________________
એ સમયે હું ઇંગ્લેન્ડની સફર ખેડતો હતો. દેવળોથી સુશોભિત કોવેન્ટ્રી શહેરમાં ઘૂમી રહ્યો હતો. એવામાં એના હવાઈ મથકે બનેલી એક ઘટનાએ મારું હૈયું વલોવી નાખ્યું. આખા દેશમાંથી એક અવાજ ઊડ્યો.
નવ વર્ષનો પુત્ર ધરાવતી તેત્રીસ વર્ષની ભાવનાશીલ અને તરવરતી યુવતી જિલ ફિમ્સ કોઈ રાષ્ટ્રના સ્વાતંત્ર માટે નહીં, કોઈ નારી સ્વાતંત્ર્ય માટે નહીં, કોઈ શ્વેત કે અશ્વેત વચ્ચેના રંગભેદનાં બંધનો તોડવા માટે નહીં, બલ્ક મૂંગા, અબોલ અને નિર્દોષ પશુઓને માટે સામે ચાલીને શહાદતને વહોરનારી બ્રિટનની પહેલી નારી બની.
માનવી દ્વારા રહેસાતાં, પિસાતાં અને આરોગાતાં મુંગા પ્રાણીઓની ચીસ સામે જિલ ફિસે જેહાદ પોકારી હતી. એને જાણ થઈ કે કોવેન્ટ્રીના હવાઈ મથકેથી બીજા યુરોપીય દેશોમાં પ્રાણીઓની નિકાસ થઈ રહી છે. એ દેશો આ ગેરકાયદે મળેલા પ્રાણીઓનાં બચ્ચાંને કતલખાનામાં ધકેલીને આહાર મેળવે છે. કોવેન્ટ્રીથી પ્રાણીઓની નિકાસ કરવા માટે ક્રિસ્ટોફર બેરેટ-જોલી નામની વ્યક્તિએ ‘ફિનિક્સ એવિએશન' નામની કંપની દ્વારા વિમાનો પૂરાં પાડ્યાં હતાં.
પ્રાણીઓના અધિકારો અને સ્વાતંત્ર માટે લડત આપતા બ્રિટનના લોકો એ માત્ર પ્રાણીપ્રેમની વાતો કરીને, જીવદયાને નામે આંસુ સારીને, થોડું દાન લખાવીને કે કાયદાની કાર્યવાહી કરીને કામ કરવામાં માનતા નથી. તેઓ કહે છે કે જગતને બચાવવું હશે, તો પ્રાણીઓને કોઈ પણ ભોગે બચાવવાં પડશે. દર વીસ મિનિટે ધરતી પરથી પશુ કે પક્ષીની એક જાતિ સદાને માટે લુપ્ત થઈ રહી છે. પહેલાં દસ હજાર વર્ષે પ્રાણી અસ્તિત્વ લુપ્ત થવાની ઘટના બનતી, તે આજે માત્ર દર વીસ મિનિટે થાય છે. માનવીની મુંગા પશુઓ પ્રત્યેની ક્રૂરતાએ તમામ હદ વટાવી દીધી છે ! પશુઓને પ્રેમ આપવાને બદલે એ ફાંસી આપે છે અને તે પણ પોતાના ભોજનને માટે ! આને કારણે ‘ગ્લોબલ વૉર્મિંગ’ વધે અને આસપાસનું પર્યાવરણ પણ દૂષિત થાય, એ તો જુદી વાત. પણ માનવજાત એ જાણતી નથી કે પ્રાણી માનવી વિના જીવી શકે છે, પણ પ્રાણીવિહીન સૃષ્ટિ બનશે, તો માનવી તબાહ થઈ જશે. એનું ખુદનું અસ્તિત્વ ભૂંસાઈ જશે, આથી જ ‘વિશ્વવાત્સલ્યને કારણે કેટલાક મરજીવાઓએ પ્રાણીઓના અધિકારો માટે જંગ આદર્યો. પ્રાણીઓ પર માનવી દ્વારા થતા
જિલ ફિસ : નવ વર્ષના પુત્ર લુક સાથે અત્યાચાર સામે લાલબત્તી ધરી. નિર્દયતાથી થતી પ્રાણીઓની કતલને અટકાવવા મોતને મુઠ્ઠીમાં રાખીને મરજીવાઓએ મનસૂબો ઘડ્યો કે હવે આકરાં પગલાં ભરીશું, તો જ આ વેપાર અટકશે.
આ પ્રાણીપ્રેમીઓને હવે સૂત્રો કે સમજાવટમાં શ્રદ્ધા રહી નથી. તેઓ જાનના જોખમે પ્રચંડ વિરોધ કરીને પ્રાણી રક્ષા માટે નીકળ્યા, આથી તો પ્રાણીપ્રેમી દેખાવકારો વિમાની કંપનીના માલિક ક્રિસ્ટોફરને ઘેર પહોંચી ગયા અને ચોકી કરતા પોલીસને બાજુએ હટાવીને અઢી લાખ પાઉન્ડના ભવ્ય મકાનમાં રહેતા ક્રિસ્ટોફરના બંગલાનાં બારીબારણાં તોડી નાખ્યાં. એમ કરતાં ય એની સાન ઠેકાણે આવે !
વિમાન દ્વારા પ્રાણીઓની ગેરકાયદે નિકાસ પર નજર રાખવા પ્રાણી ચાહકોએ એરપોર્ટ પર પહેરો ગોઠવ્યો. છેલ્લા કેટલાક મહિનાઓથી કોવેન્ટ્રી શહેરના હવાઈ મથક પર પ્રાણીપ્રેમીઓ સતત ચાંપતી નજર નાખતા હતા. કારમી ઠંડીની પરવા કર્યા વિના પ્રાણીચાહકો સાવધ બનીને ઊભા રહેતા હતા. જિલ ફિસ ક્યારેક પોતાની માતા કે બહેનને લઈને આ ટુકડીમાં સામેલ થઈ
26 • માટીએ ઘડ્યાં માનવી
પ્રાણીપ્રેમની બલિવેદી પર • 27,