________________
શોખીનોને અટકાવવા જતાં બે યુવાનિયાઓએ પ્રાણ ગુમાવ્યા હતા, પરંતુ જેને સહુ ‘સોહામણી વહાલસોયી માતા’ કહેતા હતા એવી મધ્યમ વર્ગની જિલ ફિસની કુરબાનીએ એક જુદી જ હવા સર્જી. બ્રિટનની પાર્લામેન્ટમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. સહુની નજ૨ જિલના જીવન પર ગઈ.
- પોસ્ટમૅનની આ પુત્રી અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતી અને એ આસાનીથી યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે ગઈ હોત. પણ એને નૌકાદળના કેડેટ બનવાની ઇચ્છા હતી. પરિણામે એણે અભ્યાસ છોડ્યો. સમય જતાં એના પિતા બોબ ફિસનની જેમ પોસ્ટ-ખાતાની કામગીરી સ્વીકારી, પરંતુ બાળપણથી જ જિલને પ્રાણીઓ તરફ અપાર મમતા હતી. શેરીમાંથી ગલૂડિયાંઓને લાવીને એ જાળવતી હતી. જિલની માતા નેન્સી પણ એક સમયે પ્રાણીઓને મારીને એની રુવાંટીનો ઉપયોગ કરનાર ફર-ઉદ્યોગ સામે મેદાને પડી હતી.
એની માતા નેન્સી ફરની નિકાસ કરતાં ખેતરો સામે વિરોધનો મોરચો લઈને જતી, ત્યારે નાનકડી જિલને પણ સાથે લઈ જતી હતી. કોવેન્ટ્રીમાં આવું ‘ફર-ફાર્મ’ અને ‘ફર-શોપ’ બંને આ મોરચાની જેહાદને પરિણામે બંધ થયાં. જિલની માતા નેન્સી શાકાહારી બની અને સાથોસાથ એના આખા કુટુંબને શાકાહારી બનાવ્યું.
એ પછી પ્રાણીઓ પર ગુપ્ત રીતે ટેસ્ટ કરતી ફૅક્ટરીઓમાં છાપો લગાવતી ટુકડીમાં જિલ સામેલ થઈ અને મૂંગાં પ્રાણીઓ માટેની એની જેહાદ વધુ પ્રબળ બની.
| જિલની અંતિમ ક્રિયા માત્ર કુટુંબનાં સભ્યો પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી હતી, તેમ છતાં કોવેન્ટ્રીના એ કેથેડ્રલમાં એક હજાર જેટલાં શોકગ્રસ્ત લોકો એકત્રિત થયાં હતાં. આ સમયે ‘સબ હ્યુમન્સ’ દ્વારા જિલ ફિસનું પ્રિય ગીત વાગતું હતું, જેની આરંભની પંક્તિઓ હતી, ‘ચાલો, અભય બનીને જીવન જીવીએ” એની છેલ્લી પંક્તિ એ હતી કે ‘આપણે કરમાઈએ, તે પહેલાં આપણી વાત કહેતાં જઈએ.’
આ સમયે વિખ્યાત ફ્રેંચ અભિનેત્રી અને પ્રાણીહક્કો માટે જેહાદ ચલાવનારી બ્રિટિ બાર્ડે પણ શોકાતુરોમાં સામેલ થઈ હતી અને એણે કહ્યું,
‘હું જિલ ફિસને શ્રદ્ધાંજલિ આપવા આવી છું. એ અદ્દભુત છોકરી હતી અને હકીકતમાં માનવીના જીવન જેટલું જ પ્રાણીઓનું જીવન મહત્ત્વનું છે.'
ઇંગ્લેન્ડમાંથી ફિપ્સને શ્રદ્ધાંજલિ આપવા સહુ આવ્યાં હતાં અને વાઘ, માનવી, નાનાં પ્રાણીઓની વચ્ચે ઈસુની છબી ધરાવતી મહાન ટેપેસ્ટ્રી નીચે જિલની અંતિમ યાત્રા યોજાઈ. એના સાથીદાર જસ્ટિન ટિમ્સને કહ્યું કે જિલ જેવી નિઃસ્વાર્થ વ્યક્તિ એણે જગતમાં જોઈ નથી. એ પૃથ્વી, સૂર્ય અને ધરતી પરનાં તમામ પ્રાણીઓને ચાહતી હતી અને એની સંભાળ માટે પોતાને જવાબદાર માનતી હતી.
અંતિમવિધિમાં બ્રિટનના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એલન ક્લાર્ક પણ હાજર રહ્યા હતા અને જિ લ ફિસના સાથીઓએ જિલ ફિસને ભાવભીની વિદાય આપી.
વાછરડાંનું ચિત્ર ધરાવતા પુષ્પગુચ્છથી એને અંજલિ આપી. એક યુગલ પ્રાણી જગતની સહાનુભૂતિ પ્રગટ કરવા માટે પોતાના બે શ્વાનોને લઈને આવ્યું. એ દિવસે પ્રાણીઓથી ભરેલી કોઈ ટ્રક દોડી નહીં, કારણ કે કોવેન્ટ્રી જતાં વિમાનો રદ કરવામાં આવ્યાં હતાં.
બ્રિટનના અખબારોએ પ્રાણીમુક્તિ માટે શહાદત વહોરનારી જિલ ફિસની અંતિમ યાત્રાને પહેલે પાને સચિત્ર રીતે ચમકાવી દઈને બ્રિટનમાં જાગેલી શાકાહાર અને પ્રાણી અધિકારની જેહાદનો માર્મિક અને સચોટ સંકેત આપ્યો !
30 • માટીએ ઘડ્યાં માનવી
પ્રાણીપ્રેમની બલિવેદી પર • 31