________________
ધીરે ધીરે લોકોને પણ એના પ્રયોજનનો ખ્યાલ આવી ગયો છે. એની ભાવના સમજાતી જાય છે. એક માનવી બીજાને માટે ભીખ માગે તે કેવું? સામાન્ય રીતે આજનો માનવી પોતે સ્વાર્થપરાયણ જીવન જીવતો હોય છે. પોતાને માટે જ સઘળું કરતો હોય છે. એમાંય ભીખ માગનાર તો માત્ર પોતાના પેટની જ ચિંતા કરતો હોય છે, જ્યારે આ અનોખો ભિખારી ભાવિ પેઢીની ચિતા કરે છે. પ્રજાની ધર્મશ્રદ્ધાની એને ફિકર છે. એમનામાં આધ્યાત્મિક સંસ્કાર રેડવાની એની તમન્ના છે. આવી તમન્નાને કારણે આજે સોફિયા શહેરમાં ડોબ્રી એક જાણીતી વ્યક્તિ બની ગયો છે. એ પૈસા માગતો નથી, પણ એને દાને મળ્યા કરે છે. બાળકથી માંડીને વૃદ્ધ સહુ કોઈ આ ડોબ્રીને દાન આપે છે અને ડોબ્રીની પ્રેમાળ આંખો, કરચલીવાળો ચમકતો ચહેરો, લાંબા લાંબા શ્વેત વાળ અને શ્વેત દાઢી જોઈને સામી વ્યક્તિને એના આશીર્વાદ લેવાનું મન થાય
એલિન પેલિન કહે છે, “ડોબ્રીનું વતન અને જીવન ઘણું ગરીબ હતું, પણ એનું જન્મસ્થળ આધ્યાત્મિકતાથી સમૃદ્ધ હોવાથી એનામાં બાળપણથી જ ધર્મ અને અધ્યાત્મનાં બીજ રોપાયેલાં હતાં, આથી જ ગ્રામજનો માને છે કે ડોબ્રીને આપેલ એક એક પાઈ દેવળના કાર્યમાં જ વપરાવાની છે. એ એક પણ પાઈ પોતાના ખર્ચ માટે નહીં રાખે.”
આ અપરિગ્રહી ફકીરની વાત જ જુદી છે. આમ જુઓ તો તમને કોઈ પુરાણા જમાનાના મુસાફર જેવો લાગે. એના હાથવણાટનાં વસ્ત્રો, લાંબા વાળ, લાંબી દાઢી અને એનો આગવો પોષાક - એ બધી જ બાબતો ડોબ્રીની પહેચાન બની ચૂકી છે. દરરોજ સવારે વહેલો ઊઠીને એ ચર્ચનાં બારણાં ખોલે છે અને રાત્રે એ જ નિયમિતતાથી બંધ કરે છે.
બબ્બેરિયાની કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા માટે ઝીણા કાળા કોટમાં પોતાની જાતને સંકોરતો આ માનવી આધુનિક સંસ્કૃતિની કોઈ સગવડનો ઉપયોગ કરતો નથી. એની નાનકડી ઓરડીમાં એક ટેબલ પર પડેલ બ્રેડનો ટુકડો અને ટામેટાની એકાદ ચીર એને આવતીકાલે જીવિત રાખવા માટે પૂરતી હોય છે.
જમાનાની રફતાર એવી છે કે હવે ચર્ચમાં જનારાઓની સંખ્યા ઓછી થતી જાય છે. કેટલાક દેશોમાં તો ચર્ચનો બીજો ઉપયોગ થઈ રહ્યો છે એવા જમાનામાં આ ફકીર દયા અને શ્રદ્ધાથી ચર્ચમાં જાય છે. જાણે કોઈ પ્રાચીન સંસ્કૃતિનો પ્રતિનિધિ હોય એવું એને જોતાં લાગે છે. એનો હેતુ પણ ભવિષ્ય માટે પ્રજામાં સંસ્કારનું સિંચન કરવાનો છે. એ બસમાં જાય ત્યારે બસનો ડ્રાઇવર એને ઓળખતો હોય છે. ક્યારેક એની ટિકિટના પૈસા પણ માગતા નથી. રાહદારીઓ આ વૃદ્ધને ઘણી વાર આખા દિવસનું ભોજન આપે છે. ઉનાળામાં તો પાકા તરબૂચથી તેનું દિવસનું ભોજન પૂરું થઈ જાય છે.
આ ભૂતપૂર્વ સૈનિક પર ઉમરની અસર થઈ રહી છે, પણ એનો જુસ્સો એટલો જ છે. એ હજી થાક્યા વિના પોતાનું કામ કરતો રહે છે. હા, એટલું ખરું કે પહેલાં એને સોફિયા આવવા જવા માટે કોઈ ખર્ચ થતો નહોતો. ૨૫ કિલોમીટરનું અંતર પગે ચાલીને પવનવેગે પાર કરતો હતો, પણ હવે બસ કે ટ્રામમાં મુસાફરી કરવી પડે છે, કારણ કે હવે એને એના પગ પર ભરોસો રહ્યો નથી .
132 • માટીએ ઘડ્યાં માનવી
ડોબ્રી એમના પર ઈશ્વરના આશીર્વાદ ઊતરે, તે માટે ભીખ માગવા નીકળ્યો છે. ચર્ચના દ્વારા એ ધર્મશ્રદ્ધા પર જોર આપે છે, તો એની સામે અનાથ બાળકોના જતનની ચિંતા કરે છે. આને માટે એણે ભૌતિક સુખનો તો ત્યાગ કર્યો છે, પણ એથીય વિશેષ જીવનમાં કોઈ જરૂરિયાત નહીં રાખીને સઘળું બીજાને સમર્પી દીધું છે.
તાજેતરમાં ડોબ્રી સોફિયામાં આવેલ ‘સેઇન્ટ એલેકઝાંડર નેવસ્કી' અને ‘હોલી સેવન સેઇન્ટ્સ' ચર્ચમાં જોવા મળે છે. તેણે બેલિવિયામાં આવેલા ‘સેઇન્ટ સીરિલ ઍન્ડ મેથોડિઅસ ચર્ચના પુનરુદ્ધાર માટેનો ફાળો ઉઘરાવવાનું બીડું ઝડપ્યું છે. સૌથી વધારેમાં વધારે ફાળો ૨૫OO0 ડૉલર જેટલો તેણે આપ્યો છે. ‘એલેકઝાંડર નેવસ્કી કેથેડ્રલ'ના સેક્રેટરી તેમના માટે કહે છે કે ‘આ એ માણસ છે જે સદગુણોને અને શાશ્વત જિંદગી માટેનો ફાળો એકઠો કરનારો એક સંત છે. જે વ્યક્તિ કદાચ સાન્તાક્લોઝમાં ન માનતો હોય, તે આ સજ્જન વૃદ્ધ પર શ્રદ્ધા રાખે છે એટલે કે તેની સજ્જનતામાં તેઓ શ્રદ્ધા ધરાવે છે.' આથી જ અત્યાર સુધીમાં એણે પચાસ હજાર ડૉલર જેટલી ૨ કેમ એકઠી કરીને દાનમાં આપી છે.
ડોબ્રીની વિશેષતા એ છે કે એ કોઈ એના તરફ તિરસ્કાર દાખવે, કોઈ કટુવચનો કહે તોપણ એના ચહેરા પર કોઈ અણગમો આવતો નથી. એનો
ભલાઈની ભીખ • 133