________________
બાંધો મજબૂત બને તે માટે ધ્યાન આપવા લાગ્યા, અખાડામાં જઈને કુસ્તી ખેલવાની તેઓ સ્વયં પ્રેરણા આપવા લાગ્યા.
ચંદગી રામને તો જે જોઈતું હતું, એ સામે ચાલીને મળ્યું. ચંદગી રામના કાકા સદારામ તો પોતાના જમાનામાં એક વિખ્યાત પહેલવાન તરીકે મોટી નામના ધરાવતા હતા. જ્યારે જુઓ ત્યારે એમના કપાળે અખાડાની લાલ માટી લાગેલી જ હોય. ચંદગી રામ કાકા પાસેથી કુસ્તીના દાવપેચની બરાબર તાલીમ લેવા માંડ્યો. એના કાકા સદારામે મૃત્યુ પથારીએથી માંડૂરામને ચંદગીની બરાબર સંભાળ લેવા જણાવ્યું અને કહેતા ગયા કે આને બે મણ ઘી આપજો. પહેલવાનીમાં એ ખાનદાનનું નામ રોશન કરશે.
ચંદગી રામનો જન્મ ૧૯૩૭ની નવમી નવેમ્બરે હરિયાણાના એક ગરીબ જાટ પરિવારમાં થયો હતો. પહેલવાનીમાં જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ પૈસાની જરૂર પડવા માંડી. અઢાર વર્ષના ચંદગી રામે મુઢાલ નામના ગામની એક સરકારી નિશાળમાં ચિત્રશિક્ષકની નોકરી સ્વીકારી.
સવારે કુસ્તીના દાવ ખેલે, બપોરે બાળકોને શીખવે. નિશાળની રમતગમતની પ્રવૃત્તિ પણ ચંદગી રામ જ ચલાવે, ખૂબી તો એ થઈ કે ચંદગી રામને પહેલવાન તરીકે નહીં, પણ શિક્ષક તરીકે સહુ ઓળખવા લાગ્યા. એ માસ્તર ચંદગી રામ' તરીકે જાણીતા થયા. નિશાળનું એ બિરુદ અખાડામાં પણ જાણીતું થઈ ગયું. શિક્ષક તરીકે મળતા પગારમાંથી પહેલવાનીનું કામ ચાલવા માંડ્યું.
ઓગણીસ વર્ષનો અંદગી રામ પહેલી કુસ્તી પોતાના જ ગામમાં કુસ્તીબાજ હરિસિંહ સામે લડ્યો. મેળાનો દિવસ આવે ત્યારે ગામના કુસ્તીબાજો પોતાની તાકાત બતાવે. આ કુસ્તીમાં બંને સરખા ઊતર્યા, કોઈનીય હાર થઈ નહીં.
ચંદગી રામ પગ વાળીને બેસી રહેનારો કુસ્તીબાજ ન હતો. એ વિચારમાં પડ્યો કે પોતાની જીત કેમ ન થાય ? એને થયું કે હજી પોતે પહેલવાનીમાં પૂરેપૂરો ઉત્તીર્ણ થયો નથી. આ માટે હજી વધારે સાધનાની જરૂર છે. સાધના કરવા માટે શિક્ષકની જરૂર. ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે ? ચંદગી રામ ગુરુની શોધમાં નીકળ્યો. આખરે એકવીસ વર્ષના ચંદગી રામને ૧૯૫ના ડિસેમ્બર મહિનામાં ગુરુ મળી ગયા.
| 64 • માટીએ ઘડ્યાં માનવી
હરીફ કુસ્તીબાજને ચીત કરવા દાવ અજમાવતા ચંદગી રામ
જમના નદીના કુદસિયા ઘાટ પર ચિરંજી ગુરુનો અખાડો ચાલે. ચંદગીના કાકા સદારામને પણ એમણે જ કુસ્તી શીખવી હતી. ચંદગી રામ તો ગુરુના ચરણમાં પડ્યો અને કહ્યું, “ગુરુદેવ ! ભલે પાતળો હોઉં, પણ પહેલવાન થવા માગું છું. આપ કહેશો તેટલી મહેનત કરીશ. કહેશો તેટલું કામ કરીશ, પણ મને આપનો શિષ્ય બનાવો.” - ચિરંજી ગુરુ ચંદગી રામની લગની જોઈ ખુશ થયા. કુસ્તીવિદ્યાનો એમને વિશાળ અનુભવ હતો. તેઓ પોતાના શિષ્યને અવનવા દાવપેચ શીખવવા લાગ્યા. આ પછી તો ચંદગી રામ ઈરાનના ઉસ્તાદ કુસ્તીબાજ પાસેથી નેલ્સન નામનો દાવ શીખ્યો. ૧૯૬૦માં બાવીસ વર્ષના અંદગી રામે મોટી મોટી કુસ્તીઓમાં નામના મેળવવા માંડી. આ વર્ષે તે લાઇટ-વેઇટની સ્પર્ધામાં રાષ્ટ્રીય વિજેતા બન્યો.
૧૯૬રમાં પાતળા ચંદગી રામે ‘હિંદ કેસરી'ની સ્પર્ધામાં ઝુકાવ્યું. ‘હિંદ કેસરી'ની સ્પર્ધામાં જે વિજય પામે, એ સમગ્ર દેશનો શ્રેષ્ઠ પહેલવાન ગણાય. આમાં પાતળા ચંદગી રામને મહાકાય શરીરવાળા પહેલવાનોનો સામનો કરવાનો આવ્યો. એની પાતળી કાયા જોઈને સહુ વિચારે કે આ પાતળો પહેલવાન વળી શું કરી શકશે? ગજરાજ જેવી કાયા ધરાવતા પહેલવાનોમાં આવો પાતળો માનવી વળી ક્યાંથી આવી ચડ્યો ?
ભારતકેસરી • 65