________________ બતાવી અને પછી અચાનકે જ ધરતીનો સ્પર્શ થયો. કેવો રોમાંચકારી સ્પર્શ! સોનિયા ઘૂંટણ પર પડી ગઈ અને એના કુટુંબીજનો ચારે બાજુ વીંટળાઈ વળ્યાં અને પૂછવા લાગ્યા કે એ સ્વસ્થ તો છે ને ? હકીકતમાં પેરાશૂટથી કરેલો એનો હવાઈ કૂદકો એ સંપૂર્ણ ઉતરાણ હતું. એણે સાબિત કરી આપ્યું કે આકાશી કૂદકા માટે એ પૂરી શક્તિમાન હતી. એના પિતા આવીને સોનિયાને વળગી પડ્યા. આનું કારણ એ હતું કે એના આકાશી કૂદકા અંગે સૌથી વધુ વિરોધ વહાલસોયા પિતાએ કર્યો હતો. એમને ભય હતો કે પોતાની આ પુત્રીને કોઈ ગંભીર ઈજા થશે, તો કોણ એને જાળવશે ? એમણે સોનિયાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં અને કહ્યું કે તેની આવી સિદ્ધિ માટે તેઓ ગર્વ અનુભવે છે. ચુમ્માલીસ વર્ષની સોનિયાનું સ્વપ્ન સિદ્ધ થયું. વળી સાહસભર્યા આ આકાશી કૂદકા દ્વારા સોનિયા અને તેમના મિત્રોએ દાન રૂપે જે રકમ મેળવી હતી, તે સ્કોટલૅન્ડના ફાઈલમાં આવેલા એલ્વિન હાઉસ માટે આપવામાં આવ્યા, ઓ એલ્વિન હાઉસ તે અંધ વ્યક્તિઓ માટે નિર્માણ પામતું વસવાટનું એક કેન્દ્ર હતું. એ પછી સોનિયાએ બીજાં કેટલાંય સ્વપ્ન સેવ્યાં. એણે મંચ પર બધી જ ઉંમરનાં અંધજનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું. એમાંથી જે ૨કમ મળતી તે અંધજનોના કલ્યાણ કાર્યને માટે આપી દેતી. સોનિયાના આકાશી કૂદકા અંગે એની સોળ વર્ષની પુત્રી બેવર્લીએ કહ્યું, * એક વખત મમ્મી જે નક્કી કરે છે, તેને કોઈ અવરોધ નડતો નથી. અમારા વિરોધ છતાં એણે હવાઈ છત્રી સાથે કૂદવાનો નિર્ણય કર્યો અને અમે જોયું કે એ પછી એ અત્યંત પ્રસન્ન હતી.' એ પણ હકીકત છે કે આ હવાઈ કૂદકાથી સોનિયાને એની જિંદગીમાં નવો વેગ અને નવો ઉત્સાહ મળ્યાં અને સાથોસાથ એવી શ્રદ્ધા પણ જાગી કે જો હું પ્રયત્ન કરું તો મારા અંધત્વને ઓળંગીને મોટા ભાગનું કામ કરી શકું તેમ છું. 152 * માટીએ ઘડચાં માનવી