કોઈ અન્ન નહોતું. હેપબર્નનું આ પહેલું મિશન હતું અને એમાં એણે પાંચસો બાળકો મોતની છાયા હેઠળ તરફડતાં જોયાં. એનું સંવેદનશીલ હૃદય આ જોઈને કંપી ઊઠડ્યું. એણે આસપાસથી સહાય મેળવવાનો પ્રયાસ કર્યો, પણ કોણ મદદ કરે ?
ઓડ્રી હેમબર્ન ‘યુનિસેફ' સંસ્થાને મદદ માટે વેદનાભર્યા હૃદયે સંદેશો મોકલ્યો, ‘મારાં આ બાળકો માટે તમે આહાર મોકલી શકતા ન હો, તો એમની કબર ખોદવા માટે કોદાળીઓ અને પાવડાઓ મોકલો.’
આસપાસની પરિસ્થિતિ જોઈને ઓડી હેપબર્ન ભાંગી પડી. આમાંથી લોકોને બચાવવાનો કોઈ ઇલાજ એને દેખાતો નહોતો. બીજી બાજુ એની આસપાસ વીસ લાખ લોકો ભૂખમરાથી મરી રહ્યાં હતાં. વળી એમાં સૌથી મોટી સંખ્યા બાળકોની જ હતી. અનાજ તો આવીને એક બંદરના કિનારે ઠલવાયું હતું, પરંતુ એ વહેંચી શકાયું નહોતું. તેથી ઓડી હેપબર્નનો આત્મા કકળી ઊઠ્યો. એણે જોયું કે આ રાહત છાવણીમાં આવવા માટે કેટલીય માતાઓ એનાં ભૂલકાંઓ સાથે દસ દસ દિવસ સુધી કે ત્રણ ત્રણ અઠવાડિયાં સુધી ભટકતી ભટકતી આવી પહોંચી હતી. ઉજ્જડ જગામાં ઊભી કરવામાં આવેલી છાવણીમાં એમને આશરો લેવો હતો, પરંતુ અહીં એમને આશરો આપે એવું કોઈ નહોતું. માત્ર ચોતરફ ૨ઝળતું મોત હતું.
ક્યારેક કોઈ કહેતું કે આ ત્રીજી દુનિયાની વાસ્તવિકતા છે. આ ત્રીજી દુનિયા અવિકસિત, ગરીબ, અશિક્ષિત અને આતંકથી ઘેરાયેલી છે, ત્યારે ઓડ્રી હેમબર્ન ગુસ્સે ભરાઈને કહેતી, ‘ત્રીજી દુનિયા’ શબ્દ પર એને ભારે નફરત છે. દુનિયા તો એ ક જ, તેમાં વસતાં માનવીઓ સહુ સમાન છે. વળી ત્રીજી દુનિયામાં જ ભૂખમરો છે એમ કહેવું એ પણ સાચું નથી. હકીકત તો એ છે કે આ દુનિયા પરનો મોટા ભાગનો માનવસમાજ ભૂખમરાથી પીડાય છે. ખુદ અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં પણ આવો ભૂખમર છે.'
એણે જોયું કે દુનિયામાં જુદા જુદા વિષયો પર ચર્ચાઓ ચાલે છે, વિવાદો ચાલે છે, પણ અહીં રોજ કેટલાંય બાળકો મોતને શરણે જાય છે, એને વિશે કોઈ એક હરફ પણ ઉચ્ચારતું નથી. આ અઠવાડિયે, અગાઉના અઠવાડિયે અને
74 • માટીએ ઘડ્યાં માનવી
ઓડી હેપબર્ન આવતા અઠવાડિયે એમ કુલ અઢી લાખ બાળકો મોતને શરણે થયાં છે.
માનવજાતિ આ ઘટના પ્રત્યે મૌન સેવતી હતી. કોઈના દિલમાં આને માટે કોઈ કરુણા જાગતી નહોતી, પણ આવી હૃદયદ્રાવક પરિસ્થિતિથી નિરાશ થવાને બદલે હેપબનેં નક્કી કર્યું કે આ બધું કોઈ પણ ભોગે અટકવું જ જોઈએ!
| ઇથિયોપિયામાં કામ કર્યા પછી તુર્કસ્તાન તરફ નજર દોડાવી. તુર્કસ્તાનનાં બાળકો ભયાવહ રોગથી ઘેરાઈ ગયાં હતાં. ઓરી, ક્ષય, ધનુર્વા, ઉટાંટિયું, ડિટ્ટેરિયા અને લકવાથી બાળપણમાં જ મોત એમની બાજુએ આવીને ઊભું રહેતું. હેપબર્ને બાળકોને રોગમુક્ત કરવા માટે ઝુંબેશ ચલાવી. તુર્કસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાને ટેલિવિઝન પર વક્તવ્યો આપ્યાં. શાળાનાં શિક્ષકોએ બાળકોને રોગપ્રતિકાર માટેની પદ્ધતિઓની સમજણ આપી. ધર્મગુરુઓએ એમના ઉપદેશોમાં આ વાત વણી લીધી. માછલાં વેચનારાઓએ એમનાં વેગનોમાં વેક્સિન લઈ જવા માટેની વ્યવસ્થા કરી
અબોલ બાળકોનો અવાજ • 75
Page #44
--------------------------------------------------------------------------
________________
આપી. લશ્કરોએ ટ્રકો આપી અને પછી આ રોગમાંથી મુક્ત થવા માટે આખા દેશમાં રસીકરણનો પ્રારંભ થયો અને અંતે દેશનાં બાળકોના મૃત્યુદર ઓછો થયો.
ઓડી હેપબર્નનું ત્રીજુ મિશન દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકા હતું. વેનેઝુએલા અને ઇક્વાડોરમાં નાના નાના પર્વતોની હારમાળાની વચ્ચે આવેલી ઝૂંપડપટ્ટીઓમાં બાળકોને પાણીના સાંસા પડતા હતા અને શિક્ષણનો ભારે અભાવ હતો. હેપબર્ન યુનિસેફની મદદથી આ ઝુંપડપટ્ટીમાં પાણીની વ્યવસ્થા કરી, ત્યારે સ્થાનિક રહેવાસીઓને ઘેર બેઠાં પાણી મળે તે ઘટના જ ચમત્કારરૂપ લાગી. એનું બીજું કામ શાળાનાં મકાનો બાંધવાનું હતું અને એટલે યુનિસેફ દ્વારા આપવામાં આવેલી ઈંટો અને સિમેન્ટથી હેપબનેં શાળાનાં મકાન બાંધ્યાં અને પાણીની અછત અને શિક્ષણની સમસ્યા બંને હલ કર્યા.
એ પછી એણે સુદાન તરફ નજર ઠેરવી. દક્ષિણ સુદાનમાં આંતરવિગ્રહ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. ચોતરફ હાહાકાર મચી ગયો હતો. લોકો ભાગતાં હતાં, નાસતાં હતાં, ભૂખથી મરણ પામતાં હતાં અને કેટલાંક ભૂખથી એવાં તરફડતાં હતાં કે નદીમાં કૂદકો મારીને પોતાનું જીવન ટૂંપાવી દેતાં હતાં.
ઓડી હેપબર્ન જોયું કે વીસ હજાર જેટલાં ભૂખથી ટળવળતાં બાળકો આંતરવિગ્રહથી ઘેરાયેલા સુદાનમાંથી ભાગીને નાસી છૂટ્યાં હતાં. પાશવી અને લોહિયાળ આંતરવિગ્રહમાંથી ઊગરવાનો કોઈ માર્ગ દેખાતો નહોતો. આમાંનાં ઘણાં બાળકો રસ્તામાં જ મૃત્યુ પામ્યાં અથવા કેટલાંક સુદાનને ઇથિયોપિયાથી જુદી પાડતી નદીમાં ડૂબી ગયાં.
ઓડી હેપબનેં કહ્યું, ‘મેં એક આંજી નાખે એવા સત્યને પણ નિહાળ્યું હતું. આ કુદરતી દુર્ઘટનાઓ નથી, પણ માનવનિર્મિત કરુણતા છે, જેના માટે ફક્ત માનવનિર્મિત ઉકેલ જ હોઈ શકે અને તે છે શાંતિ.”
ઓડ્રી હેમબર્ન જોયું કે અહીં છોકરીઓ અને મહિલાઓને પાણી મેળવવા માટે માઈલો સુધી ચાલવું પડતું હતું. ઓડ્રી હેપબનેં એમને ઘરઆંગણે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી. પાણી એ જ આ લોકોની જિંદગી હતી અને ચોખ્ખું પાણી એ ગામડાંમાં વસતાં બાળકો માટે સ્વાથ્યની ઔષધિ હતી.
ઓડી હેમબર્ન યુનિસેફના નેજા હેઠળ આ કામ કરતી એટલે અહીંના વતનીઓના ચહેરા પર યુનિસેફનું નામ સાંભળતાં જ ચમક આવી જતી હતી.
એ પછી ઓડ્રી હેપબર્નનું પાંચમું મિશન બાંગ્લા દેશ હતું. બાંગ્લા દેશ એક એવો દેશ કે કાં કારમો દુષ્કાળ હોય અથવા તો પૂરના પાણી ફરી વળ્યાં હોય. મુશ્કેલીઓ સાથે એનો સનાતન સંબંધ. અહીં પોતાના સેવાકાર્યનો પ્રારંભ કરતાં પૂર્વે ઓડ્રી હેમબર્ન બાંગ્લા દેશમાં ઠેર ઠેર ઘૂમી વળી. એક વાર ઓડ્રી હેપબને પોતાના સાથીને પૂછવું, ‘જ્હોન, આ લોકો મને ઓળખતા હશે ? અથવા ક્યારેય હું કોણ છું એ જાણવાની ખેવના રાખતા હશે ?'
આ સમયે જ્હોને નજીકમાં જ બે માણસોને વાતો કરતાં સાંભળ્યા. એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહેતી હતી કે ‘મને લાગે છે કે આ અભિનેત્રી ઓડી હેપબર્ન છે.” જ્યોને હેપબર્નને આ વાત કરી, ત્યારે આશ્ચર્યચકિત થયેલી હેપબર્ન એમની પાસે ધસી ગઈ અને પૂછવું, ‘તમે મને ઓળખો છો?”
પેલી વ્યક્તિએ જવાબ આપ્યો, ‘મેં તમારી ‘રોમન હૉલિડે' ફિલ્મ દસ વાર જોઈ છે અને તે પણ આ બાંગ્લાદેશની મધ્યમાં.'
હેપબર્ન પાસે અજાણી વ્યક્તિઓનાં હૃદય જીતવાની અદ્ભુત કળા હતી. ગરીબો સાથે સાહજિકતાથી સંબંધ બાંધી શકતી. એમની વેદનાને તત્કાળ પામી શકતી. એમાં પણ બાળકો સાથે તો એ એટલી હળીભળી જતી કે જાણે એની આસપાસ પતંગિયાં ઊડતાં હોય, એમ બાળકો એની આસપાસ ઘૂમવા લાગ્યાં. એ મેલાંઘેલાં ગંદાં બાળકોને સહેજે અચકાયા વિના વહાલથી રમાડતી ભેટતી હતી.
પેલી કથામાં આવે છે તેમ વાંસળીવાળાની પાછળ જેમ બાળકો આપોઆપ ચાલવા લાગ્યાં હતાં. એ જ રીતે હેપબર્નની પાસે બાળકો ઘડી જતાં હતાં. હેપબર્નને આ બાળકોના દેહ સાથે સંબંધ નહોતો. એમની કાળી કે ઘઉંવર્ણી ચામડી સાથે સંબંધ નહોતો. એમના ધર્મ સાથે સંબંધ નહોતો, એને તો એ બાળકો સાથે સંબંધ હતો, જેમના પ્રત્યે એને અખૂટે કરુણા હતી. ક્યારેક આવી યાતનાઓ જોઈને હેપબર્નને અફસોસ પણ થતો.
એ વિચારતી કે આજે દુનિયા ટૅકનોલૉજીને કારણે ખૂબ નજીક આવી ગઈ છે. વ્યક્તિ આજે એક જગાએ હોય, કાલે વળી બીજી જગાએ હોય અને
76 • માટીએ ઘડ્યાં માનવી
અબોલ બાળકોનો અવાજ • 777
Page #45
--------------------------------------------------------------------------
________________
પછીના દિવસે એથીય ક્યાંક દૂર હોય. પણ એને કારણે લોકો એમની આસપાસની વેદના પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. અન્ય લોકો અગાઉની વેદનાને કે યાતનાને ભૂલી જાય છે, પરંતુ જેણે એ વેદના અને યાતના ભોગવી છે એ એને જિંદગીમાં ક્યારેય ભૂલી શકતા નથી.
વળી હેમબર્ગે આગળ નજર કરી. એનું છઠું મિશન વિયેતનામ હતું. આ વિયેતનામમાં યુદ્ધ મોટી તબાહી સર્જી હતી. અમેરિકાએ એના પર કાળો કેર વર્તાવ્યો હતો. આવે સમયે ઓડ્રી હેપબર્નને લોકોને રોગમુક્ત કરવા માટે અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા માટેનું કાર્ય સોંપવામાં આવ્યું. એણે વિયેટનામના વડાપ્રધાનને કહ્યું, ‘બાળકો માટેની ઘણી લડાઈઓ આપણે સાથે રહીને લડ્યા છીએ. એમાં આપણે સફળતા મેળવી છે. હું આશા રાખું છું કે અત્યાર સુધી આપણે યશસ્વી રહ્યા છીએ તેમ રહીશું અને બાળકોના બધા જ રોગો સામે આપણે જીવન મેળવીશું.'
હેપબર્નનું સાતમું મિશન સોમાલિયા હતું. હેપબનેં અગાઉ ઇથિયોપિયા અને બાંગ્લા દેશમાં ભૂખમરો જોયો હતો, પરંતુ સોમાલિયામાં જેવો ભૂખમરો જોયો, તે જોઈને એ જી ઊઠી. આ વેદનાએ જાણે એની વાચા હરી લીધી. એક એવી અકથ્ય પરિસ્થિતિ હતી કે માત્ર વેદનાનો ઘૂઘવતો દરિયો વહેતો હતો. એ નાઇરોબીથી કિસામાલિની હવાઈ સફરમાં એણે જોયું કે ધરતી અસાધારણ રીતે રક્તભીની દેખાતી હતી. ગામડાંઓ, વિસ્થાપિત છાવણીઓનો એ વિસ્તાર હતો. એક અર્થમાં કહીએ તો અહીં જે કોઈ રહેતા હતા, એ બધા આખરી શ્વાસો ગણી રહ્યા હતા. જ્યાં જુઓ ત્યાં કબર દેખાતી હતી. રસ્તાની સમાંતરે નદીના કિનારે અને દરેક છાવણી જાણે કબ્રસ્તાન ન હોય !
સોમાલિયામાં કામ કરવું ઘણું મુશ્કેલ હતું. હેપબને આ કામ કર્યું, પરંતુ જોયું તો ચોતરફ નરકની વેદના અનુભવી. એ છાવણીમાં જવા માટે કોઈ તૈયાર થતું નહોતું. આજે જે બાળક જોયું હોય, તે બીજે દિવસે મૃત્યુ પામ્યું હોય. હેપબર્ને મોતનું મહાતાંડવ જોયું અને એણે એનું કામ શરૂ કર્યું. એ કહેતી ‘બાળકોની સંભાળ લેવાની બાબતને કોઈ રાજ કારણ સાથે સંબંધ નથી. મરતા બાળકને મદદ કરવા માટે રાજકારણ કંઈ કરવાનું નથી. હવે માનવતાવાદી મદદ માટેની રાજનીતિને બદલે દયાળુ બનવા માટેની રાજનીતિ સ્થાન લેશે.”
78 + માટીએ ઘડ્યાં માનવી
વેદનાનાં આ દૃશ્યોએ હેપબર્નને કેટલાય દિવસો સુધી બેચેન રાખી. હેપબર્ન પોતાને થયેલા આ અનુભવોને સંત જ્હોનને થયેલા સાક્ષાત્કારની સાથે સરખાવે છે. હેમબર્નને અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે દેશનો સૌથી મોટો પ્રેસિડેન્ડિાયલ મેડલ ઑફ ફ્રીડમ” એનાયત કર્યો.
૧૯૯૩માં ઓડી હેપબર્નના પેટમાં દર્દ ઊપડ્યું. નિદાન કરતાં જાણ થઈ કે એ ભાગ્યે જ થતા કેન્સરનો ભોગ બની છે. લોસ એન્જલિસની હૉસ્પિટલમાં એની સર્જરી થઈ, પણ એનું કેન્સર પ્રસરતું અટક્યું નહીં. એણે દેખીતી રીતે કૅ મોથેરાપી લેવાનો ઇન્કાર કર્યો. ૧૯૯૩ની ૨૦મી જાન્યુઆરીએ સ્વિત્ઝર્લેન્ડમાં ૬૩ વર્ષીય આ અભિનેત્રી કોરેક્ટલ કેન્સરને કારણે અવસાન પામી અને ત્યાં જ એની દફનવિધિ થઈ.
છેક અંતિમ ક્ષણ સુધી નિઃસહાય અને નિર્દોષ બાળકો મૃત્યુ પામતાં હોય તેના વિચારોએ એનો કેડો ન મૂક્યો. યુનિસેફે ન્યૂયોર્કના એના મુખ્ય કાર્યાલયમાં ‘ધ સ્પિરિટ ઑફ ઓડી' પ્રતિમાનું અનાવરણ કરીને હેમબર્નને અંજલિ આપી.
આ હેમબર્ને કહેલા એ શબ્દો આજની માનવજાતને માટે પણ એટલા જ પ્રસ્તુત છે. એણે કહ્યું, ‘આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ, ત્યારે લાગે છે કે ગઈકાલે આપેલાં વચનોનું પાલન થયું નથી. લોકો કારમી ગરીબીમાં જીવે છે. હજી ભૂખ્યાં છે અને જીવવા માટે ઝઝૂમી રહ્યાં છે. એ લોકોની વચ્ચે આપણે બાળકોને જોઈએ છીએ. હંમેશાં મોટાં થયેલાં એમનાં પેટને જોઈએ છીએ. એમની ઉદાસ આંખો જોઈએ છીએ. એમના ડહાપણભર્યા ચહેરા એમણે વર્ષોથી સહેલી વેદનાને બતાવે છે. વિકસિત દુનિયાના રાક્ષસી દેવાની અસરે ગરીબ દેશને વધુ ગરીબ બનાવી દીધો છે અને અતિ જરૂરિયાતના સમયે એને ભાંગી પડેલો બનાવી દીધો છે. યુદ્ધ સૌથી વધારે નુકસાન સ્ત્રીઓ અને બાળકોને કર્યું છે, તેથી હું એ બાળકો જે પોતાની વાત કરી શકતાં નથી તેમના માટેનો અવાજ બનીને બોલું છું.”
અને પછી એ બાળકોની વેદનાને અનુભવનારી ઓડ્રી હેમબર્ન કહે છે, ‘વિટામિનના અભાવને કારણે એ બાળકો અંધ બની ગયાં છે. પોલિયોને કારણે વિકલાંગ થઈ ગયાં છે. પાણીની અછતને લીધે તેમનું જીવન વેરાન
એબોલ બાળકોનો અવાજ • 79
Page #46
--------------------------------------------------------------------------
________________
બની ગયું છે. વિશ્વમાં આશરે એક કરોડ બાળકોને જીવતાં રહેવા માટે ઘરબાર. છોડવાં પડે છે. એમની પાસે હિંમત, સ્મિત અને સ્વપ્ન સિવાય કાંઈ જ નથી. એ નિર્દોષ બાળકોને કોઈ દુમન નથી, છતાં રણમેદાન વગરના યુદ્ધમાં એ પ્રથમ નાનકડાં શિકાર બન્યાં છે. જ્ય, ધાકધમકી અને નિર્દયી કલેઆમનો ભોગ બન્યાં છે. હિંસાના ભયમાં લાખો બાળકો નિર્વાસિત બન્યાં છે.'
ઓડી હેપબર્નનો એ અવાજ આજની દુનિયામાં પણ એટલો જ યથાર્થ
આકાશ મારી મુઠ્ઠીમાં
એકવીસ વર્ષની મુનિબા મઝારી બલુચિસ્તાનમાં સફર કરી રહી હતી. એવામાં કારના ડ્રાઇવરને અણધાર્યું એક ઝોકું આવી જતાં આખી મોટર ઊંડી ખીણમાં ગબડી પડી. અકસ્માતની આ ઘટના નજરે જોનારને તો એમ લાગે કે આમાંથી એકેય વ્યક્તિ સલામત રહી નહીં હોય. ૨૧ વર્ષની મુનિબાને માંડ માંડ ખાઈમાંથી બહાર કાઢવામાં આવી. આજ થી સાત વર્ષ પહેલાં બલુચિસ્તાનમાં દર્દીને હૉસ્પિટલમાં લઈ જવા માટે કોઈ ઍબ્યુલન્સ નહોતી, આથી મુનિબાને જીપમાં મૂકવામાં આવી. એનાં હાડકાં-પાંસળાં ખોખરાં થઈ ગયાં હતાં. કરોડરજ્જુની ભારે બૂરી દશા થઈ હતી. એણે નજીકના લોકોને પૂછવું, અરે, મારા પગ ક્યાં છે ?’ એના પગમાં કોઈ સંવેદના નહોતી, તેથી એણે આવો સવાલ કર્યો હતો.
પરિચિતોએ કહ્યું, ‘આ રહ્યા તારા પગ,
મુનિબા મઝારી
80 • માટીએ ઘડ્યાં માનવી
Page #47
--------------------------------------------------------------------------
________________
કાર અકસ્માત અને પછી હૉસ્પિટલમાં પણ તારું અડધું અંગ ખોટું પડી ગયું છે અને તેથી તને કશી સંવેદના થતી નથી.’
એક હૉસ્પિટલમાંથી બીજી હૉસ્પિટલમાં ફંગોળાયા પછી આખરે કરાંચીની એક હોસ્પિટલમાં અને સારવાર આપવામાં આવી. એના એક સ્વજને અકસ્માતની વીતકકથા પૂછી, તો આ દૃઢ મનોબળ ધરાવતી નિર્ભય મહિલાએ સહજતાથી કહ્યું, ‘એ સમયે મારા હાથ-ખભાનું હાડકું તૂટી ગયું હોય એમ મને લાગતું હતું. અડધું શરીર સાવ ખોટું પડી ગયું હતું. બંને પગ લકવાગ્રસ્ત બની ગયા હતા.'
મુનિબાને અત્યંત શારીરિક દર્દ તેમજ અપાર માનસિક પીડા થતી હતી, પરંતુ મન મક્કમ રાખીને આંખમાં આંસુ આવવા દીધાં નહીં. એ વેળાએ તો એને જીવવાની કશી આશા નહોતી. એના પર ત્રણ ગંભીર ઑપરેશન થયાં અને બીજાં બે નાનાં ઑપરેશન થયાં, પણ મુનિબાની મક્કમતા સહેજે ચળી નહીં. આનું કારણ શું ?
પોતાની એ સમયની મનઃસ્થિતિ વ્યક્ત કરતાં મુનિબાએ કહ્યું, ‘જ્યારે તમે એટલું જાણતા હો કે તમે કંઈક ગુમાવી બેઠા છો તો તમે રડી શકતા નથી.’
એની પાસે હિંમત હતી, દઢતા હતી. એ જાણતી હતી કે એ ક્યારેય પુનઃ અગાઉ જેવી સ્વસ્થ થશે નહીં. એનાં દર્દો વિશેનાં ડૉક્ટરોનાં પરામર્શ સાંભળતી હતી. એની નજર સામે જ એના બધા એક્સ-રે પડ્યા હતા. મનમાં એવો પાકો ખ્યાલ પણ હતો કે કરોડરજ્જુના ત્રણ મણકા તૂટી ગયા છે અને હવે એ ક્યારેય જાતે ચાલી શકશે નહીં. વળી એને મળતી સારવારમાં પણ ક્ષતિઓ હતી. મૅડિકલ સારવાર
82 • માટીએ ઘચાં માનવી
ગુણવત્તાયુક્ત નહીં હોવાથી એના પગમાં સોજા આવી ગયા. બે વર્ષ સુધી એ પથારીમાં પડી રહી. એ એના પગને થપથપાવતી હતી, પરંતુ એમાંથી સંવેદનાનો કોઈ અણસાર આવતો નહોતો. પથારીમાંથી એ જાતે ઊભી થઈ શકે તેમ પણ નહોતી. એને હીલચૅરની જરૂર હતી, કારણ એટલું જ કે એ કોઈનાય પર નિર્ભર રહેવાને બદલે પોતાની જિંદગી પોતાના મિજાજથી જીવવા ચાહતી હતી.
એ પહેલી વાર હીલચૅરમાં બેઠી, ત્યારે એટલી બધી ખુશખુશાલ થઈ ગઈ કે મેં મારા બે પગ ગુમાવ્યા, તેથી શું થયું ? આ હીલચેરનાં બે પૈડાંથી બધે હરીફરી શકીશ. આસપાસ નૅગેટિવ વાતાવરણ અને વિચારોથી ઘેરાયેલી હતી, પણ મુનિબાને થયું કે હવે એની પાસે ગુમાવવા જેવું કશું બચ્યું જ નહોતું, ત્યારે ફિકર શેની ? દુનિયા સમક્ષ એ પુરવાર કરવાની એને તક હતી કે વિકલાંગ વ્યક્તિ પણ પોતાની મોજ થી અને ખુશીથી ધાર્યું જીવી શકે છે અને જિંદગી સાર્થક રીતે જીવ્યાનો સંતોષ પામી શકે છે.
મુનિબા જાણતી હતી કે દરેક વ્યક્તિ પોતાની ભીતર એક કુરુક્ષેત્ર ખેલતી હોય છે. કેટલાંકનું કુરુક્ષેત્ર હૃદયમાં ભીતર ચાલતું હોય છે, જ્યારે કેટલાંકનું જીવનના સંજોગો સામેનું યુદ્ધ નજરોનજર જોઈ શકાય છે. મુનિબાને એ વાતનો આનંદ હતો કે એનું યુદ્ધ સહુ કોઈ જોઈ શકતા હતા અને તેથી ચહેરા પર સ્મિત લાવીને સદાય આ યુદ્ધ લડ્યા કરવું, એ એનો મકસદ હતો.
હૉસ્પિટલનાં બે વર્ષ યાતનાગ્રસ્ત અંધારી રાત જેવાં ગયાં. એ સમયે એ બ્રશ કરી શકતી નહોતી. એના વાળ ઓળી શકતી નહોતી. એક વાર તો એને એની જાત પર એવો ગુસ્સો આવ્યો કે કાતર લઈને એણે એના વાળ કાપી નાખ્યા. ચોતરફ વિષાદ અને નિરાશાનું વાતાવરણ હતું. એને મળવા આવનારાંઓ પ્રત્યે મુનિબાને કોણ જાણે કેમ ઈર્ષ્યાની લાગણી થવા લાગી. એ એવું માનવા લાગી કે આ બધાં એના ખબરઅંતર પૂછવાને બહાને એની હાલત જોઈને મનમાં ખુશ થતાં હશે. એ વિચારતાં હશે કે આ મુનિબા ચાલી શકતી નથી અને પોતે કેવાં ચાલી શકે છે !
આવા કપરા દિવસોમાં મુનિબાની માતા અને હિંમત આપતી હતી. એ કહેતી,
આકાશ મારી મુઠ્ઠીમાં ... 83
Page #48
--------------------------------------------------------------------------
________________
હર વક્ત ગુજર જાતા હૈ. અચ્છે ભી ઔર બૂરે ભી.’ આ સમય પણ પસાર થઈ જશે એમ માનતી મુનિબા હિંમતભેર જીવતી હતી. હૉસ્પિટલનું વાતાવરણ ઉત્સાહને ઓગાળી નાખે તેવું અને શોક જગાડે તેવું હતું.
હૉસ્પિટલમાં સફેદ પોશાક પહેરતી નર્સો અને કર્મચારીઓ મુનિબાના વિષાદમાં વધારો કરતાં હતાં. ચોતરફ એટલી બધી નૅગેટિવ બાબતો હતી કે કંટાળો અને નિષ્ફળતા સિવાય એને દુનિયામાં કશું દેખાતું નહીં. કોઈક તો એમ કહેતું, ‘અરે ! આ બિચારી છોકરીના કેવા હાલ થશે ? એના છૂટાછેડા થઈ ગયા જ સમજો. કોને પોતાના ઘરમાં વ્હીલચરમાં ફરતી પત્ની રાખવી ગમે
!'
આવી પરિસ્થિતિમાં એક વાર ડૉક્ટરે મુનિબાની માતાને પૂછ્યું, ‘આ અકસ્માત થયો તે પૂર્વે મુનિબાને કોઈ શોખ હતો ખરો ?'
‘હા. એને ચિત્રો દોરવાં ખૂબ ગમતાં હતાં.'
ડૉક્ટરે તત્કાળ મુનિબાને કહ્યું, ‘તો પછી તું આજે જ તારું પેઇન્ટિંગ શરૂ કરી દે.’
ડૉક્ટરની વાત સાંભળીને મુનિબા હસી પડી. કેવી વાહિયાત વાત ! હજી એનો હાથ ઈજાગ્રસ્ત હતો અને હાથમાં પેન્સિલ પણ પકડી શકતી નહીં. એને જે કંઈ ઇચ્છા થાય તે દોરવાનું કહ્યું. સર્જરીના બે સપ્તાહ બાદ મુનિબાએ એની માતા પાસે જુદા જુદા કલર્સ મંગાવ્યા અને ડૉક્ટરને કહ્યું કે એ જરૂર ચિત્રકામ કરવાનો પ્રયત્ન કરશે.
બધાએ મુનિબાનો સાથ છોડી દીધો, ત્યારે ચિત્રકલાએ એને સદાનો સાથ આપ્યો. હૉસ્પિટલની પથારીમાં સૂતાં સૂતાં એ ચિત્રો દોરવા લાગી. આ ચિત્રોના આકર્ષક રંગોએ એના જીવનમાં નવો ઉત્સાહ રેડ્યો. એ વ્હીલચરમાં બેસીને પેઇન્ટિંગ કરતી પહેલી કલાકાર બની અને કહેતી, ‘હું નિઃસંદેહ સ્વીકારું છું કે મારા શરીરને કારણે હું કૈદમાં પુરાયેલી છું, પરંતુ મારું મન અને મારો આત્મા આઝાદ છે. હું અત્યારે પણ મોટાં સપનાં જોઈ શકું છું.'
પોતાનાં ચિત્રોમાં રંગ પૂરતી વખતે એ કલ્પના કરતી કે આ રંગો મારા જીવનમાં પણ રંગો પૂરશે ! આને કારણે હૉસ્પિટલમાં એ સદા હસતી રહી અને ચિત્રકામ કરતી રહી. ક્યારેય પોતાની પરિસ્થિતિ સામે આક્રોશ પ્રગટ કર્યો 84 + માટીએ ઘડચાં માનવી
નહીં કે આક્રંદ કર્યું નહીં. એ સાચું કે એની કરોડરજ્જુની ઈજા એને ઘેરી વળી હતી, આમ છતાં હિંમતભેર ઝઝૂમતી રહી.
મુનિબાના જીવનમાં એક બીજો આઘાત આવ્યો. એ જેમને પોતાના ‘સુપર હીરો’ માનતી હતી એવા એના પિતાએ એને અને એની માતાને છેહ દીધો. ધરતીકંપ સમો આ આઘાત એની પોતે દોરેલા ચિત્ર સાથે મુનિબા માતાએ સહેજે રડ્યા વિના હિંમતભેર સહન કર્યો, એટલું જ નહીં પણ મુનિબાને આલિંગન આપીને કહ્યું, ‘તને જેમ જેમ મોટી થતાં જોઉં છું, તેમ તેમ મારી જિંદગી પણ વિકસે છે.’
બીજી બાજુ મુનિબાએ વિચાર્યું કે જેમને હું ‘સુપર હીરો' માનતી હતી તેવા મારા પિતાએ મને તરછોડી, પણ તેથી શું ? હવે હું પોતે સુપર હીરો બનીશ. કરોડરજ્જુ તૂટી ગઈ હતી. બંને પગ પક્ષાઘાતથી નિર્જીવ બની ગયા હતા, છતાં મુનિબા પેઇન્ટિંગ શીખવા લાગી અને ફાઇન આર્ટ્સમાં એણે સ્નાતકની પદવી મેળવી.
ધીરે ધીરે એ પાકિસ્તાન ટીવીના ઉદ્ઘોષક તરીકે કામ કરવા લાગી. વ્હીલચરમાં બેસીને એન્કરિંગ કરવા લાગી અને સાથોસાથ વિકલાંગોના અધિકાર માટે એણે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. એની કલાકૃતિઓમાં માનવીય ભાવનાઓ, ગહન વિચારો અને સ્વપ્નાંઓ વ્યક્ત કરવાનું પસંદ કર્યું. લેખિકા અને પ્રેરક વક્તા તરીકે પણ જાણીતી બની અને એની વાતમાંથી સહુને જિંદગી જિંદાદિલીથી જીવવાનો સંદેશ મળવા લાગ્યો.
વિકલાંગ કે નિર્બળ લોકોને કમજોરીના પ્રતીક તરીકે જોવામાં આવે છે, જ્યારે મુનિબાએ આવા લોકોની ભીતરમાં રહેલી તાકાતનો પરિચય આપ્યો. એણે વિકલાંગ બાળકોને સમાજમાં યોગ્ય સ્થાન આપવા માટે પ્રયત્ન શરૂ કર્યો. આને માટે જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાઈ અને વિકલાંગોની વાત કરતાં આકાશ મારી મુઠ્ઠીમાં + 85
Page #49
--------------------------------------------------------------------------
________________
એણે કહ્યું, ‘અમે પણ મનુષ્ય છીએ. અમે પણ તમારી જેમ જ શ્વાસ લઈએ છીએ. અમને કોઈ સહારાની જરૂર નથી. અમે અમારી રીતે જિંદગી જીવવા માટે સક્ષમ છીએ.”
એ વિકલાંગ લોકોને કહે કે ‘હીલચેર તમારું બહાનું બનવું ન જોઈએ. કામચોરીનું સાધન થવું ન જોઈએ. આપણી કમજોરીને આપણી તાકાતમાં ફેરવતાં
આવડવું જોઈએ. જિંદગીમાં પોતાનાં ચિત્રોનું પ્રદર્શન પ્રત્યેક ક્ષણની મજા માણવી
જોઈએ. પોતાની ભીતરની તાકાતને પ્રગટ કરવી જોઈએ. જો આટલું શીખી જઈએ, તો આખુંય આકાશ આપણી મુઠ્ઠીમાં હશે.'
મુનિબા મઝારી પાકિસ્તાનની સંયુક્ત રાષ્ટ્રની વ્હીલચેરમાં જીવતી પહેલી સભાવના દૂત બની. હજી એને માટે પ્રગતિની યાત્રાનો અંત નહોતો. એણે માંડલિંગ શરૂ કર્યું. એ વ્હીલચેર સાથે જોડાયેલી દુનિયાની પહેલી માંડલ
મુનિબાએ ઉત્તર આપ્યો, ‘પહેલાં તો હું પાકિસ્તાનની અન્ય સ્ત્રીઓની માફક નાની ખોલીમાં ગોંધી રાખવામાં આવેલી એક સ્ત્રી હતી. માત્ર પતિનો વિચાર કરતી. પરિવારને ખુશ રાખવા અહર્નિશ પ્રયત્ન કરતી, પરંતુ કાર અકસ્માત પછી મારો પુનર્જન્મ થયો. મેં માત્ર મૃત્યુનો જ સાક્ષાત્કાર કર્યો નહોતો, પરંતુ કારાવાસનો પણ જીવંત અનુભવ લીધો, અલ્લાહે મને આજે કોઈ બીજી જ વ્યક્તિ બનાવી દીધી છે. હું ખુશ છું કે પહેલાંની મુનિબા મારામાં જીવતી નથી.
જિંદગીમાં પોતાની વિકલાંગતા પર ક્યારેય આંસુ નહીં સારનારી મુનિબા આજે રોજ રાત્રીએ રડે છે. એના રુદન સાથે એની શારીરિક વિકલાંગતાને કોઈ સંબંધ નથી. એના આક્રંદ સાથે એની વ્હીલચેર પરની જિંદગીનો કોઈ તાલુક નથી. એ લોકોને પીડાતા જુએ છે, ત્યારે એને રડવું આવે છે. નિરાશાજનક પરિસ્થિતિમાં સારવાર નહીં લઈ શકતા લોકોને જોઈને એની આંખમાં આંસુ ધસી આવે છે. મુનિબા પોતાની વેદનામાંથી બચી શકે છે, પરંતુ બીજાની વેદના જીરવી શકતી નથી.
મુનિબા મઝારી એક બલોચ યુવતી છે, જે દેશમાં વિકલાંગતા માટે કોઈ સભાનતા નથી. જિંદગી શરૂ કરી ત્યારે નોકરીના ફાંફાં હતાં અને આજે એ ત્રણ ત્રણ જ ગાએ નોકરી કરે છે. એ કહે છે કે તમે સતત કાર્ય કરતાં રહો, તો અલ્લાહ હંમેશાં તમારે માટે રસ્તો કરી આપે છે.
બની.
‘કુશિયા' નામના સામયિકમાં મુનિબાની સ્વમુખે કહેવાયેલી જીવનકથા પ્રગટ થઈ. એમાં કોઈ દુ:ખનાં રોદણાં રડવામાં આવ્યાં નહોતાં. શારીરિક અશક્તિનો વસવસો કરવામાં આવ્યો નહોતો. જિંદગીની દગાબાજીની કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી, પરંતુ એણે એક વીરાંગના તરીકે પોતાની જીવનકથા વર્ણવી, જેની કિંમતને કોઈ સીમા કે સરહદ નહોતાં.
પાકિસ્તાનની યુવતીઓએ મુનિબાને પ્રશ્ન કર્યો કે, ‘પહેલાં જે સ્વસ્થ ને ચેતનવંતી મુનિબા હતી, તે આજે નથી. એની ખોટ તમને સાલતી નથી?”
86 * માટીએ ઘડ્યાં માનવી
આકાશ મારી મુઠ્ઠીમાં 87
Page #50
--------------------------------------------------------------------------
________________
10
INDIA
હરબંસસિંઘ
મન કે હારે હાર, મન કે જીતે જીત
એક બેઠી દડીનો, ઝીણી આંખોવાળો, સશક્ત શીખ જુવાન સિમલાની કચેરીમાં બેઠો હતો.
ખુરશી પર બેઠો બેઠો ટેબલ પર પડેલા કામના કાગળોમાં ચિત્ત લગાવવા હરદમ કોશિશ કરી રહ્યો હતો. તેવીસ વર્ષના પંજાબના ખેડૂતના એકના એક દીકરા હરબંસસિંઘને સરકારી નોકરી મળી હતી. એનાં માતાપિતાને તો આથી પરમ શાંતિ થઈ ગઈ હતી. હરબંસિંઘ કામમાં મન લગાડવા પ્રયત્ન કરે છે, પણ એની દિલચસ્પી તો બીજે ક્યાંક લાગેલી હતી.
અમૃતસરની ડી.એ.વી. કૉલેજના શ્રેષ્ઠ ખેલાડી તરીકે થયેલા એના સન્માનનાં દૃશ્યો મગજમાં ઘૂમરી લઈ રહ્યાં હતાં. ઓછી ઊંચાઈ હોવા છતાં અપ્રતિમ તાકાતને બળે હૉકી, ફૂટબૉલ, દોડ અને તરવાની
સ્પર્ધાઓમાં નામના મેળવી હતી. રમતના શોખીન જીવને આ સરકારી ફાઈલો જીવનમાર્ગને રૂંધતી લાગતી.
એવામાં એકાએક એની નજર એક અનોખા સમાચાર પર પડી. સમાચાર એવા હતા કે ફ્રાંસના પીઅર્સ ગિલ્બર્ટ લોબી નામના રમતવીરે સતત એકસો ને એકાવન કલાક ચાલીને ભવ્ય વિશ્વવિક્રમ નોંધાવ્યો.
સતત ચાલવું એ તો ભારે કપરી બાબત છે. થોડું ચાલતાંય થાક લાગે. વધુ ચાલવાનું આવે તો વચ્ચે બેસીને થાક ખાવો પડે. વળી કોઈ પાસે પગચંપી કરાવવી પડે. આટલું બધું સતત ચલાય પણ કેવી રીતે?
સિમલાની સરકારી કચેરીમાં બેઠેલા આ તેવીસ વર્ષના રમતપ્રેમી જુવાનને થયું કે હું આ માટે પ્રયત્ન કરું તો ? શા માટે પાછો પડું ? શા માટે હું પાછળ રહું ?
સતત ચાલવાની સ્પર્ધામાં નામ કાઢવા માટે યુવાન હ૨બંસસિંઘે તમામ પ્રયત્નો શરૂ કર્યા. દિવસે તો નોકરી કરવાની, પણ રાત્રે સતત ચાલવાની તાલીમ લે. રાતના બાર વાગ્યા સુધી તો આ યુવાન સિમલાના રમણીય રસ્તાઓ પર સતત ચાલતો રહે. રાતના બાર પછી કોઈ પોલીસ કે ચોકીદાર એને ચાલતો અટકાવે નહીં માટે એ સિમલાના પોતાના ક્વાર્ટર્સમાં તાલીમ લે.
ગરમીના દિવસોમાં યુવાન હરબંસ સિમલાનાં જંગલોમાં સતત ઘૂમવા લાગતો. હ૨ભંસને આવી મહેનત કરતો જોઈને એના મિત્રો આવી મફતની માથાકૂટ છોડી દેવા સમજાવવા લાગ્યા, ફોગટના પગ દુઃખાડવાનો અને શરીરને આટલું કષ્ટ આપવાનો ધંધો કરતો જોઈને એની મજાક પણ ઉડાવવા લાગ્યા. એ બધા કહેતા કે અલ્યા સુખની જિંદગી શા માટે વેડફી નાખે છે ? ઊંઘ વેચીને ઉજાગરા ક્યાં મેળવે છે ?
એક વાર ૨જાના દિવસોમાં હરબંસ પોતાના વતન પંજાબના વરિયામ નગરમાં ગયો. ગમે ત્યાં જાય, પણ સતત ચાલવાની તાલીમ તો અટકે જ શાની? પોતાના જ ઘરમાં હ૨બંસસિંઘે તાલીમ શરૂ કરી દીધી.
પોતાના એકના એક દીકરાને આખી રાત આમ ચિત્તા-દીપડાની જેમ આંટા મારતો જોઈને માતા સૂએ ખરી ? હરબંસિંઘની માતા પણ એની સાથે આખી રાત જાગવા લાગી. દીકરાને કંઈ થયું તો નથી ને? માતાની ચિંતા વધી મન કે હારે હાર, મન કે જીતે જીત • 89
Page #51
--------------------------------------------------------------------------
________________
ગઈ, હરબંસ મૂંઝાયો અને વહેલી તકે વતન છોડી સિમલા આવીને પોતાની તાલીમ શરૂ કરી દીધી.
૧૯૬૧ના જુલાઈ માસમાં હરબંસસિંઘે સતત વ્યાસી કલાક ચાલવાના મનોરથ સાથે સિમલામાં જાહેરમાં પ્રયોગ શરૂ કર્યો. થોડા કલાક વીત્યા અને કેડમાં સખત દુઃખાવો શરૂ થયો. સિમલાના વિચિત્ર હવામાનને કારણે એની વેદના વધતી ચાલી. આખરે છાસઠ કલાક સુધી ચાલ્યા પછી એ ભાંગી પડ્યો. થાકની તો એટલી બધી અસર થઈ કે છત્રીસ કલાક સુધી બેભાન રહ્યો !
આ નિષ્ફળતાએ એવો તો ધક્કે લગાવ્યો કે ત્રણ વર્ષ સુધી તો ફરી સતત ચાલવાનો પ્રયોગ કરવાનું નામ પણ ન લીધું. પરંતુ પગ વાળીને બેસે એ સાચો રમતવીર નહીં. રમતનો શોખ જ એવો કે રમતશોખીનને શાંત રહેવા દે જ નહીં. એણે ખરાખરીના ખેલ ખેલી લેવાનો મનસૂબો કર્યો.
૧૯૯પના ફેબ્રુઆરી મહિનામાં ભિલાઈ સ્ટેશન પાસે આ કાર્યક્રમ હાથ ધર્યો. પૂરતી જાહેરાત થઈ. સતત એક જ વર્તુળમાં ચાલતા રહેવાથી ક્યારેક વર્તમાન પરિસ્થિતિનું ભાન ભૂલી જાય. વળી થોડી વારે હોશમાં આવે. પણ આ વખતે એના પગ તો ચાલતા જ હોય. આવું તો વારંવાર થયા કરે. વધારામાં કમરનું કાતિલ દર્દ અને મસલ્સમાં સતત દુખાવો રહે. આ વખતે હરબંસ પાછો પડે તેમ ન હતો. મન મક્કમ હતું. આફતોની પરવા ન હતી. જીતનો પાકો નિરધાર હતો. પછી અટકવાની કે હારી ખાવાની વાત કેવી ? આખરે હરબંસસિથે સતત વ્યાસી કલાક ચાલીને સિદ્ધિ મેળવી.
આટલી સિદ્ધિ મેળવી એ શાંત બેઠો નહીં. એની સામે તો પીઅર્સ ગિલ્બર્ટ લોબીના સતત એકસો ને એકાવન કલાકે ચાલવાના વિક્રમના સમાચાર તરવરતા હતા ! અમૃતસરમાં ફરી પ્રયોગ હાથ ધર્યો. સતત એકસો ને પાંચ કલાક ચાલ્યો.
૧૯૯૬ના ફેબ્રુઆરીમાં એણે વિશ્વવિક્રમ તોડવાના મનોરથ સાથે મેદાને જંગમાં ઝુકાવ્યું. તાતાનગરમાં એકસો ને ત્રેપન કલાક ચાલવાનો ઇરાદો રાખ્યો. રાતદિવસ એ ચાલતો જ રહ્યો.
એકસો કલાક, એકસો ને પચીસ કલાક અને છેક એકસો ને પિસ્તાળીસ કલાક ચાલ્યો. એથીય આગળ ચાલતો રહ્યો. છે કે એકસો ને ઓગણપચાસ
90 માટીએ ઘડ્યાં માનવી
કલાક સુધી પહોંચ્યો. પણ ખાધાપીધા વિના કમજોરી આવી ગઈ હતી. એ પોતાની સ્થિતિનું ભાન ગુમાવી બેઠો. ચાલતો ચાલતો અટકી ગયો. માત્ર બે કલાક માટે વિશ્વવિક્રમ ચૂકી ગયો. ચાર કલાક માટે નિરધાર સફળ થતો રહી ગયો. વધારામાં તાતા કંપની તરફથી ભેટ રૂપે મળનારી મોટરકાર પણ ગુમાવી.
નિષ્ફળતાએ હરબંસનો કેડો
મૂક્યો ન હતો. હરબંસ એની સામે હરબંસસિંઘ
હતાશ થાય તેમ ન હતો.
૧૯૬૬ના જુલાઈ માસમાં નેપાળની રાજધાની કાઠમંડુમાં પ્રયોગ રાખ્યો. નેપાળના રાજા મહેન્દ્ર આમાં ખાસ હાજરી આપી. ચાલવાનું શરૂ કરતાં પહેલાં ચોવીસ કલાક અગાઉથી હરબંસસિંઘ ભોજન બંધ કરે. પ્રયોગના સમયે ચાલતાં ચાલતાં જ માત્ર પાણી, ચા, કૉફી, ફળનો રસ અને વિટામિનની ગોળીઓ લે. ફળના રસ પર જ હરબંસની તાકાતનો સઘળો આધાર, નેપાળમાં તો ક્યાંય ફળ મળે નહીં. આથી હરબંસના શરીરમાં ઘણી કમજોરી આવી ગઈ. એવામાં વરસાદ તૂટી પડ્યો . અહીં એ માત્ર એકસો ને સોળ કલાક ચાલીને જ ભાંગી પડ્યો.
એક વધુ કમનસીબી લઈને એ પાછો ફર્યો, પણ દિલમાં કમજોરી ઊગી નહીં. ‘એક દિવસ, એક દિવસ ...’ એ જપવા લાગ્યો. એ દિવસે સફળતા મારા કદમ ચૂમતી હશે.
૧૯૬૮ના જાન્યુઆરી મહિનામાં હૈદ્રાબાદમાં વિશ્વવિક્રમ તોડવાના નિરધાર સાથે ચાલવાનું શરૂ કર્યું. મનમાં ગાંઠ વાળી હતી કે ગમે તે થાય, પણ આ વખતે ક્યાંય અટકવું નથી. પીડા થવા લાગી. ભાન ભૂલવા લાગ્યો પણ અટકવાની વાત કેવી ? આખરે એકસો ને બાવન કલાક સુધી સતત ચાલીને
મન કે હારે હાર, મન કે જીતે જીત • 91
Page #52
--------------------------------------------------------------------------
________________
ભૂખ્યા જનોનો જઠરાગ્નિ ઠારનાર
વિશ્વવિક્રમ સ્થાપ્યો. આ પછી તરત જ તાકાત મેળવીને મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં એકસો ને ત્રેપન કલાક ચાલવાનો વિક્રમ રચ્યો.
નિષ્ફળતા હવે હરબંસના માર્ગમાંથી હટી ગઈ હતી, તો સફળતા કેફ ચડાવી શકે તેમ ન હતી. હરબંસસિંઘ સતત પ્રગતિ કરતો રહ્યો. નાગપુરમાં ૧૨૫ કલાક, મુંબઈમાં ૧૫૫ કલાક, ઇંદોરમાં ૧૫૬ કલાક અને અમદાવાદમાં ૧૫૭ કલાક સુધી સતત ચાલીને પોતાનો વિશ્વવિક્રમ વધારતો જ રહ્યો.
૧૯૬૯માં અમદાવાદમાં એક પળવાર પણ થોભ્યા વિના સતત છ રાત અને સાત દિવસ સુધી ચાલતો રહ્યો. આની ગણતરી કરીએ તો ત્રણસો ને ચૌદ માઈલ જેટલું અંતર થાય !
સતત ચાલનારા માનવીને દિવસ કરતાં રાત વધુ પરેશાન કરે છે. રાત્રે મસલ્સની પીડા વધી જાય છે. એથીય વધુ ઊંધ હટાવવાની કોઈ દવા ન લેતા આ માનવીને ઊંઘ ખૂબ કનડે છે.
૧૯૩૮ની બીજી જુલાઈએ જન્મેલા આ રમતવીરે નિખાલસપણે સ્વીકાર કર્યો કે દસ કલાક ચાલ્યા પછી સખત થાક લાગે છે. બાકીના જથ્થાબંધ કલાકો માત્ર મનોબળથી જ ચાલી શકાય છે. મન તૂટ્યું તો સઘળું તૂટયું. મહાન રમતવીર હરબંસસિંઘનું મનોબળ કેવું હશે !
આ માનવી ચાલતાં ચાલતાં જ કપડાં બદલવાની, સ્નાન કરવાની, બૂટ પહેરવાની કે ઉતારવાની અને શૌચની ક્ષિા કરી શકે છે.
નમ્ર અને શરમાળ રમતવીર હરબંસસિંધ આટલી સફળતા હાંસલ કરીને થોભવા માગતો નહોતો. આ પછી તો બેંગાલુરુમાં સતત એકસો બાસઠ કલાક અને પંદર મિનિટ સુધી ચાલીને એ સમયનો નવો વિક્રમ નોંધાવ્યો. મનોબળથી કેવી સિદ્ધિ મેળવી શકાય, એનું હરબંસસિંઘ ઉદાહરણ બની રહ્યો.
સાધારણ માનવીનું સાચું દિલ એને અસાધારણ બનાવે છે ! દુનિયામાં એવા અનેક દીપકો પ્રકાશિત હશે કે જે પોતાના નાનકડા ખંડમાં એક દીવો પેટાવીને ચોપાસ અજવાળું ફેલાવતા હશે ! એ સૂર્ય કે ચંદ્રની જેમ વિરાટ સૃષ્ટિને પ્રકાશિત કે પ્રભાવિત કરતા નહીં હોય, પરંતુ પોતાની ચોપાસની નાનકડી દુનિયાને માનવીય ભાવનાઓ અને ઉદાર કાર્યોથી ઉજમાળ કરતા હોય
દેશની હાલાકી, બેહાલી કે ભૂખમરાથી બચવા માટે કોઈ પણ ભોગે વિદેશમાં પહોંચનારા ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સની દશા અત્યંત કફોડી હોય છે. એ માનવી અમેરિકામાં હોય કે દુબાઈમાં હોય, પણ એને માથે સતત કાયદાનો ખોફ ચકરાવા લેતો હોય છે. એને ઓછે પગારે કાળી મજૂરી કરવી
જ્યોર્જ મુનોઝ
92 • માટીએ ઘડ્યાં માનવી
Page #53
--------------------------------------------------------------------------
________________
પડે છે, દબાતા-ચંપાતા જીવવું પડે છે. દિવસને અંતે માંડ ભોજન કરી શકે એટલું વેતન મળતું હોય છે. આવા લાચાર લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને એમને ઓછું વેતન આપવામાં આવે અને એ નિરાધાર લોકો એનો મુંગે મોંએ સ્વીકાર કરીને જીવન પસાર કરતા હોય છે.
| શિયાળાની કડકડતી હાડ થિજાવી નાખે એવી હિમવર્ષા હોય કે પછી ઉનાળાની બાળી નાખે એવી ગરમી હોય, પરંતુ આ લોકો તનતોડ મજૂરી કરીને જીવતા રહેવા માટે અને દેશમાં વસતા પોતાનાં કુટુંબીજનોને ટેકો આપવા માટે કપરો અને મુશ્કેલીભર્યો જંગ ખેલતા હોય છે. એમાંય જો એમના પર બેકારીની તલવાર વીંઝાય, તો તો એમને પોતાને માટે પણ ખાવાના સાંસા પડતા હોય છે. બેકારીમાં ઘરવિહોણા બનીને કોઈ જાહેર જગાએ આશરો લઈને જિદગીના કપરા શ્વાસ લેવા કે ખેંચવા પડે છે !
દુઃખ અને ગરીબીની કકળતી વેદના તો જેણે દુઃખ અને ગરીબી ભોગવ્યાં હોય, તે જ જાણે. ફૂલની સુંવાળી સેજ પર પોઢનારાઓને કાંટાની પથારી પર સૂનારાનો ખ્યાલ ન હોય. આથી ગેરકાયદેસર રીતે આવી ગયેલા ઇમિગ્રન્ટ્સનો ખરો ખ્યાલ તો જે ઇમિગ્રન્ટેસ્ હોય, તેને જ આવે ! કોલંબિયામાં મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલા જ્યોર્જ મનોઝને જીવનજરૂરી ચીજ વસ્તુઓ મળી રહેતી હતી, પરંતુ એ સમયે પણ એના મનમાં ઉદાર ભાવના એવી કે પોતાની બે બ્રેડમાંથી એક બ્રડ કોઈ ભૂખ્યા ગરીબને આપી દેતો. કોઈ જરૂરિયાતમંદની જરૂરને પૂરી પાડવા માટે એ પોતાની ચીજવસ્તુઓ આપતાં સહેજે અચકાતો નહીં.
જ્યોર્જ મુનોઝ અઢાર વર્ષનો થયો, ત્યારે એના પિતાને કૉફી ફૅક્ટરીની બહાર અકસ્માત થયો અને મૃત્યુ પામ્યા. ધીમે ધીમે ઘરમાં ગરીબી પ્રવેશવા લાગી. મુશ્કેલીઓ વધવા લાગી અને આથી એની માતાએ પોતાનાં બાળકોને લઈને સોનેરી દુનિયામાં જવાનું નક્કી કર્યું. આ સોનેરી દુનિયા એટલે અમેરિકાનું ન્યૂયૉર્ક શહેર ! મનની ઇચ્છા એક હતી અને વાસ્તવિકતા તદ્દન વિપરીત હતી. અમેરિકામાં કાયદેસરનો પ્રવેશ મેળવીને નોકરી કરવાની કોઈ શક્યતા નહોતી, આથી ગેરકાનૂની ઇમિગ્રન્ટસ્ તરીકે જ્યોર્જ મનોઝની માતા ડોરિસ પોતાનાં પુત્ર અને પુત્રીને લઈને નોકરીની ખોજ માં જગતના સોનેરી શહેર ન્યૂયોર્કમાં કેટલાંય સપનાં સાથે આવી.
94 • માટીએ ઘડ્યાં માનવી
ગરમ ભોજન વહેંચતો જયોર્જ મુનોઝ એ દિવસો ભારે મુશ્કેલીના હતા. ઓછા વેતનથી ચલાવવું પડતું, પણ ડોરિસને એટલી આશાયેશ હતી કે એને અને એનાં સંતાનોને ભૂખે તરફડવું તો પડતું નથી ને ! માલિકના મનસ્વીપણાનો સ્વીકાર કરીને કાળી મજૂરી કરવી પડતી હતી. એક બાજુ બેકારીનો ભય હતો, તો બીજી બાજુ કાયદાની ચુંગાલમાં ફસાઈ જવાની ભીતિ હતી. પરંતુ ડોરિસે હિંમત હાર્યા વગર નોકરી શોધવા માંડી અને ૧૯૮૭માં ડોરિસ અને એનાં સંતાનો અમેરિકાનાં કાયદેસરનાં નાગરિકો બન્યાં. ડોરિસનો પુત્ર જ્યોર્જ મુનાઝ હવે સ્કૂલ બસના ડ્રાઇવર તરીકે સલામત નોકરી મેળવી શક્યો.
જ્યોર્જ વહેલી સવારે પોતાના કામ પર નીકળી જતો અને સાંજે ઘેર પાછો આવતો. નિશાળનાં બાળકોને એમના ઘેરથી લાવવાનું અને પાછાં મૂકવાનું એ કામ કરતો. બાકીનો સમય એ મિત્રો સાથે ગપાટા લગાવવામાં વિતાવતો હતો. ઈ. સ. ૨૦૦૪માં એક વાર રેલવેના પાટા નજીક પોતાના મિત્રો સાથે વાત કરતો હતો, ત્યારે સહુએ અમેરિકામાં ગેરકાયદેસર વસતા ઇમિગ્રન્ટની દુર્દશાનું વર્ણન કર્યું. એ ઘટનાઓની વેદના જ્યોર્જ મનોઝને સ્પર્શી ગઈ. એને પોતાની વીસ વર્ષ પૂર્વેની જિંદગીનાં સ્મરણો યાદ આવી ગયાં. એણે મનોમન નક્કી કર્યું કે એક સમયે હું જેવો બેસહારા હતો, એવા બેસહારા લોકોને માટે મારે કંઈક કરી છૂટવું જોઈએ. કેટલાય લોકો રાત્રે ભૂખ્યા સૂતા હોય, એ વાસ્તવિક દૃશ્યો એની આંખમાં દોડવા લાગ્યાં. એણે વિચાર્યું કે આનો કોઈ ઉપાય તો કરવો જોઈએ.
ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ ઠારનાર • 95
Page #54
--------------------------------------------------------------------------
________________
દોઢસો વ્યક્તિઓનું ભોજન બનાવતો જ્યોર્જ
એક વાર જ્યોર્જ રાતના સમયે બસ ચલાવતો પોતાને ઘેર પાછો ફરતો હતો. આ સમયે એણે જોયું કે એક ખાદ્યપદાર્થ બનાવનારી ફૅક્ટરીનો માલિક એ ફેક્ટરીમાંથી વધારાના ખાદ્યપદાર્થો ફેંકી દેતો હતો. લોકોને વાસી ખાવા આપે તો તેને માથે સજાનું જોખમ રહેતું. જ્યોર્જ ફેક્ટરીના માલિક પાસે ગયો. એમને વિનંતી કરી કે આ રીતે રાત્રે ખાદ્યપદાર્થો ફેંકી દો છો, એને બદલે મને આપો ને ! હું ભૂખ્યા લોકોની આંતરડી ઠારવામાં એનો ઉપયોગ કરીશ. ફૅક્ટરીના માલિકોને આમ કરવામાં કોઈ તકલીફ નહોતી. જ્યોર્જે બાર કલાક નોકરી કર્યા પછી સાંજે પાછા ફરતાં પોતાની સ્કૂલબસમાં ખાદ્યપદાર્થો લાવવાનું શરૂ કર્યું. હવે એણે વિચાર કર્યો કે આની જાળવણી માટે શું કરવું ? એટલે આ પરિવારે એક મોટું ફ્રિઝર ખરીધું. એને ઘરના દીવાનખંડમાં મૂક્યું અને એમાં દરરોજ રાત્રે સાથે મળીને બધા ગરમાગરમ ભોજન બનાવવા લાગ્યા.
૨૦૦૮માં અમેરિકાના અર્થતંત્ર પર મોટો આઘાત થયો. ઘણા લોકોએ એકાએક નોકરી-ધંધા ગુમાવ્યા. કેટલાકને ઘર છોડીને તંબૂમાં રહેવાનો વારો આવ્યો. આવી વ્યક્તિઓ જ્યોર્જ અને એનાં કુટુંબીજનો પાસે ભોજન મેળવવા માટે આવવા લાગી. એ બધા જ્યોર્જ મનોઝ પાસે દોડીને આવતા અને તે એમને ગરમાગરમ ભોજન સાથે સરસ મજાની કૉફી આપતો. સૌથી વિશેષ વાત તો એ છે કે આ ભુખ્યાજનોનાં મનમાં એક શ્રદ્ધા સતત વસતી હતી કે ગમે તેવી કડકડતી ઠંડી હશે કે પછી મુશળધાર વરસાદ હશે, તોપણ જ્યોર્જ એની સ્કૂલ બસ લઈને આવવાનો જ અને એમને હસતા ચહેરે ભોજન સાથે ઉષ્માભર્યા હાથે ગરમાગરમ કૉફીનો એક કપ આપવાનો..
બાળપણમાં પોતાની બે બેડમાંથી એક બ્રેડ બીજાને ખવડાવનારા જ્યોર્જ મુનોઝને થયું કે હવે આર્થિક જરૂરિયાતો પૂરી થઈ છે, તો પછી પગારમાં મળતા થોડા ડૉલરમાંથી વધુ ભોજન બનાવું તો ! જ્યોર્જ મુનાઝને પગાર પેટે દર અઠવાડિયે જે રકમ મળતી હતી, એમાંથી સાતસો ડૉલરની ૨કમ ભોજન માટે ખર્ચવા લાગ્યો. છેલ્લાં પાંચ વર્ષથી એણે પોતાની આ કમાણીમાંથી પણ ભોજનસેવા આપવા માંડી. ધીરે ધીરે એણે જુદી જુદી સાત જગાએ ભોજનસેવાનો વિસ્તાર કર્યો. ભારતના જેવી સદાવ્રતની પ્રવૃત્તિ મુનો અમેરિકામાં કરવા માંડી.
96 * માટીએ ઘડ્યાં માનવી
કેટલીય રાતોની રાતો એણે આ અન્નદાનની પ્રવૃત્તિ ચલાવી. એના અન્નદાનને પરિણામે ૨00૪ થી ૨00૮ સુધીમાં બેસહારા એવા લાખેક માણસોએ ભોજન મેળવ્યું હશે. રોજ રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે ભૂખ્યા લોકો રાહ જોઈને બેઠા હોય. આમાં ચીનાઓ હોય, ઇથોપિયનો હોય, ઇજિશિયનો અને દક્ષિણ એશિયાના લોકો હોય, શ્વેત અને અશ્વત અમેરિકનો અને બ્રિટનના લોકો પણ હોય.
જ્યોર્જ મનોઝનો એક જ મંત્ર કે, “જે કોઈ વ્યક્તિ ભૂખી હશે, એને હું મદદ કરીશ.” જ્યોર્જ મનોઝની શ્વેત રંગની પિક-અપ ટ્રક રાહત-સામગ્રી લઈને આવે. એમાં ગરમ ખોરાક, કૉફી અને ગરમ ચૉકલેટ હોય, જ્યોર્જની રાહ જોતા લોકો આ ભોજન મેળવવા માટે પિક-અપ ટ્રક તરફ ધસી આવે.
જ્યોર્જ એ સહુને પ્રેમથી ભોજન પીરસે. એમની આંખોમાંથી મળતી કૃતજ્ઞતાની લાગણી જ્યોર્જમાં નવો ઉત્સાહ જગાડે. કેટલાકને માટે તો આ બે દિવસ બાદ મળેલું ગરમ ભોજન હોય, તો કેટલાક ગઈકાલથી ભૂખ્યા હોય અને તેમને મળેલું પ્રથમ ભોજન હોય. માંડ માંડ ચાલી શકે એવાં અતિ વૃદ્ધ-વૃદ્ધાઓ હોય કે જેમને માટે ગરમ ભોજન એ સ્વપ્નવત્ હોય.
ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ ઠારનાર • 97
Page #55
--------------------------------------------------------------------------
________________
આવી રીતે નિયમિત ભોજન લેનાર એડુરડો નામની વ્યક્તિ એ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહે ' છે, ‘હું પરમ કૃપાળુ પરમેશ્વરનો
આભારી છું કે જેમણે આ માણસના હૃદયને સ્પર્શ કર્યો.
ક્યારેક ખોરાક મેળવવાની મુશ્કેલી હોય, તોપણ આ બસડ્રાઇવર નિરાશ થતો નથી. એનું પ્રેમજનિત શ્રમકાર્ય સતત ચાલતું રહે છે અને પ્રારંભે રોજ આઠ વ્યક્તિને વિનામૂલ્ય ભોજન
આપવાનું એનું કામ દોઢસો વ્યક્તિ અમેરિકાના પ્રમુખ બરાક
સુધી પહોંચી ગયું છે. ઓબામા સાથે
પોતાની નોકરી સિવાયનો મોટા ભાગનો સમય જ્યોર્જ મુનોઝ અને એનું કુટુંબ આમાં વિતાવે છે. પરિવારના સહુ કોઈ એને હાથ અને સાથ આપે છે. એના દીવાનખંડની ઘણી મોટી જગા મોટા કદના ફ્રિઝરે રોકી છે અને એના ઘરનું પોર્ચ ભોજનના ડબ્બાઓ અને કાગળની ડિશોથી ખીચોખીચ હોય છે. એના ફ્લેટનો નાના કદનો ઓરડો કોઠાર બની ગયો છે. વળી, ક્યાંક ચોખ્ખાં કપડાં અને બ્લેકટની થેલીઓ જરૂરિયાતમંદ લોકોને આપવા માટે તૈયાર પડી હોય છે. પુષ્કળ ખોરાક રાંધવાને કારણે એના ઘરનો સ્ટવ પણ વારંવાર બગડી જતો હોય છે, આથી ઘણા માણસોની એકસાથે રસોઈ બનાવવા માટેનાં વાસણોમાં ખાદ્યપદાર્થ રાંધવા માટે એની બહેનના એપાર્ટમેન્ટનો પણ ઉપયોગ કરે છે.
સતત ખોરાક બનાવવાને કારણે જ્યોર્જને કમરનો દુઃખાવો રહ્યા કરે છે, પરંતુ એની કશી ફરિયાદ કર્યા વિના આ માનવી એના કાર્ય અને ક્રમમાં અટલ રહે છે. વહેલી સવારે પાંચ વાગે ઊઠીને નિત્યક્રમ પતાવીને એ શાળાનાં
બાળકોને લેવા માટે નીકળી પડે છે. વચ્ચેની રિસેસ વખતે ઘેર એક આંટો લગાવીને રસોઈની તપાસ કરે છે. સાંજે સાડા પાંચ વાગ્યે ઘેર પાછો ફરે છે.
ક્યારેક રસ્તામાં ડોનેશન લેવા રોકાઈ જાય છે અને એ પછી ઘેર આવ્યા બાદ ક્વિન્સ સ્ટ્રીટમાં જતાં પહેલાં એ ખોરાકના ડબ્બાઓ પૅક કરવા લાગી જાય છે.
શનિવારે નાસ્તાનું મેનુ હોય છે, તો રવિવારે શાળાની રજાના દિવસે એ પોતાના પ્રિયજનોને માટે મીઠાઈ બનાવે છે. થાક્યા વિના મનોઝ અને એની બહેન આ કામમાં ડૂબેલા રહે છે. કુદરતી આફત હોય કે સામાજિક મુશ્કેલી હોય, પણ ક્યારેય ભૂખ્યાઓને ભોજન આપવાના એમના કામમાં અવરોધ આવતો નથી. એ કહે છે કે, ‘હું ન જાઉં તો હું બેચેની અનુભવું છું, કારણ કે હું જાણું છું કે તેઓ મારી રાહ જોઈ રહ્યા હશે.”
અમેરિકામાં આવેલી આર્થિક કટોકટીને કારણે એના આ કાર્યમાં દાનનો પ્રવાહ થોડો ધીમો પડ્યો, પરંતુ જ્યોર્જ મનોઝનું કામ તો એ જ રીતે વણથંભ્ય ચાલ્યા કરે છે, પરદુઃખભંજન મનોઝની ટ્રકને જોતાં જ આજે ટોળાબંધ લોકો હારબંધ ઊભા રહી જાય છે. એમના ઉદ્વેગભર્યા ઉદાસીન ચહેરા ઉપર તેજ ચમકી ઊઠે છે. આને માટે ઈશ્વર અને પોતાની માતાને પ્રેરણાસ્ત્રોત માને છે. એ કહે છે કે “મારી માતા પાસેથી ટુકડામાંથી ટુકડો વહેંચવાનું શીખ્યો છું અને એ જ હું અત્યારે કરી રહ્યો છું .” ભોજન પીરસતી વખતે એની વાણીમાં ભારોભાર અનુકંપા હોય છે અને એની નજરમાં પરમ આનંદ હોય છે.
સારા નામની એક ટેલિવિઝન રિપોર્ટરે જ્યોર્જ મનોઝની મુલાકાત લીધા પછી કહ્યું, ‘હું જ્યોર્જ મનોઝની વાતથી એટલી બધી ભાવુક બની ગઈ કે હું મારી આંખનાં આંસુ રોકી શકી નહીં. એક સાચા દેવદૂત સામે એક જ ખંડમાં બેસી તેનો ઇન્ટરવ્યુ લેતાં મારાં રોમેરોમ રોમાંચ અનુભવતાં હતાં. એનો વીડિયો એડિટ કરતાં પણ હું રડી રહી હતી.’ સારાની આ સંવેદનાનું કારણ એ કે એક વખત ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ્ તરીકે આવેલી એ બેકાર હતી અને એને પણ ભોજન મેળવવાનાં ફાંફાં પડ્યાં હતાં !
98 • માટીએ ઘડ્યાં માનવી
ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ ઠારનાર • 99.
Page #56
--------------------------------------------------------------------------
________________
પડખામાં મોત અને જીવન
માટેનો જંગ !
દક્ષિણ અમેરિકાના ભૂમિખંડમાં છેક દક્ષિણ છેડે આવેલા પેસિફિક મહાસાગરથી ઘેરાયેલા ચિલી દેશમાં સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પી.યુ.સી ની બોલબાલા છે.
પી.યુ.સી.નું આખું નામ છે પોન્ટીફીસીઆ યુનિવર્સિડાડે કેટોલિકા ડી. ચિલી'. આ યુનિવર્સિટીમાં મેડિકલ વિદ્યાશાખામાં ડેનિયેલા ગ્રાસિયાએ પ્રવેશ મેળવ્યો. એક તો આ યુનિવર્સિટીમાં ચિલીની મેડિકલ સ્કૂલોમાં સૌથી વધુ કપરી પ્રવેશપરીક્ષા લેવાતી હતી. એમાં સફળ થઈને ડેનિયેલાએ પ્રવેશ મેળવ્યો, ત્યારે એના આનંદનો પાર ના રહ્યો.
એના આનંદનું બીજું કારણ એ હતું કે ડેનિયેલા ગ્રાસિયાના પિતા ક્રિસ્ટિઅન ગ્રાસિયા પી.યુ.સી.ની મેડિકલ વિદ્યાશાખામાં પ્રાધ્યાપક હતા અને ડેનિયલાની માતા લિયોનર પાલોમોર જાણીતી દંતચિકિત્સક હતી.
પોતાનાં ત્રણ સંતાનો ઉત્સાહભર્યો, તંદુરસ્તીયુક્ત અને બુદ્ધિશાળી બને, તે માટે એણે ડેન્ટિસ્ટની કામગીરી પણ થોડો સમય છોડી દીધી. આવા વિદ્યાવ્યાસંગી, તેજસ્વી કૌટુંબિક વાતાવરણમાં ઊછરેલી ડેનિયલાને બાયોલૉજીમાં ઊંડો રસ હતો અને એમાં એ ઉજ્જવળ કારકિર્દી ધરાવતી. એણે વિખ્યાત મેડિકલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.
ચિલીમાં મેડિકલ ડિગ્રી મેળવવા માટે સાત વર્ષ અભ્યાસ કરવાનો હોય અને અને એ પછી બીજાં ત્રણ વર્ષ ખાસ તાલીમ લેવી પડે. આમ દસ વર્ષની લાંબી અભ્યાસયાત્રાનો ડેનિયેલાએ ઉમંગભેર પ્રારંભ કર્યો.
- ૨૦૦૨ના ઑક્ટોબરના આખરી સપ્તાહમાં ડેનિયેલા ચોથા વર્ષના અભ્યાસને અંતે આવી ચૂકી હતી. ચિલીની તમામ મંડિકલ સ્કૂલોના વિદ્યાર્થીઓ વચ્ચે આંતરસ્કૂલ ખેલ-કૂદ સ્પર્ધા યોજાતી હતી. એમાં દર વર્ષે યોજાતી આ સ્પર્ધામાં જે મેડિકલ સ્કૂલ સૌથી વધુ ટ્રાંફી મેળવતી, એનો માન-મરબતો વધી જતો. એના નામને ચાર ચાંદ લાગી જતા. વિજેતા ટીમના ખેલાડીઓના મેદાન પર અને મેડિકલ સ્કૂલમાં તાલીઓના ગડગડાટ વચ્ચે સન્માનો યોજાતાં. ચાર દિવસ ચાલતી આ સ્પર્ધામાં પંદરસો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેતાં અને એમાં વૉલિબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, ફૂટબૉલ અને સ્વિમિંગ સ્પર્ધાઓ યોજાતી.
૨૦૦રની એ સ્પર્ધા બે લાખ અને સાઈઠ હજારની વસ્તી ધરાવતા ચિલીના તેનિકો શહેરમાં યોજાવાની હતી. ચિલીની રાજધાની સાત્તિઓગો શહેરથી છસ્સો ને સિત્તેર કિલોમીટર દક્ષિણે આવેલું એ શહેર હતું.
આ સ્પર્ધામાં ભાગ લેવો કે નહીં તે વિશે ડેનિયલાના મનમાં ઘણી દ્વિધા હતી. એક તો સામે ડર્મેટોલૉજી (ત્વચારોગવિજ્ઞાન)ની પરીક્ષા આવી રહી હતી. એમાં વળી એની પ્રિય સખી આ સ્પર્ધામાં ભાગ નહીં લેવાનું નક્કી કરી ચૂકી હતી. સાત્તિઆગોથી તેનિકોની દક્ષિણ દિશાની સફર પણ ઘણી મોંઘી હતી. રાતની ટ્રેનમાં નવેક કલાક લાગી જતા, આમ તો ડેનિયેલા દેઢ અને સાહસિક સ્વભાવની હતી. બાઇક ચલાવવાની અને ખેલકુદની શોખીન હતી. પોતાનું ધાર્યું કરવામાં માનનારી હતી, પરંતુ કોણ જાણે કેમ, પણ આ સ્પર્ધામાં ભાગ લેવા જવું કે નહીં, એ વિશે એના મનમાં મોટી મથામણ ચાલતી હતી.
ડેનિયેલા ગ્રાસિયા
પડખામાં મોત અને જીવન માટેનો જંગ • 101
Page #57
--------------------------------------------------------------------------
________________
એક તરફ એમ થતું હતું કે મિત્રોનો અતિ આગ્રહ છે કે ડેનિયેલાએ તેનિકો શહેરની આ સ્પર્ધા માટે આવવું જોઈએ. આનું કારણ એ કે ડેનિયેલાની ટીમને એની ફૂટબૉલના ખેલની કાબેલિયતની જરૂર હતી. મિત્રોને માટે અને સ્કૂલને ખાતર એણે જવું જોઈએ. વળી ડેનિયેલા એ પણ જાણતી હતી કે રમતગમતથી એ પોતાના અભ્યાસના દબાણને હળવું કરી શકશે અને મેદાનમાં ખેલવાને કારણે એનું મન ભણતરના ભાર વિના મોકળાશ અનુભવશે. મનની સઘળી દ્વિધાઓ છોડીને અંતે એણે મિત્રોના આગ્રહને વશ થઈને મુસાફરી ખેડવાનું નક્કી કર્યું.
બુધવારની એ રાત્રીએ જ્યારે સાત્તિઓગોના સેન્ટ્રલ ટ્રેન સ્ટેશન પર આવી, ત્યારે મનમાં વળી મુસાફરી મોકૂફ રાખીને પાછા ફરવાનો વિચાર જાગ્યો. હજારો વિદ્યાર્થીઓની ભીડને કારણે તેનિકોને માટે ચિલીની રાષ્ટ્રીય રેલવેએ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ સ્પેશ્યલ ટ્રેન જૂના ભંગાર ડબ્બાઓને જોડીને બનાવી હતી. આ ડબ્બાની બારીઓ ગંદી અને મેલવાળી હતી. ટ્રેનના ડબ્બાની બહારનો અને અંદરનો રંગ ઊખડેલો હતો. એના જૂના પુરાણા કોચમાં ક્યાંક લાઇટના વાયરો લબડી પડ્યા હતા, તો ક્યાંક ગ્લોબ હોવા છતાં લાઇટ થતી નહોતી, ક્યાંક સાવ અંધારું હતું.
આ જોઈને ડેનિયલાને ભારે અકળામણ થઈ. અંતે મનમાં વિચાર્યું કે જે છે તે આ છે. વળી એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ટ્રેનની મુસાફરી સલામત તો ખરી. ટ્રેન ચાલુ થઈ. કેટલાક વિદ્યાર્થીઓએ ગિટાર કાઢી અને ટ્રેનના ડબ્બામાં ગાવા-બજાવવા લાગ્યા. ડેનિયલાને એના મિત્રોએ ડાન્સમાં જોડાઈ જવાનું કહ્યું. સામાન્ય સંજોગોમાં ડેનિયેલા જરૂર તૈયાર થઈ ગઈ હોત. એને ડાન્સ કરવો ખુબ પસંદ હતો, પરંતુ કોણ જાણે કેમ, આજે એના મન પર ઉદાસીનતા છવાયેલી હતી. એ ઉદાસીનતાને કારણે એનામાં કોઈ ઉત્સાહ જોવા મળતો નહોતો. આથી દોસ્તોની માફી માગીને ડબ્બાની બારી પાસે બેઠી. અંધારી રાતમાં બહાર નજરે પડતાં પ્રકાશમય ગામડાંઓ જોતી રહી. રાત વધુ ઘેરી બનતી ગઈ.
આ પ્રવાસને એક કલાક વીત્યો હશે. ડબ્બામાં દોસ્તોની ધીંગામસ્તી ચાલતી હતી. સહુ આનંદી અને તોફાની મૂડમાં હતા. રાતના દસ વાગ્યાનો
102 • માટીએ ઘડ્યાં માનવી
સમય થયો. ડેનિયલાના મિત્રોએ વિચાર્યું કે ચાલોને, બાજુના ડબ્બામાં જઈએ. એ ડબ્બામાં પણ આપણા મેડિકલ સ્કૂલના સાથી-દોસ્તો હોય તો, એ બધાને મળીએ અને આનંદ-મોજ કરીએ.
બે ડબ્બાને જોડતો રસ્તો (વાંક-વે) પાર કરીને સામે જવાનું હતું. ટ્રેઇન ૨કાગોવા નામના ચિલીના ઔદ્યોગિક શહેર પાસેથી પસાર થઈ રહી હતી. ડેનિયેલાની આગળ એના સહાધ્યાયી હતા. બે ડબ્બાને જોડતા રસ્તા વચ્ચેની લાઇટ સાવ ઝાંખી હતી અને ભાગ્યે જ કશું દેખાતું હતું. વળી બે ડબ્બાને જોડતાં કપલિંગ્સના અંકોડા બરાબર ફિટ નહોતા. આથી બાજુના કોચમાં જવા માટેના આ વૉક-વેના આરંભે મોટો ‘ગેપ' હતો. આગળ રહેલો ખાસ્સી ઊંચાઈ ધરાવતો એનો મિત્ર ડિગો લાંબા પગ ધરાવતો હતો અને તેથી એ સહેજ કૂદીને સામે પહોંચી ગયો. અંધારામાં કોમળ ડેનિયેલા એની પાછળ આવતી હતી.
એ સમયે ટ્રેન એક વળાંક પરથી પસાર થતી હતી. એને કારણે ડબ્બાની શરૂઆતનો ‘ગંપ” જરા વધુ મોટો થઈ ગયો. ઊંચા ડિગોની માફક કોમળ ડેનિયેલા ક્યાંથી લાંબો કૂદકો લગાવી શકે ? અંધારામાં એણે કૂદકો લગાવવા પ્રયાસ કર્યો. બે બોગી વચ્ચે યોગ્ય જોડાણ નહીં થવાથી ડેનિયેલાએ જેવો વોકવે પર પગ મુક્યો કે તરત જ એ નીચે સરકી ગઈ. એક ક્ષણ પહેલાં ડેનિયેલા હતી, તો બીજી ક્ષણે જાણે અદૃશ્ય થઈ ગઈ.
ડબ્બાના છેડે ઊભો રહીને ધૂમ્રપાન કરતો એક મુસાફર બોલી ઊઠ્યો, ઓહ, પેલી છોકરી પડી ગઈ.'
અંધારી રાત, ધસમસતી ટ્રેન, વળાંક લેતો ટૂંક ! પડી ગયેલી ડેનિયેલાને એમ લાગ્યું કે એ ક્યાંક આમતેમ ફંગોળાઈ રહી છે ! જાણે ચિત્રવિચિત્ર ડરામણાં સ્વપ્નાંઓ વચ્ચેથી સફાળી જાગે, એ રીતે એણે ઘનઘોર અંધારી રાત્રે બે પાટા વચ્ચે પોતાને પડેલી જોઈ.
આશ્ચર્યની વાત એ હતી કે એને કોઈ પીડા થતી નહોતી. પરંતુ એના વાળ અને એના ચહેરા પર કોઈએ ચીકણું પ્રવાહી ચોપડ્યું હોય તેવું લાગ્યું. એની ડાબી આંખ પાસેથી લોહી વહેતું હતું. એની આંખોની આગળ વાળના ગૂંચળા વીંટળાઈને પડ્યાં હતાં. એને દૂર કરવા માટે ડેનિયેલાએ પ્રયાસ કર્યો,
પડખામાં મોત અને જીવન માટેનો જંગ + 103
Page #58
--------------------------------------------------------------------------
________________
પણ કશું વળ્યું નહીં. શું થયું છે, એ જાણવા ફરી ચહેરો ઊંચકવા માટે એણે ડાબો હાથ ઊંચો કર્યો, પણ એને ખ્યાલ આવ્યો કે એનો ડાબો હાથ તો છે જ નહીં. ક્યાંક ઊડી ગયો છે !
એ અસમંજસમાં પડી ગઈ. રેલવેના બે પાટા વચ્ચે લોહીલુહાણ સ્થિતિમાં એણે એનું માથું ઊંચું કરવા પુનઃ પ્રયત્ન કર્યો. વાળથી ઘેરાયેલી આંખોની વચ્ચેથી પોતાની હાલત જાણવા મહેનત કરી અને જે જોયું તેનાથી શરીરમાંથી ભયની કંપારી પસાર થઈ ગઈ. એનો શ્વાસ થંભી ગયો. ડરને કારણે એની આંખો ફાટી ગઈ.
જે હાથ ઊંચો કરવા એ પ્રયાસ કરતી હતી, એ હાથ જ નહોતો. એણે જોયું તો એનો ડાબો હાથ સાવ કપાઈ ગયો હતો. બીજી બાજુ નજર કરી. જમણા હાથને ઊંચકવા પ્રયાસ કર્યો, તો એનો ભય ઘણો અત્યંત વધી ગયો. એનો જમણો હાથ પણ કોણીએથી કપાઈ ગયો હતો.
એના બંને હાથના કપાયેલા ભાગોમાંથી લોહીની ધારા વહેતી હતી. એણે સહેજ ઊભા થવાનો પ્રયત્ન કર્યો, તો સહેજે ખસી શકી નહીં. એના શરીરમાં જાણે વેદનાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હોય એમ લાગ્યું. ડેનિયેલાની આંખે અંધારાં આવવા લાગ્યાં. બે હાથ તો ગયાં, કિંતુ પગનું શું ? એનો ડાબો પગ એના થાપામાંથી અને એનો જમણો પગ ઘૂંટણમાંથી કપાઈ ચૂક્યો હતો. બે હાથ અને બે પગ વિનાની ડેનિયેલા નિરાધાર અવસ્થામાં અંધારી રાત્રે પાટાની વચ્ચે પડી હતી. એના શરીરમાંથી પુષ્કળ લોહી વહી ગયું હતું.
એના જીવનની આ સૌથી હૃદયવિદારક કટોકરીભરી ક્ષણો હતી. મેડિકલની વિદ્યાર્થી તરીકે એ જાણતી હતી કે આ સમયે પુષ્કળ લોહી વહે છે અને એ પણ જાણતી હતી કે આ સમયે મહાત કે નાસીપાસ થવું કે ગભરાઈ જવું એટલે મૃત્યુને નિમંત્રણ આપવા જેવું છે. બે હાથ નથી, બે પગ નથી, પણ ડેનિયેલામાં હિંમત હતી. એણે જોયું કે એની હાલત એવી છે કે એ હાથના ટેકાથી કે પગથી ઊભી થઈ શકે તેમ નથી.
ભલભલા માનવીને ભાંગી નાખે એવી આ ભયાવહ ક્ષણમાં એક વધુ ઉમેરો એ થયો કે જો એ પોતે આમ પાટાની વચ્ચે જ પડી રહેશે, તો થોડા સમય
પછી આવનારી બીજી ટ્રેન હેઠળ ચગદાઈ જશે. ગાડી અત્યંત વળાંક લેતી હતી એ સ્થાન પર ડેનિયેલા પડી હતી. એનો તો ખતરો વધારે. જીવસટોસટની આ ઘડી હતી. ક્યાંય આશાનું કોઈ કિરણ દેખાતું નહોતું. હાથ અને પગ કપાયા હોય ત્યારે ઊભા કઈ રીતે થવું ? પણ બીજી બાજુ જો આ રેલવેના પાટા પરથી ઊભી થાય નહીં, તો એને માટે મોત નિશ્ચિત હતું. એને તાત્કાલિક સારવારની જરૂર હતી.
પાટાની એક બાજુએ ઝાંખરાની વાડ હતી, તો બીજી બાજુએ આવેલાં ખેતરોમાં ખેડૂતોનાં નાનાં મકાન હતાં. ડેનિયેલાએ જોયું તો એની નજર હાઇવે પરના એક પેટ્રોલ-પંપની બત્તીઓ પર પડી. એને થયું કે એ ઘસડાઈને ગબડતી-ગબડતી આ પ્રકાશ સુધી પહોંચે, તો કદાચ કોઈની નજર એના પર પડે. એણે માંડ માંડ પોતાની પીઠ સ્ટેજ ઊંચી કરી અને રેલવેના બે પાટા વચ્ચે લોહીથી નીંગળતા પોતાના દેહને ગબડાવવાની કોશિશ કરી. કોઈ પણ ભોગે આ બે પાટા વચ્ચેથી તો બહાર નીકળવું જરૂરી હતું. જો એ પાટા પર પડી રહે તો જિંદગીની સફરનો અંત નિશ્ચિત હતો. શરીરમાં હતું એટલું બળ એકઠું કરીને એ પાટા વચ્ચેથી એક બાજુ ગબડી.
એક બાજુ દક્ષિણ દિશાએથી આવતી ટ્રેનના પાટા હતા, તો બીજી બાજુ ઉત્તરમાંથી દક્ષિણમાં જતી ટ્રેનના પાટા હતા. અંધારી રાતે એ ગબડીને બે પાટાની વચ્ચે આવેલી જગામાં તો પહોંચી, પરંતુ એ પછી એના શરીરમાં કોઈ જોર રહ્યું નહીં. વધુ ગબડી શકે તેવી એની સ્થિતિ નહોતી. આથી એણે ચીસો પાડવાનું નક્કી કર્યું. કદાચ કોઈ એની ચીસ સાંભળે અને મદદ માટે દોડી આવે ! મોત ઘેરી વળ્યું હતું, છતાં જિંદગીનો જંગ છોડવો નહોતો. અંધારી રાત્રે આશાનું કોઈ કિરણ દેખાતું નહોતું, છતાં નિરાશ થવું નહોતું.
સવાલ તો હતો કે આવી અંધારી રાત્રે શહેરથી આટલે દૂર, આવી વળાંકવાળી નિર્જન જગાએ તે વળી કોણ આવવાનું ? પણ ડેનિયેલા એમ દમ તોડવા ચાહતી નહોતી. એમ હારી જવા માગતી નહોતી. એ જોરજોરથી બૂમો પાડવા લાગી, ‘બચાવો, અરે ! કોઈ મને બચાવો, બચાવો'.
બન્યું એવું કે આ અંધારી ઉષ્ણ રાત્રીએ રિકાર્ડો મોરાલિસ નામનો
104 • માટીએ ઘડ્યાં માનવી
પડખામાં મોત અને જીવન માટેનો જંગ + 105
Page #59
--------------------------------------------------------------------------
________________
દાડિયો ખેતમજૂર ટહેલવા નીકળ્યો હતો. આમેય રોજ પાટા પર ટહેલવું એ એની આદત હતી, કારણ કે એની પત્નીએ એને ઘરમાં સિગારેટ પીવાની મનાઈ ફરમાવી હતી. સિગારેટ પીવાની લત જાગે એટલે એ લટાર મારવા નીકળી પડે.
વિદ્યાર્થીઓથી ભરેલી સ્પેશિયલ ટ્રેન પસાર થઈ, ત્યારે એ આ પાટાની બાજુએ ટહેલતો જ હતો. ટ્રેનના ડબ્બામાંથી કૂદકાભેર ગીતો ગાતા-નાચતા વિદ્યાર્થીઓનો અવાજ એણે સાંભળ્યો. હજી એ ગીતોનો અવાજ એના કાનમાં પૂરો ગુંજે, ત્યાં તો થોડી જ મિનિટમાં એણે ‘બચાવો બચાવો'નો અવાજ સાંભળ્યો અને એ તરફ દોડી ગયો. એણે લોહી નીંગળતી હાલતમાં રેલવેના બે ટ્રેક વચ્ચે બંને હાથ અને બંને પગ વિનાની ઝઝૂમતી ડેનિયેલાને જોઈ. એના શરીરમાંથી કંપારી પસાર થઈ ગઈ.
એને જોતાં જ રિકાર્ડો મોરાલિસે કહ્યું, ‘હું મદદ મંગાવું છું. તું સહેજે આઘીપાછી થતી નહીં.’ આ અવાજે ડેનિયેલાના મનમાં આશાનું ઝાંખું કિરણ જગાવ્યું. રિકાર્ડો મોરાલિસ અંધારી રાત્રે પેટ્રોલ પંપ તરફ ફોન કરવા માટે દોડ્યો. એને આવી રીતે મદદ માગવા માટે દોડતો જોઈને ભયાનક શારીરિક હાલત ધરાવતી ડેનિયેલાએ પોતાની જાતને કહ્યું, ‘મારે આશા ગુમાવવી જોઈએ નહીં.'
રિકાર્ડો મોરાલિસે ફોન કરતાં ચાર માણસોથી સુસજ્જ એવી ઍમ્બુલન્સ કાર રવાના થઈ, જોકે ઍમ્બુલન્સ કારમાં રહેલા પેરામેડિક વિક્ટર સોલિસને આ વિગત સાંભળતાં લાગ્યું કે આવી કપાયેલાં અંગોવાળી વ્યક્તિ બચે તેવો કોઈ સંભવ નથી ! ચાર મિનિટમાં તો ઍમ્બુલન્સ એ જગાની નજીક આવી પહોંચી અને એમણે રિકાર્ડો મોરાલિસને હાઈવેના પેટ્રોલ પંપ અને રેલવેના પાટા વચ્ચે ઊભા રહીને હાથ હલાવતો જોયો. સારવારનાં જરૂરી સાધનો લઈને સોલિસ તરત જ એ પાટા તરફ દોડવા લાગ્યો અને એનો સાથી પેટ્રિસીઓ હેનેરા ઍમ્બુલન્સમાંથી થોડી વધુ સામગ્રી લઈને એની પાછળ ઝડપભેર દોડ્યો.
રિકાર્ડો મોરાલિસ એમ્બુલન્સ માટે ફોન કરવા ગયો, ત્યારે ડેનિયેલા 106 + માટીએ ઘડવાં માનવી
સામે એક નવી આફત ખડી થઈ. એની આજુબાજુ જંગલી કૂતરાઓ એને ફાડી ખાવા માટે ધસી રહ્યા. સોલિસે જોરથી બૂમો પાડીને કૂતરાઓને દૂર હટાવવા પ્રયત્ન કર્યો. ડેનિયેલા વેદનાભરી ચીસો પાડતી હતી. એના શરીરમાંથી પુષ્કળ લોહી વહી ગયું હતું, તેમ છતાં એ પ્રમાણમાં સ્વસ્થ અને જાગ્રત લાગતી હતી. એની મદદે આવેલા માણસોને જોતાં જ એ તરત જ પોતાનું નામ, માતાપિતાનું નામ, ફોન નંબર અને એના બીજા તબીબ કાકાઓનાં નામ બોલવા લાગી. ઍમ્બ્યુલન્સના સહાયકોને પણ થયું કે આટલી ગંભીર ઈજા થયા પછી અને શરીરમાંથી આટલું બધું લોહી વહી ગયા બાદ ભાગ્યે જ કોઈ આટલી સ્વસ્થતા રાખી શકે અને આટલી સ્પષ્ટતાથી બોલી શકે.
ઍમ્બ્યુલન્સના સહાયકો આ દશ્ય જોઈને ચોંકી ગયા હતા. સ્પિનલ બોર્ડ અને બીજાં સાધનો લઈને એ દોડી આવ્યા. ઍમ્બ્યુલન્સના હેરેરાએ એના સાથીને પ્રશ્ન કર્યો, ‘આ મરી ગઈ લાગે છે ?’
ડેનિયેલાએ આ પ્રશ્ન સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું ને ક્ષણભર વિચાર્યું કે શું હું મૃત્યુ પામી છું ?
‘ના, હું મૃત્યુ પામી નથી'. એવા ડેનિયેલાના અવાજનો રણકો ગાજી ઊઠ્યો. ઍમ્બુલન્સના સહુ સાથી સહાયકોને એ સ્પર્શી ગયો. ડેનિયેલાને તાત્કાલિક સહાય આપવામાં આવી, પરંતુ એવામાં એકાએક નજીકના પાટાઓ ધ્રૂજવા લાગ્યા. ધીરે ધીરે એન્જિનની હેડલાઇટનો પ્રકાશ પથરાયો અને બાજુમાં જ બીજા પાટા હોવાથી આ બધા લોકોને માટે ડેનિયેલાની પાસે ઊભા રહેવું ખતરનાક હતું. એમને બાજુએ ખસી જવું પડે તેમ હતું.
સોલિસે ડેનિયેલાને કહ્યું, ‘પુરઝડપે ટ્રેન આવી રહી છે. અમારે બધાએ ખસી જવું પડશે. ટ્રેન પસાર થયા પછી અમે તરત જ પાછા આવીશું.'
‘મને છોડીને જશો નહીં.’ ડેનિયેલા ચીસ પાડી ઊઠી, પરંતુ ધસમસતી ટ્રેન નજીક આવતી હતી. તરત જ ઍમ્બુલન્સ ટીમ ડેનિયેલાની બાજુએથી ખસી ગઈ. કોઈ પવનનો ભયાનક સપાટો ભીષણ અવાજ સાથે પસાર થતો હોય એવું ટ્રેન પસાર થતી હતી, ત્યારે ડેનિયેલાએ અનુભવ્યું. બાજુમાં ઊભેલો સોલિસ આ અંધારી રાત્રે ડેનિયેલાને જોઈ શકતો નહોતો. એને પસાર થતી
પડખામાં મોત અને જીવન માટેનો જંગ • 107
Page #60
--------------------------------------------------------------------------
________________
ટ્રેન એટલી બધી લાંબી લાગી કે મનમાં એમ થયું કે જાણે એનો અંત જ નથી લાગતો! ટ્રેન પસાર થતાં જ બધા ડેનિયલા તરફ દોડી આવ્યા. એમણે જોયું કે પસાર થતી ટ્રેનના પવનને કારણે ડેનિયેલા થોડી બાજુએ ખસી ગઈ હતી, પરંતુ તંતોતંત જીવતી હતી.
ઍમ્બુલન્સ આવ્યાની અગિયાર મિનિટમાં તો ડેનિયલાને ઘટનાસ્થળે તાત્કાલિક સારવાર આપીને હૉસ્પિટલ તરફ લઈ જવામાં આવી. એ એના ડૉક્ટર પિતા અને કાકાના ફોન નંબર બોલતી હતી. ડેનિયેલા હૉસ્પિટલમાં પહોંચી પછી થોડી જ વારમાં એનાં સગાંઓ પણ પહોંચી ગયાં હતાં. એણે પોતાના આપ્તજનોને પૂછયું, ‘હું સારી થઈ જઈશ ને !'
થોડી વાર પછી ડેનિયેલા એકાએક બેભાન થઈ ગઈ. એના પર તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું. એના બંને હાથ અને બંને પગ છૂટા પડીને એવા તો છુંદાઈ ગયા હતા કે તે ફરીથી જોડી શકાય તેમ નહોતા. ડૉક્ટરે એને તાત્કાલિક સારવાર આપી, એના ઘાને બરાબર સાફ કરીને એના પર ટાંકા લઈ લીધા. ઑપરેશન થિયેટરમાંથી બહાર આવી, ત્યારે એનાં માતા-પિતા અને એનો મિત્ર રિકાર્ડો આવી પહોંચ્યાં હતાં. એમણે ડેનિયલાને જોઈ. એનો અવાજ સાંભળ્યો અને એ અવાજ માં આત્મવિશ્વાસનો રણકો સંભળાયો.
બે હાથ અને બે પગ કપાઈ ગયા હોવાથી ડેનિયલાને અસહ્ય દર્દ થતું હતું. ડૉક્ટરો એને દર્દશામક ટૅબ્લેટ અને ઇંજેક્શન આપતા હતા, પરંતુ તેમ છતાં એની વેદના પર કાબૂ મેળવી શકતા નહોતા. આમ છતાં એણે હિંમત ગુમાવ્યા વિના અન્ય ઉપચારો વિશે વિચારવાનું શરૂ કર્યું. એણે ધ્યાન અને રે કીની મદદથી પોતાની આ વેદનાને ઓછી કરી. દોઢ મહિના સુધી ડેનિયેલાને હૉસ્પિટલમાં રહેવું પડ્યું. ભયાનક અકસ્માતની સ્મૃતિની સાથોસાથ અપાર શારીરિક પીડા ભોગવવી પડી.
બે હાથ અને બે પગ વિનાની યુવતી કરે શું ? એ જીવે કઈ રીતે ? પરંતુ ડેનિયેલા પાસે જીવવાનો મક્કમ નિર્ધાર હતો અને એના તબીબ પિતાનું પૂરેપૂરું. પ્રોત્સાહન હતું. એના પિતાએ નક્કી કર્યું હતું કે મારે ડેનિયેલાને ફરી હરતીફરતી કરવી છે. એના ચહેરા પરનું હાસ્ય પાછું આણવું છે. એને માટે એમણે ડેનિયલા માટે કૃત્રિમ અંગો મેળવવાનો પ્રયાસ કર્યો.
108 • માટીએ ઘડ્યાં માનવી
કૃત્રિમ હાથ અને પગની મદદથી ચાલતી ડેનિયેલા ગ્રાસિયા
અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યના મોંસ રિહેબિલિટેશન સેન્ટરનું નામ કૃત્રિમ અંગો બનાવવા માટે ઘણું પ્રતિષ્ઠિત ગણાતું હતું. ડેનિયલાને અહીં લાવવામાં આવી અને એના કૃત્રિમ હાથ અને કૃત્રિમ પગ બનાવવામાં આવ્યા.
અકસ્માતના ત્રણ મહિના પછી ડેનિયલાના કપાયેલા પગ પર કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો. એ દિવસે ડેનિયેલા પોતાના કૃત્રિમ પગ પર ચાલી. અપ્રતિમ સાહસ કરીને કોઈ સિદ્ધિ મેળવી હોય એવો સહુને અનુભવ થયો. જિંદગી હારી બેસીએ એવી પ્રત્યેક ઘટનાને પરાજિત કરનારી ડેનિયેલા એના આ જંગમાં સફળ થઈ. કૃત્રિમ પગ પહેરીને એણે પહેલી વાર ચાલવાનું શરૂ કર્યું, ત્યારે એની આંખોમાંથી આનંદનાં આંસુ સરી પડ્યાં ! એનાં માતાપિતા અને સ્ટાફના સભ્યો ભાવવિભોર બની ગયા અને એમની આંખોમાંથી આંસુ છલકાવા લાગ્યાં.
ડેનિયેલાને અકસ્માતની વેદના તો ભોગવવાની હતી, પણ એની સાથોસાથ આખો દિવસ ફિઝિયોથેરાપિસ્ટ અને ડૉક્ટરો પાસે ચાલવાની, ભોજન કરવાની
પડખામાં મોત અને જીવન માટેનો જંગ • 109
Page #61
--------------------------------------------------------------------------
________________
અને કૃત્રિમ અંગો સાથે અન્ય કાર્ય કરવાની તાલીમ આપવામાં આવતી હતી.
ક્યારેક ડેનિયેલા કશુંક કરવામાં નિષ્ફળ જતી, ત્યારે થોડી હતાશ બની જતી. ક્યારેક ચાલવા જતાં ગબડી પડતી અને બધા એને ઊભી કરે ત્યારે એ રડી પડતી હતી. આવે સમયે ડૉક્ટરે એને કહ્યું,
‘તારી જિંદગી તારા હાથમાં છે. એને કઈ રીતે પસાર કરવી, એ તારે વિચારવાનું છે. જો આમ હતાશ થઈને રડતી જ રહીશ, તો આખી જિંદગી આંસુઓના દરિયામાં ડૂબી જશે. જો એ વિચાર કરીશ કે તારી પાસે જે કંઈ બચ્યું છે. એનો મહત્તમ ઉપયોગ કરીને જિંદગીની પુનર્રચના કરવી છે તો તું આગળ વધીશ. તારે જીવવું કઈ રીતે એનો જવાબ તારે આપવાનો છે. બીજા કોઈ પાસે નથી.'
ડેનિયેલાએ નક્કી કર્યું કે ભલે નિષ્ફળ જાઉં. જમીન પર પડી જાઉં. થાકી જાઉં, પરંતુ હારી નહીં જાઉં. ગમે તે થશે, તોપણ ક્યારેય આંસુ નહીં સારું. દેઢ અને મક્કમ મનોબળ સાથે પોતાની તમામ તાકાત કામે લગાડીને એણે કસરત કરવાનું શરૂ કર્યું. કૃત્રિમ પગ સાથે ચાલવાનું શરૂ કર્યું. મુશ્કેલીઓ તો અપાર આવતી હતી. મુંઝવણો તો કેટલીયે થતી હતી. હતાશા એના જીવનમાં વારંવાર ડોકિયાં કરતી હતી, પરંતુ ડેનિયેલાએ મક્કમ મનોબળ સાથે એના કૃત્રિમ પગથી ચાલવાનું શરૂ કર્યું. એ જાણતી હતી કે એ આ કૃત્રિમ પગ સાથે ક્યારેય દોડી શકવાની નથી, પણ તેથી શું ? મુશ્કેલીમાંથી માર્ગ શોધે તે જ માનવી.
કૃત્રિમ પગ વડે ડેનિયેલાએ સાઇકલ અને મોટર ચલાવતાં શીખી લીધું. કૃત્રિમ હાથને પણ બરાબર કેળવ્યો. ભોજન કરવાનું તો ઠીક, પરંતુ એ હાથથી મેક-અપ કરતાં પણ શીખી લીધું !
અકસ્માતનું એક વર્ષ પૂરું થયું. ફરી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. એમાં ઝળહળતી સફળતા સાથે ડૉક્ટરની પદવી મેળવી. પણ હવે માત્ર એને ડૉક્ટર બનીને બેસી રહેવું નહોતું. અકસ્માતે એના પર જે આશીર્વાદ વરસાવ્યો, તેથી તે હવે રિહેબિલિટેશન ડોક્ટર બનવા ચાહતી હતી. પોતાનાં સમદુખિયાંઓને સહાય કરવા માગતી હતી. આથી ડૉક્ટરની પદવી મેળવ્યા પછી એણે વધુ
અભ્યાસ ચાલુ રાખ્યો. એમાં પણ એણે ડિગ્રી મેળવી. દુનિયાની એ સર્વપ્રથમ ક્વાલિટરલ એપ્યુટી (ચાર વિચ્છેદિત અંગોવાળી વ્યક્તિ) ફિઝિશિયન બની. એનો અર્થ એ કે ચાર કપાયેલાં અંગોવાળા દર્દીઓને એ સારવાર આપવા લાગી.
ડેનિયલાની આંગળીની જગાએ માત્ર એક હૂક હતો. એ હૂકથી કમ્યુટર પર બેસીને એણે એની અનુભવકથા આલેખી. એ પુસ્તકનું નામ છે ‘Elegi Vivir' (આઇ ચૂઝ ટુ લિવ). આ પુસ્તક પ્રકાશિત થતાં જ એની સાઠ હજાર પ્રતોનું વેચાણ થયું. ડેનિયેલાને અનેક ખિતાબો મળ્યા. આજે ડેનિયેલા શાન્તિયાગોના ચિલ્ડ્રન રિહેબિલિટેશન ઇન્સ્ટિટયૂટમાં પોતાની જેમ એ કસ્માતમાં ભોગ બનેલી
વ્યક્તિઓને આઘાતમાંથી બહાર કાઢીને જિંદગીની નવેસરથી ગોઠવણ કરતાં શીખવે છે અને શારીરિક ક્ષતિ ધરાવતાં બાળકોને ચાલતાં અને કાર્ય કરતાં શીખવે છે.
હજી ડેનિયેલા સ્ટેજ ખોડંગાતી ચાલે છે. આ સેન્ટરમાં સારવાર લેતાં બાળકો ક્યારે ક એને સીધેસીધું પૂછે છે કે “તમે શા માટે ખોડંગાતી ચાલે ચાલો છો ? તમારા હાથમાં હૂક શા માટે છે ?” ડોલતાં ડોલતાં ડેનિયેલા જવાબ આપે છે, ‘મને આ બહુ ગમે છે. તમારા જેવાં બાળકોની જેમ ડોલવાનું ખૂબ ગમે, કારણ કે એમ કરવાથી તમારી સાથે જલદી દોસ્તી થઈ જશે.'
110 • માટીએ ઘડ્યાં માનવી
પડખામાં મોત અને જીવન માટેનો જંગ + 1ll
Page #62
--------------------------------------------------------------------------
________________
પહેલું ક્લિનિક
| ‘હે ડૉક્ટરો ! ધરતી ધ્રુજી ઊઠે એવી તમારી જલ્લાદગીરી કોઈ પણ સંજોગોમાં બંધ થવી જ જોઈએ.'
વિયેનાના ડૉ. ઇગ્નાઝ સેમલ્વિસનાં આ આક્રોશભર્યા વાક્યોએ સમગ્ર યુરોપના ડૉક્ટરોમાં હાહાકાર મચાવી દીધો, પણ આવાં જલદ વિધાનોને કારણે સહુ કોઈનું ધ્યાન આ
ભેજાબાજ ડૉક્ટર તરફ ખેચાયું. 13
એ જમાનામાં સમગ્ર યુરોપમાં અશક્ત અને અવૈધ બાળકો માટે પ્રસૂતિગૃહો રચવાની ઝુંબેશ ચાલતી હતી. અભાવગ્રસ્ત ગરીબ મહિલાની અથવા તો રૂપજીવિની સ્ત્રીઓનાં બાળકોને પ્રસૂતિ કરાવવાનું કામ આ પ્રસૂતિગૃહો સંભાળતાં હતાં, આ સ્ત્રીઓને વિનામૂલ્ય પ્રસૂતિની સગવડતા અપાતી. વળતર
રૂપે આવી સ્ત્રીઓને ક્લિનિકનું નાનું-મોટું કામ ડૉ. ઈગ્નાઝ સેમલ્વિસ સોંપવામાં આવતું અને વખત આવ્યે ડૉક્ટરો
અને દાયણોના કામમાં એ મદદરૂપ બનતી.
આ હૉસ્પિટલમાં કામ કરતાં પ્રોફેસર જહોન ક્લાનના મદદનીશ તરીકે ઇગ્નાઝ સેમલ્વિસની નિમણૂક થઈ. ઇગ્નાઝ હૉસ્પિટલના મુખ્ય રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કામગીરી બજાવતા હતા. પ્રોફેસર જ્હોન ક્લાન સવારે રાઉન્ડ લે, તે પહેલાં એ દર્દીઓને તપાસતો હતો. પ્રસૂતિમાં પારાવાર મુશ્કેલી પડી હોય તેવા કેસ પર નજર રાખતો હતો. પ્રસૂતિશાસ્ત્રના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હતો, એટલું જ નહીં, પણ દર્દીઓની વિગતો પણ રાખતો હતો.
| વિયેનાની આ હૉસ્પિટલમાં બે પ્રસૂતિગૃહો હતાં. બનતું એવું કે એમાં પહેલાં પ્રસૂતિગૃહમાં પરપેરટ્યુઅલ ફીવરથી વધુ માતાઓનાં મૃત્યુ નીપજતાં હતાં અને એ સમયે આ તાવને ‘ચાઇલ્ડબેડ ફીવર' કહેવામાં આવતો હતો. ઇગ્નાઝને આશ્ચર્ય એ થતું કે એક જ હૉસ્પિટલના પહેલા ક્લિનિકમાં માતાઓનાં મૃત્યુનો દર ઘણો ઊંચો હતો અને બીજા ક્લિનિકમાં સાવ ઓછો હતો ! કેટલીક માતાઓ તો ડૉ. ઇગ્નાઝ પાસે જઈને આજીજી કરતી હતી કે એમને અપશુકનિયાળ પહેલા ક્લિનિકના બદલે બીજા ક્લિનિકમાં દાખલ કરવામાં આવે.
એથીય વધુ આઘાતજનક ઘટના એ હતી કે કેટલીક સ્ત્રીઓ મોતના મુખ જેવા પહેલા ક્લિનિકમાં પ્રસુતિ કરાવવાને બદલે રસ્તા પર બાળકને જન્મ આપવાનું પસંદ કરતી હતી. આવી રીતે શેરીમાં બાળકને જન્મ આપે અને ડૉક્ટરને ખોટી રીતે કહેતી કે હૉસ્પિટલમાં આવતી હતી, એ દરમિયાન રસ્તામાં એકાએક આ પ્રસૂતિ થઈ. આવી સ્ત્રીઓને બાળકોની સંભાળ માટે મળતી સરકારી સહાય મળી રહેતી અને મોતના તાંડવ સમી હૉસ્પિટલના પ્રસૂતિગૃહમાં દાખલ થતાં ઊગરી જતી !
ઇગ્નાઝ વિચારવા લાગ્યો કે આનું કારણ શું ? એક જ હૉસ્પિટલનાં બે ક્લિનિકમાં મૃત્યુદરમાં આટલો તફાવત કેમ ? પહેલા ક્લિનિકમાં દસ ટકા સ્ત્રીઓ મૃત્યુ પામતી હતી, જ્યારે બીજા ક્લિનિકમાં ચાર ટકાથી પણ ઓછી સ્ત્રીઓ મૃત્યુ પામતી હતી. આમાં પણ ઇનાઝને સૌથી મોટી મુંઝવણ તો ત્યારે થઈ કે શેરીઓમાં શિશુઓને જન્મ આપતી માતાઓમાં તો આ રોગનું પ્રમાણ નહિવત્ હતું, ત્યાં મૃત્યુદરની વાત કેવી ! ઇગ્નાઝ સામે સૌથી મોટો કોયડો એ હતો કે સમાન સારવાર હોવા છતાં પહેલા ક્લિનિકમાં મૃત્યુદર આટલો બધો ઊંચો કેમ ? એણે આનો ઊંડો વિચાર કર્યો.
પહેલું ક્લિનિક • 113
Page #63
--------------------------------------------------------------------------
________________
મૂળે તો ઇગ્નાઝ છેક હંગેરી દેશના બુડાપેસ્ટથી વિયેનામાં કાયદાનો અભ્યાસ કરવા આવ્યો હતો. એક વાર પોતાના ડૉક્ટર દોસ્તની સાથે પ્રદર્શનમાં લટાર મારવા નીકળ્યો. શરીરવિજ્ઞાનનું એ પ્રદર્શન જોઈને ઇગ્નાઝને એટલી પ્રબળ જિજ્ઞાસા જાગી કે એણે કાયદાનાં પુસ્તકો બારી બહાર ફેંકી દીધો અને તબીબી વિદ્યામાં પ્રવેશ મેળવ્યો. એની આંખોમાં અનેરું તેજ હતું. ચિત્તમાં સતત જિજ્ઞાસા રહેતી, કોઈ પણ વાતને એ રહસ્યમય માનીને ચિત્તમાંથી તિલાંજલિ આપતો નહીં, પણ એ કોયડાઓ ઉકેલીને જ ચિત્ત-શાંતિ પામતો !
ડૉક્ટરીનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે વિષયની પસંદગી પણ વિચિત્ર રીતે કરી. લોકો સરળ વિષય પસંદ કરે, એને બદલે ઇગ્નાઝે એ સમયે અઘરામાં અઘરો વિષય ગણાતા પ્રસૂતિશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. એમ.ડી.ની ડિગ્રી મેળવ્યા પછી એ વિયેનાના પ્રસૂતિ વિભાગમાં જોડાયો. એણે પહેલે જ મહિને જોયું કે આ પ્રસૂતિવિભાગમાં એ દાખલ થયો ત્યારે ૨૦૮ સ્ત્રીઓ છે અને મહિનાને આખરે એમાંની ૩૬ મૃત્યુ પામી છે. આટલાં બધાં મૃત્યુએ ઇગ્નાઝના અંતરને વલોવી નાખ્યું. એણે જોયું કે એ સમયે બાળકને જન્મ આપવો એટલે માતાને માટે મૃત્યુની સાથે ખેલ ખેલવાનું ગણાતું હતું. શિશુને નવજીવન મળે અને એની માતાને અકાળ મૃત્યુ સાંપડે.
બગલાની પાંખ જેવા ધોળા-લાંબા ઝભા પહેરીને અને ગળામાં સ્ટેથોસ્કોપ લગાવીને, મેડિકલ સાયન્સના મોટા મોટા વજનદાર શબ્દોનો ઉપયોગ કરતા અને વોર્ડમાં ફરતા ડૉક્ટરોથી ઇગ્નાઝ જુદો તરી આવતો હતો. પ્રસૂતિગૃહના બીજા ડૉક્ટરોને માટે આટલાં બધાં મૃત્યુની સહેજે ચિંતા થતી નહોતી, કારણ કે તેઓ આવાં મૃત્યુ જોવા માટે ટેવાઈ ગયા હતા, પરંતુ આ પ્રસૂતાઓનું અકાળે થતું મોત ઇગ્નાઝના હૃદયને ભડકે બળતું હતું.
એના દિલમાં સૌથી વધુ વેદના તો એ હતી કે એ વોર્ડમાં ફરતી વખતે આ સ્ત્રીઓ સમક્ષ જતો, ત્યારે આ સ્ત્રીઓ એની સામે કરગરીને કહેતી, સાહેબ, મને સારું થઈ જશે ને ? હું જીવતી તો રહીશ ને?”
આવી સ્ત્રીઓના દયામણા ચહેરા જોઈને ઇગ્નાઝ ચહેરા પર કૃત્રિમ હાસ્ય ચોંટાડીને કહેતો. ‘ના, ના, બહેન ગભરાઈશ નહીં, તને સારું થઈ
1l4 • માટીએ ઘડ્યાં માનવી
પ્રસૂતિ કરાવતી સ્ત્રી અને ડૉ. ઇગ્નાઝ જશે.’ હોઠથી આ શબ્દો ઉચ્ચારતો હતો, પણ એના હૃદયમાં ચીરા પડતા હતા. એ જાણતો હતો કે એના આ શબ્દો દંભી છે, એના આ શબ્દોમાં ભારોભાર જૂઠાણું છે. આવી રોગગ્રસ્ત માતાઓ આતુર નયને જાણે કોઈ ઉદ્ધારક કે તારણહારને જોઈ રહી હોય, એ રીતે ઇગ્નાઝ તરફ આશાભરી આંખો માંડતી હતી. એ આંખોમાં યાચના હતી, જિ જીવિષા હતી, જિંદગી જીવવાના કોડ હતા.
એ રોગગ્રસ્ત સ્ત્રી થોડું પાણી માગતી. હજી એ એનો ઘૂંટડો પૂરો થાય તે પહેલાં ફરી પાણી માગતી. એ પીવે તે પહેલાં વળી પાછી માગતી. ઇગ્નાઝ એમના તરફ જોતો હતો. દિલમાં ભારે ભય હતો. મુખ પર બનાવટી ફૂલો જેવું સ્મિત રાખતો અને સાથે એમના નાડીના ધબકારા ગયે જતો હતો. એના ધબકારા નિયમિત થતાં ઇગ્નાઝના ચહેરા પર આનંદ છવાઈ જતો હતો.
ઘણી વાર એવું પણ બનતું કે આ માતાઓના હાથ, પગ અને મુખ પર ભૂરા રંગના ડાઘ ઊપસી આવતા. આ ભૂરા રંગના ડાઘ શા માટે છે એમ દર્દીને સહેતુક પૂછતો નહીં, એ માટે ઇનાઝ એમને બીજી વાત તરફ વાળતો હતો.
પહેલું ક્લિનિક * 115
Page #64
--------------------------------------------------------------------------
________________
એમનાં બાળકોનાં નામ પૂછતો હતો અને મીઠી વાતોથી એમને આનંદિત રાખવા યત્ન કરતો હતો, પરંતુ સાથોસાથ આ રોગગ્રસ્ત માતા ધીરે ધીરે મોતના મુખમાં સરકી રહી છે એ પણ જાણતો હતો.
આ પ્રસૂતિગૃહમાં એણે અનેક સ્ત્રીઓને પ્રસૂતિ પછી મૃત્યુ પામતી જોઈ. એના સાથી ડૉક્ટરો તો આવાં મૃત્યુના કારણને કોઈ મેડિકલ ટર્મ દ્વારા બતાવતા હતા, પરંતુ ઇગ્નાઝના મનમાં અનેક કોયડાઓ હતા. શા માટે રસ્તા પર પ્રસૃતિ કરનારી સ્ત્રીઓનાં બાળકો જીવે છે અને આ પહેલા ક્લિનિકમાં જન્મ આપનારી સ્ત્રીઓને ઘણી સુવિધા હોવા છતાં મોત પામે છે ? શું આ પહેલું ક્લિનિક શાપિત છે કે જેને કારણે મૃત્યુનો દર વધી રહ્યો છે ? ક્યારેક ઇગ્નાઝ અકળાઈને પોતાના ‘સાહેબ’ પ્રો. જ્હોન ક્લેનને આ સવાલ પૂછતો, તો ઉત્તરમાં એના વિભાગના સર્વોચ્ચ પદ પર બિરાજેલા પ્રો. ક્લેન જવાબ આપતા, ‘અરે, આવાં મૃત્યુ તો અમે કેટલાંય જોઈ નાખ્યાં. એમાં ફિકર શી કરવાની ? અમને એમ લાગે છે કે આ મૃત્યુ નિપજાવનારી કોઈક અદૃશ્ય શક્તિ છે.'
આ ઉત્તર ઇગ્નાઝ સ્વીકારે એવી એની બુદ્ધિ નહોતી. એનું જિજ્ઞાસુ મન સતત વિચારતું કે ‘પહેલા ક્લિનિકમાં એક જ વર્ષમાં ૪૫૧ સ્ત્રીઓ આ
જીવલેણ રોગનો શિકાર બની અને ‘બીજા ક્લિનિક'માં એનાથી માત્ર પાંચમા ભાગની સ્ત્રીઓ મૃત્યુ પામી, આવું કેમ ? એ પ્રશ્ન ઇગ્નાઝને પજવવા લાગ્યો. વળી એ સમયે પહેલા વોર્ડમાં રિવવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે સ્ત્રીઓને પ્રસૂતિગૃહોમાં દાખલ કરવામાં આવતી હતી અને બીજા ક્લિનિકમાં સોમ, બુધ અને શુક્રવારે પ્રવેશ અપાતો હતો, એને મનમાં થયું કે આ રવિવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે દાખલ થયેલી સ્ત્રીઓનું મૃત્યુ પ્રમાણ આટલું બધું કેમ ? પોતાના વિભાગના વડાએ કહ્યું છે તેમ કોઈ અદ્દેશ્ય શક્તિનું આ કામ હશે ?
ઇગ્નાઝે આનો ઝીણવટભર્યો અભ્યાસ શરૂ કર્યો, કારણ એટલું જ કે એ એમ માનતો કે જો એ આ કોયડો ઉકેલી શકે નહીં અને આવી રીતે કશાક કારણસર અકાળ મૃત્યુ પામતી માતાઓને બચાવી શકે નહીં, તો એનું જીવ્યું ધૂળ બરાબર છે.
116 • માટીએ ઘડચાં માનવી
ઇગ્નાઝે એની સંશોધનદ્રષ્ટિ કામે લગાડી. એણે રોગ થવાની એકેએક શક્યતાઓ તપાસી. તપાસ કરતાં કરતાં એ છેક આવા દર્દીઓની ધાર્મિક માન્યતાઓ ચકાસવા સુધી પહોંચી ગયો ! એમાં એને એક જ ફેર દેખાયો કે પહેલા ક્લિનિકમાં મેડિકલનાં વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવતું હતું, જ્યારે બીજા ક્લિનિકમાં પ્રસૂતિનું કાર્ય કરનારી મહિલાઓને શિક્ષણ અપાતું.
કદાચ વધુ પડતી ‘દર્દીઓની ભીડ'ને કારણે આવું થતું હશે, પણ એણે જોયું કે બીજા ક્લિનિકમાં વધુ દર્દીઓ હોવા છતાં મૃત્યુદર ઓછો હતો. જોયું
કે આસપાસનું વાતાવરણ પણ કશાય કારણરૂપ નથી. બંને ક્લિનિક સમાન પરિસ્થિતિ અને વાતાવરણમાં કામ કરે છે.
ઘણી વાર એવું પણ બનતું કે એ સવારે હજી સગડી પર ચા પણ મુકાઈ ન હોય ત્યારે હાથમાં ઓજારો લઈને આગલી સાંજે પાંચ દિવસના બાળકને આ દુનિયામાં છોડીને મૃત્યુ પામેલી કોઈ માતાના શબને શબઘરમાં ચીરતો જોવા મળતો. ક્યારેક પોતાના વિદ્યાર્થીઓને લઈને મોતદાયી પહેલા ક્લિનિક તરફ તે ધસતો અને એની ઠંડી આંગળીઓથી પ્રસૂતિ પામવાની તૈયારી કરી રહેલી કોઈ માતાના શરીરને તપાસતો હતો. આમ એક સમયે એ એક માતાના નિર્જીવ દેહને ચીરતો હોય અને બીજા સમયે કોઈ પ્રસૂતાના શરીરને તપાસતો હોય. મૃત અને જીવંત શરીર વચ્ચેના આ વારાફેરા એને ઊંડા વિચારમાં ડુબાડી દેતા. ઘણી વાર તો શબઘરની દુર્ગંધ એનાં વસ્ત્રોમાં ઘર કરી જતી. એ પછી માતાના શરીરને તપાસતી વખતે સાબુથી હાથ ધોતો, પરંતુ એ ધોવાયેલા હાથમાંથી દુર્ગંધ જતી નહોતી.
આખરે એક તપાસ સમિતિ નિમાઈ. એ તપાસ સમિતિમાં અનુભવી ખેરખાં ડૉક્ટરો હતા. પહેલા ક્લિનિકના ઊંચા મૃત્યુદરે ખળભળાટ મચાવ્યો હતો. એના ઉકેલ માટે નિમાયેલી આ તપાસ સમિતિના ડૉક્ટરોએ આરામખુરશીમાં નિરાંત ફરમાવતાં એવું તારણ આપ્યું કે “પહેલા ક્લિનિકમાં ડૉક્ટરો તેમજ વિદ્યાર્થીઓ દર્દીને તપાસતા હતા તેને કારણે મૃત્યુ થતાં હતાં, જ્યારે બીજા ક્લિનિકમાં ડૉક્ટરો અને વિદ્યાર્થીઓને આવું કશું શીખવા માટે પરવાનગી નહોતી. દર્દીઓ પર જુદા જુદા પ્રયોગો થતા નહોતા. દર્દીના પહેલું ક્લિનિક • 117
Page #65
--------------------------------------------------------------------------
________________
શરીરમાં ડૉક્ટરની આંગળી ફરતી નહોતી. વળી એમાં મુખ્ય કામ નર્સ, દાયણો અને સુયાણીઓ જ કરે છે.”
એ દિવસે સાંજે ઇગ્નાઝ એની ઑફિસમાં બેઠો હતો અને એનાથી થોડે દૂર આવેલા એક ખંડમાંથી ધીમું રુદન સંભળાવા લાગ્યું. થોડી વારમાં તો એની ઑફિસ પાસેથી સ્મશાનયાત્રા પસાર થઈ. એ દિવસનું આ લાગલગાટ ચોથું મૃત્યુ હતું. મૃત્યુઘંટનો રણકાર એના કાને અથડાયો અને ઇગ્નાઝ એના કાનમાં આંગળી ખોસી આમતેમ આંટા મારવા લાગ્યો. વેદના વધતાં એ ખુરશી પર ફસડાઈ પડ્યો. એની આંખનાં આંસુ રોકી શક્યો નહીં. હથેળીથી ઢંકાયેલા એના મુખ પરનાં આંસુ એ છુપાવવા લાગ્યો. પેલો કોયડો હજી એના મનને અને જીવને જંપ લેવા દેતો નહોતો. આ એ જમાનાની વાત છે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર શોધાયું નહોતું, માત્ર થોડા સમય પૂર્વે રોબર્ટ કોસ્ટ નામના સંશોધકે જાહેર કર્યું હતું કે ‘જંતુઓ પણ રોગનું કારણ બની શકે છે.' ડૉ. ઇગ્નાઝ સેમસેિ આ જંતુઓ નજરે જોયાં નહોતાં, પરંતુ આવાં જંતુઓને કારણે ‘ચાઇલ્ડબેડ ફીવર'થી પ્રસૂતા માતાઓનું મૃત્યુ થતું હશે, એવો વિચાર ઇનાઝના મનમાં જાગ્યો.
ઇગ્નાઝે ક્લોરિનયુક્ત પાણીથી હાથ ધોવાનો આગ્રહ રાખ્યો, પણ એના વિચારનો ઘણાએ વિરોધ કર્યો. આનો સાચા દિલથી સ્વીકાર કરવાને બદલે ‘એણે સંશોધનને નામે કશુંય નવું કહ્યું નથી ' એમ કહીને આખી વાત અને વિચારને ફગાવી દેવામાં આવ્યો. ઇગ્નાઝના એક વિદ્યાર્થીએ આ વિષયમાં લંડનની રોયલ મૅડિકલ એન્ડ સર્જિકલ સોસાયટીમાં પોતાનું સંશોધનપત્ર રજૂ કર્યું અને એ પછી એનાં તારણો એણે ફ્રાંસનાં સામયિકોમાં પણ પ્રગટ કર્યો.
વિયેનાના પ્રસૂતિગૃહમાં ઘટેલા માતાના મૃત્યુદરની વાત ધીરે ધીરે ફેલાવા લાગી અને આ આંકડાઓ જ લોકોને જાગ્રત કરશે એમ ઇગ્નાઝ માનતો હતો. ક્લોરિનથી હાથ ધોવાની વાત સહુ સ્વીકારશે એવી એની ધારણા હતી અને એમ થવાથી ઘણી સ્ત્રીઓના પ્રાણ બચી શકશે એવી એને આશા હતી, પરંતુ ઇગ્નાઝની વાત એકાએક પ્રસરતાં કેટલાક વિચિત્ર પ્રતિભાવો પણ મળ્યા. કેટલાકે કહ્યું કે આ તો સાવ સામાન્ય વાત છે, તો કેટલાકે કહ્યું કે અંગ્રેજ સંશોધક ઑલિવર હૉન્સે આ વાત ઘણા સમય પૂર્વે
118 • માટીએ ઘડ્યાં માનવી
હૉસ્પિટલમાં કહી છે અને એણે કહ્યું હતું કે ‘ચાઇલ્ડબેડ ફીવરમાં જંતુગ્રસ્ત વ્યક્તિ એનું ઇન્ટેશન બીજાને લગાડી શકે છે.'
ઇગ્નાઝે પોતે નહીં, પણ એના આ સંશોધનનાં તારણો એના સાથીઓ અને વિદ્યાર્થીઓએ લખ્યાં હોવાથી કેટલાક લોકો એને બરાબર સમજ્યા નહીં અને આવી કટોકટીની પળે ઇગ્નાઝે પોતે આ વિષય પર કશું પ્રગટ કર્યું નહીં. આને કારણે એના સંશોધન પર વિવાદનું વાદળ સતત છવાયેલું રહ્યું. કોઈ લેખ લખવાને બદલે અથવા તો વિયેનાના સંશોધકોની વચ્ચે પોતાની વાત પ્રગટ કરવાને બદલે સહુ કોઈ આ સચ્ચાઈ સ્વીકારશે જ, તેમ માનતો હતો.
એ સમયે ઑસ્ટ્રિયામાં રાજકીય વાવંટોળ આવ્યો અને એમાં ૧૯૪૮ની ૧૩મી માર્ચે વિયેનામાં વિદ્યાર્થીઓએ ગુનેગારને જ્યુરી દ્વારા ટ્રાયલ કરવા માટે કાયદો કરવાનો અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપવા માટેનો મોરચો કાઢ્યો. બે દિવસ પછી હંગેરીમાં પણ આવો મોરચો નીકળ્યો. વિયેનામાં આ મોરચા સાથે ઇગ્નાઝને કશોય સંબંધ ન હતો છતાં એના તરફ શંકા સેવવામાં આવી, કારણ કે એ મૂળ હંગેરીનો વતની હતો.
પહેલું ક્લિનિક • I19.
Page #66
--------------------------------------------------------------------------
________________
ઇગ્નાઝનો વિયેનાની હૉસ્પિટલનો કાર્યકાળ પૂર્ણ થતો હતો, ત્યારે કાર્ય બ્રમ નામના એક ડૉક્ટરે અરજી કરી. ઇગ્નાઝ અને બૂમ બે જ ઉમેદવાર હતા અને અંતે એમાં બૂમની પસંદગી કરવામાં આવી. ઇગ્નાઝ પુનઃ બેકાર બની ગયો. એક આખોય શિયાળો એણે અંગ્રેજી ભાષાના અભ્યાસમાં ગાળ્યો. ઇંગ્લેન્ડ અને ડબ્લિનની હૉસ્પિટલોનાં પ્રસૂતિગૃહોમાં મરણપ્રમાણ શા માટે ઓછું છે, એની એ શોધ કરવા ચાહતો હતો.
એવામાં બૂમે બીજે નિમણુક સ્વીકારતા ઇગ્નાઝને વિયેનાની હૉસ્પિટલ તરફથી પુનઃ નિમંત્રણ પાઠવવામાં આવ્યું. ઇગ્નાઝને એ હૉસ્પિટલમાંથી જાકારો મળ્યો હતો, તેથી ત્યાં પાછા જવાનું નામ છે કે નહીં, પરંતુ પોતાનું સંશોધન આગળ વધારવા માટે અને સેંકડો સ્ત્રીઓના પ્રાણ બચાવવા ખાતર એને જવું આવશ્યક લાગ્યું. પોતાની અધૂરી સાધના એ પૂર્ણ કરવા ચાહતો હતો.
| વિયેનાના મોતને માફક આવી ગયેલા ‘પહેલા ક્લિનિકમાં ઇગ્નાઝ ઘૂમવા લાગ્યો. ફરી મૃત્યુની આ ઘટનાઓ સામે એણે પોતાનું સંશોધન શરૂ કર્યું. આખો દિવસ એ શબથરમાં જ પુરાઈ રહેતો, એક દિવસ એણે જાણ્યું કે પેથોલોજી વિષયના નિષ્ણાત અને તેના પ્રિય મિત્ર કોલટેસ્કને ઓપરેશન દરમિયાન છરીનો જખમ થતાં એના લોહીમાં ઝેર પ્રસરી ગયું અને એ કારણે એ મૃત્યુ પામ્યો.
આ ઘટના સાંભળતાં જ ઇગ્નાઝનું ચિત્ત ચમકી ઊઠ્યું. એણે કોલટેક્સના શરીર પર થયેલી શસ્ત્રક્રિયાનો અહેવાલ વાંચ્યો. એ જેમ વાંચતો ગયો, તેમ તેમ એના શરીરમાં આછી કંપારી થવા લાગી. અહેવાલ વાંચ્યો, દાંત ભીંસા, ચહેરો તંગ બન્યો અને મગજ ચગડોળે ચડ્યું.
શું આ પ્રસૂતિમાં થતા મૃત્યુને અને લોહીમાં ઝેર પ્રસરવાને કોઈ સંબંધ હશે ખરો ? અને એકાએક એને સૂઝયું, એ વિચારમાં પડી ગયો. ઘણી વાર એ મૃત્યુ પામેલી સ્ત્રીઓના મૃતદેહો ચીરતો હતો, છતાં એને એ સૂઝયું નહોતું. એ મૃતદેહના શરીરમાં ઝેર પ્રસરેલું એને દેખાતું નહોતું. હવે એને સમજાયું કે જો
પરેશનના છરીના જખમથી શરીરના લોહીમાં ઝેર ફેલાઈ શકે ત્યારે પ્રસૂતિ પામતી સ્ત્રીઓના ગર્ભાશયમાં તો જખમ હોય જ એટલે તો એમના લોહીમાં ઝેર ખૂબ ઝડપથી પ્રસરે.
120 • માટીએ ઘડ્યાં માનવી
ઇગ્નાઝનું ચિત્ત વ્યાકુળ બન્યું. એ સતત મનોમંથન કરવા લાગ્યો અને એના નવનીત રૂપે એના મનમાં પ્રશ્ન જાગ્યો. આ જીવલેણ ઝેર આવ્યું ક્યાંથી? ધીરે ધીરે સમજાયું કે એ ઝેર હૉસ્પિટલની બહારથી નહીં, કોઈ બીજા રોગને કારણે નહીં, પરંતુ એ મારક ઝેર તો એ પોતે અને એના વિદ્યાર્થીઓ જ લઈ જતા હતા. કારણ એટલું જ કે મૃતદેહને ચીર્યા પછી એની એ જ છરી તેઓ પ્રસૂતિ માટેના ઑપરેશનમાં વાપરતા હતા, ઓપરેશન પૂર્વે હાથ ધોતા, પગ ધોતા, પણ જીવલેણ ઝેરનો છરીમાંથી ચેપ જતો નહોતો.
એના મનમાં આ વિચારો જાગી ઊઠ્યા. એને હચમચાવી દેનારું સત્ય છેવટે સમજાયું. બીજા ક્લિનિકમાં સ્ત્રીઓનો મૃત્યુદર ઓછો હતો એનો એને તાગ મળી ગયો. ત્યાં શસ્ત્રક્રિયા પૂર્વે મૃતદેહોને ચીરવાનું કામ થતું નહોતું.
આમ સ્ત્રીઓના મોતનું કારણ ડૉક્ટરો અને એના સાથીઓ જ કહેવાય. એ પોતે જ આવા મોતનો ગુનેગાર ગણાય. ઇગ્નાઝને આ સત્ય લાધ્યા પછી એ એના હાથ સાબુથી ખૂબ ધુએ છે. એ પછી ક્લોરિન વાયુવાળા પાણીના વાસણમાં એ બોલે છે. હાથને એટલા બધા ચોળી ચોળીને ચીકણા થઈ જાય ત્યાં સુધી ધુએ છે. વળી વચ્ચે હાથને સુંધીને ખાતરી કરે છે કે પાણીમાં પૂરતું
ક્લોરિન છે કે નહીં. એને આવું કરતાં જોઈને સાથીઓ પાગલ માનતા હતા, એના કેટલાક વિદ્યાર્થીઓ એની મજાક કરતા હતા અને એકબીજાના કાનમાં એ વિશે વાત પણ કરતા હતા.
આ પછી ઇગ્નાઝ એના વિદ્યાર્થીઓને પણ આવી રીતે કરવાનું ફરમાન કરતો અને પછી વધુ મૃત્યુને માટે બદનામ થયેલા એવા ‘પ્રથમ ક્લિનિકમાં એ માતાઓના પલંગ પાસે જતો. આનું પરિણામ ધાર્યું નહોતું એટલું ઝડપથી જોવા મળ્યું. એ પ્રથમ ક્લિનિકમાં મૃત્યુનું પ્રમાણ ૧૮ ટકા હતું. મેના છેલ્લા અઠવાડિયામાં આવી રીતે ક્લોરિનયુક્ત પાણીથી હાથ ધોવાનું શરૂ કર્યું. પછીના જ મહિને એનો જાદુ જોવા મળ્યો. જૂન મહિનામાં આ મરણપ્રમાણ છે ટકા થઈ ગયું અને જુલાઈમાં માત્ર એક ટકા, બીજા વોર્ડના મરણ પ્રમાણ કરતાંય ઓછું !
ઇગ્નાઝની આ શોધની ડૉક્ટરોની દુનિયાને કોઈ પરવા નહોતી. હૉસ્પિટલો એક જ ચીલે ચાલતી હતી. અધ્યાપકો પુસ્તકિયા જ્ઞાનમાં ડૂબેલા
પહેલું ક્લિનિક • 121
Page #67
--------------------------------------------------------------------------
________________
હતા. ઇગ્નાઝની ઉમર પણ પૂરી ત્રીસ વર્ષની નહોતી અને વિયેનાના ડૉક્ટરોને હંગેરીથી આવેલા ઇગ્નાઝની વાતો ચિત્રવિચિત્ર લાગતી. એ તો ઇનાઝને ‘બુડાપેસ્ટના બેલગામ છોકરા' તરીકે ઓળખતા હતા.
નિશ્ચિત ચોકઠામાં ચાલતી દુનિયા ઇગ્નાઝના આ કામની ક્યાંથી કિંમત કરે ? ૫૬ ટકા ક્લોરિન ધરાવતા અને સાવ નજીવી કિંમતે મળતા બ્લિચિંગ પાઉડરથી કેટલીય માતાઓના જીવનને મૃત્યુ મુખમાંથી પાછા લાવવાની એણે અદ્ભુત શોધ કરી, પણ બીજા સંશોધકોની માફક એણે આ વિશે મોટા મોટા લેખો લખ્યા નહીં, સભાઓ ગજવી નહીં. ત્રણ અધ્યાપકોએ એને સાથ આપ્યો, પણ એમાંથી એકેય પ્રસૂતિ-વિઘાના નિષ્ણાત નહોતા.
ઇગ્નાઝની આ સફળતામાં પ્રોફેસર ક્લાનને પોતાની માનહાનિ દેખાઈ. પ્રોફેસર ક્લાન ઑસ્ટ્રિયાના સત્તાધારીઓના ટેકેદાર હતા. એણે કહ્યું કે બાજુના મુલ્ક હંગેરીમાંથી આવેલો ઇગ્નાઝ એ બળવાખોરોનો મોટો ટેકેદાર છે. અંતે ઇગ્નાઝ સેલ્લેલિસ પોતાના વતનમાં પાછો ફર્યો અને બુડાપેસ્ટમાં પોતાની કામગીરી શરૂ કરી. પછીના છ વર્ષમાં એણે કરેલાં એક હજાર ઑપરેશનોમાંથી માત્ર આઠ જ સ્ત્રીઓ મરણ પામી હતી. અહીં એણે સ્વચ્છતાનું મોટું અભિયાન જ ગાવ્યું. હૉસ્પિટલમાં દુર્ગધ મારતાં ગંદા ગોદડાંઓમાં પોતાનાં બાળકો સાથે સ્ત્રીઓ પડી રહેતી હતી. રસોડાથી માંડીને પ્રયોગશાળા સુધી બધે જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. માતા ઉપર પડેલા મૃત્યુના પડછાયાને દૂર કરવા પ્રયાસ કર્યો અને ૧૮૫૬ના વર્ષમાં હૉસ્પિટલમાં એક પણ માતાનું મૃત્યુ થયું નહોતું.
સાથી ડૉક્ટરો ઇગ્નાઝની આ સિદ્ધિ જોઈને અદેખાઈની આગથી બળતા હતા. એ માત્ર પોતાના હાથ જ નહીં, પરંતુ ઑપરેશન માટેનાં સાધનો, સિરિંજ, પાટાઓ, ખાટલાઓ કે પલંગની ચાદર - એ બધું જ ચોખ્ખું રાખવાનો આગ્રહ સેવતો. બન્યું એવું કે હૉસ્પિટલે ખર્ચ ઘટાડવાનો ઠરાવ કર્યો અને પરિણામે દર્દીઓનાં વસ્ત્રો અને ચાદરો રોજેરોજ ધોવાતાં બંધ થઈ ગયાં. એક દર્દીની ચાદર બીજે દિવસે બીજા દર્દીને વાપરવી પડતી હતી અને પરિણામે ફરી ઝેરનું જોર પ્રસર્યું અને મરણાંક વધી ગયો. આ પ્રત્યેક મરણ ઇગ્નાઝના હૃદયને હચમચાવી મૂકતું હતું. એ અકળાઈ
122 • માટીએ ઘડવાં માનવી
પ્રસૂતા માતાને જીવલેણ ઝેર ક્યાંથી લાગ્યું તેની શોધ કરતો ઇગ્નાઝ ઊઠતો, હાથ ઉછાળતો અને એક વાર તો એવો ગુસ્સે ભરાય કે વોર્ડમાં જઈને વાસ મારતી બેત્રણ ચાદર ખેંચી કાઢી એનો ગોટો વાળ્યો અને બગલમાં મારીને સરકારી ઑફિસમાં પહોંચી ગયો, અમલદારને એ બધું સુંધાડયું અને અમલદાર ધ્રૂજી ઊઠયો. એને સાન આવી.
એ પછી એણે બીજું પગલું ભર્યું. સામયિકોમાં લેખો લખવાના શરૂ કર્યા અને એમાં જાહેર જનતાને આગ્રહ કર્યો કે તમારી પત્ની કે પુત્રીની પ્રસુતિ સમયે જો ડૉક્ટરો બ્લિચિંગ પાઉડરથી સંપૂર્ણપણે હાથ ધુએ નહીં, તો ત્યાં પ્રસૂતિ કરાવશો નહીં. આમ જનતાએ ઇનાઝની આ વાતને વધાવી લીધી. ચોતરફથી એવી બૂમ ઊઠી કે આવી હત્યાઓ તો બંધ થવી જ જોઈએ.
એની વર્ષોની મહેનતને અંતે એને માત્ર બે જ શિષ્યો મળ્યા. અંતે મોડે મોડે પણ ગ્રંથ રચ્યો. કશાય આક્રોશ વગર સાવ સીધી સાદી ભાષામાં. એની વાત સાથે અસંમત થઈને ફગાવી દેનારા એક પ્રોફેસરને તો એણે પોતાના પત્રમાં લખ્યું, ‘તો હું તને ઈશ્વર અને દુનિયાની સમક્ષ તમને ખૂની તરીકે જાહેર કરીશ.'
પહેલું ક્લિનિક • 123
Page #68
--------------------------------------------------------------------------
________________
સમય જતાં એના આક્રોશ અને ઉત્તેજનાએ એના મગજ પર વિપરીત અસર કરી. એ પાગલ બનીને બુડાપેસ્ટની શેરીઓમાં રખડતો હતો. દુનિયા જ્યારે ઇગ્નાઝને દેવ માનવા માંડી હતી, ત્યારે એ પાગલ અવસ્થામાં જિંદગી બસર કરતો હતો. અને સમય જતાં પાંજરામાં પુરાઈને એને જીવવું પડ્યું હતું. પાગલખાનાના ચોકીદારોએ એને ખૂબ માર માર્યો હતો અને અંતે ૪૭મા વર્ષે અનેક માતાઓનો તારણહાર આ માનવી ન્યુમોનિયાથી મૃત્યુ પામ્યો.
‘સુપરમૅન’નો સૌથી મોટો ‘રોલ’
અશક્યને શક્ય કરતો ફિલ્મનો વિખ્યાત ‘સુપરમૅન’ વાસ્તવજીવનમાં ‘સુપરમેન' બની રહ્યો. આ ‘સુપરમૅન' એટલે વિખ્યાત અભિનેતા ક્રિસ્ટોફર રીવ, ખેલકૂદવીરની કસાયેલી કાયા, પ્રભાવશાળી ચહેરો, સામેની વ્યક્તિની હૃદયસોંસરી ઊતરી જાય એવી વાદળી આંખો. આનાથી ક્રિસ્ટોફર રીવ ફિલ્મસૃષ્ટિ પર છવાઈ ગયો હતો.
૧૯૯૫ની ૨૭મી મેએ ઘોડેસવારી કરતાં થયેલા અકસ્માતમાં કરોડરજ્જુ પર થયેલી ઈજાને કારણે ક્રિસ્ટોફર રીવનો એના ખભાથી શરીરનો નીચેનો ભાગ પંચલિસિસથી નિષ્ક્રિય બની ગયો. ફિલ્મના પડદા પર ઘેડતા, ઊડતા, અદ્ભુત કાર્યો કરતા આ ફિલ્મ અદાકારને શ્વાસ લેવા માટે ‘લૅન્ટિલેટર'ની જરૂર પડવા લાગી.
સુપરમેન તરીકે ફિલ્મના પડદા પર અનેક હેરતઅંગેઝ અભિનય કરનાર ક્રિસ્ટોફર રીવ વ્હીલચૅર વગર બેસી શકતો નહીં. પોટેબલ
ક્રિસ્ટોફર રીવ
124 • માટીએ ઘડચાં માનવી
Page #69
--------------------------------------------------------------------------
________________
વેન્ટિલેટરની સાથે જીવવું પડતું હતું. અદ્દભુત માનવીય પરાક્રમો બતાવનાર અદાકાર સાવ નિષ્ક્રિય મજબૂર માનવી બની ગયો, પરંતુ ક્રિસ્ટોફર રીતે હીલચેરમાં બેસીને લાચાર અને પરવશ બનીને જીવન ગુજારવાને બદલે પોતાની જિંદગીની નવી આશાઓને ઘાટ આપવા માંડ્યો.
એણે કરોડરજ્જુની ઈજાને કારણે પક્ષાઘાત પામેલાઓને માટે નવાં સંશોધનો કરીને સારવાર-પદ્ધતિ શોધવાનો જંગ આદર્યો. આને માટે એણે સ્વયં અમેરિકાની કરોડરજજુ અંગે સંશોધન કરતી ખ્યાતિપ્રાપ્ત લૅબોરેટરીઓની મુલાકાત લીધી. પેરાલિસિસને કારણે પરવશ બનેલા માનવીને સ્વાવલંબી બનાવવાનો નિર્ધાર કર્યો. જુદા જુદા પ્રયોગો કર્યા. એક સમયે એને પોતાની તરસ છિપાવવા માટે જ્યુસનો ગ્લાસ મોઢે માંડવો હોય તો ત્રીસેક મિનિટ લાગતી હતી. એને પોતાના પહેરવેશ પર એક બીજો પોષાક પહેરવો પડતો, કે જેથી એ નાસ્તો કરે એ પછી પોષાક કાઢી લેવામાં આવે. પરિણામે એને વારંવાર વસ્ત્રો બદલવાં ન પડે. અપાર લોકચાહના પામેલી ફિલ્મોમાં ‘સુપરમેનની ભૂમિકા ભજવનાર ક્રિસ્ટોફર રીતે કરોડરજજુની ઈજાને કારણે લાચાર અને મજબૂર બની ગયેલાઓની સારવારને માટે ઝુંબેશ ચલાવી. વિશ્વની ન્યુરોસાયન્સ લૅબોરેટરીમાં એણે સંશોધનો માટે આર્થિક સહાય આપી. રાવે આપેલી આર્થિક સહાયને કારણે અમેરિકાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ જાહેરાત કરી કે એણે એક એવો સેલ શોધ્યો છે કે જે માનવશરીરમાં વિકસી શકે.
રીવને આવું સંશોધન કરાવવાની પ્રેરણા પ્રાણીઓ પાસેથી મળી. એણે જોયું કે કરોડરજજુ પર ઈજા પામનાર પ્રાણીઓ ફરી હાલતાં-ચાલતાં અને હરતાં-ફરતાં થઈ જાય છે. એને આ તારણ મળ્યું તેથી રીવના આનંદનો પાર ન રહ્યો. એણે વિચાર્યું કે પ્રાણીઓ જો આવી ઈજા બાદ ફરી અંગોનું હલનચલન કરી શકતાં હોય, તો માણસ કેમ ન કરી શકે ? આથી કરોડરજ્જુમાં ‘ઇન્જન' મારફતે એવાં તત્ત્વો દાખલ કરવાં કે જે નવા ‘સેલ” ઊભા કરે અને મગજ અને કરોડરજજુ વચ્ચેનો સંબંધ પુનઃ સ્થાપિત કરે.
સુપરમૅન રીવ બે જ લગની સાથે જીવવા લાગ્યો. : એક તો આ સંશોધન માટે મોટું ફંડ એકઠું કરીને પોતાના જેવા અનેક દર્દીઓને ફરી હાલતા-ચાલતા કરવા. બીજું કામ એ કે પોતાના શરીરને આવી કપરી સ્થિતિમાં પણ બરાબર ચુસ્ત રીતે જાળવવું.
126 • માટીએ પડયાં માનવી
ક્રિસ્ટોફર રીવ કહે તે કરી બતાવે તેવી માટીનો માનવી હતો. આથી વ્હીલચેરના સહારે એ પોતાના ઘરના જિગ્નેશિયમમાં જવા લાગ્યો. એના મદદનીશો ૧૯૦ પાઉન્ડ વજન ધરાવતા સુપરમેનને ઉપાડતા હતા અને
એને માટે ખાસ તૈયાર કરેલાં કરોડરજજુની ઈજાથી પક્ષઘાત પામેલો
સાધનો વચ્ચે મૂકતા હતા. આ ક્રિસ્ટોફર રીવ
સાધનો પર કસરત કરીને એ
એના મસલ્સને મજબૂત અને ચેતનવંતા રાખી શકતો હતો. પૅરાલિસિસના દર્દીઓને સ્વસ્થ અને પુનઃ કાર્યરત કરવાની એની ચળવળમાં લોકોને રસ પડવા લાગ્યો. આજ સુધી ક્યારેય આવા દર્દીઓ તરફ કોઈનું ધ્યાન ગયું નહોતું, પરંતુ ક્રિસ્ટોફર રીવની કહાનીએ અને એના પુરુષાર્થે આખી દુનિયાનું કરોડરજજુને કારણે મજબૂર જીવન ગુજારતાં હજારો માનવીઓ તરફ ધ્યાન આકર્ષિત કર્યું. એણે અમેરિકન કોંગ્રેસ સમક્ષ આ વિષય પર પ્રવચનો આપ્યાં, જેને કારણે અમેરિકાની સરકારે આના સંશોધન માટે જંગી રકમ ફાળવી. માત્ર અમેરિકાની જ વાત કરીએ તો અમેરિકામાં કરોડરજ્જુની ઈજાને કારણે પૅલિસિસ પામેલા અઢી લાખ લોકો હતા અને એમાં દર વર્ષે દસ હજાર લોકોનો ઉમેરો થતો જતો હતો.
કરોડરજ્જુ પરની ઈજાથી પૈરાલિસિસ પામેલા દર્દી સામે આજે ડૉક્ટર હાથ ધોઈને બેસી જાય છે અને કહે છે કે કરોડરજ્જુના ‘નર્સ સેલ્સ’ એક વાર ઈજા પામ્યા પછી હંમેશાં ઈજાગ્રસ્ત જ રહે છે. એમાં કશું થઈ શકે નહીં. માત્ર પંદર વર્ષ પહેલાં ન્યુરોટ્રોપિક ફેક્ટરની મદદથી ‘નર્સ સેલ્સ’ ફરી ચેતનવંતા કરવાનું તત્ત્વ શોધાયું છે. હવે સૌથી મોટું કામ તો આવા દર્દીઓને મગજ અને કરોડરજજુ વચ્ચેનો સંદેશાવ્યવહાર શરૂ થાય તે માટેની આંતરિક ‘ફોન લાઇન' ગોઠવવાનું છે. ડૉક્ટરો એમ માને છે કે થોડા સમયમાં જ તેઓ તૂટેલી કરોડરજજુ સાથે ‘નર્સ સેલ્સ 'ને જોડી શકશે.
‘સુપરમેનનો સૌથી મોટો ‘રોલ’ • 27
Page #70
--------------------------------------------------------------------------
________________
ભલાઈની ભીખ
રીવ એના ઘરમાં સતત કામ કરતો રહેતો. એ સાઇકલ ચલાવતો. એના પગ સાથે ઇલેક્ટ્રોડ ટેપ લગાડવામાં આવતા હતા, જેનાથી એના મસલ્સ ચેતનવંતા રહેતા અને એ સાઇકલના પૈડલ લગાવી શકતો હતો. એ કહેતો કે વ્યક્તિ જેટલી વધુ ‘ફિટ’ હોય, તેટલી ઝડપથી એ સાજી થઈ શકે.
પેરાલિસિસ સામે યુદ્ધે ચડેલો સુપરમેન ‘રીવ’ વધુ ને વધુ ફંડ એકઠું કરવા લાગ્યો. એ એમ માનતો કે જેટલું વધુ ફંડ મળશે એટલું વધુ ઝડપી સંશોધન થશે અને આ દર્દના નિવારણની પદ્ધતિ શોધી શકાશે. ક્યારેય પોતે લાચાર, મજબૂર કે એશક્ત છે એમ એ માનતો કે વિચારતો નહોતો..
ઈ. સ. ૧૯૯૫માં એને આ અકસ્માત થયો, ત્યાર પછી એ સતત પોતાની જાતે ઊભો થવાનો જ વિચાર કરતો હતો. એ એના ખભાને હલાવી શકતો. શ્વાસ લેવા માટેના ‘વેન્ટિલેટર’ વગર થોડા કલાકો પસાર કરી શકતો હતો. આવી હાલતમાં એ અમેરિકાનાં એક પછી એક રાજ્યોમાં ઘૂમી વળ્યો. એટલું જ નહિ, પણ સંશોધન માટે દિલચસ્પીથી ઊંડી તપાસ કરતો રહ્યો. એ એમ કહેતો કે જીવનમાં આ એનો સૌથી મોટો ‘રોલ' છે. જીવનના રંગમંચ પરની આ તેની સૌથી કપરી પડકારભરી ભૂમિકા હતી..
પૅરાલિસિસ સામેના યુદ્ધમાં એને કોઈ કલાકા સાથેની હરીફાઈમાં ટકવાનું નહોતું, પરંતુ પોતાની જાત સાથેના અને મશીન સાથેના સંઘર્ષમાં જીવનની પ્રત્યેક પળે લડવાનું હતું. ૨૦૦૪ની ૧૦મી ઑક્ટોબરે મહાન અમેરિકન અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, લેખક અને સેવાભાવી ક્રિસ્ટોફર રીવનું અવસાન થયું, પણ એણે સ્થાપેલી સંસ્થાઓ આજે પેરાલિસિસ સામે માનવજાતને આશીર્વાદરૂપ સંશોધન કરે છે.
15
આ આખીય આલમ અજીબોગરીબ માનવીથી ભરેલી છે ! આ માનવીનાં કેટકેટલાં રૂપ ? કેવાં એનાં કામ અને કેવી એની ઇચ્છા ! દુનિયા પર નજર કરીએ તો એમ લાગે કે આ દુનિયા એક અજાયબ ઘર છે. આવો અજાયબીભર્યો એક માનવી બબ્બેરિયાના સોફિયા શહેરમાં ભીખ માગવા જાય છે. ભીખ તો શહેરમાં જ મળે. વધુ દયાદાન કરનારા પણ નગરમાં મળી જાય.
આ ભીખ માગતા શતાયુ ડોબ્રી ડોબ્રેવેને કોઈ ભિખારી કહેતું નથી. કોઈ એને સંન્યાસી કહે છે, તો કોઈ એને દેવદૂત માને છે.
સોફિયા શહેરની શેરીઓમાં ઘૂમતો ડોબ્રી દયાવાન માનવીઓના દિલને ઢંઢોળતો રહે છે. એ ભીખ માગે છે, પણ પોતાને માટે નહીં. ભીખ માગવા માટે એને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે છે, પણ એની એને કોઈ ફિકર નથી. ભીખ માગતી વખતે લાગતી કડકડતી
ડોબ્રી ડોબ્રેવે
128 • માટીએ ઘડ્યાં માનવી
Page #71
--------------------------------------------------------------------------
________________
ઠંડી કે તોફાની પવનની બીક નથી. બસ, એ તો સમયસર આવીને સોફિયા શહેરમાં ભીખ માગે છે અને એની સામે ભલાઈ અને માનવતાનો ખજાનો લૂંટાળે જાય છે.
૧૯૧૪ની ૨૦મી જુલાઈએ બન્નેરિયાના બાયલોવો નામના ગામડામાં આ ડોબ્રીનો જન્મ થયો. એના જીવન પર વિશ્વયુદ્ધોએ કારમા આઘાત કરેલા છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં એના પિતા હણાયા હતા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થતા બૉમ્બમારામાં એ જાતને બચાવીને જીવતો હતો. એની નજીક બૉમ્બ પડ્યો અને એના વિસ્ફોટને કારણે ડોબ્રી સદાને માટે શ્રવણશક્તિ ગુમાવી બેઠો.
પહેલેથી જ આધ્યાત્મિક ઝુકાવ ધરાવતા ડોબ્રીને ક્યારેય જિંદગીનાં ભૌતિક સુખોનું આકર્ષણ થયું નથી. જાત ઘસીને બીજાના જીવનને ઉજાળવાની એની તમન્ના હતી અને તેથી એણે એક વાર વિચાર કર્યો કે જીવનમાં આટલો બધો પરિગ્રહ શાને ? એને મળતું એકસો ડૉલરનું પેન્શન એને આજીવિકા ચલાવવા માટે પૂરતું હતું. નાનકડા ઓરડામાં રહેવું એને ફાવી ગયું હતું. વળી સ્વાવલંબનના પાઠ શીખ્યો હોવાથી એથી કોઈ વિશેષ અવલંબનની જરૂર નહોતી. પોતાનાં કપડાં એ પોતે જાતે સીવે, અરે ! મોટા જાડા બૂટની પણ એ હાથે જ સિલાઈ કરે.
આથી ચૌદેક વર્ષ પહેલાં એણે પોતાના ઘરની સઘળી ચીજવસ્તુઓ પોતાના વતનના ચર્ચને દાનમાં આપવાનો નિર્ધાર કર્યો અને ચર્ચના નાનકડા એવા ઓરડામાં સાદગીભર્યું જીવન વિતાવવાનું નક્કી કર્યું. ડોબ્રીનો પહેલો ઇરાદો બબ્બેરિયાનાં દેવળો માટે ફંડ એકઠું કરવાનો હતો. જીવનમાં સાદગી અને ભીતરમાં વૈરાગ્ય હતો. લોકો એને ‘બાયલોવોના સંત' તરીકે ઓળખવા લાગ્યા. સમય જતાં એણે એનું પેન્શન પણ દેવળના જીર્ણોદ્ધાર માટે અર્પણ કરી દીધું. એણે દેવળોના જીર્ણોદ્ધાર અને અનાથાશ્રમના ઉપયોગ માટે પોતે ભીખ માગીને ભેગી કરેલી ચાલીસ હજાર યુરોની રકમ દાનમાં આપી દીધી.
- ડોબ્રીની ફકીરી જાણીને બબ્બેરિયાના મુખ્ય ચર્ચે એને સહાય કરવાની તૈયારી બતાવી, ત્યારે આ માનવીએ મદદ સ્વીકારવાનો ધરાર ઇન્કાર કર્યો. એણે કહ્યું કે એને પોતાને માટે કોઈ મદદ જોઈતી નથી. એ તો નિઃસ્વાર્થભાવે કામ કરવા માટે ૨કમ મેળવે છે. કોઈ નાનો બાળક એને નાનકડી મદદ આપે, તો એના માસૂમ હાથને પોતાની પાસે લઈને એ ચૂમી લે છે અને આ રીતે આ
130 • માટીએ ઘડ્યાં માનવી
લોકો માટે ભીખ માગતો ડોબ્રી ડોબ્રેવે એકસો વર્ષ વટાવી ચૂકેલા બુઝુર્ગની ખ્યાતિ દેશવિદેશમાં ફેલાવા લાગી. એ ભીખ માગતો હોય છે, પરંતુ કોઈ એના તરફ ધૃણા દાખવે કે તિરસ્કારભરી નજરે જુએ, તોપણ એના મનમાં કોઈ દુર્ભાવ જાગતો નથી, જ્યારે કોઈ એના ટમ્બલરમાં સિક્કો નાખે, તો એના પ્રત્યે એ આભારની લાગણી પ્રગટ કરે છે.
આજુબાજુની દુનિયા ભલે સ્વાર્થી હોય, પરંતુ ડોબ્રી એનાથી સહેજે બેચેન નથી. એને તો પોતે જે કંઈ ધન મેળવે છે, તે દેવળને શુભકાર્યો માટે દાનમાં આપવાની ઇચ્છા છે. એ પ્રદેશની પ્રજામાં પરોપકારની ભાવનાનું સિંચન કરવા માગે છે. એને કીર્તિની કોઈ ખેવના નથી કે કોઈની પાસે જઈને એ કશી પ્રસિદ્ધિની અપેક્ષા રાખતો નથી. એક સમયે પચીસ કિલોમીટર પગપાળા ચાલીને સોફિયા શહેરમાં આવતો ડોબ્રી હવે ટ્રામ કે બસમાં મુસાફરી કરે છે. લોકો એને ઓળખી જાય છે. એની સાથે વાતો કરવા પ્રયત્ન કરે છે.
એ પૈસા માટે કદી ભીખ માગતો નથી, પણ લોકો એની ઝોળીમાં દાન આપતા જાય છે. એની ભલમનસાઈથી ભરેલી આંખો, આનંદદાયક સ્મિત અને એનો નમ્રતાભર્યો કોઈ યોગી જેવો દેખાવ નિહાળવો લોકોને ખૂબ ગમે છે, તો કેટલાક તો એને સંત માનીને એના આશીર્વાદ લેવા દોડી આવે છે. એ ઇચ્છે છે કે એને જોઈને વધુ ને વધુ લોકો ભૌતિકસુખ ત્યાગીને દાનના માર્ગે વળે અને બીજાના જીવનમાં ઉપયોગી થાય.
ડોબ્રાનાં ચાર સંતાનોમાંથી બે સંતાનો જીવિત છે અને એની દીકરી આ બુઝુર્ગ બાપની સંભાળ રાખે છે. ડોબ્રીની આ ભાવનાને દર્શાવતાં એનો પડોશી
ભલાઈની ભીખ * 31
Page #72
--------------------------------------------------------------------------
________________
ધીરે ધીરે લોકોને પણ એના પ્રયોજનનો ખ્યાલ આવી ગયો છે. એની ભાવના સમજાતી જાય છે. એક માનવી બીજાને માટે ભીખ માગે તે કેવું? સામાન્ય રીતે આજનો માનવી પોતે સ્વાર્થપરાયણ જીવન જીવતો હોય છે. પોતાને માટે જ સઘળું કરતો હોય છે. એમાંય ભીખ માગનાર તો માત્ર પોતાના પેટની જ ચિંતા કરતો હોય છે, જ્યારે આ અનોખો ભિખારી ભાવિ પેઢીની ચિતા કરે છે. પ્રજાની ધર્મશ્રદ્ધાની એને ફિકર છે. એમનામાં આધ્યાત્મિક સંસ્કાર રેડવાની એની તમન્ના છે. આવી તમન્નાને કારણે આજે સોફિયા શહેરમાં ડોબ્રી એક જાણીતી વ્યક્તિ બની ગયો છે. એ પૈસા માગતો નથી, પણ એને દાને મળ્યા કરે છે. બાળકથી માંડીને વૃદ્ધ સહુ કોઈ આ ડોબ્રીને દાન આપે છે અને ડોબ્રીની પ્રેમાળ આંખો, કરચલીવાળો ચમકતો ચહેરો, લાંબા લાંબા શ્વેત વાળ અને શ્વેત દાઢી જોઈને સામી વ્યક્તિને એના આશીર્વાદ લેવાનું મન થાય
એલિન પેલિન કહે છે, “ડોબ્રીનું વતન અને જીવન ઘણું ગરીબ હતું, પણ એનું જન્મસ્થળ આધ્યાત્મિકતાથી સમૃદ્ધ હોવાથી એનામાં બાળપણથી જ ધર્મ અને અધ્યાત્મનાં બીજ રોપાયેલાં હતાં, આથી જ ગ્રામજનો માને છે કે ડોબ્રીને આપેલ એક એક પાઈ દેવળના કાર્યમાં જ વપરાવાની છે. એ એક પણ પાઈ પોતાના ખર્ચ માટે નહીં રાખે.”
આ અપરિગ્રહી ફકીરની વાત જ જુદી છે. આમ જુઓ તો તમને કોઈ પુરાણા જમાનાના મુસાફર જેવો લાગે. એના હાથવણાટનાં વસ્ત્રો, લાંબા વાળ, લાંબી દાઢી અને એનો આગવો પોષાક - એ બધી જ બાબતો ડોબ્રીની પહેચાન બની ચૂકી છે. દરરોજ સવારે વહેલો ઊઠીને એ ચર્ચનાં બારણાં ખોલે છે અને રાત્રે એ જ નિયમિતતાથી બંધ કરે છે.
બબ્બેરિયાની કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા માટે ઝીણા કાળા કોટમાં પોતાની જાતને સંકોરતો આ માનવી આધુનિક સંસ્કૃતિની કોઈ સગવડનો ઉપયોગ કરતો નથી. એની નાનકડી ઓરડીમાં એક ટેબલ પર પડેલ બ્રેડનો ટુકડો અને ટામેટાની એકાદ ચીર એને આવતીકાલે જીવિત રાખવા માટે પૂરતી હોય છે.
જમાનાની રફતાર એવી છે કે હવે ચર્ચમાં જનારાઓની સંખ્યા ઓછી થતી જાય છે. કેટલાક દેશોમાં તો ચર્ચનો બીજો ઉપયોગ થઈ રહ્યો છે એવા જમાનામાં આ ફકીર દયા અને શ્રદ્ધાથી ચર્ચમાં જાય છે. જાણે કોઈ પ્રાચીન સંસ્કૃતિનો પ્રતિનિધિ હોય એવું એને જોતાં લાગે છે. એનો હેતુ પણ ભવિષ્ય માટે પ્રજામાં સંસ્કારનું સિંચન કરવાનો છે. એ બસમાં જાય ત્યારે બસનો ડ્રાઇવર એને ઓળખતો હોય છે. ક્યારેક એની ટિકિટના પૈસા પણ માગતા નથી. રાહદારીઓ આ વૃદ્ધને ઘણી વાર આખા દિવસનું ભોજન આપે છે. ઉનાળામાં તો પાકા તરબૂચથી તેનું દિવસનું ભોજન પૂરું થઈ જાય છે.
આ ભૂતપૂર્વ સૈનિક પર ઉમરની અસર થઈ રહી છે, પણ એનો જુસ્સો એટલો જ છે. એ હજી થાક્યા વિના પોતાનું કામ કરતો રહે છે. હા, એટલું ખરું કે પહેલાં એને સોફિયા આવવા જવા માટે કોઈ ખર્ચ થતો નહોતો. ૨૫ કિલોમીટરનું અંતર પગે ચાલીને પવનવેગે પાર કરતો હતો, પણ હવે બસ કે ટ્રામમાં મુસાફરી કરવી પડે છે, કારણ કે હવે એને એના પગ પર ભરોસો રહ્યો નથી .
132 • માટીએ ઘડ્યાં માનવી
ડોબ્રી એમના પર ઈશ્વરના આશીર્વાદ ઊતરે, તે માટે ભીખ માગવા નીકળ્યો છે. ચર્ચના દ્વારા એ ધર્મશ્રદ્ધા પર જોર આપે છે, તો એની સામે અનાથ બાળકોના જતનની ચિંતા કરે છે. આને માટે એણે ભૌતિક સુખનો તો ત્યાગ કર્યો છે, પણ એથીય વિશેષ જીવનમાં કોઈ જરૂરિયાત નહીં રાખીને સઘળું બીજાને સમર્પી દીધું છે.
તાજેતરમાં ડોબ્રી સોફિયામાં આવેલ ‘સેઇન્ટ એલેકઝાંડર નેવસ્કી' અને ‘હોલી સેવન સેઇન્ટ્સ' ચર્ચમાં જોવા મળે છે. તેણે બેલિવિયામાં આવેલા ‘સેઇન્ટ સીરિલ ઍન્ડ મેથોડિઅસ ચર્ચના પુનરુદ્ધાર માટેનો ફાળો ઉઘરાવવાનું બીડું ઝડપ્યું છે. સૌથી વધારેમાં વધારે ફાળો ૨૫OO0 ડૉલર જેટલો તેણે આપ્યો છે. ‘એલેકઝાંડર નેવસ્કી કેથેડ્રલ'ના સેક્રેટરી તેમના માટે કહે છે કે ‘આ એ માણસ છે જે સદગુણોને અને શાશ્વત જિંદગી માટેનો ફાળો એકઠો કરનારો એક સંત છે. જે વ્યક્તિ કદાચ સાન્તાક્લોઝમાં ન માનતો હોય, તે આ સજ્જન વૃદ્ધ પર શ્રદ્ધા રાખે છે એટલે કે તેની સજ્જનતામાં તેઓ શ્રદ્ધા ધરાવે છે.' આથી જ અત્યાર સુધીમાં એણે પચાસ હજાર ડૉલર જેટલી ૨ કેમ એકઠી કરીને દાનમાં આપી છે.
ડોબ્રીની વિશેષતા એ છે કે એ કોઈ એના તરફ તિરસ્કાર દાખવે, કોઈ કટુવચનો કહે તોપણ એના ચહેરા પર કોઈ અણગમો આવતો નથી. એનો
ભલાઈની ભીખ • 133
Page #73
--------------------------------------------------------------------------
________________
વાંસળી અને મોરપિચ્છ
બાયલોવોના સંત તરીકે ડોબી ડોબ્રેવે સિદ્ધાંત છે કે કોઈ પણ પરિસ્થિતિને સહેજ પણ ક્લેશ કે કચવાટ વિના સ્વીકારવી, આથી જે કોઈ આહાર મળે તે આનંદભેર સ્વીકારે છે અને પોતાના જીવનની પળેપળ બીજાના માટે વાપરવા ચાહે છે.
એકસો વર્ષની ઉમર તો પાર કરી, પણ છતાં કસરતથી કસાયેલા એના શરીરમાં એટલી જ સ્કૂર્તિ અને તરવરાટ છે. જીવનની અંતિમ ઘડી સુધી એને પોતાનાં ‘આપવાનાં' મૂલ્યોને જાળવી રાખવા છે અને તેથી એ ક્યારેય પલાંઠી વાળીને બેસવા કે પોતાની ઓરડીના પલંગમાં સૂતાં સૂતાં જીવનની વિદાય ઝંખતો નથી.
16
જર્મનીના બોન શહે૨ની નિશાળમાં ભણતી ઇઝાબેલ ઝાચેંથે છાતી ફાટ રુદન કરતાં પોતાનાં માતાપિતાને અનુલક્ષીને ડૉક્ટર ક્યુલેસિસને વિનંતી કરી, ‘ડૉક્ટર, તમે કહ્યું તેમ હું મોતનો મુકાબલો કરીશ, પરંતુ મારાં માતાપિતાને સમજાવો કે તેઓ મહેરબાની કરીને આ રીતે ભાંગી પડે નહીં.' | ડૉક્ટર ક્યુઓલેસિસે ઇઝાબેલના પિતા હાન્સ અને માતા ક્રિસ્ટનને હિંમત રાખવા કહ્યું. એમણે કહ્યું હતું કે, ઇઝા સાક્રોમાનો ભોગ બની છે અને કૅન્સરના રોગોમાં આ અત્યંત જલદ અને અપાર પીડા આપનારું ભયંકર કૅન્સર છે. તેની ગાંઠ શરીરના ટિટ્યૂઝ સાથે જોડાઈ જાય છે અને તેથી રોગ કૂદકે ને ભૂસકે વધતો જાય છે.
ડૉક્ટરે નિદાન કરતી વખતે એમ પણ કહ્યું કે આ જીવલેણ રોગનો દર્દી થોડા સમયમાં
ઇઝાબેલ ઝાથ
134 • માટીએ ઘચાં માનવી
Page #74
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ પામે છે. વ્યક્તિએ એનો સામનો કરવાનો અને ચમત્કારની આશા રાખવાની ! જોકે આમાં ચમત્કાર ભાગ્યે જ બને છે.
પોતાની પુત્રી ઇઝાબેલના રોગનું નિદાન સાંભળીને એનાં માતા અને પિતા ભાંગી પડ્યાં. ઇઝાબેલે ડૉક્ટરોને સત્ય હકીકત જણાવવા આગ્રહ કર્યો, ત્યારે ડોક્ટરોએ સઘળી વાત કરી.
છલોછલ આનંદથી જીવતા આ કુટુંબ પર એકસાથે આખું આભ તૂટી પડ્યું. હાન્સ અને ક્રિસ્ટન દંપતીને બે પુત્રો અને એક પુત્રી હતાં, પરંતુ ઇઝાબેલની મક્કમતા જોઈને વિપત્તિમાં ઘેરાયેલા આ પરિવારે નક્કી કર્યું કે ગમે તે થાય, તોપણ મોતનો મક્કમ રહીને મુકાબલો કરવો છે. જીવલેણ કેન્સરની શરણાગતિ સ્વીકારવી નથી.
કૅન્સરની ટ્રીટમેન્ટ અત્યંત ખર્ચાળ હતી, પરંતુ જાણે આખું કુટુંબ એની સામે યુદ્ધે ચડ્યું હોય તેમ મહેનત કરવા લાગ્યું. બંને ભાઈઓએ અભ્યાસ સિવાયના સમયમાં જે કોઈ કામ મળે તે કરીને રકમ એકઠી કરવા માંડી. એમનાં ૭૪ વર્ષનાં દાદીમાં બર્લિનથી બોન આવ્યાં અને એ પણ કામ શોધીને મહેનત કરવા લાગ્યાં.
ઇઝાબેલને કૅમોથેરાપીની ટ્રીટમેન્ટ આઠેક દિવસ ચાલી અને કૅમોથેરાપીની અસર સારી વર્તાઈ. એમ પણ જોવા મળ્યું કે ગાંઠ લગભગ ઓગળી રહી છે. આખા કુટુંબમાં એક મોરચો જીત્યાનો આનંદ છવાઈ ગયો. એવામાં ફરી નવો મુકાબલો કરવાની ઘડી આવી.
આ ટ્રીટમેન્ટની આડઅસર રૂપે એક નવા રોગે દેખા દીધી. ઇઝાબેલને લ્યુકેમિયાની શરૂઆત થઈ. એના લોહીમાં શ્વેતકણો ઘણા ઓછા થઈ ગયા. આને પરિણામે ઇઝાબેલને ખૂબ નબળાઈ લાગતી હતી અને શ્વાસ લેવામાં પણ રૂંધામણ થતી હતી.
ડૉ. ક્યુબેલિસે એક બીજા ડૉક્ટરની સલાહ લીધી. ડૉ. કર્ને પરિસ્થિતિની ગંભીરતા પામી ગયા. ટ્રીટમેન્ટ કેટલી વેદનાજનક હશે તેનો એમને ખ્યાલ હતો. એમણે ઇઝાબેલને કહ્યું, ‘બેટા, મક્કમ રહેજે. ગભરાઈશ નહીં.”
ઇઝાબેલે કહ્યું, “સાહેબ, હું મક્કમ છું. સહેજે ચિંતા કરશો નહીં.'
એવામાં ક્રિસ્ટમસના આનંદભર્યા દિવસો આવ્યા. ઇઝાબેલને થોડું સારું લાગતું હતું. શરીરમાં શક્તિસંચાર જણાતો હતો. ભોજનની ઇચ્છા પણ થવા લાગી. ઇઝાબેલને હૉસ્પિટલમાંથી મુક્તિ આપવામાં આવી.
ઇઝાબેલની મુક્તિને કુટુંબે મહોત્સવમાં ફેરવી દીધી. ઇઝાબેલે ઘેર આવી ત્યારે એનાં દાદીમા અને એના બંને બાંધવોએ એવું ભાવભીનું સ્વાગત કર્યું. ક્રિસ્ટમસનો સમય હતો. પપ્પા હાન્સે ક્રિસ્ટમસ ટ્રી બનાવ્યું. ભાઈઓએ તે શણગાર્યું અને ઇઝાબેલે મીણબત્તીઓ પટાવતાં સર્વત્ર આનંદ વ્યાપી રહ્યો. આ સમયે ચર્ચનો ઘંટારવ સાંભળી ઇઝાબેલે કહ્યું, ‘આ કદાચ મારે માટે છે.'
ક્રિસ્ટમસની રજા માણીને નવેક દિવસ બાદ ઇઝાબેલે હૉસ્પિટલમાં પાછી આવી. પચીસેક દિવસ સારું રહ્યું. ડૉક્ટરોને એમ પણ લાગતું કે કદાચ ચમત્કાર બનશે. પરંતુ ૨૯મી જાન્યુઆરીએ ઇઝાબેલનો ડાબો પગ સાવ અટકી ગયો. અથાગ પ્રયત્ન કરવા છતાં તે પગને ખસેડી શકી નહીં. ડૉક્ટર કર્ન બોલી ઊઠ્યા, ‘ઓહ માર્યા ઠાર ! હવે ભારે મુશ્કેલી.'
ડૉક્ટરોએ નવી ટ્રીટમેન્ટ નક્કી કરતાં પહેલાં કેન્સર અંગેનાં તમામ પુસ્તકો વાંચી જોયાં. અન્ય ડૉક્ટરો સાથે ટ્રીટમેન્ટની ચર્ચા કરી. લાંબી ચર્ચાને અંતે એમણે ઘણી યાતનાજનક ટ્રીટમેન્ટ આપવાનું નક્કી કર્યું. ઇઝાબેલ અધવચ્ચેથી ભાંગી પડી. એની ધારી અસર થઈ નહીં. આ સમયે ઇઝાબેલે પોતાની નિશાળની સખી ડૉરિકાને પત્ર લખ્યો, ‘હવે મારાથી વેદના સહન થતી નથી. હું બહુ જ દુ:ખી થઈ ગઈ છું. મોત માગું છું.' ઇઝાબેલની સ્થિતિ જોઈ એના કુટુંબીજનોએ પણ હિંમત ગુમાવવા માંડી.
એવામાં આ હૉસ્પિટલમાં કેનેડામાં રહેતાં શ્રી અને શ્રીમતી માર્ટિન સાથે ઇઝાબેલના કુટુંબીજનોની મુલાકાત થઈ. તેઓ આ હૉસ્પિટલમાં તેમના સ્નેહીના ખબરઅંતર પૂછવા આવ્યા હતા. એમણે ઇઝાબેલની વાત સાંભળી અને શ્રીમતી માર્ટિન ઇઝાબેલની સારવાર ખર્ચને માટે મહેનત કરવા લાગ્યાં. આ માર્ટિન દંપતીએ ભારતના બનારસમાં બારેક વર્ષ પસાર કર્યા હતાં. શ્રીમતી માર્ટિન રોજ બે કલાક બેસીને ઇઝાબેલને જાતજાતની વાર્તાઓ કહેતી. એણે
136 * માટીએ ઘડ્યાં માનવી
વાંસળી અને મોરપિચ્છ • 137
Page #75
--------------------------------------------------------------------------
________________
ડૉક્ટરોએ પણ કહ્યું કે હવે એનો જીવનદીપ બુઝાવાની તૈયારીમાં છે. એની અંતિમ પળે પરિવારજનો અને માર્ટિન દંપતી એના પલંગની આસપાસ ઊભાં રહેતાં ત્યારે ઇઝાબેલે એમની સામે જોઈને કહ્યું, ‘અરે, આવું શોગિયું મોટું કરીને કેમ ઊભા છો મારી સામે ? મારી આંખ મીંચાશે પછી હું મરવાની નથી. મારું મૃત્યુ મરી જશે હું નહીં, હું પાછી આવીશ.'
| ઇઝાબેલ મૃત્યુ પામી ત્યારે એના તકિયા નીચેથી બે વસ્તુઓ મળી આવી. એક પવિત્ર બાઇબલનું પુસ્તક અને બીજી કોતરકામવાળી નાનકડી લાકડાની ડબી હતી. કુટુંબીઓએ ડબી ઉધાડી તો એમાં મોરનું પીંછું હતું.
‘ઇન્ડિયાના શ્રીકૃષ્ણ'ની વાર્તા કહી. ઇઝાબેલને આમાં રસ પડવા લાગ્યો.
પોતાની ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી વાર ઇઝાબેલ કંટાળો આવવાની વાત કરતી ત્યારે ડૉક્ટરે એને સંગીત સાંભળવાનું સૂચન કર્યું. આ છોકરીએ એકાએક જ ડૉક્ટરને કહ્યું, ‘મારાથી ક્યૂટ (વાંસળી) વગાડાય ?'
ડૉક્ટર કર્નેએ હસતાં હસતાં કહ્યું કે આવી રીતે ફૂંક મારતાં તારાં ફેફસાંને શ્રમ પડે. આમ છતાં તારે થોડું હું ફ્રે કરવું હોય તો કર. ઇઝાબેલના પિતાએ એને એક વાંસળી લાવી આપી.
ઇઝાબેલની સારવાર ચાલતી હતી. ડૉક્ટરો તનતોડ પ્રયત્ન કરતા હતા. ઘડીકમાં તબિયત સારી હોય તો ઘડીમાં તદ્દન બગડી જતી, પરંતુ આ સમયે ઇઝાબેલમાં એક પરિવર્તન જોવા મળ્યું. એની વેદના જાણે અદૃશ્ય થઈ ગઈ હોય તેમ એના મુખ પર અપાર શાંતિના ભાવ હતા, એની વાણીમાં સ્વસ્થતા અને વર્તનમાં આનંદનો સાક્ષાત્કાર હતો.
શ્રીમતી માર્ટિન ઇઝાબેલને પવિત્ર ક્રોસ આપ્યો ત્યારે ઇઝાબેલે એને કાનમાં પોતાની એક બીજી માગણી કરી. એણે કહ્યું કે, ‘પ્રયત્ન કરીને જરૂર હું તને એ ભેટ આપીશ.’ દસ દિવસ પછી માર્ટિન કોતરકામવાળી લાકડાની ડબ્બીમાં તે ભેટ લઈને આવ્યાં.
પોતાના નાના ભાઈ મૅથિયાસની વર્ષગાંઠની ઉજવણી માટે ઇઝાબેલે ડૉક્ટરને કહ્યું, ‘મારે ઘેર જઈને ભાઈની વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેવો
ડૉક્ટરોએ સવારથી સાંજ સુધી જવાની છૂટ આપી. વળી ઇઝાબેલે કહ્યું કે એ એમ્બુલન્સમાંથી ઊતરીને હીલચૅરની સહાય વિના જાતે ચાલીને ઘરમાં જશે. બંને ડૉક્ટરોએ એકબીજા સામે સૂચક દૃષ્ટિએ જોયું અને સંકેત કર્યો કે અત્યારે આપણે હા પાડવી, પણ હકીકતમાં એ ચાલી શકે એવી સ્થિતિમાં નથી.
વર્ષગાંઠના દિવસે ઇઝાબેલ અંબ્યુલન્સમાંથી ઊતરી, ચાલવાની જીદ કરી, પગ ધ્રુજતા હોવા છતાં ધીમે ધીમે બારણાં સુધી આવી અને નાના ભાઈને ભેટી પડી. રાત્રે એ હૉસ્પિટલમાં પાછી ફરી ત્યારે ફરી પાછું મોત સામેનું યુદ્ધ શરૂ થયું.
138 * માટીએ ઘડચાં માનવી
વાંસળી અને મોરપિચ્છ • 139
Page #76
--------------------------------------------------------------------------
________________
17
બેરનાડેટ રેંડલ
કેન્સરનો શિકાર કે કેન્સરના વિજેતા
સતત ત્રણ-ત્રણ વર્ષ સુધી નાની-મોટી બીમારીની ફરિયાદથી પરેશાન બેરનાડેટ રેંડલ અકળાઈ ઊઠી. એક બીમારી મટે, ત્યાં બીજી આસન જમાવીને બેઠી જ હોય. એથી એણે પોતાના ફૅમિલીડૉક્ટરને ફરિયાદ કરી કે નાનીમોટી તકલીફથી એ પરેશાન થઈ રહી છે. એના શરીર પર કાનની પાસે એક ગાંઠ પણ સતત સૂઝેલી રહે છે. બેરનાડેટની આ વાત સાંભળીને ડૉક્ટર પારાવાર આશ્ચર્ય પામ્યા.
છેલ્લાં ત્રણ વર્ષથી બેરનાડેટની સારવાર કરતા હોવા છતાં એમને આ ગાંઠનો કેમ કો ખ્યાલ જ ન આવ્યો ! બેરનાડેટે કહ્યું કે એણે
અગાઉ એમને આ વાત કરી હતી.
ફૅમિલીડૉક્ટરે છેલ્લાં ત્રણ વર્ષની બેરનાડેટની મેડિકલ ફાઈલ મંગાવી અને જોયું તો એમાં કાનની નીચે થયેલી ગાંઠની નોંધ એમણે સ્વહસ્તે જ લખી હતી ! પણ કમનસીબે એ તરફ એમણે વિશેષ લક્ષ આપ્યું નહોતું. એ સમયે આ જ ફૅમિલીડૉક્ટરે કહ્યું હતું કે આ
એવી કોઈ મહત્ત્વની કે ગંભીર શારીરિક બાબત નથી. આ ગાંઠ તો થોડા વખતમાં ઓગળી જશે. ડૉક્ટર ગાંઠને બદલે બેરનાડેટની નાની-મોટી તકલીફો પર નજર ઠેરવી અને ત્રણેક વર્ષ સુધી એને સારવાર આપી.
બેરનાડેટની શારીરિક હાલતમાં કોઈ નોંધપાત્ર સુધારો થતો નહોતો. એમાં એકાએક એના હાથ અને પગમાં સતત ખંજવાળ આવવા લાગી. ડૉક્ટરે બેરનાડેટને તેની ઑફિસે આવવા કહ્યું. એ દિવસે બેરનાટની શારીરિક તપાસ થઈ. સતત સૂઝેલી ગાંઠ એ કૅન્સરની ગાંઠ હતી અને થોડા સમયમાં કૅન્સરની એ ગ્લૅન્ડ પર સર્જરી કરવામાં આવી.
બેરનાડેટની છાતીમાં અને એના નાકની પાછળના ભાગમાં પણ ‘ટ્યુમર' જોવા મળી. ડૉક્ટરોએ ‘લિમ્ફોમા’ હોવાનું નિદાન કર્યું. લિમ્ફોમા ધરાવનાર ચાલીસ ટકા દર્દીની વધુમાં વધુ પાંચ વર્ષ સુધી જ જીવાદોરી હોય છે.
કૅન્સરની ગંભીર બીમારીને કારણે બેરનાડેટને માથે એકસાથે આખું આકાશ તૂટી પડ્યું. એ ખૂબ મૂંઝાઈ ગઈ. એને કશું સૂઝતું નહોતું અને મનમાં વારંવાર એ સવાલ જાગતો હતો કે “હવે હું શું કરી શકીશ ?” “શું મારા આયુષ્યનો અંત આવી ગયો ?” “હવે મારે જીવન વેદનામય અને કારમી પીડાઓમાં જ વિતાવવાનું રહેશે ?”
વ્યાધિથી ઘેરાયેલી બેરનાડેટ સમતોલ માનસ ધરાવતી હતી. આવી પરિસ્થિતિમાં આવો રોગ થાય ત્યારે દર્દી અન્ય લોકો તરફ કટુતા ધરાવવા લાગે છે. એનો સ્વભાવ વાતવાતમાં ચીડિયો બની જાય છે. આવી સ્થિતિ માટે ઈશ્વરને દોષી ગણી એના પર ફિટકાર વરસાવે છે.
જ
કેટલાક આવો રોગ થતાં પોતાની જાતને સમાજથી અળગી રાખીને અતડા બનીને જીવતા હોય છે. આ રોગ શરીરમાં રહેવાને બદલે એના મન પર સવાર થઈ જાય છે. રાત-દિવસ એના જ વિચારો આવે. જીવનના પ્રત્યેક કાર્યના કેન્દ્રમાં રોગજનિત નિરાશા પલાંઠી લગાવીને બેસી જાય. બેરનાડેટને આવાં કેટલાંય કૅન્સરનાં દર્દીઓનો પરિચય હતો. એણે એ પણ જોયું હતું કે ઘણાં દર્દીઓ આ રોગના શરણે જઈને નિરાશા અને નિષ્ક્રિયતાથી મૃત્યુ તરફ સ્વયમેવ ગતિ કરતા હતા.
કૅન્સરનો શિકાર કે કૅન્સરના વિજેતા ? * 141
Page #77
--------------------------------------------------------------------------
________________
બેરનાડેટ એનો વિચાર કરવા લાગી કે એ પોતે કઈ રીતે આ રોગનો પ્રત્યુત્તર આપવા ચાહે છે ? આ દર્દ સાથેનો સંબંધ કઈ રીતે નિભાવવા ચાહે છે ? બીજાની માફક એને વશ થવા માગે છે, કે પરવશ બનવાને બદલે એને સમજીને પડકારવા ચાહે છે ?
એના મનના ઊંડાણમાં કૅમિલીડૉક્ટરના વિલંબથી થયેલા નિદાનની વાત પણ પડી હતી. એક ખોટો નિર્ણય કેવી મોટી આફત ઊભી કરે છે એનો બેરનાડેટને સાક્ષાત્ અનુભવ હતો.
પરિણામે બેરનાર્ડટે નક્કી કર્યું કે હવે પોતાની જિંદગી વિશેના અને વિશેષ તો પોતાની સારવાર વિશેના નિર્ણયો એ સ્વયં લેશે. કેન્સર જેવા રોગ વિશે જાતે અભ્યાસ કરીને નિર્ણય લેવો એ ઘણી લાંબી, ઘણો સમય માગનારી કપરી બાબત હતી, પરંતુ પોતાની સારવાર અંગે બેરનાડેટે નિર્ણય લેવાના પોતાના ‘નિર્ણયને કોઈ પણ સંજોગોમાં વળગી રહેવાનું નક્કી કર્યું.”
બેરનાફેટે પોતાની બીમારીનો અભ્યાસ કરવા માંડ્યો. આ બીમારી અંગે લખાયેલાં પુસ્તકો વાંચવા લાગી, જુદી જુદી વ્યક્તિના અનુભવોનો અભ્યાસ કર્યો. હજી પ્રયોગના સ્વરૂપમાં થઈ રહેલી ક્લિનિકલ ટ્રાયલનો એણે અભ્યાસ કર્યો. એ પછી એણે જુદી જુદી કેમિકલ થેરાપીનો અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં દવાની આડઅસરની પણ એણે પૂરી જાણકારી મેળવી અને પછી પોતાના પર એની અજમાયશ કરવા લાગી. એણે અંકોલૉજિસ્ટ સાથે કામ કરનારી અને કૅન્સરના દર્દીઓની સારવાર કરનારી નર્સની મુલાકાત લીધી, એનો પણ સાથ મેળવ્યો.
બેરનાટે અમેરિકન કૅન્સર સોસાયટીનો સંપર્ક સાધ્યો અને કેન્સર સોસાયટીમાં પ્રકાશિત કરેલું સાહિત્ય મેળવ્યું. પરિણામ એ આવ્યું કે બેરનાડેટની સર્જરી થઈ અને એ પછી એણે રેડિયેશન ટ્રીટમેન્ટ લીધી. એની વચ્ચેના પખવાડિયામાં તો બેરનાડેટ પોતે પોતાની સારવાર વિશે નિર્ણયો કરતી થઈ ગઈ.
બેરનાડેટને લાગ્યું કે વ્યક્તિ પોતે જ પોતાની સારવારની પસંદગી કરે અને તે પણ દર્દ અંગેની પૂરી જાણકારી મેળવીને, તો એને માટે સારવારની
પીડા અને એ કપરો સમય પસાર કરવો સરળ બને છે. આનું કારણ એ કે એણે પોતે આ પ્રકારની ટ્રીટમેન્ટની પસંદગી કરેલી હોય છે !
બેરનાડેટ નિર્ણય કરતાં પૂર્વે લાંબી વિચારણા કરતી હતી. પોતાની જાતને પ્રશ્નો પૂછતી હતી, એના ઉત્તરો પણ પુસ્તકોના અભ્યાસ અને નિષ્ણાતોના માર્ગદર્શન પછી એ જાતે મેળવતી હતી.
કૅન્સરની સારવાર લેવાની હોય ત્યારે એ વિચારતી કે, “ડૉક્ટરની આ સારવારનો કોઈ વિકલ્પ છે ખરો ? અને જો વિકલ્પ હોય તો એ વિકલ્પને અપનાવવા જતાં કયાં પરિણામો આવે ?”
બેરનાડેટની આ પદ્ધતિ પહેલાં ડૉક્ટરોને અનુકૂળ આવી નહીં. ક્યારેક એની લાંબી પ્રશ્નાવલિ ડૉક્ટરોને કંટાળાજનક લાગતી હતી, પરંતુ સમય જતાં એમ બન્યું કે ડૉક્ટરો એને એની સારવાર અંગે વિગતે સમજાવતા હતા. બેરનાડેટની જાણકારીથી આનંદિત થતા અને પછી એને જ એનો અંતિમ નિર્ણય લેવાનું કહેતા હતા.
બેરનાડેટ સામે એક પ્રશ્ન ઊભો થયો કે શું એક વર્ષ સુધી કશીય સારવાર વિના રહેવું અને પછી સર્જરીથી થયેલો બગાડ દૂર કરવો ? એણે એ વિચાર્યું કે એમ કરવાને બદલે હાલ રેડિયેશન લેવું અને કૅમોથેરાપીનો કોર્સ કરવો. આ રીતે એણે જુદા જુદા વિકલ્પોની સ્વયં ખોજ આદરી અને એ પ્રમાણે ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ ગોઠવતી રહી.
આ કેન્સરના દર્દ અને એના ઊંડા અભ્યાસે બેરનાડેટને એક વસ્તુ શીખવી કે જિંદગીમાં કઠણ અને કપરા નિર્ણયો લેતાં અચકાવું જોઈએ નહીં. વખત આવે આવા કપરા નિર્ણય જરૂરી હોય છે. એને એ પણ ખ્યાલ આવ્યો કે આપણે આપણી જાત વિશે ધારીએ છીએ એના કરતાં ઘણા વધુ મક્કમ અને મનોબળયુક્ત હોઈએ છીએ.
કૅન્સર વિશેનાં પુસ્તકોનો અભ્યાસ કરતાં કરતાં બેરનાડેટને ડૉ. બર્ન સિંગલનાં પુસ્તકો અને વીડિયો-ટેપ મળ્યાં. આ બર્ની સિંગલે અમેરિકામાં
એક્સેપ્શનલ કૅન્સર પેશન્ટ” નામના મંડળની સ્થાપના કરી હતી. ડૉ. બર્ન સિંગલે એ જોયું કે પોતાની ટ્રીટમેન્ટ વિશેના નિર્ણયમાં ભાગ લેનારાં દર્દીઓ
કૅન્સરનો શિકાર કે કેન્સરના વિજેતા ? * 143
142 • માટીએ ઘડ્યાં માનવી
Page #78
--------------------------------------------------------------------------
________________
વધુ લાંબો વખત જીવ્યાં હતાં. એવામાં બેરનાસ્ડેટને એક બીજું પુસ્તક મળ્યું. એનું નામ હતું, “લવ, મેડિસીન ઍન્ડ મિરેકલ્સ .”
આ પુસ્તકમાં ડૉ. બર્ની સિંગેલે દર્શાવ્યું કે તમે સ્વસ્થ હતા ત્યારે તમને
જે કામ કરવાની ઇચ્છા હોવા છતાં એ કામ કરવાની હિંમત કરતા નહોતા. તમે જે કરવા વર્ષોથી ચાહતા હતા, પણ આસપાસની સામાજિક જવાબદારીને કારણે તમને એવી નિરાંત મળતી નહોતી તે કામ કરવાની હવે તમને મોકળાશ મળશે.
બેરનાડેટે આ વિચાર પકડી લીધો. એણે વિચારી લીધું કે આ બીમારી પહેલાં એ કોઈ પણ કામ કરવાની કોઈને ના પાડવાની હિંમત કરી શકતી નહોતી. આથી એ ગમે તેટલી થાકી ગઈ હોય, કંટાળી ગઈ હોય તોપણ તન અને મન બંનેથી તણાઈને કામ કરતી હતી. અગાઉ એવાં ઘણાં કામ કરતી હતી, જેમાં રસ નહોતો પરંતુ લોકદૃષ્ટિએ એ કામ કરવું પડતું. એ એમ માનતી કે બીજા લોકો એના કામને પસંદ કરે તે મહત્ત્વનું છે.
કૅન્સરની બીમારીએ બેરનાડેટનું જીવન બદલી નાખ્યું. આને કારણે એની વર્ષોથી હૈયામાં સંઘરાયેલી ઇચ્છાઓ સંતોષાવા લાગી. પહેલાં એ બીજાની દૃષ્ટિએ જીવન ગુજારતી હતી. મોટા ભાગની વ્યક્તિઓ આમેય ‘બીજાને કેમ લાગીશ’ એ દૃષ્ટિએ પોતે જીવતી હોય છે. આ રોગને કારણે અણગમતાં કામો કે બિનજરૂરી પ્રવૃત્તિની આસાનીથી ના પાડી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ. પરિણામે જીવનમાં ઘણાં અણગમતાં કામ ઓછાં થઈ ગયાં. ગમતાં કામનો ગુલાલ જીવનમાં ઊડવા લાગ્યો. બાળપણથી એને પુષ્કળ વાંચનપ્રેમ હતો. પુસ્તકોની કેદ એની પસંદગીની દુનિયા હતી. એને અત્યાર સુધી વાંચવાનું ખૂબ મન થતું અને સાથોસાથ એવો ઊંડો વસવસો રહેતો કે પોતાનો વાંચનપ્રેમ તૃપ્ત કરવાની પૂરી અનુકૂળતા મળતી નથી. હવે એ પોતાનો વાંચનશોખ પૂરો કરવા માટે અવકાશ મેળવી શકતી હતી. પોતાનાં પ્રિય પુસ્તકોની દુનિયામાં જીવવા અને ઘૂમવા લાગી. આ કૅન્સરે એક મોટો પાઠ શીખવ્યો કે પોતાની જાતને વધુ ને વધુ ચાહો. આજ સુધી ક્યારેય બેરનાડેટને આવી તક મળી નહોતી. હવે એ પોતાની જાતનો, પોતાના જીવનનો અને પોતાના મનને ખુશ કરનારી આનંદદાયક બાબતોનો જ વિચાર કરવા લાગી.
ને
144 * માટીએ ઘડ્યાં માનવી
બેરનાડેટની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવ્યું. એને લાગ્યું કે જો તમે તમારી ચોપાસ સારું જોતા હશો, અન્યનું ભલું વિચારતા હશો કે કલ્યાણદૃષ્ટિ રાખતા હશો તો તમને બધું સારું જ મળશે. તમે સારા વિચારો કરતા હશો તો ચોપાસથી ઉત્તમ વિચારો તમને મળી રહેશે. જો તમે સારાં કાર્યો કરશો તો એના પ્રતિધ્વનિ રૂપે અન્યનાં સારાં કાર્યોનો તમને અનુભવ થતો રહેશે.
બેરનાડેટ ‘ડેલ કારનેગી પબ્લિક સ્પીકિંગ ઍન્ડ હ્યુમન રિલેશન્સ' નામના અભ્યાસક્રમમાં જોડાઈ. આ અભ્યાસક્રમમાં જોડાનારી પ્રત્યેક વ્યક્તિએ એક સિદ્ધાંત સ્વીકારવાનો રહેતો. વળી એ સ્વીકૃત સિદ્ધાંત પોતાના જીવનમાં પ્રત્યક્ષપણે આચરણમાં મૂકીને એનું અમલીકરણ કરવાનું રહેતું.
બેરનાડેટે સિદ્ધાંત સ્વીકાર્યો કે કોઈની ટીકા કરવી નહીં, કોઈની નિંદા કરવી નહીં અને કોઈ બાબતની ફરિયાદ કરવી નહીં. પરિણામે એવું બન્યું કે બેરનાડેટને બધું જ સારું દેખાવા લાગ્યું. આસપાસની આખી સૃષ્ટિ વિશે એના ચિત્તમાં સતત ઉમદા અને ઉત્તમ વિચાર આવવા લાગ્યા. બીજી વ્યક્તિના પ્રેમ અને સ્નેહનો એને મનભર અનુભવ થવા લાગ્યો. માનવહૃદયની સુંદરતા ઓળખાવા લાગી. એનું હૃદય પ્રફુલ્લિત રહેવા લાગ્યું. આના પરિણામે રાત્રે જ્યારે અદશ્ય અવકાશયાનની માફક બેરનાડેટના શરીરમાં કૅન્સરના દર્દની કાળી પીડા જાગતી ત્યારે એને કોઈ અપૂર્વ શાંતિનો અને આત્મવિશ્વાસનો અનુભવ થતો. માનવજીવનમાં કરુણા કેટલી મહાન છે અને કરુણાનો સ્પર્શ કેવો દૈવી છે એનો બેરનાડેટને સાક્ષાત્કાર થયો.
એવામાં ઑક્ટોબરના મધ્યભાગમાં કૅન્સરની બીમારીના કારણે બેરનાડેટના વાળ ઊતરી ગયા. એક તો કારમી ઠંડી અને માથા પર એકે વાળ ન મળે. કેવો કદરૂપો દેખાવ ! પણ બેરનાડેટ એમ મૂંઝાય તેવી નહોતી. દેહનું કદરૂપાપણું મનની સુંદરતાથી દૂર કરવા ચાહતી હતી. એણે પોતાના વ્યક્તિત્વ અને કપડાંને અનુરૂપ અને શોભે એવી માથા પર પહેરવાની ‘કૅપ’ શોધી કાઢી. બેઝબૉલના ખેલાડીઓ પહેરતા હોય એવી કંપ એ પહેરવા લાગી. વળી એને આનંદ એ થયો કે કેટલાય જુદા જુદા રંગની આવી ‘કંપ’ મળતી હતી, તેથી પોતાના મનપસંદ રંગોની ‘કૅપ’ પહેરવાની એને મોકળાશ મળી. થોડા સમયે ફરી માથા પર વાળ ઊગ્યા, પણ બેરનાડેટે પેલી કૅપ પહેરવાની ચાલુ જ કૅન્સરનો શિકાર કે કૅન્સરના વિજેતા ? * 145
Page #79
--------------------------------------------------------------------------
________________
રાખી, ‘કંપ” એના દમામદાર વ્યક્તિત્વનો એક અંશ બની રહી.
| પહેલી વાર એણે બેઝબોલ કૅપ પહેરી ત્યારે કોઈકે મજાક પણ કરી હતી, બેરનાડેટ આવી મજાક સહન કરવા જેટલી દઢ સંકલ્પ હતી, પણ કોઈ એના તરફ દયામણી દૃષ્ટિએ જુએ તે માટે સહેજે તૈયાર નહોતી.
દરેક પરિસ્થિતિમાં હસતા રહો.” એ બેરનાડટનો સિદ્ધાંત હતો. હકીકતમાં બેરનાડેટને જોઈને બીજા લોકો સાહસ અને હિંમત અનુભવવા લાગ્યા.
કેન્સરની બીમારીને કારણે બેરનાડેટે વિચાર કર્યો કે એ હવે વધુ ઉત્સાહ અને જોશભેર જીવવા ચાહે છે. એના જીવનની એક તમન્ના એ હતી કે અપૂર્ણ રહેલો કૉલેજનો અભ્યાસ પૂરો કરવો. આ અભ્યાસ માટે બેરનાડે! વધુ અભ્યાસ માટે મળતી લોન લીધી. કૉલેજમાં ફુલટાઇમ વિદ્યાર્થી તરીકે ભણવા લાગી. સાથોસાથ ફુલટાઇમ કામ પણ કરવા લાગી. ચૌદ મહિનાના અભ્યાસ દરમિયાન એને માત્ર એક જ વર્ગ છોડવો પડ્યો ! બેરનાડેટ સ્નાતક બની, એના જીવનની એક મહેચ્છા આસાનીથી પરિપૂર્ણ થઈ. એ પછી આઠેક મહિનાનો આરામ લઈને એણે અનુસ્નાતકની પદવી માટે અભ્યાસ શરૂ કર્યો.
એ કેન્સરની સામે લડતી હતી એ એના લડાયક ખમીરે જ સાબિત કરી બતાવ્યું કે એ ધારે તે કરી શકે તેમ છે. એ પછી ચારેક વર્ષ સુધી બેરનાડે. કાઉન્સેલર તરીકે સ્વયંસેવા આપી. બેરનાડેટ પાસે કેન્સરની બીમારીમાંથી મળેલી શક્તિ હતી. જે ઓ કૅન્સરની બીમારીની ટ્રીટમેન્ટનો પ્રારંભ કરતા હતા એમને બૈરનાડેટ પોતાની એ શક્તિનો લાભ આપવા લાગી. ત્રણેક વર્ષ સુધી બેરનાડેટે કૅન્સરના રોગના સલાહકાર તરીકે સેવાઓ આપી. એક દિવસ બેરનાડેટને એના જેવી જ બીમારી ધરાવતી વ્યક્તિને સલાહ આપવામાં આવ્યું અને એ વ્યક્તિ તે બીજી કોઈ નહીં, કિંતુ જેકલિન કેનેડી નાસીસ હતી.
શ્રીમતી નાસીસનો કઈ રીતે સંપર્ક સાધવો તેની વિગતવાર માહિતી આપવામાં આવી. આ પરિસ્થિતિએ બેરનાડેટને સમજાયું કે આ જગતમાં સહુ કોઈ સરખાં છે. આ વ્યાપક વિશ્વમાં ગમે તેવી અમીર કે સામાન્ય વ્યક્તિમાં પણ ઈશ્વરે જિજીવિષા મૂકેલી છે.
નૅશનલ કૅન્સર સર્વાઇવર્સ ડે"ની ઉજવણીમાં બેરનાઝેટે ભાગ લીધો. એના કૅન્સરના દર્દને સાડાચાર વર્ષ પૂર્ણ થયાં હતાં. એણે પોતાના કેન્સર વિશેના અનુભવોની અન્ય સહુ સાથે વહેંચણી કરી.
બેરનાઝેટે અનુભવ્યું કે સૌથી મહત્ત્વની બાબત એ છે કે કેન્સરને પડકાર માનનારા જુદી રીતે જીવે છે અને કેન્સરને અભિશાપ માનનારા એને જુદી રીતે જુએ છે. આમ સૌથી મહત્ત્વનો ભેદ તમે કેન્સરના શિકાર છો કે તમે કૅન્સરના વિજેતા છો તે છે.
આજે બેરનાડેટ વિચારે છે કે આકરા શિક્ષક કેન્સરે એમને જીવનમાં કેટલું બધું શીખવ્યું !
તેઓ શીખ્યાં કે સારવારની સમજદારીથી પસંદગી કરો, કપરા નિર્ણય લેતાં અચકાશો નહીં. બધે જ વિધાયક વલણ રાખીને શુભ જોવું. દરેક પરિસ્થિતિમાં હસતા રહો. જોશ અને ઉત્સાહથી જીવો અને માનો કે આપણે બધા જ એક છીએ. એમ માનો નહીં કે “ઈશ્વર ક્યાંય નથી”, પણ એમ વિચારો કે “ઈશ્વર અહીં જ છે”.
146 * માટીએ ઘડ્યાં માનવી
કેન્સરનો શિકાર કે કેન્સરના વિજેતા ? * 147
Page #80
--------------------------------------------------------------------------
________________
અંધને અશક્ય ?
જિંદગી જીવનારી આ નારી નહોતી. એની પાસે આ અજંપો હતો, પણ સાથે અંતરનું ખમીર પણ હતું. એ દૃઢપણે માનતી કે વ્યક્તિ અંધ હોય, એનો અર્થ એ નથી કે એના આ જગતના કોઈ અનુભવથી બાકાત રહેવું પડે. એ ધારે તો દુનિયાના સઘળા અનુભવો પામી શકે છે.
જિંદગીએ સોનિયા સાથે સોગઠાબાજી ખેલવામાં કશું બાકી રાખ્યું ન હતું. એ આંખના એવા રોગ સાથે જન્મી હતી કે જેનો કોઈ ઉપચાર નહોતો. એ માંડ માંડ માત્ર શ્વેત અને શ્યામ રંગ જ ઝાંખા ઝાંખા જોઈ શકતી હતી અને એમાંય વીસ વર્ષની ઉંમરે પહોંચી, ત્યારે તો એ સંપૂર્ણપણે અંધ બની ગઈ.
આરંભના એ દિવસોમાં સોનિયા હતાશ બનીને બેસી રહેતી. મનોમન વિચારતી પણ ખરી કે કોને આધારે આ જિંદગી વિતાવીશ ? અથવા તો પરાવલંબી જીવન જીવવાનો અર્થ શો ? એક વાર તો હતાશા અને અકળામણમાં એણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ સમય જતાં એને સમજાયું કે જીવન જેવું છે, તેવું સ્વીકારવું તેમાં જ આનંદ છે અને જીવન સામેના અવરોધોને ઓળંગવા, એમાં જ ખરું ખમીર છે. આથી એણે પોતાની જિંદગી વધુ કાર્યક્ષમ બને એવો તો પ્રયત્ન કર્યો જ, પણ એની સાથોસાથ એ જિંદગી દ્વારા પરોપકાર કરવાની તમન્ના પણ દિલમાં ધબકતી રાખી.
કોઈ જ્યારે એને એમ કહે કે આ એને માટે શક્ય નથી, ત્યારે એ મનથી નક્કી કરતી કે એ મારે માટે તો જરૂર શક્ય બનશે. જીવનમાંથી અશક્યની એ બાદબાકી કરવા લાગી. બાળપણથી એના મનમાં એક સ્વપ્ન હતું અને તે એવું કે વિમાનમાં ખૂબ ઊંચે ઊંચે જવું અને પછી ખૂબ ઊંચાઈએથી આકાશમાંથી કૂદકો લગાવવો. મોટાભાગના લોકોને તો આવા પેરાશૂટ જમ્પનો વિચાર જ ભયજનક લાગે, કારણ એટલે કે એટલે ઊંચેથી કૂદકો લગાવવા માટે અડગ સાહસવૃત્તિ જોઈએ. વળી એ પછી પૃથ્વી પર સલામત રીતે ઊતરવાની કળા-આવડત જોઈએ.
સોનિયા હાર્ટ આ સ્વપ્ન લઈને જીવતી હતી. એ એડિનબર્ગમાં પોતાના ઘર પાસેથી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. બેવર્લી અને કેક એ એનાં બે સંતાનો સાથે આનંદભેર જીવતી હતી અને ક્રોફ્ટન એ તેનો માર્ગદર્શક કૂતરો હતો. વય વધતી જતી હતી, પણ એની સાથે આકાશમાંથી કૂદકો લગાવવાના
અંધને અશક્ય ? * 149
જિંદગી ઘડાય છે પડકાર અને પુરુષાર્થથી ! જીવનના પડકાર સામે પ્રમાદથી પગ વાળીને બેસી રહેનાર સંજોગોનો ગુલામ બને છે. આવા પડકારોનો હસતે મુખે મુકાબલો કરનાર સંજોગોનો માલિક થાય છે. ઘણીવાર વ્યક્તિ પરિસ્થિતિથી જ એટલી બધી મુંઝાઈ જાય છે કે પોતાને નિઃસહાય અને નિરાધાર માને છે. જીવનમાં કોઈ વિકલાંગતા આવે એટલે એ માની બેસે છે કે એનું આખું જીવન વ્યથા, લાચારી અને વિષાદથી ભરેલું રહેશે. એને ઓશિયાળા બનીને જીવવું પડશે. એને જિંદગી માટે બીજાનો આધાર જોઈશે, એને પોતાની જિંદગી બોજ લાગે છે.
અંધ સોનિયાને એ સાંભળીને ભારે અજંપો થતો કે અંધને માટે કોઈ બહારી પ્રકાશ કે કોઈ બાહ્ય જગત નથી, પરંતુ એ અજંપાને વ્યગ્રતા અને વિષાદમાં ડુબાડીને
18
સોનિયા હાર્ટ
Page #81
--------------------------------------------------------------------------
________________
સ્વપ્નને સિદ્ધ કરવાની ઇચ્છા તીવ્ર બનતી જતી હતી. એને માટે આ અત્યંત જોખમી બાબત હતી, કારણ કે દસ હજાર ફૂટની ઊંચાઈએથી ગબડવા સિવાય બીજું કંઈ કરી શકે તેમ ન હતી.
મૃત્યુ અને એની વચ્ચે ફક્ત એક જ માનવી હતો અને એનું નામ હતું પેરાસ્યુટ ઇન્સ્ટ્રક્ટર માઇક કેટ્સ. આ માઇક કેસને બરાબર ચીપકી રહીને ધરતી પર ઊતરવાનું હતું.
સોનિયાએ જ્યારે પોતાનો વિચાર મિત્રોને કહ્યો, ત્યારે મિત્રોએ કહ્યું કે આમેય આ સાહસ ભયજનક છે. એમાંય અંધ વ્યક્તિ માટે તો અતિશય ભયજનક ગણાય. બીજું કોઈ સરળ સાહસ કર, પણ આ વિચારને તો તિલાંજલિ આપી દે. નિષ્ણાતોએ કહ્યું કે જો તે આકાશમાંથી ઊતરીને ધરતીને સ્પર્શ કરવામાં સહેજ પણ ખોટું ઉતરાણ કરે, તો એની કરોડરજ્જુને ઘણી ગંભીર ઈજા થાય. જીવન આખું પરવશ અને પથારીવશ બની રહે.
આનું કારણ એ હતું કે આકાશમાંથી ઊતરતી વખતે જમીન સુધીના અંતરની કલ્પના કરવા માટે સોનિયા સમર્થ નહોતી. વળી આવા આકાશી કૂદકા માટે સોનિયાએ કોઈ વિશેષ તૈયારી કરી નહોતી. એણે આ માટેની કોઈ પદ્ધતિસર તાલીમ પણ લીધી નહોતી. માત્ર ઇન્સ્ટ્રક્ટર માઇકે એને સતત પ્રેરણા આપી અને એટલું જ કહ્યું હતું કે આ આકાશી કૂદકા દરમિયાન ‘રિલેક્સ' રહેજે !
જ્યારે આ કૂદકો લગાવવાનું નક્કી થયું, ત્યારે વિમાનમાં પ્રવેશતી વખતે સોનિયાએ પારાવાર રોમાંચ અનુભવ્યો. મિત્રોએ એને ઘણી સલાહ આપી હતી કે વિમાન-છત્રી દ્વારા આકાશમાંથી ઝંપલાવવાનું કાર્ય અત્યંત જોખમી અને ભયજનક છે, પણ સોનિયા આ કાર્ય કરીને એ સિદ્ધ કરવા માગતી હતી કે અંધ લોકોને પણ જોઈ શકતા માનવી જેટલી જ તક મળવી જોઈએ. તેને માટે આ એક મહાન પડકાર હતો અને સાથોસાથ સ્વપ્ન-સિદ્ધિનો રોમાંચ આનંદ હતો. તે ખુમારીથી કહેતી કે અંધ જોઈ શકતા નથી, તેને કારણે તેઓને જગતના કોઈ પણ અનુભવથી બાકાત રાખવાની જરૂર નથી.
સોનિયા વિમાનમાં દાખલ થઈ. એની સાથે બીજી ત્રણ અંધ વ્યક્તિઓ પણ એના ઇન્સ્ટ્રક્ટર સાથે જિંદગીનો આ સાહસભર્યો અનુભવ મેળવવા આવી હતી. સ્કોટલેન્ડના ગ્લેન રોજસ હવાઈ મથક પર આ ઘટનાએ આકાર
150 * માટીએ ઘડ્યાં માનવી
લીધો, એનું વિમાન ભ્રમણ કક્ષાની સમકક્ષ થયું કે ઉષ્ણતામાન ઘટવા લાગ્યું. ઠંડી લાગવા માંડી, પવનનો અત્યંત ભયાવહ અવાજ આવતો હતો, ક્યારેક તો એ પવનના સુસવાટાના અવાજને કારણે માઇકે અને બીજા ઇન્સ્ટ્રક્ટરોને ખૂબ મોટેથી વાત કરવી પડતી હતી.
જેવું વિમાન દસ હજાર ફૂટની ઊંચાઈએ આવ્યું કે સોનિયાને વિમાનનું બારણું ખોલવાનો અવાજ સંભળાયો. આકાશી કૂદકા માટે એ માઇકની સાથે બારણા તરફ ગઈ. માઇકે એને પ્રોત્સાહનના શબ્દો કહ્યા અને પછી સોનિયા અંતિમ હુકમની રાહ જોવા લાગી.
જીવસટોસટની પળ આવી ચૂકી હતી. એક બાજુ મનમાં સ્વપ્નને સાકાર થવાની પળ હતી, તો બીજી બાજુ મૃત્યુની સાવ સમીપ લઈ જાય, તેવી ઘડી હતી. આ સમયે સોનિયા થોડી ક્ષણો ખચકાઈ ગઈ. એ ગભરાઈ ગઈ. એના હૃદયના ધબકારા વધી ગયા હતા. ઠંડું વાતાવરણ હોવા છતાં પરસેવો થઈ ગયો. માનસપટ પર એનાં બે સંતાનો દેખાવા લાગ્યાં. વળી નીચે એની આતુરતાપૂર્વક રાહ જોતાં કુટુંબીજનો અને મિત્રોનું સ્મરણ થયું.
મનમાં પુનઃ સંકલ્પનું સ્મરણ કર્યું. અંધને કશું અશક્ય નથી. આથી એક જોશભર્યા અવાજ સાથે એણે આકાશમાંથી નીચે ઝંપલાવ્યું અને પછી કેટલીક સેકન્ડો સુધી ઊંધા માથે શીર્ષાલન કરતાં કરતાં નીચે ઊતર્યો. સોનિયા ખૂબ ઝડપથી ગુલાંટો પર ગુલાંટો ખાતી હતી. એણે ઇન્સ્ટ્રક્ટર માઇકને કશુંક કહેવા પ્રયત્ન કર્યો, પણ એનું મુખ ઊઘડ્યું જ નહીં.
એવામાં અચાનક હવાઈ છત્રી ખૂલવાનો અવાજ સંભળાયો અને સોનિયાને રાહત થઈ. એના શરીરે બાંધવામાં આવેલી દોરી ખેંચાઈને ટાઇટ થઈ. આકાશમાં જે ગુલાંટ લગાવતી હતી એ અટકી ગઈ અને ધીમે ધીમે સોનિયા નીચે ઊતરવા લાગી. જાણે પોતે કોઈ સ્વપ્નમાં સરકતી હોય એવો અનુભવ થવા લાગ્યો. આ સમયે ઇન્સ્ટ્રક્ટર માઇક પોતે જે કંઈ જોતો હતો, તેનું વર્ણન સોનિયાને સંભળાવતો હતો. એ વર્ણનથી સોનિયાને એનો જાણે સાક્ષાત્ અનુભવ થવા લાગ્યો. એ સ્વયં આ બધું નીરખી રહી છે. વચ્ચે ક્યાંક ચકરાવે ચડ્યા, પણ ધીરે ધીરે જમીનની નજીક આવ્યા.
આ સમયે સોનિયાએ માઇકને કહ્યું કે એનું કુટુંબ જમીન પરથી એના તરફ હાથ હલાવી રહ્યું છે. એના જવાબમાં સોનિયાએ અંગૂઠાથી નિશાની
અંધને અશક્ય ? • 151
Page #82
--------------------------------------------------------------------------
________________ બતાવી અને પછી અચાનકે જ ધરતીનો સ્પર્શ થયો. કેવો રોમાંચકારી સ્પર્શ! સોનિયા ઘૂંટણ પર પડી ગઈ અને એના કુટુંબીજનો ચારે બાજુ વીંટળાઈ વળ્યાં અને પૂછવા લાગ્યા કે એ સ્વસ્થ તો છે ને ? હકીકતમાં પેરાશૂટથી કરેલો એનો હવાઈ કૂદકો એ સંપૂર્ણ ઉતરાણ હતું. એણે સાબિત કરી આપ્યું કે આકાશી કૂદકા માટે એ પૂરી શક્તિમાન હતી. એના પિતા આવીને સોનિયાને વળગી પડ્યા. આનું કારણ એ હતું કે એના આકાશી કૂદકા અંગે સૌથી વધુ વિરોધ વહાલસોયા પિતાએ કર્યો હતો. એમને ભય હતો કે પોતાની આ પુત્રીને કોઈ ગંભીર ઈજા થશે, તો કોણ એને જાળવશે ? એમણે સોનિયાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં અને કહ્યું કે તેની આવી સિદ્ધિ માટે તેઓ ગર્વ અનુભવે છે. ચુમ્માલીસ વર્ષની સોનિયાનું સ્વપ્ન સિદ્ધ થયું. વળી સાહસભર્યા આ આકાશી કૂદકા દ્વારા સોનિયા અને તેમના મિત્રોએ દાન રૂપે જે રકમ મેળવી હતી, તે સ્કોટલૅન્ડના ફાઈલમાં આવેલા એલ્વિન હાઉસ માટે આપવામાં આવ્યા, ઓ એલ્વિન હાઉસ તે અંધ વ્યક્તિઓ માટે નિર્માણ પામતું વસવાટનું એક કેન્દ્ર હતું. એ પછી સોનિયાએ બીજાં કેટલાંય સ્વપ્ન સેવ્યાં. એણે મંચ પર બધી જ ઉંમરનાં અંધજનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું. એમાંથી જે ૨કમ મળતી તે અંધજનોના કલ્યાણ કાર્યને માટે આપી દેતી. સોનિયાના આકાશી કૂદકા અંગે એની સોળ વર્ષની પુત્રી બેવર્લીએ કહ્યું, * એક વખત મમ્મી જે નક્કી કરે છે, તેને કોઈ અવરોધ નડતો નથી. અમારા વિરોધ છતાં એણે હવાઈ છત્રી સાથે કૂદવાનો નિર્ણય કર્યો અને અમે જોયું કે એ પછી એ અત્યંત પ્રસન્ન હતી.' એ પણ હકીકત છે કે આ હવાઈ કૂદકાથી સોનિયાને એની જિંદગીમાં નવો વેગ અને નવો ઉત્સાહ મળ્યાં અને સાથોસાથ એવી શ્રદ્ધા પણ જાગી કે જો હું પ્રયત્ન કરું તો મારા અંધત્વને ઓળંગીને મોટા ભાગનું કામ કરી શકું તેમ છું. 152 * માટીએ ઘડચાં માનવી