________________
રાખી, ‘કંપ” એના દમામદાર વ્યક્તિત્વનો એક અંશ બની રહી.
| પહેલી વાર એણે બેઝબોલ કૅપ પહેરી ત્યારે કોઈકે મજાક પણ કરી હતી, બેરનાડેટ આવી મજાક સહન કરવા જેટલી દઢ સંકલ્પ હતી, પણ કોઈ એના તરફ દયામણી દૃષ્ટિએ જુએ તે માટે સહેજે તૈયાર નહોતી.
દરેક પરિસ્થિતિમાં હસતા રહો.” એ બેરનાડટનો સિદ્ધાંત હતો. હકીકતમાં બેરનાડેટને જોઈને બીજા લોકો સાહસ અને હિંમત અનુભવવા લાગ્યા.
કેન્સરની બીમારીને કારણે બેરનાડેટે વિચાર કર્યો કે એ હવે વધુ ઉત્સાહ અને જોશભેર જીવવા ચાહે છે. એના જીવનની એક તમન્ના એ હતી કે અપૂર્ણ રહેલો કૉલેજનો અભ્યાસ પૂરો કરવો. આ અભ્યાસ માટે બેરનાડે! વધુ અભ્યાસ માટે મળતી લોન લીધી. કૉલેજમાં ફુલટાઇમ વિદ્યાર્થી તરીકે ભણવા લાગી. સાથોસાથ ફુલટાઇમ કામ પણ કરવા લાગી. ચૌદ મહિનાના અભ્યાસ દરમિયાન એને માત્ર એક જ વર્ગ છોડવો પડ્યો ! બેરનાડેટ સ્નાતક બની, એના જીવનની એક મહેચ્છા આસાનીથી પરિપૂર્ણ થઈ. એ પછી આઠેક મહિનાનો આરામ લઈને એણે અનુસ્નાતકની પદવી માટે અભ્યાસ શરૂ કર્યો.
એ કેન્સરની સામે લડતી હતી એ એના લડાયક ખમીરે જ સાબિત કરી બતાવ્યું કે એ ધારે તે કરી શકે તેમ છે. એ પછી ચારેક વર્ષ સુધી બેરનાડે. કાઉન્સેલર તરીકે સ્વયંસેવા આપી. બેરનાડેટ પાસે કેન્સરની બીમારીમાંથી મળેલી શક્તિ હતી. જે ઓ કૅન્સરની બીમારીની ટ્રીટમેન્ટનો પ્રારંભ કરતા હતા એમને બૈરનાડેટ પોતાની એ શક્તિનો લાભ આપવા લાગી. ત્રણેક વર્ષ સુધી બેરનાડેટે કૅન્સરના રોગના સલાહકાર તરીકે સેવાઓ આપી. એક દિવસ બેરનાડેટને એના જેવી જ બીમારી ધરાવતી વ્યક્તિને સલાહ આપવામાં આવ્યું અને એ વ્યક્તિ તે બીજી કોઈ નહીં, કિંતુ જેકલિન કેનેડી નાસીસ હતી.
શ્રીમતી નાસીસનો કઈ રીતે સંપર્ક સાધવો તેની વિગતવાર માહિતી આપવામાં આવી. આ પરિસ્થિતિએ બેરનાડેટને સમજાયું કે આ જગતમાં સહુ કોઈ સરખાં છે. આ વ્યાપક વિશ્વમાં ગમે તેવી અમીર કે સામાન્ય વ્યક્તિમાં પણ ઈશ્વરે જિજીવિષા મૂકેલી છે.
નૅશનલ કૅન્સર સર્વાઇવર્સ ડે"ની ઉજવણીમાં બેરનાઝેટે ભાગ લીધો. એના કૅન્સરના દર્દને સાડાચાર વર્ષ પૂર્ણ થયાં હતાં. એણે પોતાના કેન્સર વિશેના અનુભવોની અન્ય સહુ સાથે વહેંચણી કરી.
બેરનાઝેટે અનુભવ્યું કે સૌથી મહત્ત્વની બાબત એ છે કે કેન્સરને પડકાર માનનારા જુદી રીતે જીવે છે અને કેન્સરને અભિશાપ માનનારા એને જુદી રીતે જુએ છે. આમ સૌથી મહત્ત્વનો ભેદ તમે કેન્સરના શિકાર છો કે તમે કૅન્સરના વિજેતા છો તે છે.
આજે બેરનાડેટ વિચારે છે કે આકરા શિક્ષક કેન્સરે એમને જીવનમાં કેટલું બધું શીખવ્યું !
તેઓ શીખ્યાં કે સારવારની સમજદારીથી પસંદગી કરો, કપરા નિર્ણય લેતાં અચકાશો નહીં. બધે જ વિધાયક વલણ રાખીને શુભ જોવું. દરેક પરિસ્થિતિમાં હસતા રહો. જોશ અને ઉત્સાહથી જીવો અને માનો કે આપણે બધા જ એક છીએ. એમ માનો નહીં કે “ઈશ્વર ક્યાંય નથી”, પણ એમ વિચારો કે “ઈશ્વર અહીં જ છે”.
146 * માટીએ ઘડ્યાં માનવી
કેન્સરનો શિકાર કે કેન્સરના વિજેતા ? * 147