________________
મને એક ડૉલર આપો ને !
એમને એક ટેકનું ‘ભોજન' મળતું નથી. એના નસીબમાં ‘ભોજન' શબ્દ હોતો નથી. એની પાસે તો રસ્તામાં પડેલા રહ્યા-ખડ્યા રોટલી કે બ્રેડના ટુકડાઓ હોય છે. એ મેળવવા માટે પણ એને ‘યુદ્ધ' આદરવું પડે છે. મેલાંઘેલાં-ફાટેલાં કપડાંવાળાં બાળકો એના માટે ઝૂંટાઝૂંટ કરતાં હોય છે.
પૃથ્વીના ઘર પર રહેલા માનવીએ વિકાસ તો છેક ચંદ્ર ને મંગળ સુધી પહોંચવાનો કર્યો, પણ એ ગરીબની પેટની આગને હજી ઠારી શકતો નથી. બાહ્ય ભૌતિક વિકાસની સાથે એની સંવેદનાનું ગળું ટૂંપતો રહ્યો છે. યુદ્ધના અત્યાચારો હોય, આતંકવાદનો હુમલો હોય, રાજનેતાઓનું શોષણ હોય કે આવકનું કોઈ સાધન ન હોય, ત્યારે કારમી ગરીબીમાં સબડતી પ્રજાને માટે જીવવું દોહ્યલું બની જતું હોય છે.
કેવી રીતે જીવતાં હશે આ ગરીબ બાળકો ? પોતાના એક પ્રોજેક્ટના અનુસંધાનમાં વિશ્વખ્યાત ફોટોગ્રાફર રેની સી. બાયેરે આફ્રિકાના માલી દેશની સફર કરી. એનો હેતુ તો એ હતો કે આહાર સાથેના માનવીના ગાઢ સંબંધને બતાવતી તસવીરો ઝડપવી. આહાર સમયના એના ચહેરા પર જાગતા પ્રત્યેક મનોભાવોને તસવીરમાં ઝીલી લેવા ! પરંતુ જેમ જેમ એ આ તસવીરો ઝીલતી ગઈ, તેમ તેમ જગતની કઠોર-નઠોર વાસ્તવિકતા એની નજર સામે ઊભરી આવી. એણે નાનકડા માલી ગામમાં બે વર્ષનો બાળક અસહ્ય ગરમી અને ગૂંગળામણભર્યા વાતાવરણમાં લાકડાં બાળી કોલસો બનાવવામાં એની માતાને મદદરૂપ થતો જોયો.
આ દૃશ્ય જોઈ રેની સી, બાયેરના હાથ ધ્રુજવા લાગ્યા. એનું કારણ એ હતું કે તેની માતાની પાછળ રેની ગઈ, ત્યારે એણે મોટા અવાજે મુખીને બોલતો સાંભળ્યો, | ‘જુઓ, જે લોકો મજૂરી નહીં કરે એને ખાવાની છુટ્ટી નથી.’
આ બે વર્ષના બાળકને એની માતા સાથે મજૂરી એ માટે કરવી પડતી હતી કે એને કંઈક ખાવું હતું. એ બાળકનું નામ હતું મોહમદ એ, અહમદુ. મોટી મોટી તામ્રવર્ણી આંખોવાળા એ બાળકે હાથમાં થોડા ચોખાના દાણા લીધા. એ જ એનું ભોજન, એ જ એનું જીવન ! આ તસવીર ઝીલ્યા પછી રેની બાયર એટલી બધી બેચેન બની ગઈ કે
40 • માટીએ ઘડ્યાં માનવી
એ ક્ષણને એ ભૂલી શકતી નહોતી. મોટી આંખોવાળા અને મોટું મોટું ધરાવતા એ આફ્રિકન બાળકના હાથમાં રહેલા ચોખાના દાણા એના માનસચક્ષુ સમક્ષ સતત તરવરતા રહ્યા, પરંતુ એ તસવીરની સાથોસાથ મુખીનો નિષ્ફર અવાજ પણ હજી એના કાનમાં પડઘાતો હતો. આ ઘટનાએ રેની બાયરના ચિત્તમાં એવું મનોમંથન જગાવ્યું કે એક બાજુ જગતમાં કારમી ગરીબી છે અને એની સામે સંવેદનહીન લોકોની નિષ્ફરતા છે.
હવે એને રમણીય પ્રાકૃતિક દૃશ્યોની છબી પાડવામાં કોઈ ચેન કે સુકુન મળતું નહોતું. કોઈ વૈભવી સમારંભો, ભવ્ય સરઘસો કે વૈભવી કે વિશિષ્ટ પ્રદર્શનો જોઈને જાણે એનો કૅમેરો જ મુખ ફેરવી લેતો હતો ! એના હૃદયમાંથી પોકાર જાગ્યો, કે આ તો કેવી બાળમજૂરી, જ્યાં બાળકને જન્મથી જ ક્ષણેક્ષણ કારમી યાતના ભોગવવી પડે છે ? ગરીબાઈની આ કેદમાંથી મોત સિવાય ક્યારેય મુક્તિ નહીં.
માત્ર બે વર્ષની વયે જ થોડાક ચોખાના દાણાને માટે કારમાં તાપમાં કેવું ઝઝૂમવું પડે છે ! જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હોય એવી જગાએ કામ કરવું
‘કાઈક દિવસ” • 41,