________________
સંઘર્ષ ખેલે છે. એ ભાડાના ઘરમાં રહે છે અને હવે એ બિલ્ડરની ધમકીનો
સામનો કરે છે, કારણ એટલું કે ૨૦૦૮માં એક બિલ્ડરે આ વિસ્તાર ખરીદી
લીધો છે અને હવે એ વિસ્તારનાં બધાં ઘરો તોડી પાડીને ઇમારત ઊભી કરવા માગે છે. વિધવા ફાના પાસે એની આવતીકાલ કેટલી કરુણ હશે એ વિચારવાનો સમય નથી, કારણ કે એને આ અપંગ અવસ્થામાં પણ સતત કામ કરવું પડે છે.
એંસી વર્ષની બોલિવિયન વૃદ્ધા જેકોબા કોકિટા સવારે સાડા સાત વાગે ખેતરમાં જઈને ગોધૂલિ વેળા સુધી ખેતરમાં પડેલા જવના દાણા કે લીલા વટાણા વીણે છે, બુઢાપો એના પર સવાર થઈ ગયો છે, માંડ માંડ એક એક ડગલું ભરી શકે છે અને સાવ ઝાંખી આંખે ખેતરમાં વટાણા શોધે છે. એની પાસે પોતાની એક ગાય અને ગધેડો છે, પરંતુ એને શું ખવડાવી શકે? આથી એ પ્રાણીઓને રઝળતાં મૂકી દે છે. આવી સ્થિતિમાં હમણાં દુષ્કાળે દેખા દીધી છે. ઓછો વરસાદ પડતાં વટાણાના ઉત્પાદન પર તે ઊગે તે પહેલાં જ ઘાતક
અસર થઈ છે, આથી આ એંસી વર્ષની વૃદ્ધાને માટે ખેતરમાંથી અનાજના દાણા વીણીને નજીકના શહેરમાં જઈને વેચવા સિવાય બીજો કોઈ આરો કે ઓવારો નથી.
શાળાએ જવાના જે દિવસો હોય, ત્યારે પેટનો ખાડો પૂરવા બાળકોને મજૂરી કરવી પડે છે. બાળમજૂરી સામે દુનિયાભરમાં અવાજો જાગે છે. હકીકતમાં તો ગરીબી સામે અવાજ ઊઠવો જોઈએ, કારણ કે બાળમજૂરી એ બાળકની લાચારી હોય છે. કેટલાય દેશોમાં નાનકડા છોકરાઓ ઢોર ચરાવવા જાય છે, તો કેટલાય દેશોમાં માતાપિતાને એવી આકરી મજૂરી કરવી પડે છે કે સંતાનને નિશાળે મોકલવાની કલ્પના થઈ શકતી નથી. એમને નાનાં ભાઈબહેનને સાચવવાનાં હોય છે.
રેની બાયરે દુનિયાના ચાર ખંડોના દસેક જેટલા દેશોની સફર કરી. એનો હેતુ તો એવો હતો કે રોજના એક ડૉલર કરતાં પણ ઓછી આવક સાથે ગુજરાન ચલાવતાં લોકોની તસવીરો લઈને આ દુનિયા પરની ગરીબાઈનો વાસ્તવિક ખ્યાલ પેશ કરવો. એક અર્થમાં કહીએ તો દુનિયાના સૌથી ગરીબ લોકોના સંઘર્ષને કૅમેરાની આંખે નિહાળીને દસ્તાવેજ રૂપે જગત સમક્ષ પ્રસ્તુત 48 • માટીએ ઘડવાં માનવી
કરવો. એણે જિંદગીને બદલી નાખે તેવી મુસાફરીના નિચોડ રૂપે બસો ને પંદર તસવીરોનું ‘લિવિંગ ઑન અ ડૉલર અ ડે : ધી લાઇવ્ઝ ઑફ ધી વર્ડ્ઝ પૂઅર’ પુસ્તક તૈયાર કર્યું. આમાં એક ડૉલરની કમાણી પર નભતાં કુટુંબોની કરુણ કથા આલેખી. ક્યાંક છ-છ વ્યક્તિનું કુટુંબ હોય અને કુટુંબની કમાણી માત્ર એક ડૉલર હોય. આવા લોકોના રોજિંદા જીવનની ક્ષણોને એણે કૅમેરામાં કંડારી દીધી અને એણે કલ્પના પણ કરી ન હોય એવી પરિસ્થિતિ જોવા મળી અને અનુભૂતિ થવા લાગી.
ન
આ તસવીરોમાં વેદના, ભૂખ, લાચારી, નિસહાયતા અને કુદરતની ક્રૂર
મજાક જોવા મળે છે. આ જગત પર એક અબજ ને એંસી લાખ લોકો કારમી ગરીબીમાં જીવે છે, પણ જેઓ સમૃદ્ધ છે એવા બહુ ઓછા લોકોએ આ ગરીબોની આંખમાં આવેલાં આંસુ જોયાં છે. એમને મદદ કરીને લૂછવાની વાત તો બાજુએ રહી !
રૈની સી. બાયરની આ વૈશ્વિક પ્રવાસયાત્રામાં એણે ભારતની ગરીબીને પણ તસવીરોમાં ઉજાગર કરી છે. ભવ્ય ઉત્સવો, મહોત્સવો અને પ્રચંડ આયોજનોના આ દેશમાં રહેલી ગરીબીનું રેની બાયરે જે આલેખન કર્યું છે તે હકીકત જોઈને આપણું માથું શરમથી ઝૂકી જાય છે. ભારતના ધર્મશાલામાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં ઘરમાં માત્ર બે જ સભ્ય રહે છે. એક છે પાંચ વર્ષની રુદ્રા અને બીજી છે ત્રણ વર્ષની સુહાની. એમને ન કોઈ આશરો છે કે ન કોઈ આધાર છે.
ઉત્તર ભારતના એક ગામમાં ઝૂંપડામાં વસતી વીસ વર્ષની કલ્પનાને બે પુત્રીઓ છે. એક છે બે વર્ષની સંગીતા અને બીજી છે પાંચ મહિનાની સરિતા. બે વર્ષની સંગીતાને એની માતા ભૂખી રાખે છે. નવ પાઉંડનું વજન ધરાવતી આ સંગીતાના હાડપિંજર જેવા શરીરને જોઈને વધુ ભીખ મળે તેથી ખાવા આપતી નથી. તો જ કલ્પના એના પાંચ મહિનાના બાળકની સંભાળ લઈ શકે.
દિલ્હીના એ ઝૂંપડપટ્ટીના વિસ્તારના કચરાઓના ઢગલાની બાજુમાં ભયંકર દુર્ગંધ ધરાવતા મળ-મૂત્રના ઉકરડાને ફંફોસતો એક બાળક જોયો. એના હાથ ખુલ્લા હતા. એના હાથ પર કોઈ રક્ષણાત્મક મોજું કે બીજું કશું પહેર્યું નહોતું. એનાં વસ્ત્રો મેલાં અને ફાટેલાં હતાં. આ ઉકરડામાંથી કશુંક ‘કોઈક દિવસ’ • 49