________________
પહેલા પાને એની તસવીરો પ્રગટ થવા માંડી. એની જીવનકથા રજૂ થવા માંડી. ગુસ્ટાવ રાતોરાત સમગ્ર રાષ્ટ્રની સન્માન્ય વ્યક્તિ બની ગયો.
જે જે ગામડાં અને શહેરોમાંથી દાદાજી પસાર થતા, ત્યાં લોકો એમને હર્ષના પોકારોથી વધાવતા. રસ્તાની બંને બાજુ એમને નિહાળવા માટે મોટી કતારો જામતી. સહુ પીઠ થાબડીને આવા ભગીરથ પ્રયત્ન માટે ગુરુવને શાબાશી આપતા. કોઈ કોઈ તો ઘેરથી મીઠું મજાનું ભોજન બનાવી લાવતા. આ વયોવૃદ્ધ દાદાજીને જમાડીને પોતાની જાતને ધન્ય માનતા. અખબારના ખબરપત્રીઓ આ વૃદ્ધની મુલાકાત લેવા માટે પડાપડી કરવા લાગ્યા. એમની જીવનકથા અને સફર કથા જુદા જુદા રૂપે વર્તમાનપત્રોમાં અને ટેલિવિઝન પર ૨જૂ થવા લાગી. 'લોખંડી દાદાજી” જેવાં કેટલાંય ઉપનામ મળ્યાં.
વધુ એક રાત અને એક દિવસ પસાર થયો. આ ચોવીસ કલાક દરમિયાન ગુસ્ટાવે માત્ર બે કલાક જ આરામ કર્યો. બાવીસ કલાક તો સતત સાઇકલ ચલાવી. પોતાના બીજા હરીફો કરતાં ગુસ્ટવ દોઢસોથીય વધુ માઈલ આગળ હતા. સ્પર્ધાનો અંત નજીક આવતો હતો. છાસઠ વર્ષના ગુસ્તાવ પર થાકની અસર થવા લાગી હતી. અગાઉ એણે લાંબી સાઇકલ-સફર ખેડી હતી, પરંતુ એ તો મોજ ખાતર ખેડેલી સાઇકલ-સફર હતી. એમાં તો નિરાંતે આરામ કરીને આગળ વધાય. પરંતુ આ તો રસાકસીનો ખેલ હતો. એમાં લાંબો સમય આરામ કરે તે પાલવે તેમ ન હતું.
સ્પર્ધાનો પાંચમો દિવસ શરૂ થયો. લોકોએ જોયું કે દાદાજી સિદ્ધિની નજીક આવી ગયા છે, પરંતુ ખૂબ થાકી ગયા છે. લોકોએ એમની સાથે જ સાઇકલ પર ચડીને સાથ આપવાનું શરૂ કર્યું, પોકારો કરીને પ્રોત્સાહિત કરવા લાગ્યા. દાદાજી આગળ ધપે જતા હતા. માત્ર થોડાક જ માઈલ બાકી રહ્યા. ગુરૂવ થાકથી ભાંગી પડ્યા. સાઇકલ પરથી નીચે ઊતર્યા. જમીન પર બેસી ગયા.
બધાને થયું કે હવે તો દાદાજી એટલા તો થાકી ગયા છે કે એક પૅડલ પણ નહીં લગાવી શકે ! પરંતુ ગુસ્તાવના ઘરડા દેહમાં જુવાનનો જુસ્સો વસતો હતો. શરીર થાક્યું હતું, પણ મન તો તાજુંમાશું હતું. મન એટલા ઉત્સાહથી આગળ ચાલે, કે બિચારા તનને પાછળ પાછળ દોરાવું પડે ! એમણે સાઇકલદોડની સ્પર્ધાનો પોશાક ઉતારી નાખ્યો. ટૂંકી કાળી ચડ્ડી અને સફેદ ખમીસ પહેર્યું. ફરી સાઇકલ પર બેઠા અને જોશભેર હંકારી મૂકી.
વણથંભી લાંબી સફર વિજયની રેખાને પહોંચવા માટે થોડાક જ માઈલ પસાર કરવાના બાકી હતા. યસ્તાદ શહેરમાં વિજયની રેખા હતી. માત્ર શહેરના લોકો જ નહીં, પરંતુ સ્વીડનના દક્ષિણ ભાગમાંથી ઠેરઠેરથી લોકો દાદાજીને વધાવવા માટે વિજયરેખા પાસે ઊભા હતા. દાદાજી મસ્તાદ શહેરમાં પ્રવેશ્યા કે એમને સાઇકલ પર બેસીને સાથ આપતા લોકોએ ગીતો ગાઈને પોતાનો આનંદ વ્યક્ત કર્યો. તસવીરો ખેંચાવા લાગી. અંતિમ રેખાની નજીક આવતાં દાદાજીને વધાવતાં ફૂલોથી આખો રસ્તો છવાઈ ગયો.
દાદાજી ગુસ્સાવ એ જ ગતિથી સાઇકલ દોડાવી રહ્યા હતા. વિજયરેખાથી અર્ધા માઈલ દૂર હતા અને એમની સાઇકલમાં પશ્ચર પડ્યું. કિનારે આવેલું નાવ ડૂબવા લાગ્યું ! ગુસ્સાવ સાઇકલ પરથી નીચે ઊતર્યા. ઠપકો આપતા હોય તેમ પંકચર પડેલા પાછળના થયરને જોયું. જાણે એમ ન કહેતા હોય કે નવસો ને નવ્વાણું માઈલ સુધી સાથ આપનારા તેં અડધા માઈલ માટે આવું શું કામ કર્યું? એમણે સામે નજર કરી તો વિજયરેખા નજીક હતી. વસ્તાદના નગરપતિ તથા અન્ય અધિકારીઓ એમને સત્કારવા આતુર હતા. વિજયને વધાવનારું બૅન્ડ સંભળાતું હતું. દાદાજીને થયું કે હવે પંકચર બરાબર કરવું યોગ્ય ન ગણાય. એ તો ફરી સાઇકલ પર કૂદકો લગાવીને બેઠા અને
લોખંડી દાદાજી • 37
36 * માટીએ ઘડચાં માનવી