________________
પહેલું ક્લિનિક
| ‘હે ડૉક્ટરો ! ધરતી ધ્રુજી ઊઠે એવી તમારી જલ્લાદગીરી કોઈ પણ સંજોગોમાં બંધ થવી જ જોઈએ.'
વિયેનાના ડૉ. ઇગ્નાઝ સેમલ્વિસનાં આ આક્રોશભર્યા વાક્યોએ સમગ્ર યુરોપના ડૉક્ટરોમાં હાહાકાર મચાવી દીધો, પણ આવાં જલદ વિધાનોને કારણે સહુ કોઈનું ધ્યાન આ
ભેજાબાજ ડૉક્ટર તરફ ખેચાયું. 13
એ જમાનામાં સમગ્ર યુરોપમાં અશક્ત અને અવૈધ બાળકો માટે પ્રસૂતિગૃહો રચવાની ઝુંબેશ ચાલતી હતી. અભાવગ્રસ્ત ગરીબ મહિલાની અથવા તો રૂપજીવિની સ્ત્રીઓનાં બાળકોને પ્રસૂતિ કરાવવાનું કામ આ પ્રસૂતિગૃહો સંભાળતાં હતાં, આ સ્ત્રીઓને વિનામૂલ્ય પ્રસૂતિની સગવડતા અપાતી. વળતર
રૂપે આવી સ્ત્રીઓને ક્લિનિકનું નાનું-મોટું કામ ડૉ. ઈગ્નાઝ સેમલ્વિસ સોંપવામાં આવતું અને વખત આવ્યે ડૉક્ટરો
અને દાયણોના કામમાં એ મદદરૂપ બનતી.
આ હૉસ્પિટલમાં કામ કરતાં પ્રોફેસર જહોન ક્લાનના મદદનીશ તરીકે ઇગ્નાઝ સેમલ્વિસની નિમણૂક થઈ. ઇગ્નાઝ હૉસ્પિટલના મુખ્ય રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કામગીરી બજાવતા હતા. પ્રોફેસર જ્હોન ક્લાન સવારે રાઉન્ડ લે, તે પહેલાં એ દર્દીઓને તપાસતો હતો. પ્રસૂતિમાં પારાવાર મુશ્કેલી પડી હોય તેવા કેસ પર નજર રાખતો હતો. પ્રસૂતિશાસ્ત્રના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હતો, એટલું જ નહીં, પણ દર્દીઓની વિગતો પણ રાખતો હતો.
| વિયેનાની આ હૉસ્પિટલમાં બે પ્રસૂતિગૃહો હતાં. બનતું એવું કે એમાં પહેલાં પ્રસૂતિગૃહમાં પરપેરટ્યુઅલ ફીવરથી વધુ માતાઓનાં મૃત્યુ નીપજતાં હતાં અને એ સમયે આ તાવને ‘ચાઇલ્ડબેડ ફીવર' કહેવામાં આવતો હતો. ઇગ્નાઝને આશ્ચર્ય એ થતું કે એક જ હૉસ્પિટલના પહેલા ક્લિનિકમાં માતાઓનાં મૃત્યુનો દર ઘણો ઊંચો હતો અને બીજા ક્લિનિકમાં સાવ ઓછો હતો ! કેટલીક માતાઓ તો ડૉ. ઇગ્નાઝ પાસે જઈને આજીજી કરતી હતી કે એમને અપશુકનિયાળ પહેલા ક્લિનિકના બદલે બીજા ક્લિનિકમાં દાખલ કરવામાં આવે.
એથીય વધુ આઘાતજનક ઘટના એ હતી કે કેટલીક સ્ત્રીઓ મોતના મુખ જેવા પહેલા ક્લિનિકમાં પ્રસુતિ કરાવવાને બદલે રસ્તા પર બાળકને જન્મ આપવાનું પસંદ કરતી હતી. આવી રીતે શેરીમાં બાળકને જન્મ આપે અને ડૉક્ટરને ખોટી રીતે કહેતી કે હૉસ્પિટલમાં આવતી હતી, એ દરમિયાન રસ્તામાં એકાએક આ પ્રસૂતિ થઈ. આવી સ્ત્રીઓને બાળકોની સંભાળ માટે મળતી સરકારી સહાય મળી રહેતી અને મોતના તાંડવ સમી હૉસ્પિટલના પ્રસૂતિગૃહમાં દાખલ થતાં ઊગરી જતી !
ઇગ્નાઝ વિચારવા લાગ્યો કે આનું કારણ શું ? એક જ હૉસ્પિટલનાં બે ક્લિનિકમાં મૃત્યુદરમાં આટલો તફાવત કેમ ? પહેલા ક્લિનિકમાં દસ ટકા સ્ત્રીઓ મૃત્યુ પામતી હતી, જ્યારે બીજા ક્લિનિકમાં ચાર ટકાથી પણ ઓછી સ્ત્રીઓ મૃત્યુ પામતી હતી. આમાં પણ ઇનાઝને સૌથી મોટી મુંઝવણ તો ત્યારે થઈ કે શેરીઓમાં શિશુઓને જન્મ આપતી માતાઓમાં તો આ રોગનું પ્રમાણ નહિવત્ હતું, ત્યાં મૃત્યુદરની વાત કેવી ! ઇગ્નાઝ સામે સૌથી મોટો કોયડો એ હતો કે સમાન સારવાર હોવા છતાં પહેલા ક્લિનિકમાં મૃત્યુદર આટલો બધો ઊંચો કેમ ? એણે આનો ઊંડો વિચાર કર્યો.
પહેલું ક્લિનિક • 113