________________
જ ઇચ્છા છે, મારી દીકરી સાતાને નિશાળે મોકલીને ભણાવી શકું તો બસ !
હાલ તો એના નસીબમાં પોતાના ગંદા ઘરના લાકડાના ક્લોરના બારણે કોકડું વળીને બેસી રહેવાનું લખાયેલું છે. પ્રકૃતિ જેના પર અનરાધાર વરસી છે એવા આફ્રિકાના દેશોનું પહેલા ગોરા લોકોએ શોષણ કર્યું, એ પછી એમને આઝાદી મળી પણ એ આઝાદી મુક્તિ નહોતી. એ જ આફ્રિકનો સરમુખત્યાર બન્યા અને લોકોનાં હાડચામ ચૂસી લેવા લાગ્યા.
ઘાનામાં ઘણાં કુટુંબો એવાં છે કે જ્યાં એક સામાન્ય ઝૂંપડીમાં વીસ-વીસ માણસોનું કુટુંબ વસતું હોય ! એ ખીચોખીચ માનવોથી ભરેલી ઝૂંપડીમાં પાણીની કોઈ વ્યવસ્થા હોતી નથી. બાથરૂમની તો કલ્પના પણ ક્યાંથી થાય? આવાં ગંદકીના ગંજ ધરાવતાં રહેઠાણોમાં વસવાટ કરવો એટલે નરકથી પણ બદતર જુગાએ જીવવું !
પચીસ વર્ષની જેસ્ટિના કોકોને કોઈકના ઘરે ટૂંટિયું વાળીને રહેવું પડે છે. કોઈકના ઘરની ગલીમાં એની બાળકી સાથે તેને સૂવા મળે, તો થોડીઘણી ઊંઘ નસીબ થાય છે. જેસ્ટિનાના દિલમાં સતત એવી આશા છે કે કોઈક દિવસ એને નાનકડી ખોલી મળશે ! કોઈક દિવસ એમાં એ પોતાની દીકરી સાથે એમાં રહી શકશે ! કોઈક દિવસ એ એની દીકરીને નિશાળે મોકલી શકશે !
આ ‘કોઈક દિવસ' ક્યારે આવશે એનો જેસ્ટિના કોકોને કોઈ અંદાજ નથી. આજે તો માત્ર એને દરબદર ભટકતા રહેવું પડે છે. પડોશીઓની મહેરબાની પર જીવવું પડે છે. જો કોઈ દયા લાવીને એને ઘરના ખૂણે સૂવાની રજા આપે, તો એને સૂવા મળે છે. કારમી ગરીબીમાં અને મોતથી બદતર. હાલતમાં જીવતી જેસ્ટિના હજી જિંદગીથી હારી નથી. છેક ત્રણ વર્ષની હતી ત્યારે એ વિકલાંગ બની. કારમી ગરીબી, ભૂખનું દુ:ખ, રહેવાનું કોઈ ઘર નહીં અને ચાલી શકે એવા પગ નહીં ! માત્ર પગ જ પાંગળા થયા નહોતા, કે એની જિંદગી પાંગળી થઈ ગઈ હતી.
આજે એ ભીખ માગીને પોતાનો ગુજારો કરે છે. વરસાદ હોય, ત્યારે એને બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે. ઉઘાડવાળા દિવસે એને સખત મહેનત કરવી પડે છે. એ આજુબાજુથી કપડાં એકઠાં કરે છે અને પછી ધોવા બેસે છે. એને કામ કરીને જીવવાની ભારે તમન્ના છે, પાંચ વર્ષની પુત્રી એની
46 • માટીએ ઘડ્યાં માનવી
જસ્ટિના કોકો અને એની પુત્રી આંખની કીકી છે અને એને માટે એ ગમે તેવો સંઘર્ષ ખેડવા તૈયાર છે.
ક્યારેક એમ પણ થાય કે અમેરિકા જેવા સમૃદ્ધ દેશની જેલમાં રહેતા ગુનેગારોને આ ગરીબો કરતાં વધારે સવલત અને અધિકારો છે ! ગુનેગારોને સૂવા માટે પૂરતી જ ગા મળે છે, પલંગ પર પથારી મળે છે અને દિવસમાં ત્રણ ટંક ભોજન મળે છે. જેસ્ટિના કોકો અને સાતાની કમનસીબી એ કે એ એવા દેશમાં જન્મ્યા કે જે દેશ અવિરત આંતરવિગ્રહ, કારમો દુષ્કાળ, અણધારી કુદરતી આફતો અને સૌથી વધુ તો શોષણખોર જુલ્મી સરમુખત્યારોથી ઘેરાયેલો છે.
જિંદગીમાં ગરીબીની આફત હોય, પણ એ આફતની સાથે બીજી ઘણી આફત આવતી હોય છે. અગિયાર વ્યક્તિના પરિવારનું ભરણપોષણ કરતી ફાના કમબોડિયા અને થાઇલૅન્ડની સરહદે આવેલી એક ખાણમાં કામ કરતી હતી. ૧૯૮૮માં એ ખાણમાં અણધારી રીતે એક સુરંગ ફાટી અને ફાના સુરંગની લપેટમાં આવી ગઈ. એમાં એને એનો એક પગ ગુમાવવો પડ્યો. આજે સાઈઠ વર્ષની વિધવા ફાના અગિયાર લોકોના પરિવારની મોભી છે. પરિવારજનોને થોડા બ્રેડના ટુકડા મળે એને માટે જીવનમાં મહાભારતીય
‘કોઈક દિવસ’ * 47