________________
પડખામાં મોત અને જીવન
માટેનો જંગ !
દક્ષિણ અમેરિકાના ભૂમિખંડમાં છેક દક્ષિણ છેડે આવેલા પેસિફિક મહાસાગરથી ઘેરાયેલા ચિલી દેશમાં સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પી.યુ.સી ની બોલબાલા છે.
પી.યુ.સી.નું આખું નામ છે પોન્ટીફીસીઆ યુનિવર્સિડાડે કેટોલિકા ડી. ચિલી'. આ યુનિવર્સિટીમાં મેડિકલ વિદ્યાશાખામાં ડેનિયેલા ગ્રાસિયાએ પ્રવેશ મેળવ્યો. એક તો આ યુનિવર્સિટીમાં ચિલીની મેડિકલ સ્કૂલોમાં સૌથી વધુ કપરી પ્રવેશપરીક્ષા લેવાતી હતી. એમાં સફળ થઈને ડેનિયેલાએ પ્રવેશ મેળવ્યો, ત્યારે એના આનંદનો પાર ના રહ્યો.
એના આનંદનું બીજું કારણ એ હતું કે ડેનિયેલા ગ્રાસિયાના પિતા ક્રિસ્ટિઅન ગ્રાસિયા પી.યુ.સી.ની મેડિકલ વિદ્યાશાખામાં પ્રાધ્યાપક હતા અને ડેનિયલાની માતા લિયોનર પાલોમોર જાણીતી દંતચિકિત્સક હતી.
પોતાનાં ત્રણ સંતાનો ઉત્સાહભર્યો, તંદુરસ્તીયુક્ત અને બુદ્ધિશાળી બને, તે માટે એણે ડેન્ટિસ્ટની કામગીરી પણ થોડો સમય છોડી દીધી. આવા વિદ્યાવ્યાસંગી, તેજસ્વી કૌટુંબિક વાતાવરણમાં ઊછરેલી ડેનિયલાને બાયોલૉજીમાં ઊંડો રસ હતો અને એમાં એ ઉજ્જવળ કારકિર્દી ધરાવતી. એણે વિખ્યાત મેડિકલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.
ચિલીમાં મેડિકલ ડિગ્રી મેળવવા માટે સાત વર્ષ અભ્યાસ કરવાનો હોય અને અને એ પછી બીજાં ત્રણ વર્ષ ખાસ તાલીમ લેવી પડે. આમ દસ વર્ષની લાંબી અભ્યાસયાત્રાનો ડેનિયેલાએ ઉમંગભેર પ્રારંભ કર્યો.
- ૨૦૦૨ના ઑક્ટોબરના આખરી સપ્તાહમાં ડેનિયેલા ચોથા વર્ષના અભ્યાસને અંતે આવી ચૂકી હતી. ચિલીની તમામ મંડિકલ સ્કૂલોના વિદ્યાર્થીઓ વચ્ચે આંતરસ્કૂલ ખેલ-કૂદ સ્પર્ધા યોજાતી હતી. એમાં દર વર્ષે યોજાતી આ સ્પર્ધામાં જે મેડિકલ સ્કૂલ સૌથી વધુ ટ્રાંફી મેળવતી, એનો માન-મરબતો વધી જતો. એના નામને ચાર ચાંદ લાગી જતા. વિજેતા ટીમના ખેલાડીઓના મેદાન પર અને મેડિકલ સ્કૂલમાં તાલીઓના ગડગડાટ વચ્ચે સન્માનો યોજાતાં. ચાર દિવસ ચાલતી આ સ્પર્ધામાં પંદરસો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેતાં અને એમાં વૉલિબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, ફૂટબૉલ અને સ્વિમિંગ સ્પર્ધાઓ યોજાતી.
૨૦૦રની એ સ્પર્ધા બે લાખ અને સાઈઠ હજારની વસ્તી ધરાવતા ચિલીના તેનિકો શહેરમાં યોજાવાની હતી. ચિલીની રાજધાની સાત્તિઓગો શહેરથી છસ્સો ને સિત્તેર કિલોમીટર દક્ષિણે આવેલું એ શહેર હતું.
આ સ્પર્ધામાં ભાગ લેવો કે નહીં તે વિશે ડેનિયલાના મનમાં ઘણી દ્વિધા હતી. એક તો સામે ડર્મેટોલૉજી (ત્વચારોગવિજ્ઞાન)ની પરીક્ષા આવી રહી હતી. એમાં વળી એની પ્રિય સખી આ સ્પર્ધામાં ભાગ નહીં લેવાનું નક્કી કરી ચૂકી હતી. સાત્તિઆગોથી તેનિકોની દક્ષિણ દિશાની સફર પણ ઘણી મોંઘી હતી. રાતની ટ્રેનમાં નવેક કલાક લાગી જતા, આમ તો ડેનિયેલા દેઢ અને સાહસિક સ્વભાવની હતી. બાઇક ચલાવવાની અને ખેલકુદની શોખીન હતી. પોતાનું ધાર્યું કરવામાં માનનારી હતી, પરંતુ કોણ જાણે કેમ, પણ આ સ્પર્ધામાં ભાગ લેવા જવું કે નહીં, એ વિશે એના મનમાં મોટી મથામણ ચાલતી હતી.
ડેનિયેલા ગ્રાસિયા
પડખામાં મોત અને જીવન માટેનો જંગ • 101